માહી - એક ગાઢ રહસ્ય - 8 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માહી - એક ગાઢ રહસ્ય - 8

રણવીજય ઘરે તો આવી ગયો હતો પણ તેને હજુ કાલે રાત્રે બનેલી ઘટના વિચલીત કરી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે કોણ હતી એ છોકરી, અને ગાયબ કેવી રીતે થ‌ઈ ગ‌ઈ ? શું સાચે આ ગામમાં ભુત છે ? તે વિચારી જ રહ્યો હતો કે એકાએક તેને કેવિનનો અવાજ આવ્યો,


" તમારા માટે ઉપરના બીજા રૂમમાં વ્યવસ્થા કરી છે. રાત્રે કોઈને ડીસ્ટર્બ ના થાય એટલે તમને મારો રૂમ આપ્યો હતો. તો તમે ઉપરના રૂમમાં જ‌ઈ ફ્રેશ થ‌ઈ જાવ પછી આપણે વાત કરીએ." કેવિને કહ્યું તો તેની વાત માની રણવીજય પોતાનો સામાન લ‌ઈ ઉપરના રૂમ તરફ આવી ગયો.



સવારના આઠ વાગ્યા હતા પણ માહી હજુ સુતી હતી. ત્યાં જ એકાએક બહારનો મોસમ બદલાયો, જોરજોરથી પવન ફુંકાવા લાગ્યો અને બહાર વીજળી ના અવાજો આવવા લાગ્યા. એકાએક માહીના રૂમની બારી ખુલી અને જોરજોરથી હલવા લાગી. 

બારીના આવતા અવાજ થી ‌માહીની નિંદર ખુલી અને તે બારી બહારનું વાતાવરણ જોઈ ભયભીત થ‌ઈ તે બારી બંધ કરવા ઉભી થ‌ઈ પણ અચાનક જ તેને એવો આભાસ થયો કે કોઈ તેનું ગળું દબાવી રહ્યું હતું. તેણે પોતાને છોડાવવાની ખુબ કોશિશ કરી પણ જેમ જેમ એ પોતાને છોડાવતી તેમ તેમ પકડ ખુબ જ મજબૂત થ‌ઈ રહી હતી. હવે માહીનો શ્વાસ પણ રુંધાઈ રહ્યો હતો. 

તે કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ તેની નજર અરીસા તરફ પડી, જેમાં માહી દેખાઈ રહી હતી અને થોડીજ‌ વારમાં અરિસામાં કોઈ આકૃતિ ઉપસી આવી માહી સ્પષ્ટ પણે એ આકૃતિને પોતાની ઉપર જોઈ શકતી હતી જે તેનું ગળું દબાવી રહી હતી.

માહી એ આકૃતિ તરફ પોતાનું ધ્યાન કરે એ પહેલાં જ અરીસામાંથી અવાજ આવ્યો," માહી...આખરે તું આવી જ ગ‌ઈ આ ગામમાં, હવે જો શુ તાંડવ મચે છે." કહેતા એ આકૃતિ જોરજોરથી હસવા લાગી.

માહીએ ખુબ જ હિંમત કરીને બેડ પાસે પડેલો લેમ્પ હાથમાં લીધો અને સામે રહેલા અરીસા પર માર્યો. તે અરીસો તુટતા જ બધું નોર્મલ થ‌ઈ જાય છે.

    માહી સતત હાંફી રહી હતી , તે પોતાનો શ્વાસ પકડવાની કોશિશ કરી રહી હતી , તેની સાથે બનેલી ઘટના તે સમજી જ રહી હતી કે ત્યાં જ કોઈએ અચાનક તેના રૂમનો ખુલ્યો અને તેને કોઈ આદમી પોતાના રૂમમાં આવતો દેખાયો. જેના હાથમાં બેગ હતા અને તે બેગ ઉચકીને નીચુ માથુ કરી અંદર આવવાની કોશિશ કરી રહ્યો હતો.

" એક્સક્યુઝ મી , કોણ છે તું ? અને આમ મારા રૂમમાં શું છે ?" માહીએ ગભરાહટ સાથે પુછ્યું.

કોઈ છોકરીનો અવાજ સંભળાતા જ રણવીજય ના હાથમાંથી બેગ લસરી ગયુ અને તે પેલી છોકરી સામે જોવા લાગ્યો અને ધ્રુજતા સ્વરે કહ્યું, " સો....સોરી...આઈ એમ સો સોરી...મને મિસ્ટર કેવિને ઉપરના રૂમમાં આવવાનું કહ્યું તો મને લાગ્યું આ જ રૂમ હશે એટલે અહીં આવી ગયો" રણવીજયે સફાઈ આપતા કહ્યું.

" બાજુ નો રૂમ છે. " માહી એ ઉખડતા સ્વરે કહ્યું અને રણવીજય સામે એકીટશે જોવા લાગી.

  રણવીજય પણ એનો ઈશારો સમજી પોતાનો‌ સામાન લ‌ઈ બાજુના રૂમમાં આવી ગયો અને એક હાશકારો અનુભવ્યો. પણ માહી હજુ મુંજવણમાં હતી કે શું થયું હતું તેણે એક નજર અરીસા પર કરી પણ ત્યાં બધું જ બરાબર હતું જાણે કંઈ થયું જ ના હોય. તેણે બારી તરફ પણ નજર કરી પણ બારી પણ બંધ જ હતી અને પેલો લેમ્પ પણ પોતાની જગ્યાએ જ હતો. તે કંઈક વિચારતા વિચારતા બાથરૂમ તરફ જતી રહી પણ હજુ તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની સાથે શું થયું હતું ?


‌ ‌ આ તરફ કેવિન સપનાં અને રણવીજય ગામમાં ગયાં હતાં. રણવીજય ઈન્સપેકટર હતો અને તેને ઈન્વેસ્ટીગેશન કરવા ગામમાં મોકલવામાં આવ્યો હતો. રણવીજય ના આવતા જ ગામના લોકોએ મીટીંગ આયોજીત કરી હતી અને એ મીટીંગમાં ગામના ભુત વિષે ચર્ચા કરવાની હતી.

    જો કે રણવીજય ને પણ ભુતોમા વિશ્વાસ નહોતો પણ ગામના વ્યક્તિઓ ની વાત તે નકારી શકે તેમ પણ નહોતો. એટલે તેણે થોડા દિવસ ગામમાં રહીને બધું જાતે જ તપાસવાનો નિર્ણય લીધો. 

   બીજી બાજુ એ  કાવ્યા અને તેનો ફોટોગ્રાફર રાજીવ પણ ગામમાં આવી ગયા હતાં તેઓ પોતાના પ્રાઈવેટ વાહનમાં આવ્યા હતાં જેથી તેઓ સવારે ગામમાં પહોંચ્યા. 

" હાઈ ,હું કાવ્યા અને આ ફોટોગ્રાફર રાજીવ છે." માહીને જોતા જ કાવ્યાએ ઘરમા જતાં કહ્યું.

" વેલકમ મેડમ. " સામજીએ આવકારો આપતા કહ્યું.

" કોણ છે કાકા આ લોકો ? " માહીએ સવાલ ભરી નજરોથી કાવ્યા અને રાજીવ સામે જોતા પુછ્યું.

" અરે, દીદી તેઓ સરકાર તરફ થી આવ્યા છે. પેલા સર સવારે હતા એમની સાથે છે.‌ અને થોડા દિવસ આપણા ગામમાં અને આપણા જ ઘરે રહેવાના છે" કહેતા સામજીએ કાવ્યા અને રાજીવને પોતપોતાના રૂમ બતાવ્યા અને કિચનમાં તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવા જતા રહ્યાં.

થોડીવાર બાદ કાવ્યા હોલમાં આવી જ્યાં માહી બેઠી હતી , અને માહીની પાસે આવીને કહ્યું "રણવીજય સર ક્યાં છે?".

" કોણ રણવીજય ? " માહીએ આશ્ચર્ય સાથે પુછ્યું.

" અરે, દિદિ પેલા ઈન્સપેકટર." સામજીએ હોલમાં આવતા કહ્યું.

" ઓહ ! તો એમનું નામ રણવીજય છે." માહીએ કંઇક વિચાર કરતા કહ્યું અને ફરી બોલી," એ તો ભાઈ સાથે મિટીંગમાં ગયા છે લગભગ બપોરે આવી જશે".

"ઓહ , આઈ સી. અને તમારું નામ?" કાવ્યાએ સવાલ કરતા કહ્યું.

" માહી..." માહીએ પોતાનો પરીચય આપતા કાવ્યા તરફ હાથ લંબાવ્યો અને પુછ્યું "તમે ન્યુઝપેપરમાં શું કામ કરો છો ?".

" હું હોરર વિભાગની હેડ છું, અલગ અલગ જગ્યાએ અનુભવાતી હોરર ઘટનાઓ જે લોકો જીવી રહ્યા હોય , મહેસૂસ કરી રહ્યા હોય અથવા લોકોને ડરાવી રહ્યા હોય તેવી કહાનીઓ લોકો સામે લાવું છું " કાવ્યા એ ગર્વ અનુભવતા કહ્યું.


" એટલે તમે ભુત પ્રેત મા વિશ્વાસ કરો છો  એમને ! " માહીએ પુછ્યું.

" નોટ રીયલી , પણ હા થોડો થોડો..કેમકે દરેક વખતે કહાની નથી હોતી ક્યારેક એ હોરર સત્ય પણ હોય છે અને હું એવી જ ઘટનાઓ મારા પેપર મા ઉતારુ છું જે લોકોને વાંચવી પસંદ છે અને તેઓને વિશ્વાસ પણ છે". કાવ્યાએ કહ્યું અને બેગમાંથી એક પેપર કાઢી માહીને આપ્યું...

માહી એ પેપરને ધ્યાનથી વાંચવા લાગી.




કોણ હતું માહીના રૂમમાં ? કોણે માહી પર હુમલો કર્યો હતો ? શું રણવીજય એ છોકરી વિશે જાણી શકશે ? શું માહી ભુતોમા  વિશ્વાસ કરશે ? શુ કાવ્યા અને રાજીવ નો પણ એ આત્માથી સામનો થશે ? જાણવા જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે.

TO BE CONTINUED........
WRITER:- NIDHI S......