બે ઘૂંટ પ્રેમના - 17 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 51

    ભાગવત રહસ્ય-૫૧ નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય...

  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 17


" મારું મન તો ફુલ ગુજરાતી થાળી ઓર્ડર કરવાનું થાય છે...આ સમોસા, પિત્ઝા, બર્ગર તો હું ખાતો જ નથી..... હું તો ગુજરાતી થાળી જ લઈશ અને તમે? તમારે બીજું કંઈ ઑર્ડર કરવું છે?"

" ના ના... હું પણ ગુજરાતી થાળી જ ખાઈશ..." અર્પિતા એ મન મારીને કરનનો સાથ આપ્યો. પણ કરન અર્પિતાની પસંદ વિશે વિચાર પણ ન કર્યો અને બે ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી. કરન મનમૂકીને જમવા લાગ્યો જ્યારે અર્પિતા હસતો ચહેરો રાખીને કરનનો સાથ આપવા લાગી.

બન્ને ડિનર પતાવીને બહાર નીકળ્યા અને ઘરે જવા રવાના થયા. કરને અર્પિતાને એના ઘરે ડ્રોપ કરી અને ત્યાંથી એ જતો રહ્યો.

દસ વાગ્યે અર્પિતા ઘરે પહોંચી તો જોયું બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા. જેથી અર્પિતા ઠંડો પવન ખાવા અગાસીએ ગઈ.

" ભાભી તમે?" ભાભીને જોતા જ અર્પિતા કહ્યું.

" આટલી જલ્દી આવી ગઈ!"

" હમમ..." બન્ને અગાસીની પાળીએ ઉભા વાતચીત કરવા લાગ્યા.

" શું થયું અર્પિતા ? તને જોઇને લાગતું નથી કે તું ખુશ છે..."

" કઈ નહિ ભાભી...."

" હવે ક્યાં સુધી ભાભીથી વાત છુપાવી રાખીશ? તું બોલીશ નહિ તો એનું સોલ્યુશન કઈ રીતે આવશે? બોલ બોલ શું થયું છે?"

અર્પિતાથી હવે વધુ ન રહેવાયું અને એણે જે ઘટના બની એ કહી દીધી.

" કરન ચૂપચાપ એ લફંગાની વાત સાંભળતો રહ્યો એમ!" ભાભીને પણ પોતે સાંભળેલી વાત પર વિશ્વાસ ન આવ્યો.

" હા એ જ ને! અને હોટલમાં એણે શું ઓર્ડર કર્યું ખબર! ફૂલ ગુજરાતી થાળી!"

ભાભી પેટ પકડીને હસવા લાગ્યા.

" તમને હસવું આવે છે? અહીંયા મારી ભૂખથી હાલત ખરાબ છે અને તમે છો કે...જાઓ મારે તમારી સાથે વાત જ નથી કરવી...." અર્પિતા પીઠ દેખાડીને ઊભી રહી ગઈ.

" તને ભૂખ લાગી છે ને ચલ બહાર જઈને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઈ આવીએ..."

આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ અર્પિતાની આંખો ચમકી અને બન્ને આઇસક્રીમ ખાવા જતા રહ્યા.

આઇસક્રીમ ખાતા ખાતા અર્પિતા એ ફરિયાદ કરતા કહ્યું. " કરન આવી લડાઈમાં પણ હાર માની જશે મેં વિચાર પણ નહતો કર્યો..અને હોટલમાં એણે મને બીજી વખત પૂછ્યું પણ નહિ કે અર્પિતા તારે પિઝા બર્ગર કઈક ખાવું હોય તો ઑર્ડર કરી દઈએ હું નથી ખાતો પણ તને પસંદ હોય એ ખાઈ લે...."

" અર્પિતા તું પહેલા આ આઈસ્ક્રીમ ખતમ કર, વાત આપણે ઘરે જઈને આરામથી કરીએ ઠીક છે..."

અર્પિતા એ ભાભીની વાત માનીને પેલા આઈસ્ક્રીમ ખતમ કરી અને પછી બન્ને ઘરે જઈને વાત કરવા લાગ્યા.

" જો અર્પિતા મારી વાત માન તો તું અત્યારથી થોડુંઘણું એકજસ્ટ કરતા શીખી જા.... પતિ પત્ની વચ્ચેનો સબંધ પ્રેમ કરતા એકજસ્ટમેન્ટ પણ વધારે ટકેલો છે... થોડું તારે જતું કરવું પડશે તો થોડુક એણે જતું કરવું પડશે..."

" પણ ક્યાં એકજસ્ટ કરવું? કેટલું એકજસ્ટ કરવું? એ કેવી રીતે ખબર પડશે? અને આ એડજેસ્ટમેન્ટમાં આપણી ખુશીની બલી ચડાવી દઈએ તો આ એડજેસ્ટમેન્ટ શું કામનું?"

" જો અર્પિતા તારા પપ્પા એ પહેલા જ તને એક મહિના જેટલો સમય આપ્યો હતો....જ્યારે તે આ સબંધ માટે હા પાડી પછી જ તારી એની સાથે સગાઇ કરવામાં આવી છે.. એટલે હવે તને જો કરનથી કઈક પ્રોબ્લેમ હોય તો તારે એકજસ્ટ કરવું જ પડશે....! અને મારી વાત સાંભળ....જો તું એકજેસ્ટમેન્ટ કરવા રાજી ન હોય તો એક વખત કરન સાથે વાતચીત કરી જો...મે બી એ તારી સમસ્યા સમજી જાય..."

અર્પિતાને ભાભીની વાત થોડેઘણે અંશે યોગ્ય લાગી. પણ કરન સાથે આ વિષય પર વાત કરવાની હિંમત હજુ એનામાં ન હતી. ભાભી ત્યાર બાદ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા જ્યારે અર્પિતા બનેલી ઘટનાઓ વિશે વિચાર કરવા લાગી અને આ વિચારોમાં ને વિચારોમાં રાહુલે કહેલી વાત સાથે રીલેટ કરવા લાગી.

" મને તો જોતા જ એ બિચારો લાગે છે....બહાર કોઈ જઘડો થઈ જશે તો ફાઇટ પણ નહિ કરી શકે... એ તારી રક્ષા કેવી રીતે કરશે? વેરી બેડ ડિસિઝન..." રાહુલે કહેલી આ વાત વારંવાર અર્પિતાને કરન વિશે ફરી વિચાર કરવા મજબૂર કરી રહી હતી. " જીવનસાથી તરીકે કરનને પસંદ કરીને મેં ભૂલ તો નથી કરી ને??"

ક્રમશઃ