માહી - એક ગાઢ રહસ્ય - 9 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માહી - એક ગાઢ રહસ્ય - 9

" એટલે તમે ભુત પ્રેત મા વિશ્વાસ કરો છો  એમને ! " માહીએ પુછ્યું.


" નોટ રીયલી , પણ હા થોડો થોડો..કેમકે દરેક વખતે કહાની નથી હોતી ક્યારેક એ હોરર સત્ય પણ હોય છે અને હું એવી જ ઘટનાઓ મારા પેપર મા ઉતારુ છું જે લોકોને વાંચવી પસંદ છે અને તેઓને વિશ્વાસ પણ છે". કાવ્યાએ કહ્યું અને બેગમાંથી એક પેપર કાઢી માહીને આપ્યું.


માહી એ પેપરને હાથમાં લ‌ઈને ધ્યાનથી વાંચવા લાગી

" ઓહ , મતલબ તમને હોરર સ્ટોરીસ લખવા માટે એવોર્ડ્સ પણ મળેલા છે. " માહીએ પેપર તરફ જોતા આશ્ચર્ય સાથે પુછ્યું.


" હા , અને મને વિશ્વાસ છે કે હું કોઈને પણ ડરાવી શકું છું " કાવ્યા એ આત્મવિશ્વાસથી કહ્યું.


" કોઈને પણ ડરાવી શકો છો મને ન‌હીં. " માહીએ પણ પોતાના કોન્ફિડન્ટ માં કહ્યું અને હસવા લાગી.


" અને હું તમને ડરાવી દવ તો !" કાવ્યાએ માહીને એકીટશે જોતા કહ્યું.


" તો તમે કહો એ માની લ‌ઈશ" માહીએ પણ કહ્યું.


" એટલે તમે મને ચેલેંજ કરો છો ?  તો તો તમને ડરાવવા જ પડશે." કહી કાવ્યા વિચારે ચડી ગ‌ઈ, કે આખરે માહીને કેવી રીતે ડરાવી શકાય છે.


" હાય કાવ્યા" બંને વાતો કરી જ રહ્યા હતાં કે ત્યાં પાછળ થી રણવીજય નો અવાજ આવ્યો. રણવીજય ને જોઈને તરત જ કાવ્યા પોતાની જગ્યાએથી ઉભી થ‌ઈ અને રણવીજય પાસે આવી તેને હગ કર્યું અને બોલી , " હાય વીજય, તને આ ગામમાં આવવામાં કંઈ તકલીફ તો નથી થ‌ઈને ! ".


" તકલીફ તો નથી થ‌ઈ પણ આવતા વેંત જ ભુતે દર્શન આપી દીધા." કહેતા રણવીજય હસવા લાગ્યો તો કેવિન , માહી અને સપનાં એકીટશે રણવીજયને આશ્ચર્ય થી  જોવા લાગ્યાં.


" શું " કાવ્યાએ જોરથી પુછ્યું.


" લાગે છે ગર્વમેન્ટ પાગલોને કામે રાખવા લાગી છે." માહીએ કેવિન તરફ આવતા ધીમે તેના કાનમા કહ્યું ને છાનીમાની હસવા લાગી.


" માહી , ઇટ્સ નોટ જોક" સપનાં એ માહીને ઠપકો આપ્યો અને રણવીજય તરફ જોતા કહ્યું, " તમે લોકો જમીને પછી કાળ ભૈરવ મંદિરે જજો , માહી તમને લ‌ઈ જશે!" .


" મમ્મી , હું એ મંદિરે નથી જવાની ! ત્યાં તો સોથી મોટો પાગલ છે પેલો તાંત્રીક . એણે જ ગામમાં ભુત હોવાની અફવાઓ ફેલાવી છે." માહીએ મોઢું બગાડતા કહ્યું.


" માહી , તને પુછ્યું નથી તને કહ્યું છે " જાણે કેવિન માહીને ઓર્ડર આપતો હોય તેવા અવાજે કહ્યું તો માહી કંઈ બોલી ના શકી અને પોતાના રૂમમાં આવતી ર‌હી.


આ તરફ તાંત્રિક સતત કોઈ વિધી કરવામાં મશગુલ હતો. તેણે પોતાનો સામાન એક ઘેરો કરી ગોઠવ્યો જેમાં બે ત્રણ ખોપરી અને સાથે થોડું માસ. તે ગોઠવ્યા બાદ તાંત્રીક જોરજોરથી મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યો.

તેના મંત્રો ના ઉચ્ચારણ સાથે જ તે ઘેરો મોટો થતો ગયો અને તેની ચારેય ફરતે એક કવચ આપમેળે જ બનતું ગયું. કવચ બનતાં જ તાંત્રિક પોતાની જગ્યાએથી ઉભો થયો અને કાળા કપડાં માં વીંટળાયેલી ઢીંગલી કાઢી. તાંત્રિકે ફરી મંત્ર બોલ્યા તો એ ઢીંગલી તેની જગ્યાએથી ઉભી થ‌ઈ અને ચાલવા લાગી. ચાલતા ચાલતા તે ઘેરા પાસે પહોંચી અને પહોંચ્યા પછી તરત તેણે માસ ખાઈ લીધું અને તરત જ હવામાં ઉડવા લાગી.

આ જોઇ તાંત્રીક ના મુખ પર સ્માઈલ આવી ગ‌ઈ અને પોતાના કામ થી ખુશ થ‌ઈ મનમાં જ બોલ્યો," બસ હવે કાલની અમાસ ની રાત અને મને મારી બધી જ શક્તિ ઓ મને મળી જશે. પછી એ માહી અને પેલી આત્મા બંનેને મારા વશમાં કરીને આ દુનિયા પર રાજ કરીશ રાજ".



એક તરફ તાંત્રીક માહીને વશમાં કરવાની કોશિશ કરી રહ્યો હતો તો બીજી તરફ એ બધાં થી અજાણ માહી , રણવીજય , કાવ્યા અને રાજીવ કાળ ભૈરવ મંદિર તરફ પોતાના પગરણ માંડી ચુક્યા હતાં. ગામનાં લોકોનું કહેવું હતું કે મંદિરના પુજારી લગભગ 80 વર્ષ થી આ ગામમાં છે એટલે તેને આ ગામનો ઈતીહાસ જરૂરથી ખબર હશે.


અને ભુત વિશેની તમામ જાણકારી પણ ત્યાંથી જ મળી રહેશે. કાવ્યા‌ અને રાજીવ બંને વચ્ચે વચ્ચે ફોટા પણ પાડતા હતાં અને થોડાં ઘણાં વિડિયો પણ ઉતારી રહ્યા હતાં. ગામની જર્જરીત હાલત જોઈ કાવ્યા ને લાગી રહ્યું હતું કે વિડિયો અપલોડ કરવાથી સારી એવી રકમ મળી રહેશે અને ન્યુઝપેપરમાં પણ તેની જગ્યા કન્ફર્મ રહેશે.


     માહી અને રણવીજય બંને ચુપચાપ આગળ ચાલી રહ્યા હતાં. પણ માહી અલગ જ દુનિયામાં ખોવાયેલી હતી.‌  તે વિચારી રહી હતી કે સવારે એની સાથે શું થયું , શું છે આ ભુતનો મામલો ! અને મને આ ગામમાં બોલાવી જ શું કામ છે ? માહી વિચારી જ રહી હતી કે રણવીજય બોલ્યો,


" કોઈ પ્રોબલેમ છે ?"


રણવીજયનો અવાજ સાંભળતા જ માહી પોતાના વિચારો માંથી બહાર આવી અને  અટકતા અટકતા બોલી," ના ના... પ્રોબલેમ... કોઈ પ્રોબલેમ નથી, શું પ્રોબલેમ હોય ? "


" ઓકે , એક વાત પુછું ? " રણવીજયે માહીની સામે જોતા પુછ્યું.


" યા શ્યોર..."


" તમે આ ગામમાં જ રહો છો અને તમને ભુત પર વિશ્વાસ નથી ! આશ્ચર્ય ની વાત છે"


" હું મુંબઇ રહું છું , હોસ્ટેલમાં. અને આ ગામમાં છેલ્લા પંદર વર્ષ થી નથી આવી. પણ મને નથી લાગતું કોઈ ભુત છે! લાગે છે કોઈ ષડયંત્ર રચી રહ્યું છે." માહીએ કહ્યું.


" શું " રણવીજયે આશ્ચર્ય જનક ભાવે પુછ્યું.


" હા , આ ગામમાં એક તાંત્રીક છે. કેટલો અજીબ છે. લાગે છે એના જ કામો છે આ બધાં. અને બધાં તેના પર ભરોસો પણ કરે છે એ ભરોસાનો ફાયદો ઉઠાવી રહ્યો છે".



"પણ આ ગામમાં ઘણાં લોકોએ ભૂતને જોયું છે. તમારા મમ્મીએ પણ જોયું છે અને તમારા ભાઈએ પણ..." રણવીજય એક જ શ્વાસે બોલી ગયો.


" શું " રણવીજય ની આ વાત સાંભળી જ માહી સ્તબ્ધ રહી ગ‌ઈ અને ત્યાં જ ઉભી રઈ રણવીજય ને જોવા લાગી.






શું કરી રહ્યો હતો તાંત્રિક ? શું માહી ભુત વિશે જાણી શકશે ? કોનું ભુત હતું ? શું રણવીજય , કાવ્યા અને રાજીવ બચી શકશે ? શું સપનાં અને કેવિનની વાત જાણી માહી ભકતો પર વિશ્વાસ કરી લેશે ? જાણવા જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે......



TO BE CONTINUED............

WRITRE:- NIDHI S...........