સર આઈઝેક ન્યુટન Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર આઈઝેક ન્યુટન

"તમે જે જાણો છો એ એક બુંદ માત્ર છે, જે નથી જાણતા એ અગાધ સમુદ્ર છે". 

આવું ગહન વિધાન કરનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના જીવન વિશે, એમના વિકટ સમય વિશે કે પાંગળા બાળપણ વિશે જાણીએ તો એમના પ્રત્ય્રેના આદર અને સન્માનમાં ચોક્કસ વધારો થશે. 

4 જાન્યુઆરી 1643 ના દિવસે, ઇંગ્લેન્ડના વુલ્સથોર્પે ગામમાં એક અભણ ખેડુતના ઘરે આ 'જીનીયસ' નો જન્મ થયો. પ્રિ-મેચ્યોર જન્મ હોવાને કારણે શરીરે સાવ નાજુક અને નબળુ બાળક એક દિવસ પણ જીવશે કે નહીં એ પ્રશ્ન હતો. દુનિયામાં આવ્યાના પ્રારંભે જ અંતનો પ્રતિકાર કરનાર આ બાળક સામે અનેક પડકારો હતા. કમભાગ્યની શરૂઆત જન્મ પહેલા જ થઈ ગયેલી, પિતાએ આ બાળકના જ્ન્મના ત્રણ મહિના પહેલા દુનિયામાંથી વિદાય લીધી. આ રીતે પિતાનો ચહેરો પણ ન જોઇ શકનાર બાળકની માતાએ એ ત્રણ વર્ષનો હતો ત્યારે અન્ય પુરૂષ સાથે લગ્ન કરી લીધા અને બાળકને એના નાનીમાપાસે છોડીને પેલા માણસ સાથે બીજે રહેવા જતી રહી, 

સમયની ગતિ અને દુર્ગતિમાં આ રીતે પછડાતા અને ઉભાથતા આ બાળકમાં ગજબની તાકાત અને તીક્ષ્ણ બુધ્ધિ હતી,વૈજ્ઞાનિક વિચાર્શક્તિ હતી. હા, આ વિલક્ષણ બાળક એટલે આજે જેની 'ગતિના નિયમો' અને 'ગુરૂત્વાકર્ષણ બળના નિયમ' જેવી બેનમુન અને ચિરંજીવવૈજ્ઞાનિક શોધ સમગ્ર વિશ્વમાં સર્વવ્યાપી છે, એ જ ભૌતિક વિજ્ઞાન અને ગણિતના વધ્વાન આઇઝેક ન્યુટન. 

બાળ આઇઝેકને સાવકા પિતા પ્રત્યે સખ્ત નફરત હતી કારણ એણે જ એને માતાથી દુર કરી દીધો હતો. એને માતા માટે પણ દ્વેષાહતો કારણા એ એને સાવ કુમળી ઉંમરમાં તરછોડીને જતી રહેલી. આવી થોડી નકારાત્મક લાગણીઓને કારણે આઇઝેકને ભણવા તરફ કોઈ રૂચિ ન વીકસી. આખો દિવસ રખડ્યા કરે અને હા. આ રખડપટ્ટી દરમીયાન કરેલા નિરીક્ષણોનું વિષ્લેષણ કર્યા કરતો આ નોખા વિચારનો બાળક. આમ ને આમ છેક 12 મા વર્ષે એને સ્કુલમા દાખલ કરવામાં આવ્યો. એ પણ એની માતાની ઇચ્છા મુજબ બોર્ડીંગ સ્કુલમાં. અહીં આઇઝેકને સહેજ પણ ગમતું ન હતું. એક તો ઘરથી દુર બોર્ડીંગ સ્કુલમા રહેવાનું અને બીજું કે કોઇ કારણોસર એને આ પારંપારીક શિક્ષણ મા રસ પડતો ન હતો. 

આ નિરસ શિક્ષણ અને વાતાવરણ એની નિષ્ફળતાના કારણ બન્યા. એ પરીક્ષાઓમા વારંવાર નાપાસ થવા લાગ્યો, શિક્ષકોનો ગુસ્સો અને સહ અધ્યાયીઓનો ત્રાસ અસહ્ય હતો. અહી પણ એ સ્કુલના સમયમાં બહાર મેદાનમા રમવા પહોંચી જતો છેવેટે 2 વર્ષ પછી સ્કુલમાથી ઘરે પાછો મોકલી આપવામાં આવ્યો. 

આ તો એક કુશાગ્ર બુધ્ધિવાળો અને નવું-નવું શોધવાની વૃત્તિ ધરાવતો એ સદીનો, એ ખંડનો નચિકેતા હતો. એણે નિર્ધાર કર્યો કે એવું કરતબ કરવૂં છે કે માતાને અને જેણે-જેણે એને હેરાન કર્યો છે એ સહુંને ખબર પડે કે કેટ્લો બુધ્ધિશાળી છે આ વ્યક્તિ. પોતાની શક્તિઓને સબળ જ્ઞાનથી સમૃધ્ધ કરવા એક સક્ષમ શિક્ષણ સંસ્થાનમાં અભ્યાસ જરૂરી હતો. આથી, કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવ્યો અહીં રહીને ભૌતિક વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો ઉંડો અભ્યાસ કરવો હતો. ફરી એકવર  સમસ્યા આવી. સગી જનેતાએ કોલેજની ફી ભરવાની ના પાડી દીધી. આઇઝેકે લોકોના ઘરમાં નોકરનું કામ કરીને આ અવરોધ પણ નિવાર્યો. જો કે, અભ્યાસમાં ખુબ તેજસ્વી અને સતત ઉજ્જ્વળ પરીણામને કારણે પછી તો એને સ્કોલરશિપ પણ મળી. 

આ દરમિયાન સમગ્ર વિશ્વમાં પ્લેગની મહામારી આવી. 1665 નુ વર્ષ હતું એ. કોલેજ બંધ કરી દેવામા આવી. આઈઝેક પણ ઘરે પાછો ફર્યો. આ સમયગાળો એને માટે બહુ જ લાભદાયક રહ્યો. એ આઇસોલેશન - નવા આઇડીયાઝના સઘન સેશન લઈને આવ્યું. આઇઝેક રોજ કાંઇક જુએ ને એ વિશે વિચારે. અવનવા પ્રયોગો કરે ને એની થીયરીની નોંધ કરતો જાય. આ જ સમયમાં એ એક ઝાડ નીચે બેઠો હતો, ને એ ઝાડનું ફળ ઉપરથી નીચે પદતું જોયું. એક ચમકાર થયો અને એ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમા ચમત્કાર લાવ્યો. વિશ્વને 'ગુરૂત્વાકર્ષણ બળ' નો સિધ્ધાંત મળ્યો. સાથે સાથે 'ગતિના નિયમો' ની પણ શોધ કરી એણે. આ બધી જ સિધ્ધીઓ એને મહાન વૈજ્ઞાનિક તરીકે ઓળખાવા માટે પુરતી હતી. આઇઝેક ન્યુટન આધુનિક ભૌતિક વિજ્ઞાન અને ગણિતના પ્રણેતા ગાણાય છે. પોતાની ભૌતિક વિજ્ઞાન અને કેલ્ક્યુલસની થીયરીનું સંપુર્ણ વિવરણ આપવા એમણે એક પુસ્તક પણ લખ્યું ‘Mathematical Principles and Natural Phiosophy” આ પુસ્તકની આજે પણ આ વિષયના દુર્લભ સંદર્ભ ગ્રંથ તરીકે નોંધ લેવાય છે. આ અપ્રતિમ પુસ્તકને નવાજવા  ગ્રેટ બ્રિટનના મહારાણીએ એમને 'સર' નો ખિતાબ આપ્યો અને આમ એ સર આઇઝેક ન્યુટન તરીકે પ્રખ્યાત થયા.,

"મારી પાસે કોઇ વિશષ શક્તિ નથી પણ, મારા પ્રયોગો અને સુધ્ધાંતો એ જ મારી સફળતા છે" - સર આઇઝેક ન્યુટન. 

એક દુર્બળ, પિતાની છ્ત્રછાયા ગુમાવનાર, માતા દ્વાર ત્યજાયેલ, સ્કુલમાં તિરસ્કાર પામેલ બાળક કેવો ચમત્કારીક સ્પાર્ક લઈને જન્મ્યો કે વિશ્વના ખુણે-ખેણે એણે એના જ્ઞાનના પ્રકાશથી અણનમ અજવાળા પાથર્યા. સર આઇઝેક ન્યુટન આધુનિક ભૌતિક વિજ્ઞાનના પિતામહ છે અને રહેશે.