❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૯૫
💐💐💐💐💐💐💐💐
( અંતે મોક્ષાએ પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારી લીધો. પરી પ્રેમ સાથે વાત કરવા ઉતાવળી છે હવે આગળ.....)
ઉછળતી, કુદતી નદી જેમ સાગરને મળવાં ઉતાવળી હોય તેમ પરી પણ આ સમાચાર પ્રેમને આપવા ઉતાવળી હતી. ઘણાં દિવસોથી પ્રેમ સાથે વાત પણ નહોતી કરી. પરીએ પ્રેમને કોલ કર્યો.
પરી :" હેલ્લો."
પ્રેમ તો સુઈ ગયો હતો તેણે આંખો ચોળતા ચોળતા પરીને " હેલ્લો " કહ્યું.
પરી :" I Love You Dear "
પ્રેમ :"I Love You so much my Dear "
પરી :" પ્રેમ, મોમે આપણામાં સંબધો માટે હા કહી છે. "
પ્રેમ :" હા, મને ખબર છે. સાંજે જ મારા ડેડનો ફોન હતો. મોક્ષા મેમે મારાં ડેડને કોલ કર્યો હતો. એ પરથી મને લાગતું જ હતું."
( થોડો ઉદાસ થઈ પ્રેમ બોલ્યો.)
પ્રેમ :" પરી મારા ડેડને કેન્સર છે. એ પણ લાસ્ટ સ્ટેજનું ?"
પરી :" ઓહ ! માય ગોડ ! પ્રેમ તારે ડેડને અહીં મુંબઈ તારી સાથે લઈ આવવાં જોઈએ."
પ્રેમ :" હા, મેં પણ ડેડને કહ્યું. પણ ડેડ માનતાં નથી."
ઘણાં દિવસોથી એકબીજાની સાથે વાત પણ ન કરનારા પ્રેમી પંખીડા આજે કેટલીક મીઠી વાતો કરીને મન હળવું કરે છે.
મોક્ષાની તબિયત હવે બરાબર હતી. તો પરી મુંબઈ જવા માટે સામાન પેક કરવા લાગી. દિલમાં કેટ કેટલાં પંતગિયા ઉડાઉડ કરતાં હતાં. પ્રેમને મળવાની ઉતાવળમાં પરીની ખુશી ક્યાંય સમાતી નહતી.
પરી :" મોમ, તમારે તમારું ધ્યાન રાખવાનું છે. હમણાં ઓફિસ પણ નથી જવાનું. ઘરે જ આરામ કરવાનો છે."
મોક્ષા :" હા, મારી મા હા..."
પરી :" બા, તમારે મોમનું ધ્યાન રાખવાનું છે. અને પરી શારદાબાને ગળે મળે છે "
મંત્ર પરીને એરપોર્ટ છોડવાં જાય છે. કારમાં મંત્ર અને પરી વાતો કરતાં હતાં.
મંત્ર :" દી, તારું તો સેટિંગ થઇ ગયું હવે મારું પણ કંઈક સેટિંગ કર. !"
પરી :" થઈ જશે ! સમય આવશે ત્યારે ! પહેલાં તું તારી કોલેજ પુરી કર. હવે પછી ઘરે આવીશ એટલે ચોક્કસ મોમ, ડેડ સાથે વાત કરીશ. ત્યાં સુધી તું અને તારી " ફટાકડી " મજા કરો !"
મંત્ર ગુસ્સે થતાં બોલ્યો.
મંત્ર :" દી, તને કેમ ખબર ?"
પરી :" મને બધી ખબર છે રોમીયો ?"
મંત્ર :" જાસુસ દીદી "
અને બંને ભાઈ બહેન મીઠડી વાતો કરતાં એરપોર્ટ પહોંચી ગયા. (ક્રમશ:)
( પરી અને પ્રેમનું સેટિંગ થઇ ગયું. હવે મંત્ર અને તેની હોટ ફટાકડીનું શું થશે ? જાણો આગળનાં ભાગમાં... )
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ : ૯૬
💐💐💐💐💐💐💐💐
(પરી અમદાવાદથી મુંબઈ જવા નીકળી હવે આગળ.....)
પરી મુંબઈ પહોંચી. તેણે હોસ્ટેલ જવાં ટેક્સી પકડી. હોસ્ટેલ પહોંચી તો તેને વિશ્વાસ જ નહોતો થતો સામે પ્રેમ પરીની રાહ જોઈ ઉભો હતો. પરી દોડીને પ્રેમને ભેટી પડી. બંને પ્રેમી હૈયાઓ ક્યાંય સુધી એકમેકનો સાથ માણી ખુશ થયાં.
બીજા દિવસે પરી કોલેજ માટે તૈયાર થઇ અને એશા આવી.
એશા :" આજે કોલેજ કેન્સલ ડિયર..."
પરી :" ના, હો બહુ જલસા કર્યા."
એશા :" પણ... મારી વાત તો સાંભળ... મારી સગાઈ નક્કી થઈ ગઈ. બે દિવસ પછી."
અને ખુશ થઈ એશા અને પરી ભેટી પડ્યાં.
પરી પણ ખુશ થતાં બોલી.
પરી :" પણ કોલેજ તો જવું પડે હો.. આજે."
એશા :" યાર, મારે મારા કપડા, જવેલરીનાં શોપિંગ માટે જવાનું છે."
પરી :" હા, પણ હાલ આપણે કોલેજ જઈએ. બપોર પછી શોપિંગ જઇશું. "
એશા :" ઓહહ! એમ કહે ને પ્રેમ વગર હવે રહેવાતું નથી.! એટલે પ્રેમને મળવું છે."
પરી :" એ તો કાલે જ આવ્યો હતો મને મળવાં..."
એશા :" વાહ! લૈલા, મજનુ ! તારા મોમ માની ગયાં. "
પરી :" હા, મોમ માની ગયાં. પણ સ્ટડી પુરૂ થાય પછી જ ત્યાં સુધી કંઈ નહીં."
એશા :" તું કરજે સ્ટડી પુરૂ. મારે તો આરવની બાહોમાં રહીને મારા સપનાં પુરા કરવાં છે."
પરી :" ઓ, મેડમ, સપના પછી પુરા કરજો. પહેલાં કોલેજ પછી શોપિંગ હો. "
બંને સહેલીઓ કોલેજ જવા નીકળે છે.
મંત્ર વૉક કરી ઘરે આવી ગયો. તે તેનો ફોન હોલમાં જ ભૂલી ગયો. અને ફ્રેશ થવા રૂમમાં ગયો. તેનાં ફોનમાં રીંગ આવી. મોક્ષાએ બે ત્રણ વાર મંત્ર.... મંત્ર.....અવાજ કર્યો. અને પોતે જ ફોન લીધો. સ્ક્રિન પર " ફટાકડી " વાંચ્યું. ત્યાં કોલ કટ થઇ ગયો. થોડીવાર પછી મંત્ર નીચે નાસ્તા માટે આવ્યો.
મંત્ર :" મોમ, દી પહોંચી ગઈ. વાત થઈ તેની સાથે."
મોક્ષા :" હા, વાત કરી મે. મંત્ર આ " ફટાકડી " કોણ છે ?"
આ સાંભળી મંત્ર માથું ખંજવાળતો કંઈ જવાબ આપ્યા વગર કોલેજ જવા નીકળી ગયો. ( ક્રમશ:)
( મોક્ષાએ મંત્રનાં ફોનમાં " ફટાકડી " વાંચ્યું. તો શું મંત્ર મિષ્ટિ વિશે મોક્ષાને વાત કરશે ? વાંચો ભાગ :૯૭ )
વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર