❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા : ભાગ :૮૭
💐💐💐💐💐💐💐💐
( આરવ હોસ્પિટલમાં છે એ સાંભળીને એશા અને પરી તરત જ અમદાવાદ આવે છે.આરવની તબિયત હવે સારી છે.હવે આગળ....)
પરી અને એશા " કૃષ્ણ વિલા " પહોંચે છે. આમ, અચાનક પરીને જોઈ મોક્ષા વિચારે છે.( પરી! અહી ! અચાનક !)
મોક્ષા પરીને ભેટીને રડવા લાગે છે. પણ પોતાની જાતને સંભાળી લે છે.
પરી :" મોમ, શું થયું ? કેમ રડે છે?"
મોક્ષા :" બસ, એમ જ કંઈ નહીં."
ત્યાં જ શારદાબા પણ આવે છે. પરી અને એશા શારદાબાને " જય શ્રી કૃષ્ણ " કરે છે. પરી આરવ અને એશાની બધી જ વાતો વિગતે કરે છે. ત્યાં જ મોક્ષા કહે,
" કેમ છે હવે આરવને?" અને મોક્ષા એશાને શાંત રાખી સમજાવે છે કે,
" ચિંતા ન કર. હું અને મંથન પણ આરવનાં ડેડને મળીને સમજાવીશું. "
ત્યાં જ મંથન પણ આવે છે. પરીને આમ અચાનક જોઈ તે બોલ્યો,
" ઓહ! સરપ્રાઈઝ!"
પરી મંથનને ગળે મળે છે. અને બધી વાતો મંથનને જણાવે છે. કાલે સવારે મંથન અને મોક્ષા આરવનાં ઘરે જશે તેવું નક્કી થયું પરી એશાને તેના રૂમમાં ફ્રેશ થવા લઈ ગઈ.
એશાની આંખો રડી રડીને સુજી ગઈ હતી.આરવનો મેસેજ મળતાં પહેલા તો તે ગભરાઈ પણ પછી તરત જ પરીને કોલ કરી જાણ કરી. અને બંને તરત જ અમદાવાદ આવવાં નીકળી ગયાં. એશા કહે,
" પરી, ખરેખર તું ખૂબ લકી છે કે તને સમજદાર પેરેન્ટ્સ મળ્યાં છે.તારા અને પ્રેમનાં સંબંધને અંકલ, આન્ટી તરત જ માની જશે."
એશાની વાત સાંભળી પરીને મોક્ષાનાં શબ્દો યાદ આવ્યાં.....
( અત્યારે તારું બધું જ ધ્યાન ભણવામાં રાખજે. અને આ પ્રેમથી તો તું દૂર જ રહેજે.)
અચાનક નીચેથી મોક્ષાનો અવાજ આવતાં પરી ચમકી અને બંને સહેલીઓ નીચે ડિનર માટે આવી.
મોક્ષા :" મંત્રનો કોલ હતો આજે મંત્ર ત્યાં આરવ સાથે જ રહેશે."
એશા કંઈ ખાતી નથી. તો પરી તેને સમજાવે છે .
" એશા, આરવ હવે બરાબર છે. તું ચિંતા ન કર. બધું બરાબર થઈ જશે. થોડું ખાઇ લે. સવારથી તે કંઈ નથી ખાધું "
બધા ડિનર પતાવી પોતાનાં રૂમમાં જાય છે. પરી એશાને તો સમજાવે છે. પણ જો મોમ પ્રેમનાં સંબંધને સ્વિકારશે નહી તો ? પ્રેમ વિના શું હું રહી શકીશ ? વિચારોમાં અટવાયેલી પરી સુઈ ગઈ.
સવાર થતાં જ મોક્ષા કાનાની આરતી કરે છે. બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે પ્રેમ એક સારો છોકરો હોય. વિનીતનો એક પણ ગુણ પ્રેમમાં ન હોય.મંથન પ્રસાદ માંગતા તે ચમકી જાય છે. અને બધાને પ્રસાદ આપે છે. મોક્ષા કિચનમાં ગઈ અને પરીને કહે,
" પરી, તું અને એશા હોસ્પિટલ જાઓ અને મંત્રને ઘરે મોકલો."
પરી અને એશા નાસ્તો કરી સીધા હોસ્પિટલ પહોંચી ગયાં.અને મંત્રને ઘરે જવા કહે છે. એશા આરવ માટે સૂપ લાવી હોય છે. એશા પોતાનાં હાથે આરવને સૂપ પિવડાવે છે. હજુ સુધી આરવના પિતાનો ગુસ્સો ઉતાર્યો ન હતો.
બીજી બાજુ મંથન અને મોક્ષા નાસ્તો કરી આરવ અને એશાની વાત કરવા આરવનાં ઘરે જવા નીકળ્યા. મોક્ષા કારમાં ચૂપચાપ હતી.મંથન મોક્ષાને જોઈ બોલે છે,
" હું જાણું છું તું પરીની ચિંતા કરે છે. પણ આપણી પરી સમજુ છે. તે કયારેય આવું પગલું નહીં ભરે. પણ આપણે પણ તેની પસંદને માન આપવું પડશે. પ્રેમ ભલે વિનીતનો દીકરો છે પણ તેમાં સંસ્કાર તો સાધનાબાનાં છે. "
વાતો વાતોમાં જ આરવનું ઘર આવી ગયું...(ક્રમશ)
( શું મંથન અને મોક્ષા આરવનાં ડેડને સમજાવી શકશે ? પ્રેમ માટેની જે ગેરસમજ છે તે મોક્ષાનાં મનમાંથી દૂર થશે ? એ જાણવા વાંચો મમતા ભાગ :૮૮)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૮૮
💐💐💐💐💐💐💐💐
( આરવની હાલત જોઈને મોક્ષા ચિંતિત થાય છે. મંથન અને મોક્ષા આરવનાં ઘરે જાય છે. તો શું આરવનાં પિતા બંનેનાં સંબંધ માટે માનશે ? વાંચો ભાગ :૮૮ )
મંથન અને મોક્ષા આરવનાં ઘરે જવા નીકળે છે. ત્યાં પણ આરવનાં મમ્મીની તબિયત ખરાબ થઈ હતી. તો ડોક્ટર તેને તપાસવા આવ્યાં હતાં.
મંથન આરવનાં પિતાને સમજાવે છે કે આપણાં માટે શું જરૂરી છે ? સમાજ કે આપણાં સંતાનની ખુશી ! સમાજનાં રિત રિવાજો માટે આપણે આપણાં સંતાનોને ખોઈ બેસીશું.
એકબાજુ આરવ હોસ્પિટલમાં, આરવની મમ્મી પણ બિમાર આ બધું જોઈ આરવનાં પિતા પણ હવે થોડા ઢીલા પડ્યાં. તેણે ફાયનલી આરવ અને એશાનો સંબંધ મંજુર રાખ્યો.
મંથનની વાત સાંભળી મોક્ષા પણ વિચારવા લાગી કે હું પણ ક્યાંક ભૂલ તો નથી કરી રહી ને ? વિનીતનાં કારણે હું પ્રેમ સાથે અન્યાય તો નથી કરતી ને ? બાની વાત સાચી છે. મારે પ્રેમને સમજવો પડશે. આમ ઉતાવળમાં હું પરીની ખુશીને બેધ્યાન ન કરી શકું !
અંતે આરવનાં પિતા રાજી થતાં બધાનાં મોં મીઠાઈથી મીઠા કર્યા. અને મંથન અને મોક્ષા ત્યાંથી જ ઓફિસ જવા નીકળ્યા.
પરી અને એશા હોસ્પિટલ પહોંચે છે. અને મંત્રને ઘરે જવા કહે છે. આરવ પરીનો આભાર માને છે કે તે એશાને સંભાળી લીધી. તો પરી કહે,
" ઓકે બધું બરાબર થશે મોમ અને ડેડ તારા ઘરે જ ગયાં છે."
ત્યાં જ પરીનાં ફોનમાં મોક્ષાનો કોલ આવે છે.
મોક્ષા :" પરી, ગુડ ન્યૂઝ, આરવનાં ડેડ બંનેનાં સંબંધ માટે માની ગયા છે ."
આ સાંભળી પરીનાં ચહેરા પર હાસ્ય આવે છે. પરી બધાને વાત કરે છે. અને એશા તો ખુશ થઈને આરવને વળગી પડે છે. ત્યાં જ પરી હસતાં હસતાં કહે છે,
" ઓ, મેડમ આ હોસ્પિટલ છે. અભિનંદન બંનેને. "
અને બધા ખુશ થઈ ગયા. ત્યાં વળી પરીનાં ફોનમાં કોલ આવ્યો.. સ્ક્રીન પર " પ્રેમ" નું નામ જોતા જ પરીએ કોલ લીધો.
પ્રેમ :" હેલ્લો, Hi, good morning મેડમ આપ કયાં છો ? કાલનો કોલ કરૂ છું પણ ઉપાડતી નથી."
પરી :" હું અમદાવાદ આવી છું "
પ્રેમ :" કેમ ? અચાનક બધું બરાબર તો છે ને ? "
પરી :" મને એક છોકરો જોવા આવે છે ને મોમ , ડેડની એવી ઈચ્છા છે કે હું હા પાડું. અને છોકરો મસ્ત હેન્ડસમ છે શાહરૂખ જેવો ! એમ બોલી પરી આંખ મીંચકારે છે. "
પ્રેમ :" એમ? તો કાજોલજી આપ હા જ પાડી દેજો. આપની જોડી સુંદર લાગશે.
હવે મજાક બંધ કર ! અને વાત કર શા માટે અમદાવાદ ગઈ ."
પરી :" પરી એશા અને આરવની બધી જ વાતો પ્રેમને કરે છે અને કહે છે ઓ, હીરો હવે તું પણ ડેડ પાસે આવીને મારો હાથ માંગ નહિતર કોઈ શાહરૂખ લઈ જશે મને. અને પરી કોલ કટ કરે છે."
પ્રેમ પણ ઉદાસ થઈ વિચારે છે કે હવે મારે બા સાથે વાત કરવી પડશે !(ક્રમશ)
( શું આરવ અને એશાની જેમ પરી અને પ્રેમનાં સંબંધને પણ તેનાં મોમ, ડેડ સ્વિકારી લેશે ? તે જાણવા વાંચો ભાગ :૮૯ )
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.❤️