બે ઘૂંટ પ્રેમના - 16 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 16


સાતેક દિવસ બાદ કરન અર્પિતાના ઘરે પિકઅપ કરવા કાર લઈને પહોંચી ગયો. કારણ કે આજે કરને અર્પિતા સાથે બહાર હોટલમાં ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો. " અર્પિતા જલ્દી કર....હું તારી રાહ જોઉં છું.." ફોન પર વાત કરતા કરને કહ્યું.

" બસ બે મિનીટ હ...કરન...." અર્પિતા એ જલ્દીથી લિપસ્ટિક કરી અને કરનના કારમાં આવીને બેસી ગઈ. રાતના આઠ વાગી ગયા હોવાથી રસ્તે સારી એવી ભીડ જામી હતી. ધીમે ધીમે રસ્તો કાપતા કરન ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે અર્પિતા બસ કરનને જોઈ રહી હતી.

" તમને ખબર છે, આપણે જે હોટલમાં જઈએ છીએ ને ત્યાંનું જમવાનું એટલે એક નંબર... હું હંમેશા મારા પરિવાર સાથે એ જ હોટલમાં જાઉં છું..."

" હમમ..." અર્પિતા બસ કરનની વાતો સાંભળતી ગઈ. કરન બસ એ હોટેલની તારીફ જ કરતો જઈ રહ્યો હતો અને ત્યાં જ અચાનક કરને રેડ સિગ્નલ આવતા કારને રોકી દીધી. પરંતુ એની પાછળ આવતી કારે કરનની ગાડી સાથે અથડાઈ ગઈ. જેથી કરનની કારની પાછળની હેડલાઈટ તૂટી ગઈ.

" આપણી ગાડીને કોણે ટક્કર મારી?" અર્પિતા એ તુરંત પાછળ ફરીને જોવાનો પ્રયાસ કર્યો.

" અર્પિતા તું અંદર જ બેસ હું જોઉં છું..." કરન કારમાંથી બહાર આવીને પોતાની તૂટેલી હેડ લાઈટ જોવા લાગ્યો અને કરન કઈક બોલે એ પહેલા જ જે કારે કરનની ગાડીને ટક્કર મારી હતી એ કારનો માલિક જે દેખાવે પહેલવાન જેવો લાગતો હતો એ બહાર આવ્યો અને ગુસ્સામાં બોલ્યો. " એ હીરો દેખ ક્યાં રહા હૈ? યે ટક્કર તેરી વજહ સે હુઈ હૈ સમજા...ગાડી ચલાની આતી નહિ હૈ તો ચલાતે ક્યો હો? ઈડિયટ સાલા!"

કારની અંદર બેઠી અર્પિતા એ પહેલવાને કહેલી વાત સાંભળી ગઈ અને મનોમન ગુસ્સામાં બોલી. " એક તો ભૂલ એની છે અને અમને સલાહ આપે છે...! રૂક હમણાં તારી ખબર લવ છું..." અર્પિતા કારમાંથી બહાર નીકળવા જઈ જ રહી હતી કે કરન એ પહેલવાન સમક્ષ બોલ્યો. " સોરી બ્રધર.. ઈટ્સ માય મિસ્ટેક..."

" ઠીક ઠીક હૈ....અભી તો જાને દે રહા હું.. અગલી બાર અગર મેરી કાર સે ટક્કર હુઈ ના તો તેરી સારી ચમડી નિકાલ કે ફેંક દુંગા સમજા!"

આ બે કારની ટક્કરના લીધે આસપાસ સારી એવી ભીડ જામી ગઈ હતી. સિગ્નલ પણ રેડથી ગ્રીન થઈ ગયું હતું. જેથી લોકો હોર્ન વગાડીને વગાડીને કરનને કાર આગળ લઈ લેવા માટે કહી રહ્યા હતા. કરને તુરંત ગાડી સ્ટાર્ટ કરી અને ચલાવવા લાગ્યો.

થોડે દૂર ચાલતા અર્પિતા એ ગુસ્સો કરતા કહ્યું. " આ તમે શું કર્યું કરન? પેલા નાલાયક સામે માફી માંગી! એક તો આપણી ગાડીની ટક્કર એમણે મારી અને એ જ આપણી ઉપર દાદાગીરી કરતો હતો! એવા લફંગાને તો ઉલ્ટા હાથની બે ઝાપટ મારવી જોઈએ..."

" અર્પિતા....હું એની ઝઘડો કરવામાં રહેત..તો ટ્રાફિક વધુ જામ થઈ જાત.....જોયું નહિ આપણા લીધે બીજા લોકોને કેવી તકલીફ પડી રહી હતી..." કરનના ચહેરા પર ગુસ્સાની એક રેખા પણ ખેંચાયેલી જોવા ન મળી. જ્યારે અર્પિતા તો ગુસ્સાથી સળગી રહી હતી.

" કરન...અહીંયા વાત ટ્રાફિકની નહિ ભૂલ ન હોવા છતાં માફી માંગવાની છે...."

" અર્પિતા જે થઈ ગયુ એ થઈ ગયું... એ બધુ ભૂલી જા..સામે જો આપણી હોટલ પણ આવી ગઇ...ચાલ..." અર્પિતાને ગાડીમાંથી ઉતારીને કરન ગાડીને પાર્કિંગ તરફ લઈ ગયો. જ્યારે અર્પિતા ગાડીમાંથી બહાર નીકળી એક સામાન્ય દેખાતા હોટલને જોઈ રહી. અર્પિતા એ કેટલીય હોટેલમાં લંચ અને ડિનર કર્યું હતું પણ એ બધી હોટેલો કરતા આ હોટલ દેખાવમાં સાવ સામાન્ય હતી.

" તો જઈએ.." કરન આવીને અર્પિતાને હોટલની અંદર લઇ ગયો. હોટલમાં પ્રવેશતા જ અર્પિતાની અડધી ભૂખ તો ત્યાં જ મરી ગઈ. કારણ કે એ હોટલની અંદર ત્રણ ચાર એસી મુકેલી હતી જે બધી બંધ પડેલી હતી. એની જગ્યાએ પંખા મૂકવામાં આવ્યા હતા જેનો અવાજ આખા હોટલમાં ગુંજી રહ્યો હતો.

કરન અને અર્પિતા એક ખાલી પડેલા સ્થાને બેસ્યા.
" બોલો શું ઓર્ડર કરવું છે?..." કરને બાજુમાં પડેલું મેનુ અર્પિતા તરફ સરકાવીને કહ્યું. અર્પિતા એ મેનુને ધ્યાનપૂર્વક જોયું અને કહ્યું. " મને તો કઈ સમજ નથી પડતી કે શું ઓર્ડર કરું? તમે જ કઈક સારું ઓર્ડર કરી દો...."

અર્પિતાનું મન તો પિઝા ખાવાનું હતું પણ અર્પિતા એ ચતુરાઈ વાપરીને કરનની ચોઇસ જાણવાની કોશિશ કરી.

ક્રમશઃ