Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 112

"ઑહ નો" તેનાથી બોલાઈ ગયું.
"હું તો ભૂલી જ ગઈ હતી મારા તો મગજમાંથી જ નીકળી ગયું હતું." ડૉ.નિકેત ત્રિવેદીનો ફોન હતો.
પહેલા તેણે સમય શું થયો છે તે જોયું અને પછી ડૉક્ટર નિકેતને ફોન લગાવ્યો.
આખી રીંગ પૂરી થઈ પણ ફોન ન ઉપડ્યો.
પરીએ વિચાર્યું કે ડોક્ટર નિકેત કોઈ ઈમરજન્સીમાં હશે તેથી તેને ફરીથી ફોન કરવાનું યોગ્ય ન લાગ્યું. તે ઈન્સટા ખોલીને બેઠી...
પણ તેને ક્યાં ખબર હતી કે, ડૉક્ટર નિકેત ત્રિવેદી તેના ફોનની કેટલી બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો...
હવે આગળ...
એકાદ કલાક પસાર થઈ ચૂક્યો હતો પરંતુ ડૉ. નિકેતનો ફોન ન આવ્યો એટલે પરીએ તેને ફરીથી ફોન કર્યો.
આ વખતે તેનો ફોન ઉપડ્યો પરંતુ સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો એટલે પરી એકદમ ચમકી પણ તેણે પૂછી તો લીધું જ કે, "ડૉ. નિકેત નથી?"
"આપ કોણ?" પેલી સ્ત્રીએ પૂછ્યું.
"જી, હું પરી વાત કરું છું. ડૉક્ટર નિકેતનો ફોન આવ્યો હતો એટલે મેં.."
"હા, ડૉક્ટર નિકેત ન્હાવા બેઠા છે. હું કરાવું તમારી વાત એમની સાથે..બાય ધ વે એ ઘણીવાર તમારી વાત ઘરમાં કરે છે એટલે હું તમને નામથી સારી રીતે ઓળખું છું."
"જી,આપ કોણ?"
"હું નિકેતની મોમ છું ક્રિષ્ના"
"ઓકે આન્ટી, સોરી હં મેં તમને ઓળખ્યા નહીં."
"ઈટ્સ ઓકે બેટા. હું કરાવું વાત હં."
"જી, આન્ટી."
અને પરીએ ફોન મૂક્યો.
બરાબર પંદર મિનિટ બાદ ડૉ. નિકેત ત્રિવેદીનો ફોન આવ્યો.
"હલ્લો.."‌ પરીએ કહ્યું.
"બોલો મિસ પરી, કેવી ગઈ તમારી એક્ઝામ?"
"બસ સરસ ગઈ.."
"ગઈકાલે તમને હોસ્પિટલમાં જોયા ત્યારે જ વાત કરવાની ઈચ્છા થઈ હતી પણ તમારી સાથે કોઈ ગેસ્ટ હતા એટલે યોગ્ય ન લાગ્યું."
"હા, કાલે કોલેજનો પણ લાસ્ટ ડે હતો એટલે બધા ફ્રેન્ડ્સ સાથે વાતો કરવામાં અને પછી મોમને મળવા માટે આવવું હતું એટલે બસ મળવા આવી ગઈ."
"ઓકે ઓકે, આગળ હવે ઈન્ટર્નશીપ માટે શું નક્કી કર્યું છે?"
"હજી કોઈ જગ્યા નક્કી નથી કરી. શું કરવું? ક્યાં ઈન્ટર્નશીપ કરવી તે જ વિચારું છું."
"તો પછી આવી જાવ આપણી હોસ્પિટલમાં.."
"એટલે આપણી હોસ્પિટલમાં ઈન્ટર્ન લો છો તમે?"
"યસ, અફકોર્સ અને તમારા માટે તો ચોવીસ કલાક ખુલ્લી છે હોસ્પિટલ અને અહીંયા જો તમે ઈન્ટર્નશીપ લેશો તો તમારી મોમનું પણ તમે પૂરેપૂરું ધ્યાન રાખી શકશો અને તેમની વધારે નજીક રહી શકશો."
"યુ આર રાઈટ. તો તો હું મોમ ડેડ સાથે વાત કરી લઉં પછીથી તમને કહું."
"ઓકે, બોલો બીજું કંઈ અમારે લાયક સેવા?"
"બસ બસ બીજું કંઈ નહીં, આટલું થઈ જાય એટલે બસ. મારી મોમ સાથે હું રહી શકું અને તેની સેવા કરી શકું તેનાથી વધારે બેટર મારા માટે શું હોઈ શકે?"
"ઓકે તો વેલકમ.."
"હા તો હું ફોન કરું તમને."
"ઓકે બાય."
"બાય"
અને બંનેએ ફોન મૂક્યો.
બંને ખૂબ ખુશ હતાં.
પરી એટલા માટે ખુશ હતી કે પોતાની માધુરી મોમની વધારે નજીક તે જઈ શકશે.
અને નિકેત એટલા માટે ખુશ હતો કે પરીની વધારે નજીક તે રહી શકશે.
ફોન મૂક્યા પછી પરી તો રાજીની રેડ થઈ ગઈ અને પોતાના મોમ ડેડની રૂમમાં જઈને તેમને ડૉ. નિકેત ત્રિવેદીએ આપેલી ઈન્ટર્નશીપની ઓફર વિશે ચર્ચા કરવા લાગી.
તેની ક્રીશા મોમ અને શિવાંગ ડેડ પણ આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા અને તેને તરતજ સંમતિ આપી દીધી.
તે પોતાના મોમ ડેડને વળગી પડી અને ક્રીશાને તેણે એક મીઠું ચુંબન કર્યું.
પછી કૂદતી કૂદતી પોતાના રૂમમાં આવી અને નાનીમાને વળગી પડી અને તેમને કહેવા લાગી કે પોતે પોતાની માધુરી મોમ સાથે રહેવા માટે જઈ રહી છે. ત્યાં તેની ઈન્ટર્નશીપ નક્કી થઈ ગઈ છે.
નાનીમા પણ ખુશ ખુશ થઈ ગયા અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે, મારી બંને દીકરીઓનો મેળાપ તે કરાવ્યો તે બદલ પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર અને હવે તેમના મનનો મેળાપ પણ કરાવી દેજે.
મરતાં પહેલાં મારી માધુરી સાથે મારે વાત કરવી છે તેની દીકરીનો હાથ તેના હાથમાં સોંપવો છે અને આ જવાબદારીમાંથી હવે મુક્ત થવું છે.
નાનીમાની આંખો ભરાઈ આવી.
પરીએ આ જોયું એટલે તે બોલી કે, "નાનીમા તમારી આંખમાં આંસુ?"
"આ તો ખુશીના આંસુ છે બેટા. હવે મને વિશ્વાસ છે કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી લીધી છે અને તું મારી માધુરીને સાજી કરીને જ ઘરે લઈ આવીશ."
"હા, નાનીમા."
અને પરીની આંખમાં પણ આંસુડા આવી ગયા.
પરીએ તરતજ ડૉ. નિકેત ત્રિવેદીને ફોન કરીને જણાવી દીધું કે, પોતે તેમની હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરવા માટે તૈયાર છે.
એટલે ડૉ. નિકેત ત્રિવેદી પણ ખુશ ખુશ થઈ ગયા...
હવે પરીની ઈન્ટર્નશીપ ક્યારથી ચાલુ થાય છે અને તે કેવી રહે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું...
શું પરી પોતાની માધુરી મોમને કોમામાંથી બહાર લાવી શકશે..??
નિકેત ત્રિવેદી પરીને પોતાના મનની ઈચ્છા જણાવી શકશે..??
પરી શું નિર્ણય લેશે..??
પરીનો જીવનસાથી કોણ બનશે..??
જોઈએ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
25/7/25