શ્રાપિત પ્રેમ - 13 anita bashal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત પ્રેમ - 13

" રાધા તું અત્યારે શું કરી રહી છે?"
રાધા તેના ભૂતકાળના વિચારોમાં હતી ત્યારે અલ્કા મેડમના અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. રાધા તેના વિચારોમાં એટલી અટવાઈ ગઈ હતી કે તેને સમયનું ભાન જ ન રહ્યું. તેણે જોયું તો જેલના સળિયા પાસે જ અલ્કા મેડમ ઊભા હતા અને તે રાધા ના તરફ જોઈ રહ્યા હતા.
" મેડમ મને નીંદર આવતી ન હતી તો મનમાં થયું કે થોડું વાંચી લઉં."
રાધા જેલના સળિયા થી થોડી દૂર હતી એટલે તે ઊભી થઈ અને અલ્કા મેડમના પાસે આવીને ઊભી રહી ગઈ, જેનાથી બંનેના વાતચીત થી બાકી લોકોને નીંદર ન ઉડી જાય.
" અરે પણ અંદર કેટલું અંધારું છે, તને આમાં ઠીકથી દેખાય પણ છે?"
તેમની વાત એકદમ બરાબર હતી જેલના અંદર અજવાળું હતું જ નહીં, બસ જેલની બારીમાંથી અને સળિયાના બહારથી જે હળવું અજવાળું હતું તેમાં જ રાધા વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી.
" મેડમ અજવાળું તો ઓછું છે પણ મને દેખાઈ રહ્યું છે."
અલ્કા મેડમ એ હાથમાં બાંધેલી ઘડિયાળમાં તરફ જોયું અને પછી કહ્યું.
" રાતના 12:00 વાગી ગયા છે અને આટલી વાર સુધી જાગવું સારું નથી. અત્યારે સુઈ જા સવારે જલ્દી ઉઠવાનું છે."
રાધા પુસ્તક ખોલીને બેસી આને ઘણો બધો સમય થઈ ગયો હતો પરંતુ તે તેના વિચારોમાં એટલી ગુમ હતી કે તેણે એક શબ્દ પણ વાંચ્યો ન હતો. જવાબમાં તેણે ફક્ત સહમતી માં માથું હલાવ્યું એટલે અલ્કા મેડમ ત્યાંથી ચાલ્યા ગયા.
રાધા એ સુવાનો પ્રયત્ન કર્યો નીંદર આવતી નથી. સુતી વખતે પણ તેને મયંક ના વિચારો આવી રહ્યા હતા. તે દિવસ પછી રાધા અને મયંક હંમેશા હસી હસીને વાતો કરતા હતા. રાધા તેને આખું ગામ ફરાવતી હતી અને તેના મંદિરોના દર્શન પણ કરાવતી હતી.
" મનહર, તારી દીકરી ની તબિયત હવે ઠીક થઈ ગઈ છે તો હવે તેને જવાનું કહી દે."
જમતી વખતે છગનલાલ એ તુલસી ના તરફ ઈશારો કરતા મનહર બેન ને કહ્યું. રાતનો સમય હતો જ્યારે બધા લોકો જમવા બેઠા હતા. છગનલાલ એ મનહર બેન ને જ્યારે આ વાત કહી ત્યારે તુલસી અને મયંક પણ ત્યાં જ હતા.
" કેવી વાત કરો છો, તુલસીની હાલત તો જુઓ, તેના જેઠ અને જેઠાણી પણ તેની સાથે નથી તો આવી હાલતમાં તે શું કરશે?"
" આ વાત તો તેને ઘરમાંથી જવાબ પહેલા વિચાર કરવી જોઈતી હતી."
એમ કહીને છગનલાલ પોતાનું અડધું ભાણું છોડીને ઉભા થઈને ચાલ્યા ગયા હતા. મયંક એ મનહર બેન ને કહ્યું.
" મમ્મી જી તમે ચિંતા ના કરો અમે કાલે સવારે જ અહીંયા થી નીકળી જશું."
તુલસીએ પણ પોતાનું માથું સહમતીમાં હલાવ્યું. પરંતુ મનહરબેન દીકરીને આવી હાલતમાં જવા દેવા માંગતા ન હતા પરંતુ પતિની સામે તેમનું ચાલવાનું પણ ન હતું. તુલસીને સામાન પેક કરવાનું કહીને મયંક સાંજે ચક્કર મારવા જઈ રહ્યો હતો.
" જીજાજી શું ખરેખર તમે કાલે ચાલ્યા જવાના છો?"
રાધાએ તેને રોકી ને પૂછ્યું. રાધા મયંક થી વાતો કરે એ વાત છગનલાલ ને પસંદ ન હતી એટલે તે બંને ચૂપચાપ જ વાતો કરતા હતા. મયંક એ હસતા ચહેરા થી રાધાના તરફ જોયું અને કહ્યું.
" જવું તો પડશે જ, અમે ફક્ત મા અને બાપુજીની નારાજગી દૂર કરવા માટે આવ્યા હતા, રહેવાનો અમારો ઈરાદો ન હતો. કાલે નહીં તો ગમે ત્યારે, પણ જવાનું તો છે જ ને."
મયંક આગળ ચાલવા લાગ્યો હતો એટલે રાધા પણ તેની સાથે સાથે ચાલતા કહેવા લાગી.
" પરંતુ મને તમારી એટલે કે દીદી ને યાદ આવશે, અત્યારે હું શું કરીશ?"
મયંક થોડીવાર માટે ઉભો રહી ગયો એટલે રાધા પણ તેની સાથે જ ઉભી રહી ગઈ. મયંક થોડીવાર માટે વિચાર કરવા લાગ્યો અને પછી તેને પોતાની પેન બહાર કાઢી. તેણે રાધા નો હાથ પોતાના હાથમાં લીધો અને તેના હથેળીમાં એક નંબર લખ્યો.
મયંક નો સ્પર્શ થવાથી રાધાની આંખો પોતાની મેળે જ બંધ થઈ ગઈ. એક નંબર લખી દીધા બાદ મયંક એ કહ્યું.
" આ મારો નંબર છે જ્યારે પણ તારે મારી સાથે વાત કરવી હોય કે પછી તુલસીની સાથે વાત કરવાની હોય ત્યારે આ નંબર પર ફોન કરી દેજે, અથવા મિસ કોલ મારી દેજે હું ફોન કરી લઈશ."
રાધાએ પોતાની હથેળીના તરફ જોયું તો ત્યાં દસ અંક નો નંબર લખેલો હતો. તે નંબરના તરફ જોઈ જ રહી હતી કે તેના ગાલમાં મયંક ના હાથ માં સ્પર્શ થયો.
" રાધા અહીંયા થી ગયા બાદ અને તારી બહુ યાદ આવશે."
મયંક આ શબ્દો રાધા ના હૃદયને સ્પર્શી ગયા હતા. તેના હૃદયની ભાવના તેના આંખોથી આંસુ બનીને નીકળી ગઈ હતી. તે પણ એવા જ શબ્દો બોલવા માંગતી હતી પરંતુ તેની જીભ સાથ આપવા માટે તૈયાર ન હતી. અવાજ તેના ગળામાં જ દબાઈને બેસી ગયો હતો.
" રાધા, ઉઠ સવાર થઈ ગઈ છે."
સવિતાબેન ના અવાજથી રાધા ની નીંદર ખુલી તો જેલના દરવાજા ખુલી ગયા હતા અને બધા લોકો બહાર પ્રાર્થનામાં જઈ રહ્યા હતા. રાત્રે વિચાર કરતા કરતા તેની આંખ ક્યારે લાગી ગઈ તેની જાણકારી રાધા ને થઈ જ ન હતી. રોજની જેમ તેની દિનચર્યા ચાલુ થઈ ગઈ હતી.
વિભા બધાની સાથે હસી હસીને પોતાનું કામ કરી રહી હતી જો કે તેને કામ કરવાની મનાઈ હતી કારણ કે તે ગર્ભવતી હતી, છતાં પણ તે કામ માં પૂરો સહયોગ આપતી હતી. સવિતાબેન એ રાધા ને ધીમેથી કોણી મારીને કહ્યું.
" જો તો ખરી, આખા પરિવારને ઝેર પાઈને મારી નાખ્યું છે. તને દેખાય છે આનામાં થોડી શરમ? કેવી બેફામ હસીને બોલી રહી છે."
રાધા એ સવિતાબેન ના તરફ જોયું અને કહ્યું.
" આપણે શું કરવાનું? અહીંયા બધા તમને એવા જ મળશે સવિતાબેન, કોને કોને કહેશો? એના કરતાં સારું છે કે આપણે બસ આપણું કામ કરતા રહીએ બીજા શું કરે છે અને શું નહીં કરે છે, એમાં ધ્યાન નહિ દેવાનું."
જલ્દીથી પોતાનું કામ કરીને રાધા ને ઓનલાઇન ક્લાસમાં જવાનું હતું એટલે તેના પાસે સમય ન હતો કે તે બીજાને ધ્યાનથી જુએ. જલ્દીથી પોતાનું કામ કરીને તે જ્યારે કોમ્પ્યુટર રૂમમાં ગઈ તો તેને જોયું કે આજે તે ચાર સિવાય પાંચમી વ્યક્તિ પણ ત્યાં હતી.
" આ કોણ છે?"
રાધા એ સાવિત્રીના તરફ જોઈને પૂછ્યું. સાવિત્રી ની જગ્યાએ ચંપા એ ધીમેથી જવાબ આપ્યો.
" અમારા જ સેક્શનમાં નવી આવી છે તેનું નામ રંભા છે, મેં સાંભળ્યું છે કે તે વેશ્યાવૃત્તિ નું કામ કરતી હતી અને તેની ઈચ્છા લેખિકા બનવાની હતી એટલે કે અહીંયા લેખિકા બનવાની ટ્રેનિંગ લઈ રહી છે."
જીજ્ઞા એ ચંપા ના તરફ જોયું અને ધીમેથી પૂછ્યું.
" લેખિકા બનવાની પણ ટ્રેનિંગ હોય છે? ભાઈ સાહેબ, મેં તો આવું નહોતું સાંભળ્યું. જવા દો આપણે તો આપણું કામ કરવાનું."
થોડીવારમાં જ ક્લાસ શરૂ થઈ ગઈ, રાધા ને ખબર પડી કે એક અઠવાડિયા બાદ તેની ટેસ્ટ છે. રાધા જ્યારે ચંપાના કોમ્પ્યુટર ઉપર નજર નાખી તો તેને જોયું કે તેના કોમ્પ્યુટરની જેમ બાકી બધાના કમ્પ્યુટરની પણ સ્ક્રીન ઓફ રહેતી હોય છે. તેમાં કેમેરાનું ઓપ્શન ઓફ રહેતું હોય છે એનો અર્થ એ કે તમે સામેવાળાને જોઈ ના શકો અને સામેવાળા તમને જોઈ ન શકે.
તે લોકો તમને તેમના ડાયાગ્રામ અને બાકી બધી ચીજો મોકલી જરૂર શકે પરંતુ તમે એકબીજાને જોઈ ન શકો. રાધા ને તો એ પણ ખબર ન હતી કે તે કોની પાસે ટ્રેનિંગ લઈ રહી છે. તેને તેના સર નું નામ પણ ખબર ન હતું.
" મિસિસ ત્રિવેદી આવતા અઠવાડિયામાં એટલે કે મંગળવારે હું તમારી ટેસ્ટ લઈશ અને એ જાણીશ કે તમે કેટલું યાદ રાખ્યું છે. મને ખબર છે કે તમારે ત્યાં ઘણા બધા કામ કરવાના હોય છે પરંતુ તમને જે આપવામાં આવ્યું હોય તેને પણ ભણતર કરવું જરૂરી હોય છે."
" જી સર હું બધું તૈયાર જ રાખીશ."
ક્લાસ ખતમ કર્યા બાદ તેને જ્યારે બાકી બધાને પૂછ્યું તો ફક્ત તેની જ ટેસ્ટ હતી. દિવસે રાધા પાસે ભણવાનો બહુ ઓછો સમય હોય છે અને રાત્રે તેના જેલના અંદર લાઈટ નો અભાવ હોય છે. તેને સમજાતું નહોતું કે તે કેવી રીતે એક અઠવાડિયામાં બધું ભણતર પૂરું કરશે.