લીઓનાર્ડ દ વીંચી Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લીઓનાર્ડ દ વીંચી

2024 ની આ સાલ છે. શહેરોથી દુર કુદરતી ખજાનથી ભરપૂર એક જ્ગ્યા પર થોડા શિલ્પકારો, ચિત્રકારો, લેખકોને 30 દિવસ પુરતી સગવડ સાથે રાખવામા આવે છે.. એ સહુને ઉત્તમ કૃતિ સર્જવાનું કહેવામાં આવે છે.. 30મા દિવસે જાહેરાત થાય કે આનો રીવોર્ડ 400 વર્ષ પછી મળશે !! કોણ સ્વીકાર્શે ? .. 

... હતો એક ચિત્રકાર જેણે સદીઓ પહેલા કંડારેલ કલાકૃતિઓ ખરેખર 400 વર્ષ પછી જ ધ્યાનમાં આવી..ને હવે આજ સુધી લોકોના દિલમા રાજ કરે છે ..... આ મુફલિસ, અલ્ગારીની ઝીંદગીના કલરફુલ અને બ્લેક & વ્હાઇટ કેનવાસ જોવા જેવા છે ..

..........    ..........    ..........

યુગે યગના સર્વોચ્ય પ્રેરકબળ એવા શ્રીકૃષ્ણે કહેલ ચિર:કાલીન પંક્તિ - 

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન 

- અનેક અર્થો, અર્થચ્છાયાઓ ધરાવે છે. કર્મ કરતા રહેવાની અને ફળની આશા ન રાખવાની વાત તો છે જ છે. એક અર્થ એવો પણ છે કે કર્મનું ફળ મળશે જ, કદાચ એના પર તારો અધિકાર નહીં હોય. કર્મની સફળતા મળે તો એટલી મોડી મળે કે જન્મો વીતી જાય પણ, જ્યારે એનો મહીમા થાય, મહાત્મ્ય ગવાય ત્યારે એ કર્મયોગીનું નામ તો અવશ્ય લેવાય. Recognition-Appreciation એને જ મળે. 

ઇતિહાસના પાનાં ઉથલાવીએ ત્યારે એવાં અઢળક વ્વ્યક્તિત્વો આંખ સામે આવે કે થોડો સમય આપણે સ્તબ્ધ થઈ જઈએ,સહાનુભૂતિ થઈ આવે. એમના સમયકળમાં એમણે કરેલ અમુલ્ય પ્રદાન, સર્જન, પ્રતિભા દર્શનની કોઇ નોંધ જ ન લેવાઇ. ઘણા તો કદાચ હ્જી એ પાનાં પર અટકેલા છે.. ખોવાયા છે..કર્મ ની તારીખ પાકે એની રાહ જુએ છે !! અહીં જે પ્રતિભા, મહાન સર્જકના જીવંનની જણી-અજાણી વાત કરવી છે. એ પણ એમની હયાતીમાં ખ્યતિ તો દુર સાચી ઓળખ પણ નહોતા મેળવી શક્યા. એમની અપાર સર્જકતાનો પરીચય થયો અને પછી પ્રખ્યાત થયા લગભગ ત્રણ-ચાર સદી પછી. 

મોનાલિસા કે ધ લાસ્ટ સપર આ બે શબ્દો બોલાય કે તરત એ શબ્દો મન-હ્રદયમા જાય અને રૂપાંતર થઈ ચિર:સ્મરણીય ચિત્રો બની સામે આવે.. ને આદર સાથે મનોમન એક નામ બોલાઇ જાય - લીયોનાર્ડ દ વીંચી.

કર્મના સિધ્ધાંતની ફળના અધિકાર્ની થીયરી છેક 15મી સદીમા થઈ ગયેલા આ મહાન ચિત્રકારને સીધી જ લાગુ પડે છે. 15 એપ્રિલ 1452. ઇટાલીના ફ્લોરેંસ શહેરમાં જન્મેલ આ અદના કળાકારને પણ ઇતિહાસના પાને જઈ મળીએ તો બન્ને આંખ ભીની થાય એક સહાનુભૂતિથી, બીજી આદરથી. 

 

ચિત્રકાર તરીકે મહત્તમ રીતે ઓળખાતા લીઓનાર્ડ ગણિત, શિલ્પ અને ઇજનેરી જેવી અનેક વિધાઓમા પણ વિશેષ જ્ઞાન ધરાવત હતા. પિતા નોટરી હતા અને માતા એક નાનું ખેતર લઈ, ખેડીને એમાંથી આવક ઉભી કરતા. શરૂઆતથી જ જરા ઉફરા ચાલવાનો સ્વભાવ તો ખરો જ. માતા-પિતાને કહી દીધું કે આપણને આ ચીલાચાલુ, પારંપારીક શિક્ષણમા રસ નથી. જ્ઞાન મેળવવું છે પણ, પુસ્તકીયુ નહીં, નિશ્ચિત જગ્યાએથી નહીં, અફાટ કુદરતની વચ્ચે રહી એમાંથી જે મળે એ મેળવવું. મા-બાપને એના આ ઇન્કિલાબી ઇરાદાની જાણ થઈ ગયેલી તે ''મગ જે પાણીએ ચડે તે પાણીએ ચડાવવ" એવું વલણ રાખી એ લોકોએ એને લખતા-વાંચતા શીખવાડ્યું અને ગણિત પણ શીખવ્યું. એ સદીમા એવો અભિગમ હતો કે વ્યવહાર પુરતું શિક્ષણ હોવું જોઇએ પછી, વ્યવહારમાંથી જે મળે તે, જેને વ્યાવહારીક શિક્ષણ કહે છે. આજે આપણે 21મી સદીમાં Home schoolers - ઘરે જ ભણવાનું - જેવી શિક્ષણ પધ્ધતિને 'નવતર' કહીએ છીએ આ તો 15મી સદીની વાત છે. 

"તારા વિચારો બહુ એડવાન્સ લેવલના છ" 

"તમે ઘણું દુરનું વિચારો છો યાર !" 

આવા ઉદગારો ઘણીવાર સાંભળવા મળે અથવા બોલીએ. જો કે આ એડવાન્સ એટલે જે ટ્રેડીશનમાં છે એનાથી જુદું એવો જ મર્યાદિત અર્થ હોય એમાં. ઘણું દુર તો માત્ર ભવિષ્યના સંદર્ભે જ કહેવાતું હોય. 

લીઓનાર્ડ દ વીન્ચી બહુ જ બહોળા અર્થમાં એમના સમયથી આગળ હતા. પ્રારંભિક શિક્ષણ લીધા પછી તો એ મુક્ત વિહારમાં નીકળી પડતા. જ્ઞાનની ખૌજમાં. તેઓ એવું માનતા કે વૃક્ષો, પહાડ, નદી, આકાશ, પવન જેવા આસપાસ રહેલ અપરંપાર કુદરતી ખજાનામાં જ જ્ઞાન રહેલું છે. રોજ કલાકો સુધી એ આ સંસાધનોનું નિરીક્ષણ કરે, સેવન કરે. ..અને આમ જ એમનામાં અલાયદા સર્જનાત્મક પરીમાણો સર્જાતાં ગયાં. તત્વમાથી સત્વ બનતું ગયું. એમની કલ્પનાશક્તિ, વિચારશક્તિ, અને નિરીક્ષણમાથી મળેલ અમાપ તારણો, બધુ ચરમસીમાએ પહોંચતું. બન્યું એવું કે આ Non-Conventional education અને એમાંથી થયેલ જ્ઞાનવૃધ્ધિ ત્યારના સમાજને અનુકુળ ન આવી કારણ એ ખરેખર સમય કરતા આગળ હતી, લીઓનાર્ડ બીજા ગ્રહના હોય એમ લોકોને લાગતું. આ આખુ વિવરણ તો સેંકડો વર્ષો પછી ભૂતકાળના ગર્ભમાંથી મળેલ એમની નોટબુક્સ અને જર્નલ્સમા એમણે લખેલ નોંધ વાંચવામાં આવી ત્યારે મળ્યુ. 

અનેકવિધ વિષયોમાથી લીઓનાર્ડ દ વીંચીને વળગણની જેમ કામ કરવું ગમે એવા બે વિષયો હતા ચિત્રકળા અને શિલ્પકળા, એમણે 15 વર્ષની ઉંમરમાં અનેક પુરા કે અધુરાં કેનવાસ ભરીને પોતાની અપાર સર્જનાત્મક્તાનો ચૈતાર આપી દીધો હતો. આ તબક્કે આ સર્જનકળા વધુ બળકટ થાય એ માટે જાણીતા અને સિધ્ધ સર્જક Andrea del Verrocchio પાસે સઘન તાલીમ લેવા ગયા. સર્જન ક્ષમતા ઘટ્ટ બની અને ચોક્કસ દિશા પણ મળી. 

આહી સુધીની વિગતો એક પાક્કા કળાકાર, નખશિખ સર્જકને બયાન કરે છે જે સો ટચના સોનાજેવું સત્ય છે. આ મહાશયની કેટલીક મર્યાદાઓ હતી, એ એમને મળેલા એસાઇન્મેન્ટને પહેલા તો બહુ હળવાશથી લે, પછી એને સમજવામાં પ્રલંબ સમય કાઢે, એ પછી એ કામની શરૂઆત કરે - કદાચ. કામમાં અક્ષમ્ય, અસ્વીકાર્ય વિલંબ કરે. કોઇપણ કામ સમયસર પુરૂ જ ન થાય. હા, મોટાભાગના સર્જકો થોડેઘણે અંશે ધૂની, તરંગી હોય આ તો માથાફરેલ હતા. આ વિલંબ બેદરકારીમા જ ખપતો. આ કારણોસર પ્રબળ સર્જનાત્મકતા, કુશળ કારીગરી,તીવ્ર એસ્થેટીક્સ હોવા છતાં એમને કોઇ કામ મળતું નહીં. કામ મળતું તો એ પુરૂ ન થવાને કારણે પૈસા મળતા નહીં અથવા ઓછા મળતા, એક સ્વાયત્ત કળાકાર માટે વિલંબ એ મોટી મર્યાદા કહેવાય અને જે બેરોજ્ગારી તરફ ધકેલી જતી એમને. આ અલભ્ય કલા કૃતિ સર્જી શકનાર કલાકારને કામ મળ્યુ તો મૃત ગુનેગારોના ચિત્રો બનાવવનું મળ્યુ. 

આટલી બધી વિડંબનાઓ છતા, પેલો 'કામ કર્યે જા ફળની ચિંતા ન કર' નો મંત્ર એને ય કોઇ ફુંકી ગયું હશે એટલે પોતાના શોખના કામ ચાલુ રાખ્યા, થોડા સમય પછી લીઓનાર્ડ મિલાન - દેશની રાજધાનીમાં જતા રહ્યા. ત્યાંના Duke ને એમેની કદર હતી તે 'કાંસાના ઘોડા' નું શિલ્પ બનાવવાનું કામ સોંપ્યું. આ સુવર્ણ તક હતી ક્ષમતા અને કાર્યદ્ક્ષતા-પ્રતિબધ્ધતાને એક સાથે સાંકળવાની. રાજનું કામ મળ્યું હતું. આ તો લીઓનાર્ડ દ વીંચી હતા, સાહેબ, 16 વર્ષ તો આ શિલ્પને યોગ્યા એવા ઘોડાને (Live Model) શોધવા, એનો અભ્યાસ કરવામાં જ કાઢી નાખ્યા, એ પછી એના ડ્રોઇંગ કરવામાં ઉંડા ઉતર્યા.. કઈ રાજાશાહી આવી સમાંતર રાજાશાહી ચલાવે. 

લીઓનાર્ડ દ વીંચી એમની સદીના મહાન ચિત્રકાર હતા એ કબુલ અને કામની ગુણવત્તા પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા એમ પણ નહીં, સમસ્યા હતી કામને પુરતો ન્યાય આપવા કરાતું લાંબા અંતરનું પ્લાનિંગ, આ મર્યાદાઓને કારણે સમૃધ્ધ સર્જક આર્થિક રીતે સધ્ધર તો ન જ બન્યા એમના કામની કદર પણ ઓછી થઈ એ સમયમા.

 અપાર શક્યતાઓ ધરાવનાર આ મહાન ચિત્રકરને 46 મે વર્ષે કંઇક ગણનાપાત્ર સફળતા મળી ખરી. 'ધ લાસ્ટ સપર' અને 'મોનાલીસા' જેવા યુગપ્રવ્ર્તક ચિત્રો સર્જાયા..અલબત્ત એના પર ત્યારે પ્રશંસાનો વરસાદ થયો કે રાતોરાત એના ખરીદારો મળી ગયા એવુ કશું ન થયું. પણ, આ તો પડકાર કે પહાડ જેવી સમસ્યા સામે વધુ મજબૂત પહાડ બનીને ઉભા રહી શકનાર લીઓનાર્ડ દ વીંચી હતા. એમણે સર્જકતાની ધાર કાઢી કાઢીને બેનમુન કૃતિઓનું સ્ર્જન કર્યે રાખ્યું. એ સાચા અર્થમાં દુરંદેશી હતા.. આ પછીની કે એના પછીની સદીના કદરદાનો, એની કલાનું મુલ કરનાર કલા પ્રેમીઓ એમને વધાવવા ઉભા છે એ જોઇ શકતા હતા.. ભલે એકબીજાને પ્રત્યક્ષ મળવાન ન હતા. સદીઓમાં ધરબાયેલી સર્જકતા સફળતાનો સૂરજ જોશે એ જાણ હતી એમને. એ કર્મના સિધ્ધાંતમાં શ્રધ્ધા ધરાવતા જ હશે.. 

..ક્યારેય વિધીવત શિક્ષણ ન લેનાર એક વ્યક્તિ ; મુઠ્ઠી ઉંચેરી'; સિધ્ધી મેળવે અને એકથી બીજી અનેક સદીમાં ગૌરવભેર, ઉન્નત મસ્તકે પ્રવાસ કરી સતત હાજર રહે.. આવું મોટું પ્રેરણાબળ તો આવાં જુજ વ્યક્તિત્વોમાંથી જ મળે... 

આ થઈ 'મોનાલીસા' ના સ્રજક અને એના અમુલ્ય નિર્દોષ સ્મિત જેવા સહજપંથી સર્જકની ક્ષિતીજો સુધી વિસ્તરેલી ગાથા. ધસમસતો પ્રેરક પ્રવાહ...આપણે પણ એ ચિતરાવીએ ચિત્તના કેનવાસ પર.