શ્રાપિત પ્રેમ - 14 anita bashal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત પ્રેમ - 14

મંગળવારે ઓનલાઈન ક્લાસના ટીચર તેની ટેસ્ટ લેવાના હતા પરંતુ રાધા પાસે સમય નો અભાવ હતો. ક્લાસીસ થી છુટ્યા બાદ તેને રસોઈ બનાવવામાં મદદ કરવા જવાનું હતું અને ત્યારબાદ તે બધા વાસણોને ઘસવામાં પણ મદદ કરવાનું હતું.
આ બધું ખતમ કરવા બાદ રાત્રે જેલના અંદર નામ માત્ર ના અજવાળાથી તે બરાબર વાંચી શકતી ન હતી. આ બધું વિચાર કરતા કરતા તે તેના જેલના તરફ જઇ રહી હતી કે કોમલ એ તેને અવાજ દેતા રોકી અને કહ્યું.
" તને અલ્કા મેડમ બોલાવી રહ્યા હતા."
રાધા યાદ કરવા લાગી કે શું એવું કોઈ કામ હતું જેનાથી અલ્કા મેડમ તેને બોલાવી શકે, રાધા ને એવું કંઈ યાદ આવી રહ્યું ન હતું એટલે તેણે પૂછ્યું.
" કોમલ બહેન મેડમ મને શા માટે બોલાવી રહ્યા છે?"
" મને શું ખબર જઈને જ શોધી લે."
ઉડતો જવાબ આપીને કોમલ ત્યાંથી આગળ ચાલી ગઈ અને રાધા કેબીનના તરફ ચાલી ગઈ. તે જ્યારે કેબીનના અંદર ગઈ ત્યારે પણ અલ્કા મેડમ ફાઇલમાં કંઈ લખી રહ્યા હતા.
" આવ રાધા બેસ."
રાધા તરત જ સામેની ખુરશીમાં બેસી ગઈ એટલે અલ્કા મેડમ એ તેના તરફ જઈને પૂછ્યું.
" તો તારું ભણતર કેવું ચાલી રહ્યું છે? મને ખબર પડી કે મંગળવારે તારી ટેસ્ટ છે."
રાધા હમણાં તો ક્લાસમાંથી જ આવી રહી છે અને તેના સિવાય બીજા કોઈને ખબર ન હતી તે ટેસ્ટના વિશે, તો પછી મેડમ ને કેવી રીતે ખબર? રાધા આ બાબત કોઈ સવાલ પૂછે તેની પહેલા જ અલ્કા મેડમ એ કહ્યું.
" તમે લોકો જે ઓનલાઇન કરો છો ને તે બધાનું રેકૉર્ડ અમારા પાસે હોય છે. વળી હું તારા ટીચરને પણ ઓળખું છું એટલે મને આ વાતની જાણકારી છે."
રાધા એ કંઈ જવાબ ન આપ્યો એટલે અલકા મેડમ એક બોક્સ રાધાની સામે રાખ્યું અને કહ્યું.
" આ તારા માટે છે. જોઈને બતાવ તેને પસંદ આવ્યો કે નહીં."
રાધા એક આશ્ચર્યથી અલ્કા મેડમના તરફ જોયું અને પછી બોક્સના તરફ જોઈને પૂછ્યું.
" પરંતુ મેડમ હું તમારા પાસેથી કોઈ પણ વસ્તુ કેવી રીતે લઈ શકું?"
" રાધા તારા ટીચરે મને કહ્યું કે તું બહુ હોશિયાર છે અને તેમની પાકી ખાતરી છે કે તું એક સારી વકીલ બની જઈશ. પરંતુ તેના માટે તારે સારા એવા માર્કસ લાવવા પડશે અને તેના માટે તારે એ ભણવું પણ પડશે."
રાધા તેમના કહેવાનો અર્થ સમજી શકતી ન હતી એટલે તેને તે બોક્સને ઉપાડ્યો અને તેને ધ્યાનથી જોવા લાગી. તેને એક વખત અલ્કા મેડમના તરફ જોયું તો તે સ્માઈલની સાથે તેના તરફ જોઈ રહ્યા હતા. તેને તરત જ બોક્સની ખોલી નાખ્યું તો અંદરથી ચાર્જેબલ ટેબલ લેમ્પ નીકળ્યું.
" મેડમ આ,,,"
" પસંદ આવ્યું કે નહીં? મેં કાલે જોયું હતું કે તું અંધારામાં વાંચી રહી હતી અને મને પણ ખબર છે કે આ કામ બહુ અઘરું હતું એટલે મને લાગ્યું કે આ તારા માટે કામનું છે."
રાધા તો ટેબલ લેમ્પ મેં જોઈને અવાજ થઈ ગઈ હતી અને તેને સમજાતું નહોતું કે તે તમે આ વસ્તુથી મના કરી દે કે પછી તેને લઈ લે.
" આ ચાર્જેબલ છે એટલે સવારે અને ચાર્જિંગ કરવા માટે કોમલને આપી દેજે અને રાત્રે તેના પાસેથી લઈ લેજે અથવા જ્યારે તું કમ્પ્યુટર ક્લાસમાં જાય ને ત્યારે તેને ચાર્જિંગમાં રાખી દેજે. આની લાઈટ લગભગ અઢીથી ત્રણ કલાક જેટલી ચાલશે એટલે તું આરામથી વાંચી શકીશ."
રાધા કંઈ કહે તેની પહેલા જ અલ્કા મેડમ એ કહ્યું.
" ચિંતા ન કર, મેં ચાર્જિંગ કરીને રાખી દીધું છે. તારું કામ પૂરું થવામાં કદાચ આઠ વાગી જશે અને ત્યાર પછી તું વાંચવા બેસી શકે છે. મને થોડું કામ છે તું જા."
એમ કહીને રાધા ના જવાની રાહ જોયા વિના જ અલ્કા મેડમ ફરીથી ફાઈલમાં કંઈક ચેક કરીને લખવા લાગ્યા. રાધા ચુપચાપ ક્યાંથી ઉઠીને તે લેમ્પ ને લઈને તેના જેલ ના તરફ ચાલી ગઈ. જમવાનું બનાવવાનો સમય થઈ ગયો હતો એટલે રાધાએ તેના પુસ્તકો અને તે લેમ્પ તેની જગ્યાએ રાખી દીધો અને તરત જ રસોડામાં ચાલી ગઈ.
તેને પોતાનું એક ક્રમ બનાવી લીધો હતો. હવે તે રોજ રાત્રે 12 વાગ્યા સુધી વાંચતી અને લખતી હતી અને તેના લીધે તેને તેના ઘરની એક પણ વખત યાદ આવી ન હતી. મંગળવારે તેની ટેસ્ટ હતી જે ખૂબ જ સારી ગઈ હતી. બીજા છે દિવસે તેનું રિઝલ્ટ પણ આવી ગયું હતું જેમાં તેને લગભગ ફુલ માર્ક કવર કરી લીધા હતા.
અલ્કા મેડમ એ પણ તેને કહ્યું કે તે ખૂબ સારું કરી રહી છે. એક દિવસ રવિવાર હતો અને રાધા હંમેશાની જેમ તેની એક પુસ્તક વાંચી રહી હતી, તે સમયે વિભા તેના કપડા રાખી રહી હતી ત્યારે અચાનક એક ફોટો ઉડીને રાધા પાસે આવી ગયો.
રાધા નું જ ધ્યાન તે ફોટોમાં તરફ ગયું તો તેણે તેને અનાયાસે ઉપાડી લીધું. તે સમયે ત્યાં તે બંને જ હતા. રાધાએ તે ફોટોમાં જોયું તો તેમાં વિભાગ લીલા રંગની સાડી પહેરીને બેઠી હતી. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે સમયે તેનો ખોળો ભરત ચાલી રહ્યું હતું.
તે ફોટોમાં વિભા ખૂબ જ ખુશ લાગતી હતી. તેની સાથે એક પુરુષ પણ ઉભો હતો જે કદાચ વિભાનો પતિ હશે. રાધા તે ફોટો ને જોઈ જ રહી હતી કે વિભા એ તે ફોટોને ખેંચીને પોતાના હાથમાં લીધો અને કહ્યું.
" આ મારો ફોટો છે, તારી કેવી રીતે હિંમત થઈ તેને લેવાની?"
એમ કહીને વિભાએ તે ફોટોને તેના કપડાના વચ્ચે રાખી દીધો. રાધાએ તેના તરફ જોઈને પૂછ્યું.
" આ ખોળા ભરત ના કાર્યક્રમ નો હતો?"
" હા બે મહિના પહેલા જ આ કાર્યક્રમ હતો તે સમય નો ફોટો હતો."
વિભા ને અત્યારે નવમો મહિનો ચાલી રહ્યો હતો પરંતુ તેની હાલત જોઈને એવું લાગતું નહોતું કે તેનો નવમો મહિનો છે. તે ખૂબ જ દુબરી હતી જેના લીધે તેને જોઈને એવું લાગે રહ્યું હતું કે તેને અત્યારે લગભગ સાતમો મહિનો ચાલી રહ્યો હશે.
વિભા ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઈ અને રાધા તેની જતા જોઈ રહી હતી. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે કદાચ તે કાર્યક્રમના વિશે કોઈ વાત કરવા માંગતી ન હતી એટલે ત્યાંથી ચાલી ગઈ હતી. પરંતુ આ ખોળા ભરત ના કાર્યક્રમ નો ફોટો જોઈને રાધા ને યાદ આવ્યું કે જ્યારે તુલસીનો નવમો મહિનો ચાલુ હતો ત્યારે તેના બા અને બાપુજી એ પણ ખોળા ભરત નો નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો.
તુલસી અને મયંક ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હતા ત્યારે જ બધી જગ્યાએ લોકડાઉન લાગી ગયું હતું. તે 2020 ની વાત હતી જરૂર તે સમયના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં લોકડાઉન રાખી દીધું હતું. તો વાત 21 દિવસની હતી પરંતુ ધીરે ધીરે વધીને તે ત્રણ મહિના અને પછી આગળ વધી ગયું તેની જાણકારી જ ન થઈ.
એટલા માટે તુલસી અને મયંક ત્યાં જ ફસાઈ ગયા હતા. આમ તો ગામડામાં શહેર જેવી બીક ન હતી છતાં પણ ગામડાના બહાર જવાની અને બહારના લોકોને ગામડામાં આવવાની મનાઈ હતી. લોકો હવે એકબીજા ના ઘરે જઈને વાતો કરતા ન હતા બસ દૂરથી એકબીજાની સાથે વાતો કરી લેતા હતા.
આમ તો ત્યાંના ઘર એકબીજાથી ઘણી દુરી ઉપર હતા. કારણકે બધાના ઘર આંગણા ખૂબ જ મોટા હતા એટલે બીકની કોઈ વાત ન હતી. બધા પોતપોતાના ખેતરમાં કામ કરવા જતા હતા અને ચૂપચાપ ઘરે આવી જતા હતા.
આવા સમયે લોકડાઉન ધીરે ધીરે ઓછું થવા લાગ્યું હતું અને હવે તો તુલસીને નવમો મહિનો લાગી ગયો હતો. તુલસી મે નવમો મહિનો લાગી ગયો હતો એટલે મનહર બેન ની એવી ઈચ્છા હતી કે ખોળા ભરત નો કાર્યક્રમ રાખવામાં આવે.
આમ તો લોકડાઉનનો સમય હતો પરંતુ નાનકડો કાર્યક્રમ તો તે રાખી જ શકતા હતા. નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મુશ્કેલથી ત્રણથી ચાર લોકો જ આવ્યા હતા અને તે પણ આજુબાજુના જ. તુલસીને પણ લીલા રંગની સાડી પહેરાવીને હિંડોળામાં બેસાડવામાં આવી હતી.
રાધા એ પણ ઘણા સમય પછી લાલ રંગના સુંદર ચણિયાચોળી પહેર્યા હતા. રાધા ને તૈયાર થઈ તેને વર્ષો થઈ ગયા હતા. જ્યારથી સરપંચમાં મૃત્યુ તેના લગ્નના સમય થયું હતું ત્યારથી એક પણ વખત તૈયારી કરી ન હતી.
જ્યારે તે ચણિયાચોળી પહેરીને તેને માંને બતાવી રહી હતી ત્યારે તેની નજર મયંક ઉપર ગઈ જે તેને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. રાધા ની નજરો શરમથી નીચે ઝુકી ગઈ હતી. તે પહેલો મોકો હતો જ્યારે જ્યારે તે બંનેને એકબીજાના તરફ આકર્ષણ થયું હતું.