વિશ્વના 118 દેશોમાં, 40,275 રેસ્ટોરન્ટ્સ - અલગ - અલગ નહીં એક જ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝ - લંડન હોય કે લક્ઝેમ્બર્ગ, અમદાવાદ હોય કે એમ્સ્ટર્ડમ બર્ગરથી માંડીને મેનુમાં હોય એ બધી જ વસ્તુઓ એક જ ટેસ્ટની મળે. (દેશ અને સ્થળ પ્રમાણે વેજ-નોનવેજ મેનુ અલગ હોય એ સિવાય). ફુડ ચૈનઈન ક્ષેત્રે આ અનોખી સિધ્ધી છે. આ ચેઈનની પહેલી કડી સુધી પહોંચવા ક્યાં જવું પડે ? કોણ છે આના પાયામા અને ચણતરમાં? - વાત બ્રાન્ડની છે પણ, એની પાછળ તો ખાસ વ્યક્તિઓ છે જે આ 'યમીઇઇઇ.. ' પ્રોડકટસના પ્રોડ્યુસર્સ છે - ડીરેક્ટર્સ છે- બન્ને એક જ છે કે અલગ છે ? આ જ તો છે 'Mc D' ના મેકીંગનુ એના બ્રગર જેટલું જ સ્પાઈસી અને સ્વાદિષ્ટ મેનુ - ચાલો જાણીએ છે શું વૃતાંત છે એનું ?
અમેરીકાના કેલીફોર્નિયા સ્ટેટના સેન બર્નાડીનો / સાં - બર્નાદીનો (San Bernadino) માં બે ભાઇઓ રહે. મોરીસ મેકડોનાલ્ડ અને રીચર્ડ મેકડોનાલ્ડ. મોરીસનું નીક નઈમ, મેક (Mac) તો રીચર્ડને બધા ડીક (Dick) કહે. બન્નેને એક નાની રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર આવ્યો. આર્થિક રીતે સંપન્ન નહીં પણ, સક્ષમ ખરા. થોડી બીઝ્નેસ સેન્સ પણ ખરી. 1940માં આ મેકડોનાલ્ડ બ્રધર્સે 'મેકડોનાલ્ડસ હેમબર્ગર્સ - Mcdonald's Hamburgers' નામથી નાની રેસ્ટોરન્ટ શરૂ કરી. જ્ગ્યા ઓછી અને મેનુમાં વસ્તુઓ પણ મર્યાદિત. હેમબર્ગર, ચીઝ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ અને મીલ્ક શઈક્સ. આટલુ જ મળે. આઇટમ્સ મર્યાદિત મળતી પણ, બન્ને ભાઇઓ એકદમ સક્રીય રીતે કામ કરે, જેટલી ફુડ આઇટમ્સ આપતા હતા એના ટેસ્ટ અને ગુણવત્તા પર સતત ધ્યાન આપે. વસ્તુનો ટેસ્ટ અને ગુણવત્તા ઉત્તમ અને હંમેશા એકસરખા રહેતા અહીં. આ કારણે રેસ્ટોરન્ટ ધબકતી રહેતી. આખા શહેર અને આસપાસના વિસ્તારોમાં એનું નામ થઈ ગયેલું.
રેસ્ટોરન્ટ એ લોકો માટે રૂટીન-બ્રેકર હોય છે. લોકો રોજીંદા ફૂડથી થોડો બદલાવ ઇચ્છતા હોય છે ને આવી રેસ્ટોરન્તમાં જઈને કંઇક જુદા ઝાયકાનો લુત્ફ ઉઠાવે. આ પ્રમાણે બધું રાબેતા મુજબ ચાલતું હતું. અચાનક એક સેલ્સમેન મેકડોનાલ્ડ બ્રધર્સ અને આ બેસ્ટ ફુડ પ્લેસ માટે જાણે કે 'રૂટીન- બ્રેકર' થઈને આવે છે.,
1953-54 ના અરસામાં રે ક્રોક (Ray Krac) નામનો મિલ્ક શેક્સ બનાવવાના મશીનનો સેલ્સમેન આ રેસ્ટોરન્ટની મુલાકાતે નિયમીત રીતે આવતો એની જોબના ભાગરૂપે. એને આ બન્ને ભાઇઓનો બીઝનેસ ચલાવવા પ્રત્યેનો અભિગમ, એની સુઝ અને એની ફુડ ક્વોલીટી બહુ પસંદ પડે. નિયમીત મુલાકાતોને કારણે એકબીજાનો પરીચય વધતો ગયો અને ખાસ મિત્રો બની ગયા. આવી જ એક મુલાકાત દરમિયાન રે ક્રેકે એક પ્રસ્તાવ મુક્યો. એણે મેકડોનાલ્ડ બ્રધર્સને કહ્યું કે -
"તમે આવી સરસ ફુડ ક્વોલીટી અને હોસ્પિટાલીટી સાથે આ રેસ્ટોરન્ટ ચલાવો છો, આટલી નામના છે. તમારે આ વીઝનેસને આગળ વધારવો જોઈએ.."
"એ વળી કઈ રીતે થાય ?" - મોરીસ
"ઓપન અપ ફ્રેન્ચાઇઝીઝ. ધ બેસ્ટ બીઝનેસ મોડલ ટુ એક્સ્પાન્ડ" - ક્રેક
"બીજાને આપણા બીઝનેસમા શું કામ રસ પડે ? આપણને શુ ફાયદો આનાથી ?" - રીચર્ડ.
"ઓહ ડ્યુડ, ફુડ બીઝ્નસની સફળતા એના નામ- વ્રાન્ડ સાથે સીધી જોડાયેલી છે. લોકો સારી જ્ગ્યાને એના નામથી જ ઓળખતા હોય છે. આ બીઝનેસમાં કોઇ પોતાના નામથી શરૂ કરવા કરતા કોઇ જાણીતી બ્રાન્ડની સાથે જોડાઇને શરૂઆત કરવાનું વધુ પસંદ કરે. લોકોને પોતાને ત્યાં લાવવાની કુસ્તી ઓછી થઈ જાય. આપાણો ફાયદો એ કે આપણી બ્રાન્ડ બહાર જાય, ફ્રેન્ચાઇઝ પાસેથી આપણે રોયલ્ટી લેવાની"
મેકડોનાલ્ડ બ્રધર્સને ગળે વાત ઉતરી. રે ક્રોક પાર્ટનર થયા. ફ્રેન્ચાઇઝ ડેવલોપમેન્ટ માટે એકથી બીજે ખુણે દોડે. મૂળ સેલ્સના માણસ. ફ્રેન્ચાઇઝ કન્સેપ્ટ' લોકોના મગજમાં બેસાડતા જાય ને ધંધો વધારtaa જાય. 1954 થી શરૂ થયેલી આ વાત. બ્રાન્ડ નઈમ પ્રચલિત થયું,'mekaDonaalDs' .
આ પાર્ટનરશીપ આમ તો સરસ ચાલતી હતી પણ, બીઝ્નેસ ડેવલેપમેન્ટની દ્રષ્ટીમાં બહુ ફર્ક હતો, મેકડોનાલ્ડ બ્રધર્સ એવું માનતા કે મર્યાદિત વિસ્તારમાં, મર્યાદિત ફ્રેન્ચાઇઝ રાખવા, ક્વોલીટી પર ધ્યાન વધુ આપવું. સામી બાજુ રે ક્રોકનું માનવું હતું કે આખા દેશમાં ફરીને ખુણે-ખુણે 'mekaDonaalDs' ઉભા કરીને છવાઇ જવું. ક્વોલીટી તો જાળવી જ રાખવી. આ મતમતાંતર ચાલતા રહ્યા. ક્યારેક ગજગ્રહ થાય, ચર્ચા થાય.
'ભાઇઓ, આ ધંધો વધે છે, ચારે બાજુ વિકસે એમ છે. વી આર ઇન ડીમાન્ડ. હુ તો ભાગી જ રહ્યો છું.તમે પણ થોડા એગ્રેસીવ થાવ તો આપણે આખું અમેરીકા સર કરી લઈશું"
"જો ભાઇ અમે તો એક રેસ્ટોરન્ટમાં પણ ખુશ અને સંતુષ્ટ હતા. આ તારા કહેવાથી આટલો વ્યાપ વધાર્યો. હવે દોડધામની કોઇ તૈયારી નથી. તુ પણ રહેવા દે. ધીસ ઇઝ સફીશીયન્ટ ફોર અસ"
આ 'યેસ - નો' ની માથાકુટ ચાલતી રહી. રે ક્રોક પોતાના નિર્ણયમાં મક્કમ હતા. એને 'mekaDonaalDs' બર્ગર આખા દેશમાં મળે, એકસરખું જ મળે એવું અને એટલું એક્સપાંઝન કરવુ હતું. બર્ગર તો mekaDonaalDsનું જ એ વિચાર ઘરે-ઘરે પહોંચાડવો હતો. આ બે ભાઇઓ માને એમ ન હતા. રે ક્રોકને લાગ્યું કે 'ધંધો આપણી રીતે કરવો હશે તો, ટોટલ હોલ્ડ હોવો જોઇશે. - પાર્ટનરશીપ નહીં ચલે'
1961માં રે ક્રેકે એક મોટો નિર્ણય લીધો. એણે આ બીઝનેસ મેકડોનાલ્ડ બ્રધર્સ પાસેથી ખરીદી લીધો. આ માટે કુલ 2.7 મીલીયન ડોલર ચુકવ્યા. મોરિસ અને રીચર્ડ બન્નેને 1 -1 મીલીયન ડોલર અને ટેક્સ લાયાબીલીટી પેટે બીજા 7 લખ ડોલર. હવે આ બીઝનેસ સપુર્ણપણે એના હાથમાં હતો. એના ફુલ ફ્લેજેડ એક્સપાન્ઝનના વિઝનને વાસ્તવમાં ઉતારવાનું હતું. જો કે, એણે બે રીતે ખેલદીલી બતાવી. એક તો બ્રાન્ડ નઈમ 'mekaDonaalDs' જ રાખ્યું અને બીજું તો ખુબ પ્રશસનીય હતું. એ દરક ફ્રેંચાઇઝ સેલ્સમાંથી મેકડોનાલ્ડ બ્રધર્સને 0.5% રોયલ્ટી પાસ ઓન કરતા. એ ભાઇઓ રોજેરોજના બીઝનેસમાં સહેજ પણ ઇન્વોલ્વ ન થતા છ્તાં, માત્ર 'ગુડવિલ'ના પૈસા આપતા રે ક્રોક. જે એની 'ગુડનેસ' હતી.
એકવાર લગામ હાથમાં આવ્યા પછી રે ક્રેકે આ 'મિશન mekaDonaalDs'ના ઘોડાને વધુ વેગપુર્વક દ્સેય દિશામાં દોડાવ્યો. USA ના લગભગ દરેક સ્ટેટમાં, કાઉન્ટીઝમા 'મેકડોનાલ્ડ્સ' નો દબદબો થઈ ગયો. રે ક્રોકની દીર્ઘદ્ર્ષ્ટી, યોગ્ય આયોજન, માર્કેટીંગ ટેકનીક્સ બધાના સરવાળા રૂપે ફેન્ચાઇઝ નેટવર્ક પ્રસરવા લાગ્યું. આટલા મહાત્વાકાંક્ષી, કુશળ. બાહોશ અને દીનલદાર રે ક્રોકની બીઝ્નેસ ગ્રોથની પરાકાષ્ટા આવી ગઈ હતી અને હ્જી એક સ્કલ ઉપર જવાની તૈયારી થઈ રહી હતી ત્યારે જ 1984માં રે ક્રોકનું અવસાન થયું. એ સમયે આખા અમેરીકામાં 'મેકડોનાલ્ડ્સ' ની 8000 રેસ્ટોરન્ટ્સ થઈ ચુકી હતી. આખા દેશમાં 'બર્ગર', ફ્રેન્ચ ફ્રાઇઝ,શઈક્સ અને બીજી સપ્લીમેન્ટ ફુડ આઇટેમ્સ સર્વ કરતી રેસ્ટોરન્ટ્સમાં સામ્રાજ્ય થઈ ગયું.
મોરીસ અને રીચર્ડ મેકડોનાલ્ડ બ્રધર્સે શોખથી શરૂ કરેલી, ખંતથી ચલાવેલી એક રેસ્ટોરન્ટ. એમાં રે ક્રોક નામના એક અસાધારણ વ્યક્તિનુ જોડાવું. એનું લાંબા ગાળાનું અને દુર સુધીનું વિચારવું, સ્વતંત્ર રીતે આખા બીઝનેસને ડ્રાઇવ કરીને ટોચ પર પહોંચાડીને દુનિયામાથી વિદાય લેવી. mekaDonaalDsની આ મુખ્ય યાત્રા 1940 થી 1954. 1954 થી 1961 અને 1961 થી 1984. એમ ત્રણ તબક્કામાં ચાલી. આ દરમિયાન મોરીસ મેકડોનાલ્ડ તો 1971 માં જ દિનિયાથી વોદાય લઈ ચુકેલા. રીચર્ડ મેકડોનાલ્ડ 1998 માં અવસાન પામ્યા.
1984 સુધીમાં તો આએક મોટી કમ્પની બની ચુકી હતી. નિશ્ચીત ઓર્ગેનાઇઝેશન સ્ટ્ર્ક્ચર પ્રેમાણે એ ચાલવા લાગી. રે ક્રોકના હાથ નીચે તૈયાર થયેલ ફ્રેડ ટર્નર સીનીયર ચેરમેન થયા. એમણે તો આ મોડલને, એકદમ પ્રસ્થાપિત મોડ્લને આગળ વધારવાનું હતું પણ, ફ્રેડ, રે ક્રોક પાસે તૈયાર થયા હતા અને એમનું ડાયનેમિઝમ જોર્દાર હતું. એમણે અમેરીકાની બહાર પણ 'mekaDonaalDs' નો પ્રસાર શરૂ કર્યો.. એક વાયકા પ્રમાણે મેકડોનાલ્ડ્સની ફુડ પ્રોડક્ટસમાં વપરાતા ઇન્ગ્રેડીઅન્ટસ - ખાસ કરીને Baked Cheese - રોજેરોજ એક જ સપ્લાય ચઈનથી, તાજું રહે એમ મોકલી શકાય એ હેતુથી જે શહેરમાં એરપોર્ટ હોય ત્યાં જ 'મેકડોનાલ્ડ્સ' ની ફ્રન્ચાઇઝ અપાતી. આજે હવે આ સૌથી મોટી ગ્લોબલ ફુડ ચઈન - 2023 સુધીમાં 118 દેશોમાં 40,275 રેસ્ટોરન્ટ્સ ધરાવે છે. 'મેકડોનાલ્ડ્સ' ના હાલના President (Top Head) - Chris Kempczinski છે.
આ આખી વાત એક ફુડ બ્રાન્ડની છે પણ, એના બર્થ થી ગ્રોથ સુધીની સફરમાં બે સગ્ગા ભાઇઓ મેકડોનાલ્ડ બ્રધર્સ અને એક પાલકા પિતા સમાન ભાગીદાર અને માલિક રે ક્રોકનું યોગદાન છે. દરેકની પોતપોતાની ખાસિયત છે. ધખના છે. ઝંખના છે. મેકડોનાલ્ડ બ્રધર્સ એક પડાવ પછી સક્રીય રહ્યા નહીં. વિકાસનું વિઝન અને એક્ઝીક્યુશન રે ક્રોક જ કરે છે. સેલેબલ બ્રાન્ડ બનાવે છે.
1940 થી 2024 સુધી જે કંઇ બન્યુ એ અત્યંત પ્રેરણાદાયી છે. એ yellow coloured - m - આપણને દુરથી આકર્ષ છે... નક્કી એ કરવાનું છે કે સફળતા અને વ્યાપના શ્રેયના અસલી હક્દાર કોણ ? રે ક્રોક કે મેકડોનાલ્ડ બ્રધર્સ ? - વિચારજો. .. તરત જવાબ ન જડે તો .. નજીકના 'Mc D' મા જાઓ. કોમ્બો મીલ લઈને ટેબલ પર ગોઠવાઈ જાઓ .. એનો મજેદાર સ્વાદ માણો... એ સ્વાદમા જવાબ છે કે .. એ સ્વાદ આપણા સુધી પહોંચ્યો એમાં જવાબ છે ?