મમતા - ભાગ 115 - 116 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 51

    હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને  આડો થઇને સીટમા બે...

  • ભાગવત રહસ્ય - 142

    ભાગવત રહસ્ય-૧૪૨  જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર...

  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 115 - 116

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૧૧૫

💐💐💐💐💐💐💐💐

( મોક્ષાની બિમારીની જાણ પરીને થતાં તે તરત જ અમદાવાદ પહોંચે છે. હવે આગળ.....)

જીવનમાં કયારે શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી. એક બાજુ પરીનાં લગ્નનો આનંદ હતો તો બીજી બાજુ અચાનક મોક્ષાને કેન્સરની ગાંઠ થતાં ઓપરેશન કરવું પડ્યું. મોક્ષાની બિમારીની જાણ થતાં જ પરી અમદાવાદ પહોંચી.

ચાર દિવસ થયાં અને મોક્ષાને હોસ્પિટલમાંથી રજા આપી. પરી સવારથી મોક્ષાનું ધ્યાન રાખતી હતી. તો બીજીબાજુ મંત્ર પણ ડાહ્યો ડમરો થઈ મંથન સાથે ઓફિસ જતો હતો. જયારે આપણાં પોતાનાં, નજીકનાં કોઈને કંઈ પણ તકલીફ થાય તો આપોઆપ જ જવાબદારી આવી જાય છે.

પરી મોક્ષા માટે જમવાનું લઈ તેનાં રૂમમાં આવે છે. અને તેનાં ફોનમાં પ્રેમનો કોલ આવે છે.

પ્રેમ :" હાય, પરી કેમ છે ? આન્ટીની તબિયત હવે સારી છે ?"

પરી :" હા, હવે સારૂ છે."

પ્રેમ :" પરી, જો ઉદાસ ન થા, આન્ટી બરાબર થઈ જશે ઓકે... આન્ટીને ફોન આપ મારે તેમની સાથે વાત કરવી છે. "

પરી :" ઓકે આપું છું."

પ્રેમ :" જય શ્રી કૃષ્ણ" આન્ટી, તમારી તબિયત કેમ છે ? "

મોક્ષા : " જય શ્રી કૃષ્ણ બેટા, હવે સારું છે. પરી છે ને ! પછી હું બરાબર જ હોવ ને ! "

પ્રેમ :" આન્ટી, બાને ફોન આપું છું."

સાધનાબા :" જય શ્રી કૃષ્ણ બેટા, તારી તબિયત કેમ છે ? મને તો સાંભળી બહું ચિંતા થઈ "

મોક્ષા :" હવે હું બરાબર છું. આપ ચિંતા ન કરો..પરી મારું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. " મારું જમવાનું, આરામ, દવા બધું જ..."

સાધનાબા :" હા, પરી તારી મમતાની જ પરછાઈ છે. અમે નસીબદાર છે કે પરી અમારાં ઘરમાં આવશે. ચાલ તારી તબિયતનું ધ્યાન રાખજે. " જય શ્રી કૃષ્ણ "

મોક્ષા ફોન મૂકે છે. પરી તો ત્યાં જ મોક્ષાના બેડ પર જ સુઈ ગઈ હોય છે. પરીના માસુમ ચહેરાને જોઈ મોક્ષા વહાલથી પરીના કપાળ પર હાથ ફેરવે છે. અને વિચારે છે....( પરી સવારથી સાંજ મારું ધ્યાન રાખે છે. કેટલી થાકી જાય છે ! મારી લાડલી હવે મને છોડીને જતી રહેશે.... અને મોક્ષા રડવા લાગે છે.)

ત્યાં જ મંથન રૂમમાં આવે છે. મોક્ષાને રડતાં જોઈ તે કહે.

મંથન :" શું થયું ? તારી તબિયત તો બરાબર છે ને ? "

મોક્ષા મંથનને ચૂપ રહેવાનું કહે છે. અને મંથનનો હાથ પકડી તેને રૂમની બહાર લઈ જાય છે. મોક્ષા મંથનને પરી વિશે કંઈક વાત કરે છે. તે સાંભળી મંથનનો ચહેરો ખુશીથી છલકાય જાય છે. ( ક્રમશ)

( પરી અમદાવાદ આવે છે. મોક્ષાનુ ધ્યાન રાખે છે. મોક્ષાએ મંથનને એવું તો શું કહ્યું કે મંથન ખુશ થઈ ગયો.... જાણવાં વાંચો ભાગ :૧૧૬ )


❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૧૬

💐💐💐💐💐💐💐💐

(મોક્ષાએ મંથનને એવું તો શું કહ્યું ? કે મંથન ખુશ થઈ ગયો.... વાંચો મમતા ભાગ :૧૧૬...)

સૂતેલી પરીને જોઈ મોક્ષા ભાવુક બની ગઈ. પોતાનાં માટે લીધેલી કાળજીથી મોક્ષાને પરી માટે માન થયું. મોક્ષા વિચારવા લાગી કે પરી મારું કેટલું ધ્યાન રાખે છે. તો મારે પણ પરીનાં ચહેરા પર સ્મિત આવે, પરી ખુશ થાય એવું કંઈક કરવું જોઈએ ! તેણે પોતાનો આઈડીયા મંથનને કહ્યો અને મંથન પણ તે સાંભળી ખુશ થયો.

મંથન તરત જ રૂમમાં જાય છે. અને પ્રેમને કોલ કરે છે‌. અને કહે.

મંથન :" પ્રેમ , તું કાલે વહેલી સવારે અમદાવાદ આવી જા, અને પરીને સરપ્રાઈઝ આપ. કાલે પુરો દિવસ બસ પરીની સાથે વિતાવવાનો છે. "

પ્રેમ પણ મંથનની વાત માની વહેલી સવારે અમદાવાદ આવવાં નીકળે છે.

સૂરજની સવારી આવી ગઈ હતી. વહેલી સવારમાં પંખીઓ કલરવ કરતાં પોતાનો માળો છોડી ખુલ્લાં ગગનમાં વિહરી રહ્યા હતા. " કૃષ્ણ વિલા " બંગલામાં મોક્ષા કાનાની આરતી કરતી હતી. મોક્ષાની તબિયત હવે સારી હતી. ત્યાં જ મંત્ર પ્રેમને એરપોર્ટ પરથી ઘરે લઈ આવે છે. પ્રેમ બધાંને " જય શ્રી કૃષ્ણ " કરે છે. મોક્ષા પ્રેમને પ્રસાદ આપે છે. અને પ્રેમને ઉપર જવાં કહે છે.

પ્રેમ ઉપર રૂમમાં જાય છે, તો પરી હજુ સુતી હોય છે.

પ્રેમ :" પરી.... પરી....."

અવાજ સાંભળી પરી આંખો ચોળતા ઉઠે છે. સામે પ્રેમને જોતાં તેને એમ લાગે છે કે તે સપનુ જુએ છે. પણ પ્રેમ વહાલથી પરીને ભેટે છે. ત્યારે તેને વિશ્વાસ થાય છે કે આ સપનુ નથી , પ્રેમ સાચેજ તેની સામે છે. ત્યાં જ મંથન અને મોક્ષા આવે છે. મોક્ષાને જોઈ પરી સમજી જાય છે કે આ આઈડીયા મોમનો છે. પરી દોડીને, શરમાઈને મોક્ષાને ભેટી પડે છે.

પ્રેમ, પરી ફ્રેશ થઈ અમદાવાદ ફરવા નીકળી જાય છે. બ્લુ જીન્સ, પિંક ટોપ, ખુલ્લાં રેશ્મી વાળમાં પરી સુંદર લાગતી હતી. આજે પુરો દિવસ પરી અને પ્રેમ એક સાથે રોમેન્ટિક ડેટ પર નીકળી ગયાં. હાથોમાં હાથ નાંખીને બંને ક્યાંય સુધી રિવર ફ્રન્ટ પર ફરતાં રહ્યાં. શાંત જગ્યા પર પોતાની જૂની, મીઠી વાતોને વાગોળતાં રહ્યા. ત્યાર પછી એક સરસ હોટલમાં લંચ લીધું. સાંજે કાંકરિયા તળાવમાં બોટિંગ કર્યું.

મોક્ષાની બિમારી, વિનીતનું મૃત્યું આ બધી પરિસ્થિતિને કારણે ઘણાં સમયથી બંને ઉદાસ હતાં. તો આજે ઘણાં સમયે બંનેએ સાથે સમય વિતાવ્યો. જીવનની ભાગદોડમાં જો સાચવી રાખવા જેવી પળો હોય તો તે છે હમસફરની સાથે વિતાવેલી નાજુક, સુંદર પળો ! જેમાં બંનેની લાગણીઓ, એકબીજાની હૂંફ મીઠાં સંભારણા બની જાય છે.

સાંજ થતાં જ બંને ખુશ થતાં ઘરે આવ્યાં. એકબીજા સાથે વિતાવેલી રોમેન્ટિક પળોને વાગોળતાં પ્રેમ મુંબઈ જવા નીકળે છે. પરી પ્રેમને એરપોર્ટ છોડી ઘરે આવે છે. હવે તો લગ્નને બહુ થોડાં દિવસો જ બાકી હતાં. ( ક્રમશ:)

( પોતાની લાડલીને મોક્ષાએ એક વંડરફૂલ સરપ્રાઈઝ આપી. જેથી પરી ખુશ હતી. હવે લગ્ન ખૂબ નજીક છે તો આપ સૌ પણ જરૂરથી આવજો હો ! )

વર્ષા ભટ્ટ( વૃંદા)
અંજાર