માહી - એક ગાઢ રહસ્ય - 10 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માહી - એક ગાઢ રહસ્ય - 10

"પણ આ ગામમાં ઘણાં લોકોએ ભૂતને જોયું છે. તમારા મમ્મીએ પણ જોયું છે અને તમારા ભાઈએ પણ" રણવીજય એક જ શ્વાસે બોલી ગયો.

" શું " રણવીજય ની આ વાત સાંભળી જ માહી સ્તબ્ધ રહી ગ‌ઈ અને ત્યાં જ ઉભી રઈ રણવીજય ને જોવા લાગી. તેને રણવીજયની વાત પર ભરોસો ‌ નહોતો થ‌ઈ રહ્યો. તે વિચારમાં સરી પડી. 

"હેય ગાઈઝ , લુક એટ ધીસ ટેમ્પલ. કેટલું સુંદર છે" કાવ્યાએ કાળ ભૈરવ મંદિરની તરફ ઈશારો કરતા કહ્યું. 

કાવ્યા ના અવાજથી  રણવીજય અને માહી બંનેની નજર મંદિર તરફ પડી.


પણ માહી તે મંદિર ને જોતા જ દંગ રહી ગ‌ઈ. કેમકે કાલે જ્યારે તે મંદિરે આવી હતી ત્યારે મંદિર એકદમ અલગ દેખાઈ રહ્યું હતું અને આજે તે એટલું ભવ્ય લાગી રહ્યું હતું. તે વિચારી રહી હતી કે એક રાતમાં મંદિર આટલુ અલગ કેમ દેખાઈ શકે છે. કાલે તો મંદિર એકદમ કાળું અને ભયાનક હતું.

"માહી, ચાલ અંદર જ‌ઈએ."  કાવ્યાએ માહીને ખેંચીને પોતાની સાથે લ‌ઈ જતા કહ્યું. તેઓ બધાં મંદિરની અંદર ગયા અને દર્શન કરી, મંદિરની કોતરામણી જોવા લાગ્યા. જાતજાતની કલા કૃતિઓ, અલગ અલગ નક્શીકામના નમુનાઓ, જાતજાતના ચિત્રો દ્ધારા કંડારાયેલુ એ મંદિર ખુબ જ સુંદર લાગી રહ્યું હતું.
 
કાવ્યા તરત જ એ મંદિરના ફોટા લેવા લાગી હતી તો રણવીજય અને માહી બંને મંદિર ના પાછળ ના ભાગમાં જતાં રહ્યાં હતાં.

ત્યાં પહોચતા જ બંનેએ જોયુ કે પુજારી મંદિરના પાછળ ના ભાગમા બનેલા રૂમ તરફ જ‌ઈ રહ્યાં છે. પુજારી ને જોતાં જ બંને તેમની પાસે ગયાં તેમને બોલાવ્યા પણ કદાચ વધુ ઉંમર હોવાથી તેમને અવાજ ના સંભળાયો અને તે રૂમની નજીક જતા રહ્યાં.

" પુજારી જી.....પુજારી જી...." માહી તેમની પાછળ ભાગી પણ એ પહેલાં જ પુજારી રૂમ પાસેથી ગાયબ થ‌ઈ ગયા.


માહી અને રણવીજય બંને તે રૂમ પાસે આવ્યા. પણ દરવાજો બંધ હતો. તે બંનેએ ઘણી કોશિશ કરી પણ દરવાજો ના ખુલ્યો. તે દરવાજો એકદમ રહસ્યમય દેખાઈ આવતો હતો. તે દરવાજો ખુબ જ મોટો હતો અને તેમા રહસ્યમય લોક લાગેલુ હતું. તે દરવાજો જોવામાં ખુબ જ વિચિત્ર અને સર્પની વિચિત્ર આકૃતિ‌ સાથે ખુબ ભયંકર અને બધાં દરવાજાથી એકદમ અલગ હતો.

  " પુજારી જી ક્યાં ગયાં ? " રણવીજયે દરવાજાની ચારેય તરફ જોતા આશ્ચર્ય થી કહ્યું.

માહીને કંઈજ સમજાતું નહોતું. તે ફક્ત દરવાજાને જ ધ્યાનથી જોતી હતી. તેને લાગી રહ્યું હતું કે જાણે પહેલાં પણ આ દરવાજો જોયો છે. પણ ક્યાં એ યાદ નહોતું આવતું. તે બસ હાથ ફેરવીને ધ્યાનથી બસ દરવાજા પર કોતરણી કરેલા સાપોનો જોઈ રહી હતી. જે ડર ઉપજાવી રહ્યા હતા, અને સાથે સાથે અજીબ પણ હતાં.

માહી અને રણવીજય દરવાજાને ધ્યાન થી જોઈ જ રહ્યા હતા કે કોઈક નો અવાજ આવ્યો." કોણ છો તમે?" એક વૃધ્ધ નો અવાજ આવતા જ માહી અને રણવીજય બંને પાછળ ફરી જોવા લાગ્યા.

" પુજારી જી..." માહીના મોઢામાંથી એકાએક સરી પડ્યું.

" પણ તમે તો આ દરવાજા પાસે હતા...." રણવીજયે દરવાજા તરફ જોતા કહ્યું.

" હું તો મંદિર ના ગર્ભ ગૃહમાં હતો, અને આ દરવાજા પાસે કોઈને જવાની આજ્ઞા નથી. ને આ દરવાજો છેલ્લા વીસ વર્ષ થી બંધ છે. કોઈ પણ આ દરવાજો ખોલી શકે તેમ નથી" પુજારીએ માહી અને રણવીજય તરફ આવતા કહ્યું.

" પણ આ આટલો વિચિત્ર કેમ છે ? " રણવીજયે પુછ્યું.

" એ બધું છોડો અને કહો અહીં શું કરો છો ! મંદિરના આ ભાગમાં આવવાની મનાઈ છે !" પુજારીએ તીખી નજરે બંને સામે જોતા ગુસ્સામાં કહ્યું.

" એ તો તમને શોધતા શોધતા આ ભાગમાં આવી ગયાં " માહી તરત જ બોલી.

" મને શોધતા હતાં!" પુજારીજીને આશ્ચર્ય થયું. 

" હા , આ ગામમાં જે ચુડેલ આઈ મીન જે આત્મા છે એના વિશે જાણવુ હતું. હું ઈન્સપેકટર રણવીજય છું અને મને આ કેસ આપ્યો છે. તો તમે મને જણાવી શકશો એ આત્મા વિષે " રણવીજયે આદરતાથી પુછ્યું.

" હુ એ વિશે અત્યારે ન‌ઈ જણાવી શકું રાત્રે અગિયાર વાગે આ મંદિર ના પાછળ ના ભાગમાં બનેલા ઘરે આવી જજો તમને તમારા સવાલોના જવાબ મળી જશે." કહેતા પુજારી ચાલવા લાગ્યો.

" પુજારીજી, પેલા તાંત્રિક હજી પણ ગામમાં છે?" પુજારીને જતા જોઈ માહી એકદમ થી બોલી પડી.

" જેવુ દેખાય છે એ બધું સત્ય નથી હોતું, અને સત્ય ની ખોજ તારે જાતે કરવી જોઈશે. કાલે અમાસની રાત છે, અને એ તાંત્રિક આજે ચુડેલને વશમાં કરવા માટે સામાન લેવા જશે અને કાલે રાત્રે એનો વાર કરશે" કહી પુજારી મંદિરમાં જતો રહ્યો.

" આ પુજારી જી શું કહી ગયા , કંઈ જ ના સમજાણું " માહીએ સવાલ ભરી નજર સાથે રણવીજય તરફ જોતા કહ્યું.


રણવીજય કંઈ બોલે એ પહેલાં જ રાજીવ તેની તરફ ભાગતો ભાગતો આવ્યો અને હાંફતા હાંફતા બોલ્યો, " રણવીજય સર , કાવ્યા કાવ્યા ને કંઈક થ‌ઈ ગયું છે. એ બેહોશ થ‌ઈ ગ‌ઈ છે. મે બોવ જ કોશિશ કરી પણ તે ભાનમાં નથી આવતી" કહી તે જ્યાં કાવ્યા બેહોશ હતી ત્યાં બંને ને લ‌ઈ ગયો‌.


માહી અને રણવીજય બંને ભાગતા ભાગતા કાવ્યા પાસે આવ્યા અને કાવ્યાને બેહોશ જોઈ રણવીજય તેની પાસે બેસી ગયો અને રાજીવને પુછતાં બોલ્યો," શું થયું કાવ્યા ને!"

" સર હું તો મંદિરના ફોટા પાડી રહ્યો હતો, અને કાવ્યા મુર્તિ વાળા રૂમની પાછળ ના ભાગમાં હતી. મે એને કહ્યું કે એકલા જાવુ સેફ નથી પણ કાવ્યાએ વાત ના માની અને રૂમની પાછળ જતુ રહી. થોડીવાર પછી પણ એ બહારના આવી તો હું તેને શોધવા ગયો તો મુર્તિ વાળા રૂમની પાસે બેહોશ હતી" રાજીવે રણવીજય ને ઘટના સંભળાવતા કહ્યું.

" રણવીજય , આપણે પહેલાં આને ઘરે લઈ જ‌ઈએ. અને ગામના ડોક્ટરને બોલાવીએ. કાવ્યાની હાલત બરોબર નથી જો વધારે વાગ્યું હશે તો હોસ્પીટલાઈઝ પણ કરવી પડે. અને ગામમાં કોઈ હોસ્પીટલ નથી" માહીએ રણવીજયને સમજાવતા કહ્યું.


માહીની વાત માની રણવીજયે કાવ્યાને પોતાની બાહોમાં ઉચકી લીધી અને ઘર તરફ જવા લાગ્યો. રણવીજયે રાજીવને માહી સાથે જ‌ઈ ડોક્ટરને ઘરે લાવવા કહ્યું અને પોતે માહીના ઘર તરફ ચાલવા લાગ્યો .


શું રાઝ હતું મંદિરનું? શું કામ એ દરવાજો બંધ રહેતો અને શું કામ કોઈને મંદિરના પાછળ ના ભાગમાં જવાની પરમીશન નહોતી? શું કરવાનો છે તાંત્રિક ? પુજારીના એ શબ્દો નુ શું રહસ્ય હતું? શું થયું હતું કાવ્યાને? જાણવા જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે........



TO BE CONTINUED...........
WRITER:- NIDHI S..........