અગ્નિસંસ્કાર - 91 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 91



બે દિવસ પછી આખરે એ દિવસ આવી જ ગયો જે દિવસે પ્રિશા પોતાના પ્લાનને અંજામ આપવાની હતી. અંશ પિત્ઝા ડિલિવરી બોય બનીને તૈયાર બેઠો હતો. એની બાજુમાં પ્રિશા અને નાયરા ઊભી હતી. જ્યારે આર્યન લેપટોપ વડે કેમેરા હેક કરવાની પૂર્વ તૈયારી કરી રહ્યો હતો. અને એનો સાથ આપતી રીના એની બાજુમાં બેઠી હતી. કેશવ નવીનના બિલ્ડીંગથી થોડે દૂર એક રસ્તે ઊભો હતો. બધા પોતપોતાના પોઝિશન પર ઊભા હતા. ત્યાં જ નવીને નવ વાગ્યાની આસપાસ ફોન દ્વારા એક પિત્ઝા ઓર્ડર કર્યો. પિત્ઝા ઓર્ડરની માહિતી રીનાના ફોનમાં આવી ગઈ હતી કારણ કે રીના એ પહેલા જ નવીનના ફોનને ટેપ કરી રાખ્યો હતો.

" અંશ...નવીને પિત્ઝા ઓર્ડર કરી દીધો છે..." રીના એ તુરંત કહ્યું.

" ઓકે હું જાઉં છું...." અંશ ત્યાંથી પિત્ઝાનું બોક્સ લઈને નવીનના બિલ્ડીંગ તરફ નીકળી ગયો. પ્રિશા અને એની આખી ટીમ એકબીજા સાથે ફોન પર કનેક્ટ હતી.

પંદર મિનિટ બાદ અંશ ડિલિવરી બોય બનીને ચહેરા પર માસ્ક પહેરી નવીનના બિલ્ડીંગમાં પ્રવેશ કરવા આગળ વધ્યો કે ત્યાં જ ગ્રાઉન્ડ પરના સિક્યોરીટી ગાર્ડ એ દંડા વડે એને રોક્યો અને પૂછ્યું. " ઇસ તરફ કહાં જા રહે હો?"

અંશ ગભરાયા વિના બોલ્યો. " સાહેબને ઓર્ડર દિયા હૈ પિત્ઝા કા બસ વહી દેને જા રહા હું..."

" યે કૈસે હો સકતા હૈ અભી તો થોડે ટાઇમ પહેલે તુમ્હારા હિ આદમી પિત્ઝા લેકે મેરે બોસ કે ઘર પે ગયા હૈ...સચ સચ બતા કોન હો તુમ?"

અંશ વિચારમાં પડી ગયો કે " એના પહેલા પિત્ઝા ડિલિવરી બોય કઈ રીતે પહોંચી ગયો?"

" બોલતા ક્યું નહિ બોલ?" સિક્યોરીટી ગાર્ડ હવે અંશ પર શક પણ કરવા લાગ્યો હતો ત્યાં જ અંશે ચતુરાઈ વાપરી અને કહ્યું. " અરે યે કૈસે હો સકતા હૈ.... પ્રવીણ જોશીને તો મુજે યહાં પિત્ઝા ડિલિવર કરને કો કહા હૈ..."

" પ્રવીણ જોશી! અરે યે કીસી પ્રવીણ જોશી કા ઘર નહિ હૈ ચલ યહાં સે નિકલ..."

" સોરી લગતા હૈ મેં ગલત એડ્રેસ પર આ ગયા..." માફી માંગતો અંશ ત્યાંથી ચાલતો બન્યો.

" પતા નહિ કહાં કહાં સે લોગ આ જાતે હૈ?" સિક્યુરિટી બક બક કરતો પોતાની ચેર પર જઈને બેસી ગયો અને લેપટોપ વડે બિલ્ડિંગ પર નજર રાખવા લાગ્યો.

અંશ એ બિલ્ડીંગથી થોડે દૂર જઈને પ્રિશા સાથે બનેલી ઘટના કહી.

" શું?? તારા પહેલા પિત્ઝા ડિલિવર બોય પહોંચી ગયો! પણ કઈ રીતે? એક મિનિટ હું કેશવ સાથે વાત કરું છું..."

પ્રિશા એ કેશવને પૂછ્યું. " કેશવ ત્યાંથી કોઈ પિત્ઝા ડીલીવર બોય તો નથી નીકળ્યો ને?"

" ના પ્રિશા.... મારું ધ્યાન અહીંયા જ છે...કોઈ ડીલીવર બોય નીકળ્યો જ નથી અહીંયાથી!"

" તો સિક્યુરિટી ગાર્ડ એ એમ કેમ કીધું કે પીઝા ડીલેવર બોય પહેલા પહોંચી ગયો છે!..કઈક તો ગડબડ છે..." પ્રિશા એ અંશ સાથે વાત કરતા કહ્યું.

" પ્રિશા...હવે કઈ રીતે બિલ્ડીંગની અંદર પ્રવેશ કરીશું...?"

" લાગે છે પ્લાન બી યુજ કરવો જ પડશે...એક કામ કર તું ત્યાં જ રૂક હું અને નાયરા હમણાં ત્યાં આવીએ છીએ..."

" ઓકે..."

પ્રિશા અને નાયરા પોતાની સ્કુટી લઈને ઘરેથી નીકળી ગયા.

***************

અંશ જ્યારે ડીલીવરી બોય બનીને નહતો પહોચ્યો એ પહેલા વિવાન ડિલિવરી બોય બનીને નવીનના બિલ્ડીંગ એ પહોંચી ગયો હતો.

" સાહેબ ને યે પિત્ઝા ઓર્ડર કિયા થા..." વિવાને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું.

" એક મિનિટ યહી રૂક..." સિક્યુરિટી ગાર્ડ એ તુરંત પોતાના બોસ નવીન શર્માને કોલ કર્યો અને પિત્ઝા ઓર્ડર વિશે પૂછ્યું.

" હા વો પિત્ઝા મેને હિ ઓર્ડર કિયા હૈ ઉસ ડીલેવરી બોય કો ઉપર ભેજ દો ઓર હા ઉસે લિફ્ટ સે ભેજના..." નવીને ફોન પર કહ્યું.

" સાહેબ પાસવર્ડ?" સિક્યુરિટી ગાર્ડ એ પૂછ્યું

" 2546.."

" ઓકે સર..."

લિફ્ટનો પાસવર્ડ સિક્યુરિટી ગાર્ડ એ વિવાનને આપ્યો અને એમને થર્ડ ફ્લોર પર જવા માટે કહ્યું.

થેંક્યું કહીને વિવાન ત્યાંથી લિફ્ટ મારફતે થર્ડ ફ્લોર પર નવીનના ઘર તરફ નીકળી ગયો. વિવાનના એક હાથમાં પિત્ઝાનું બોક્સ હતું. જ્યારે બીજા એક થેલામાં ટાઇમ બોમ્બ હતો.

શું છે પ્રિશાનો પ્લાન બી અને શું એ પ્લાન સફળ થશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ