❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૮૫
💐💐💐💐💐💐💐💐
( પરી અને પ્રેમનો સંબંધ સ્વીકાર કરવામાં મોક્ષા અચકાય છે. માટે તે સાધનાબેનને મળવા મુંબઈ આવે છે. બંને વાતો કરતાં હોય છે ને ગેટ પર કોઈ આવે છે જે જોઈ મોક્ષા ચોંકી જાય છે. તો કોણ છે ? તે વાંચો ભાગ :૮૫ )
અચાનક ગેટનો અવાજ આવતાં ત્યાં ગેટ પર મોક્ષા જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. અને બોલી. " મંથન, તું અહીં ?"
મંથન :" હા, હું કયારનો તને કોલ કરૂ છું અને તું ઉપાડતી નથી. તો હું સમજી ગયો કે તું અહીં જ હોઈશ તેથી હું અહીં આવ્યો."
મંથન બાને " જય શ્રી કૃષ્ણ " કરે છે.અને પગે લાગે છે.
સાધનાબા અને મોક્ષાને આમ ઉદાસ જોઈ મંથન બોલ્યો,
" કેમ શું થયું ? કોઈ વાત છે ?"
પછી મોક્ષા મંથનને પરી અને પ્રેમ વિષે વાત કરે છે. તો મંથન કહે,
" વાત આટલી બધી આગળ પહોંચી ગઇ અને તેં મને જાણ પણ ન કરી?"
મોક્ષા :"હું વાતને આગળ વધારીશ જ નહી. પ્રેમ ગમે તેમ પણ વિનીતનો દીકરો છે ."
મંથન :" તો પરીનું શું ? એની લાગણી, એનો પ્રેમ. તું પરીને કેવી રીતે સમજાવીશ."
મોક્ષા :" પરી હવે નાની નથી. હું સમજાવીશ એટલે સમજી જશે. "
સાધનાબા :" મોક્ષા, તું વધુ પડતું વિચારે છે. એકવાર તું પ્રેમને મળ એને સમજ પછી કોઈ નિર્ણય લે. આમ ઉતાવળ ન કર."
મંથન : " હા, બાની વાત સાચી છે. આજ તો સમય નથી રાતની અમારી ફ્લાઈટ છે પણ પછી નિરાંતે અમે પ્રેમને મળીશું "
મંથન અને મોક્ષા જવાં માટે બા પાસે રજા માંગે છે. અને હાલ આ વાત આપણી વચ્ચે જ રહે. પ્રેમ અને પરીને જણાવશો નહીં. અને મંથન અને મોક્ષા પરીને મળ્યાં વગર જ એરપોર્ટ જવાં રવાનાં થયાં.
એ જ રોજની જેમ બધાં જ નાસ્તાનાં ટેબલ પર હતાં ને અચાનક મંત્ર આવ્યો તે ગભરાયેલો હતો તે જોઈ મંથને પુછ્યું,
" શું થયું મંત્ર ?"
મંત્ર :" ડેડ મારા ફ્રેન્ડ આરવે ઘેનની ગોળીઓનો ઓવરડૉઝ લીધો તો તેને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. હું ત્યાં જાઉં છું."
મંથન : " ઓહ! મંત્ર તું જલ્દી હોસ્પિટલમાં આરવ પાસે જા ."
આરવની વાત સાંભળી મોક્ષા એકદમ ગભરાયેલી હતી. તે ત્યાં જ ખુરશી પર બેસીને વિચારવા લાગી. ( પરી પણ કંઈક આવું કરશે તો ? )
તેને જોઈ મંથન મોક્ષાને શાંત રાખે છે.
મંથન : " મોક્ષા તું ખોટું ટેન્શન ન લે. પરી સમજુ છે. તેણે સમજી વિચારીને પ્રેમને પસંદ કર્યો હશે. તું બંનેને થોડો સમય આપ. ઈશ્વર બધું સરખું કરશે. (ક્રમશ:)
(આરવે શા માટે સ્યુસાઈડ કર્યું ?
શું પરી અને પ્રેમનાં સંબંધને મોક્ષા સ્વીકારી લેશે ?એ જાણવા વાંચો મમતા ભાગ :૮૬ )
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૮૬
💐💐💐💐💐💐💐💐
( મંત્રનાં મિત્ર આરવે સ્યુસાઇડ કરવાની કોશિશ કરી.તે હોસ્પિટલમાં છે. તો શા માટે આરવે આવું કર્યું ? તે જાણવા વાંચો ભાગ :૮૬ )
મંત્રની બાઈક ફૂલ સ્પીડમાં જતી હતી. પોતાનાં જીગર જાન મિત્રએ આવું પગલું ભર્યું તે વિચારી મંત્ર ઉદાસ હતો. હોસ્પિટલ પહોંચી તે આરવને ભેટી ખૂબ રડયો. મંત્ર બોલ્યો,
" આટલી જ દોસ્તી આપણી ! તારે કોઈ પ્રોબ્લેમ કે મુશ્કેલી હતી તો એકવાર વાત તો કરવી જોઈએ."
અને બંને મિત્રો એકબીજાને ગળે મળી રડી પડ્યાં. આરવે પોતાની મુશ્કેલી મંત્રને કહી.
મંત્ર :" આરવ, તું ટેન્શન ન લે, હું અંકલ સાથે વાત કરીશ."
આરવ :" ના, મંત્ર મારા ડેડ કોઈનું માનશે નહીં. તેઓ રિવાજો, જ્ઞાતિ જેવાં રૂઢિચુસ્ત વિચારો છોડશે નહીં "
મંત્ર :" આરવ, એશાને આ વાતની ખબર છે?"
આરવ:" હા, મે એશાને છેલ્લો મેસેજ મુકી પછી જ.. અને વાકય અધુરૂ છોડી દીધું."
મંત્રનાં ફોનમાં પરીનો કોલ આવે છે.મંત્ર કોલ ઉપાડતો નથી. તો પરી મેસેજ કરે છે.
મંત્ર મેસેજ જુએ છે.અને કહ્યું,
" આરવ, પરી અને એશા અહીં અમદાવાદ આવે છે."
આરવ :" મંત્ર, ડેડ નહી માને તો હું અને એશા મંદિરમાં લગ્ન કરી લઇશું ."
મંત્ર :" ના, યાર આટલી ઉતાવળ ન કર. હું સમજાવીશ તારા ડેડને ."
આરવને હોસ્પિટલમાં બાટલા ચડતાં હોય છે. મંત્ર આખો દિવસ પોતાનાં મિત્ર આરવની સાથે જ રહે છે.
સાંજે આરવનાં ડેડ પણ આવે છે. આરવને મળવાં હોસ્પિટલમાં તે થોડાં ઢીલાં પડ્યાં હોય એવું લાગ્યું. પોતાનાં સંતાનને આવી સ્થિતિમાં જોઈ કોણ મા બાપ ઢીલા ન પડે ? તેને હવે આરવ અને એશાનો સંબંધ મંજૂર હતો. આરવની મમ્મી પણ રડી રડીને બેહાલ હતી.
પરી અને એશા પણ અમદાવાદ પહોંચે છે. બંને એરપોર્ટથી સીધા હોસ્પિટલ આવે છે. આરવને આવી હાલતમાં જોઈ એશા તેને ભેટી પડે છે. આરવને જોઈને પરી પણ ટેન્શનમાં આવી જાય છે. એ વિચારે છે. ( મોમ પણ મારા અને પ્રેમનાં સંબંધને લઇને કનફયુઝ છે . શું મોમ અને ડેડ ના કહેશે તો હું પ્રેમને છોડી શકીશ ? પ્રેમથી દૂર રહેવું મારા માટે મુશ્કેલ છે. પ્રેમ તેની દરેક ધડકનમાં, શ્વાસમાં સમાયેલો છે. ખબર નહી મોમને શું પ્રોબ્લેમ છે ?)
મંત્ર કંઈક બોલતાં પરી ચમકી જાય છે.
મંત્ર :" આરવને હવે સારૂ છે પરી તું અને એશા ઘરે જાઓ. હું આરવનાં ડેડ સાથે વાત કરૂં છું."
આરવ :" મંત્ર ડેડને એ તકલીફ છે કે એશાનાં મોમ ડિવોર્સ લીધેલાં છે."
મંત્ર :" પણ એમાં આન્ટીનો શું વાંક ?"
આરવ :" હું પણ એ જ કહું છું"
પરી અને એશા " કૃષ્ણ વિલા " માં જવાં નીકળે છે. મંત્ર આજે આરવ સાથે જ રહેવાનો હતો.(ક્રમશ)
( શું આરવ અને એશાનાં સંબંધ માટે મંત્ર આરવનાં ડેડને મનાવી શકશે ? પરીને આમ અચાનક જોઈ મોક્ષા શું કરશે ? જાણવાં વાંચો આગળનો ભાગ..)
વર્ષા ભટ્ટ(વૃંદા)
અંજાર
આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.🙏