ચાર્લી ચેપ્લિન Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 51

    ભાગવત રહસ્ય-૫૧ નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય...

  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

શ્રેણી
શેયર કરો

ચાર્લી ચેપ્લિન

 

ધારો કે તમને કોઇ મિત્ર એવી ઓફર આપે છે કે - થિએટરમાં એક ફિલ્મ જોવા જવાનું છે. ફિલ્મ શરૂ થાય એ પહેલા આંખ બંધ કરી દેવાની. ફિલ્મ શરૂ થાય એટલે મિત્ર સ્ક્રીન પર આવતા એક કેરેક્ટરનું વર્ણન કરશે. ફિલ્મ - મૂક ફિલ્મ (Silent Movie) છે.   જો તરત ઓળખી જાવ તો ફિલ્મની ટીકીટ્ના પૈસા એ આપશે. ન ઑળખો તો તમારે આપવાના, તમે ઓફર સ્વીકારો છો.

થિએટરમાં પહોંચ્યા. આંખો બંધ કરી, ફિલ્મ શરૂ થઈ, મિત્ર વર્ણન કરે છે -

બેગી પેન્ટ. ઇન-શર્ટ. કોટ. માથે નાની હેટ, ટીપીકલ મુછ. હાથમાં નેતરની લાકડી. શુઝ. વિશીષ્ટ ચાલ.

સાચુ કહેજો માત્ર મિત્રનો ઉત્સાહ ટકી રહે એટલે જ પુરૂ બોલવા દો, બાકી તો ત્રીજા સ્ટેપ પર બોલી પડો - ચાર્લી ચેપ્લિન -  તમે ઓફર મુજબ ફિલ્મની ટીકીટ જીતી જાવ, કારણ, આ અજાયબી સમાન કેરેક્ટર - The Tramp થી જ ચાર્લીએ આખા વિશ્વનું દિલ જીતી લીધુ છે. એની ફિલ્મોએ પ્રેક્ષકોને શરૂઆતથી અંત સુધી ખડખડાટ હસાવ્યા છે,  આ મહાન કોમેડીયન અંગત જીવનમાં શરૂઆતથી લાંબા સમય સુધી હસી નહોતા  શક્યા.

19 મી સદીનું ઇંગ્લેન્ડ. સદી અંતિમ દાયકા તરફ જઈ રહી હતી અને આ સદીઓના કોમેડી કિંગનો જન્મ થયો, 16 એપ્રિલ 1889 નો એ દિવસ. લંડન શહેરમાં ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિનનો જન્મ થયો. માતા-પિતા બન્ને  મનોરંજનની દુનિયામાં સફળ કલાકારો હતા. પિતા ચાર્લ્સ ચેપ્લીન (સીનીયર) ગાયક હતા અને માતા હાના ચેપ્લિન ફિલ્મ એક્ટ્રેસ હતા. ચાર્લીના જન્મ અને એ પછીના થોડા સમય સુધી ગાયક પિતા પોતાના મ્યુઝિક કોન્સર્ટ થકી બહુ જ પ્રખ્યાત હતા અને માતા પણ લોકપ્રિય અભિનેત્રી હતા. આ જ સ્થિતી રહી હોત તો પરીસ્થિતી સારી જ હોત પણ, કાળનું ચક્રે કંઇક એવું ફર્યુ કે પિતાને સફળતાના નશાએ ભાન ભૂલાવ્યુ અને એ દારૂના નશામાં ફસાયા. આલ્કોહોલનુ એટલું વ્યસન થઈ ગયું કે એ નશામાં ગાયકની કારકિર્દી લથડીયાં ખાવા લાગી. ધીરે-ધીરે અવાજ અને સફળતા બન્ને નષ્ટ થઈ ગયાં.પાયમાલ થઈ ગયું  બધુ. આબાદ ઘર બરબાદ થઈ ગયું. એ ઘર અને કુટુંબને છોડીને જતા રહ્યા. બીજી બાજું નસીબ પણ સાથ છોડી ગયું અને માતાને એક એવી બિમારી આવી કે એનો અવાજ જતો રહ્યો. એની પણ કારકિર્દી ડામાડોળ થઈ ગઈ. પોતે અને બે સંતાનોને પોષી શકે એવી હાલત ન રહી. આ આઘાત એ ન જીરવી શક્યા અને માનસિક રોગના ભોગ બન્યા. એમને થોડા જ સમયમાં માનસિક રોગીઓની હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. બન્ને બાળકો માતા-પિતા હયાત હોવા છ્તાં અનાથ થઈ ગયાં.

ચાર્લી અને એના ભાઇ અનાથ બાળકોની બોર્ડીંગમાં રહેવા જતા રહ્યા, અહીં રહેવા-ખાવા મળતું  એ સિવાય ઝીંદગી દોઝખ જેવી હતી. સંચાલકોનો અંકુશ બહુ આકરો લાગતો છોકરાઓને. બેફામ કામ કરાવે. કામ યોગ્ય ન લાગે તો માર પડે. ખોરાક પણ સાવ છેલ્લી કક્ષાનો મળતો. જગતને હસાવવા જન્મ લીધેલો એને એવાં દુ:ખ મળતાં કે આંસુ પાણ સુકાઇ ગયેલાં. માંડ-માંડ 18 મહીના આ બદતર જગ્યામાં કાઢી ચાર્લી અને એના ભાઇ ત્યાંથી ભાગી છ્ટ્યા.

ચાર્લીને જાણ હતી જ કે આ પગલું ભરવાથી માથેથી છ્ત જશે, ખાવા-પીવાની તકલીફ થશે. પેલી શારીરીક-માનસિક અને સ્વમાન-ભંગની પીડા સામે આ વિકલ્પ ઓછો પીડાકારક હતો. ક્યારેક બગીચાના બાંકડે તો ક્યારેક ફુટપાથ પર રાતો વિતાવી છે આ મહાન કલાકારે.. ખાવા માટે દુકાનોમાંથી બ્રેડ કે બીજી ખાવાની વસ્તુઓની ચોરી પણ કરવી પડી છે. ચાર્લી અને એના ભાઇએ રોજનું ગુજરાન ચલાવવા અનેક જ્ગ્યાએ નાની-મોટી નોકરી કરી. કામના કલાકો ઘણા, સામે પગાર નહીંવત.  ચાર્લીને લાગ્યું કે આ ભારે મજુરી વાળા કામને બદલે હુનર- આવડત - કળા અજમાવી જોઇએ. લોહીમાં તો કળા હતી જ. જો કે, એણે શરૂઆત થી જ 'કોમેડિયન' ની કલા રજુ કરવાનું નક્કી કર્યું. પોતે ભલે દુ:ખ વેઠે, બીજાને હસાવી એના દુ:ખમાં રાહત અપાવે. બન્ને ભાઇઓ કોમેડી શો પણ ગલી-મહોલ્લામાં જ કરતા. જ્યાં સામાન્ય નાગરિકો  રહેતા હોય,

ગામ હોય કે શહેર, વાત સારી હોય કે નરસી, કોઇ વ્યક્તિનું કામ ગમી જાય એવું હોય કે વખોડવા જેવું - આ બધાનો મુખ્ય સ્રોત ગલી-મહોલ્લા જ હોય. ચાર્લી ચેપ્લિનની કોમેડિયન તરીકેની મજેદાર વાતોની ચર્ચા લંડન શહેરમાં પ્રસરવા લાગી. ચાર્લી ચેપ્લિન હવે એક સજ્જ અને અનુભવી કોમેડિયન થઈ ચુક્યા હતા, એમની બહેતરીન સૂઝ અને સમજથી એ 'ઓડીયન્સ ટેસ્ટ' પ્રમાણે 'એક્ટ' કરતા. આબાલ-વૃધ્ધ, ગરીબ-તવંગર બધાને પેટ પકડીને હસાવી-હસાવી ચાર્લી ચેપ્લિન આખા લંડન શહેર અને ઇંગ્લેન્ડના લોકપ્રિય કોમેડિયન બની ગયા. 19 વર્ષની ઉંમર હતી ત્યારે. લોકોને પેટ પકડી હસાવવાની એ અલભ્ય કળા ફળી ને હવે પોતે પેટ ભરીને જમી શકે, છ્તવાળા ઘરમાં રહી શકે એટલા સંપન્ન થઈ ગયા.

20 મી સદીનો પહેલો દાયકો વીતી ગયો હતો. કોઇપણ ક્ષેત્રના કલાકારની એક મહાત્વાકાંક્ષા હોય કે અમેરીકા જાય અને સદાબહાર હોલિવુડમાં નસીબ અજમાવે. ત્યાં પહોંચતા પહેલાં થોડાં એવાં નુસખા પણ કરે કે જેના જોર પર હોલિવુડ એના કામને સ્વીકારે. ચાર્લી ચેપ્લિનને પણ આ યુક્તિ-પ્રયુક્તિઓનૂ ખબર હતી, 'કોમેડિયન' ની ઓળખ જમાવવા એ પણ અમેરીકા ગયા. ત્યાં શોઝ શરૂ કર્યા. થોડા લોકો ઑળખતા થયા.વખાણતા થયા. હસતા થયા. આ કોમેડીના કસબની નોંધ લેવાઇ અને 'ફ્રેડ કાર્મો કોમેડી ટ્રુપ' નામના એક કમર્શીયલ પરફોર્મન્સ કરતા ગ્રુપે ચાર્લી ચેપ્લિનને કલાકાર તરીકે ગ્રુપમાં જોડ્યા. આ ટ્રુપનું કામ હતુ આખા અમેરીકામા કોમેડી શો કરવા. ચાર્લીને આ  કારણે ભારે લોકચાહના મળી. એના હાવ-ભાવ, એક્ટીંગના લાજવાબ ટાઇમીંગ પ્રેક્ષકોને હળવાફુલ કરી દેતા. અમેરીકાની કોમેડીયન્સની પ્રથમ હરોળમાં તો આવી ગયા. કોમેડી શોની શરૂઆત કરી ત્યારથી ફિલ્મ - શો બીઝનેસના આખરી લક્ષ્ય - કરવાની મહેચ્છા તો હતી જ એમને. એ જ સમયે Key Stone Studio કે જે કેલિફોર્નિયામા ફિલ્મ મેકીંગ માટે એક પ્રતિષ્ઠીત જગ્યા હતી, એની સાથે ચાર્લી ચેપ્લિને કરાર કર્યા. આ સાથે ફિલ્મ પ્રવેશના પહેલા પગથીયે પહોંચી ગયા. આ તો એ સમયનો ફુલફ્લેજેડ સ્ટુડીયો હતો. કોમેડિયન પાસે સૌથી વધુ ક્રીએટીવીટી હોય. આ જ તાકાતને આધારે ચાર્લ ચેપ્લિન ફિલ્મ મેકીંગમાં પણ કરતબ અજમાવે છે. અલગ - અલગ શોઝ તો ચાલુ જ હતા. એક દિવસ ચેપ્લિન રોજની જેમ સ્ટુડીયોમા આવ્યા. અચાનક  એ સ્ટુદીયોના ગ્રીન રૂમમાં ગયા. એક ગેટ-અપ સાથે બહાર આવ્યા. આ ગેટ-અપ હતો -

બેગી પેન્ટ્. ઇન-શર્ટ. કોટ.  માથે નાની હેટ. હાથમાં કેઇનની લાકડી. ટીપીકલ મૂછ. શુઝ.

- ચાર્લી એ આ ગેટ અપમાં એન્ટ્રી કરી.. ચાલવાની સ્ટાઇલ પણ અલગ.,.. આમથી તેમ ચાલ્યા .. વચ્ચે - વચ્ચે નિર્દોષ - તોફાની સ્માઇલ આપે... હાજર હતા એ બધા હસી - હસીને બેવડ વળી ગયા. આ ચમત્કારીક ગેટઅપને એમણે નામ આપ્યું 'The Tramp !' .. અને ખરેખર ચમત્કાર સર્જાઇ ગયો.  ચાર્લી ચેપ્લિને ફિલ્મ મેકર તરીકે પહેલી ફિલ્મ બનાવી જે   નોન - ફિચર ફિલ્મ હતી.  'Mables Strange Predicament  જેમા આ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યું. સાથે - સાથે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી  'Kid Autoraces at Venice' એમાં પણ પેલું રમ્તિયાળ-તોફાની કેરેક્ટર તો હતું જ . આ ફિલ્મ પહેલા  રીલીઝ કરી. એટ્લે રજુઆતની રીતે એ એમની Debut ફિલ્મ કહેવાય. મેકીંગની દ્ર્ષ્ટીએ 'Mables..'. જો કે આ ફિલ્મ પછીના બે જ ફિવસમાં રીલીઝ થઈ ગયેલી. 1914 ની આ વાત છે. ચાર્લી ચેપ્લિને આ કેરેક્ટર બનાવી ને પોતાને માટે જ 'મિડાસ ટચ' નું કામ કર્યું. ચાહકોએ જબ્બર આવકાર આપ્યો. નવા ચાહકો ઉમેરાતા ગયા. હવે આ કોમેડિયનની સફળતા ઉપરને ઉપર જવા લાગી. પહેલી ફિચર ફિલ્મ બનાવવાનું જોર મળ્યું. 1921 માં ;The Kid' થી ચેપ્લિન સંપુર્ણપણે મેઈન સ્ટ્રીમમાં આવી ગયા. આ તબક્કે એક ખાસ પેરામીટર વિશે તો જણાવવું જ પડે. આ સમયગાળો હોલિવુડમાં પણ Silent Movie - મૂક ફિલ્મ - નો હતો. સંવાદો આવ્યા ન હતા ફિલ્મોમાં. એટ્લે અભિનેતાની બરબર કસોટી થતી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી શકાતું. આ બન્ને વચ્ચેના 'સટલ સીન્ક્રોનાઇઝેશન' થી ફિલ્મો ચાલતી. ધ ટ્રેમ્પ તો હવે પાછું વાળીને જોવાના ન હતા, એમની ફિલ્મો બોક્સ ઓફિસ છલકાવી દેતી. The Gold Rush - 1928, City lights - 1931, Modern times  1936, અને The Great Dictator - 1940. આ ફિલ્મોએ તો અનેક રેકોર્ડઝ બનાવ્યા બોક્સ ઓફિસ કલેક્શનના, ચાર્લી ચેપ્લિને વિશ્વના સૌથી મશહુર કોમેડિયન તરીકે સ્થાન જમાવી દીધુ.

ચર્લી ચેપ્લિન એના ધ ટ્રેમ્પના અવતારને કારણે તો સફળ થયા જ. એમની ફિલ્મોની  ખાસિયતમાં રમૂજ ઉપરાંત, સરળ ઢ્બે સમાજની વાત કહેવી અને ઓડીયન્સને કનેક્ટ કરે એવી વિશેષ ટેકનિક્સ અપનાવવી આ બન્ને પણ બહુ અસરકારક છે. . એની આ સમાજની વાત કહેવાની સમજ ને કારણે જ આ જ સુધી એ ચાહકોના હ્રદયમાં અડીખમ છે.

ચાર્લી ચેપ્લિનના - ધ ટ્રેમ્પની છાપ એટલી લાંબા ગાળાની છે કે હ્જી આજે પણ અનેક ફિલ્મ કલાકારો એમની ફિલ્મોમાં એકાદ સીનમાં આ ગેટ-અપમાં દેખાઇને એ મહાન કલાકારને 'ઇમીટેટ' કરી 'ઇન્ટીમેટલી' યાદ કરે છે. બોલીવુડમાં 'શો મેન' ગણાત નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા રાજ ક્પૂર ચેપ્લિનના કેરેક્ટરને ઇમીટેટ કરતા. અનિલ કપૂર, શ્રીદેવી જેવા કલાકારોએ પણ આ પ્રયાસ કર્યા છે.

અનેક પીડા અને અભાવોની વચ્ચે રહીને 100% Self Made કલાકાર જીવનની ટ્રેજેડીમાંથી કોમેડી શીખ્યા જાણે. એમ્ના જ પ્રક્યાત ક્વોટ સાથે આપણે અટકીએ

“I always like walking in rain, so no one can see me crying” - Charlie Chaplin