બે ઘૂંટ પ્રેમના - 9 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 9


" તમારું શું ડ્રીમ છે? મિંસ કોઈ મંજિલ કે જ્યાં તમે પહોંચવા માંગતા હોય?" અર્પિતા એ આ સવાલ ગંભીર થઈને પૂછ્યો પરંતુ મેં હસી મજાકમાં જવાબ આપ્યો. " હું ઓલરેડી પહોંચી તો ગયો છું...આ રંગીલા કેફેમાં, મારી ચા જ મારી મંઝિલ છે..."

ચા અને કોફીની સાક્ષીમાં અમે ઘણી વાતો કરી. અમે એક સારા એવા મિત્ર બની ગયા હતા. અમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ ગમ્યો. પરંતુ નિર્ણય અહીંયા મિત્રતા તો નહિ પરંતુ જીવનસાથીનો લેવાનો હતો. કોફીના છેલ્લા ઘૂંટ સાથે અર્પિતા એ કહ્યું. " શું વિચાર કરો છો?"

" કઈ નહિ..."

" આઈ મીન તમે નિર્ણય કરી લીધો છે?"

મેં સાફ સાફ શબ્દોમાં કહ્યું. " સાચું કહું અર્પિતા તો મારી પાસે આ સવાલનો હાલમાં કોઈ જવાબ નથી...અને મને લાગે છે ત્યાં સુધી, તમે પણ નિર્ણય નહિ લઈ શક્યા હોય..."

" રાઈટ કરન...તો હવે શું કરીશું?"

બંધ પડેલા દિમાગને ખોલીને મેં હાથ લંબાવતા કહ્યું. " ફ્રેન્ડ્સ??"

" હું સમજી નહિ?"

" મીન્સ , વિલ યુ બી માય ફ્રેન્ડ?"

અર્પિતાના મૂંઝાયેલા ચહેરાને જોતા મેં ફરી કહ્યું. " મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણા બન્ને માંથી કોઈ એક નિણર્ય ન લઈ લે ત્યાં સુધી આપણે એક સારા ફ્રેન્ડ તો બની જ શકીએ છીએ...."

" પણ એક શરતે..."

" કેવી શરત?"

" તમારો કે મારો નિર્ણય ગમે તે હોય હા કે ના કે વોટેવર પણ આપણે ફ્રેન્ડ છીએ અને હંમેશા રહેશું...ઠીક છે?"

મારાથી અનાયાસે હસાઇ ગયું અને અમે બંને એ હાથ મિલાવતા એક નવા સંબંધથી શરૂઆત કરી... સંબંધ નહિ મિત્રતાની શરૂઆત કરી. સબંધમાં બંધન હોય છે, મર્યાદા હોય છે, પણ મિત્રતા તો ખુલ્લા આકાશની જેમ વિશાળ હોય છે...જેમાં કોઈ બંધન કે નિયમો નથી હોતા....હવે જોવાનું એ રહ્યું કે આ મિત્રતામાં કેવા વળાંક આવે છે? કારણ કે કોઈકે કહ્યું છે ને કે એક લડકા ઓર લડકી કભી દોસ્ત નહિ બન શકતે....તો જોઈએ આ દોસ્તી માત્ર દોસ્તી જ રહે છે કે પછી કોઈ સબંધના બંધનમાં પણ બંધાય છે...


અમે એકબીજા એ ફોન નંબરની આપ લે કરી અને છૂટા પડ્યા. આજ મન જાણે ઝૂમી રહ્યું હતું. કારમાં રહેલા ટેપ રેકોર્ડરમાં સોંગ પ્લે કરીને હું ગણગણતો કાર ચલાવવા લાગ્યો. ક્યારે ઘર આવી ગયું એનો પણ મને ખ્યાલ ન રહ્યો.

ઘરે પગ પડતાં જ મારા પપ્પા એ ફરી અર્પિતા વિષે સવાલ પૂછ્યો અને મેં સાફ શબ્દોમાં રાહ જોવા માટે કહી દીધું.


***********************************

" તે કરન સાથે ફ્રેન્ડશીપ કરી લીધી!!"

" હા ભાભી...કેમ કોઈને ફ્રેન્ડ બનાવવો કોઈ ગુનો છે?"

" તમારા બંનેના દિમાગમાં શું ચાલે છે??"

" ભાભી પહેલા તમે શાંતિથી બેસો અને મારી વાત સાંભળો તમને યાદ છે તમે એક દિવસ મને કહ્યું હતું કે હસબન્ડ વાઇફનો સબંધ જો ટકાવવો હોય તો બન્ને વચ્ચે દોસ્તી હોવી જરૂરી છે.."

" હા મેં કહ્યું હતું પણ...લગ્ન પછી દોસ્તીની વાત મેં કરી હતી..."

" હવે દોસ્તી લગ્ન પછી થાય કે પહેલા એમાં શું ફેર પડે...."

" લગ્ન પછી દોસ્તીમાં જો પ્રેમ થાય તો ચાલે, પણ લગ્ન પહેલા દોસ્તીમાં જો પ્રેમ થઈ જશે તો...." ભાભી એટલું કહીને અટકી ગયા.


" ભાભી....તમે કઈક વધારે જ વિચાર કરો છો... પ્રેમ શબ્દને અહીંયા વચ્ચમાં લાવવાની કોઈ જરૂરત જ નથી...હું ઈમોશનલી સ્ટ્રોંગ થઈ ગઈ છું...હવે મને ફરી પ્રેમ નહિ થાય..."

" આર યુ સ્યોર??"

મેં આગળ કઈ જવાબ ન આપ્યો તો ભાભી બોલ્યા. " સ્ત્રી પ્રેમ વિના રહી જ નથી શકતી.....અને આ વાતની સાક્ષી તારો આ ચહેરો છે....ચલ ઠીક છે...તમે બન્ને એ મળીને ફ્રેન્ડશીપનો નિર્ણય લીધો છે તો કઈક સમજી વિચારીને જ લીધો હશે....બસ પ્રેમ ન થઈ જાય એનો તું ખ્યાલ રાખજે..ગુડ નાઈટ..."

ભાભીના જતા જ હું પથારીમાં આડી પડી અને વિચાર કરવા લાગી. " મેં કરન સાથે દોસ્તી કરીને કોઈ ભૂલ તો નથી કરી ને?"


*************************************

" ભૂલ તો તારાથી થઈ ગઈ છે...તું ફરી પ્રેમના ચક્કરમાં ફસાઈશ...અને ફરી તારું દિલ તૂટશે..." ઘોર અંધકારમાં એક અજાણ્યો ચહેરો મને જોઈને હસી હસીને કહી રહ્યો હતો. ત્યાં જ મારી આંખ ખુલી અને હું સપનાંમાંથી જાગી ગયો.

ક્રમશઃ