❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા:૨
💐💐💐💐💐💐💐💐
ભાગ :૬૫
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
( પરી એશાની સાથે અમદાવાદ પોતાના ઘરે આવવા નીકળી..... હવે આગળ......)
મંથન આજ વહેલો જ ઓફિસથી નીકળી ગયો. તેને એરપોર્ટ પરીને તેડવા જવું હતું.મોક્ષા પણ વહેલી ઘરે જતી રહી. તેની લાડલી પરી જો ઘરે આવવાની હતી!!!!
"કૃષ્ણ વિલા " માં આજે શારદાબા પણ બે ત્રણ વાર બહાર ગેટ પાસે આવી જોઈ ગયા. પરી આવી........કે નહી!! ત્યાંજ મંથનની કાર આવી સાથે પરી અને એશા પણ હતાં. પરી બહારથી જ મોમ,બા એમ રાડો પાડતી આવી. પરી અને એશાએ બાને " જય શ્રી કૃષ્ણ " કર્યા. બધા હૉલમાં બેઠા. તો રસોડામાંથી સરસ મજાની સુગંધ આવતી હતી. પરીને ભાવતી વાનગીઓ બનાવવા મોક્ષા પણ વહેલી ઘરે આવી હતી. પરી કિચનમાં જઈને મોક્ષાને ગળે મળે છે. એશા પણ મોક્ષાને " કેમ છો આંટી?" કહે છે.
બધા જ ડાઇનિંગ ટેબલ પર ડિનર લેવા બેઠા. શારદાબા કહે........
"એશા, સારૂ બેટા તું આવી, તને મળીને આનંદ થયો."
પરી બોલી......
" મોમ,આ તારો લાડલો ઘરમાં રહે છે કે પછી બહાર જ હોય છે."
શારદાબા કહે........
" એટલે જ બેટા, હું તને એકલી હોઉં રોજ યાદ કરૂ કે પરી વિના ઘર સુનું લાગે."
મોક્ષા કહે........
" આજે મંત્રનાં મિત્ર આરવનો જન્મ દિવસ છે. તો બધા હોટલમાં ડિનર માટે ગયાં છે."
ડિનર પતાવી પરી અને એશા રૂમમાં ગયાં.
પરી: જો કાલે આપણે બંને સવારથી ફરવા નીકળી જઇશુ. " Done"
એશા : હા,ડિયર અમદાવાદ છોડ્યું તેને ઘણો સમય થયો.
સોનેરી સવાર થતાં જ પરી અને એશા નીચે આવ્યાં. બધા નાસ્તો કરતાં હતાં. પરીએ તેના ફેવરિટ કોર્ન ફલેકશ અને દૂધ લીધાં. અને એશાએ ઉપમા ખાધી. ત્યાંજ મંત્ર આવ્યો......
" Hello, every one"
" બા, જય શ્રી કૃષ્ણ "
" Good morning Di and Esha"
પરી : મંત્ર તને હવે સમય મળ્યો એમ ને!! કે દી આવી છે તો ઘરે વહેલો આવું!"
અને પરી ગુસ્સે થાય છે.
પરી : મોમ, હું અને એશા આજ બહાર જઇશુ, સાંજે આવીશું.
પરી અને એશા કાર લઈને અમદાવાદની સફર ખેડવા નીકળી પડ્યાં......
પરી : આજે મન ભરીને ફરી લઈએ. બે દિવસ પછી મોમ અને ડેડની Anniversary છે તો મે અને મંત્ર એ નક્કી કર્યું છે કે તે ધામધૂમથી ઉજવીશુ.પરી અને એશા કાંકરિયા લેક આવ્યાં. અહી તેણે બોટિંગ કર્યું. ખૂબ ફર્યા, ચાટ ખાધી અને પરીની ફેવરિટ પાણીપૂરી પણ ખાધી.અને બંને લો ગાર્ડન જવા નીકળ્યા.
મંત્ર કોલેજ માટે રેડી થતો હતો ને કોલ આવ્યો.... સ્ક્રીન પર " ફટાકડી" નામ વાંચી મંત્ર બોલ્યો.....
" આણે સવાર સવારમાં ફોન કેમ કર્યો હશે?"
મંત્ર : Hi, good morning
મિષ્ટિ : good morning dear તું શું કરે છે? હું અમદાવાદ આવી છું. તો આપણે મળીએ.
મંત્ર : મનમા જ ( હોય જને !! અરે! ફટાકડી તને પટાવવા માટે તો મારી પાસે સમય જ છે.)
મંત્ર : હા, ક્યાં મળીએ?
મિષ્ટિ : લો ગાર્ડન પાસે. ઓકે, હું વેઈટ કરૂ છું.
મંત્ર ફટાફટ તૈયાર થઇ લો ગાર્ડન જવા નીકળી ગયો.આજ મંત્રનું દિલ ધક.... ધક... કરતું હતું.
પરી અને એશા લો ગાર્ડન પાસે આઈસ્ક્રીમ ખાતા હતા.અને મંત્ર અને મિષ્ટિ સાથે બાઈક પર ત્યાંથી પસાર થયો. પરીનું ધ્યાન ગયું બોલી...
પરી : ઓહ! મંત્ર? તેની સાથે આ છોકરી કોણ છે?
( પરી તેની સહેલી એશાને અમદાવાદ ફરાવે છે. તો બીજી બાજુ મંત્રને મિષ્ટિનો કોલ આવતાં તે મળવા જાય છે.અને પરી તેને જોય જાય છે. તે વિચારે છે કે આ છોકરી કોણ છે? મોમ,ડેડને વાત કરવી પડશે ? કોઈ ચક્કર તો નથીને ?) ક્રમશ...
❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨ ભાગ :૬૬
💐💐💐💐💐💐💐💐
( પરી અને એશા અમદાવાદ ફરતાં હતાં ને અચાનક પરી મંત્ર અને એક છોકરીને સાથે જુએ છે તો પરી વિચારે છે મંત્ર સાથે આ છોકરી કોણ છે? તો જાણવાં વાંચો ભાગ :૬૬ )
(
અમદાવાદ એટલે ગુજરાતીઓનું દિલ........ રોડ પર વાહનોની ભીડ હતી. સાંજ થવા આવી હતી. પરી અને એશા પણ ફરીને ઘરે જતાં હોય છે.....
મંત્ર પણ મિષ્ટિને મળવાં આવ્યો છે. બંને એક કેફેમાં કોફી પીતાં હોય છે. મિષ્ટિ બે ત્રણ દિવસ માટે તેનાં માસીનાં ઘરે અમદાવાદ આવી હોય છે. તેથી મંત્રને મળવાં આવે છે. બંને વચ્ચે રોજ ફોન પર મેસેજ અને વાતચીત થાય છે. પણ બંનેમાંથી કોઈએ હજુ પ્રેમનો એકરાર કર્યો નથી. મંત્ર તો મિષ્ટિ પર ફિદા છે પણ મિષ્ટિ હજુ સ્યોર નથી.
પરી અને એશા ઘરે આવે છે. પરી મંત્રને બૂમ પાડે છે. મંત્ર....... મંત્ર........
શારદાબા : અરે ! શા માટે બૂમ પાડે છે. એ કોઈ દિવસ ઘરે હોય છે!! શું થયું ?
પરી કંઈ બોલતી નથી. ત્યાંજ મંત્ર આવે છે.
પરી : મંત્ર મારે તારૂં કામ છે.....
ઉપર આવ જલ્દી......
મંત્ર : દી, આપણે કાલથી મોમ,ડેડની એનિવર્સરીની પાર્ટીની તૈયારીઓ કરવાની છે. ( મંત્ર કંઈ સાંભળતો નથી.)
પરી વિચારે છે આ વાત હમણાં કરવી ઠીક નથી. પાર્ટી પુરી થશે પછી વાત કરીશ. પરી તેનાં રૂમમાં ગઈ.
કાનાનાં ભજનથી સુંદર સવાર થાય છે. બધા જ પોતાનો નાસ્તો પતાવી કામ પર ગયા.હવે પરી, એશા અને મંત્ર પાર્ટી કેવી રીતે કરવી તેનું આયોજન કરતાં હતાં.
મંત્રએ ગાર્ડનમાં હિંચકો સજાવવા ગલગોટા, ગુલાબ, જેવાં ફૂલોનો ઓર્ડર પણ કરી દીધાં હતાં. પરીએ બૂફે , કેટરિંગવાળાને ઓર્ડર આપી દીધો. અને મંથન અને મોક્ષાનાં બધાં જ મિત્રોને આમંત્રણ પણ આપી દીધું.
ગાર્ડનમાં મંત્ર, આરવ,પરી ,એશા તેમજ બીજા મિત્રો હિંચકાને ફૂલોથી સજાવતા હતાં. અને થોડા ગુલાબનાં ફૂલો ઓછાં પડયા, હજુ તો ગેટનાં ડેકોરેશન માટે બીજા ફૂલો પણ જોઈતાં હતાં. તો પરી મંત્રને ફૂલો લેવા જવાનું કહે છે. મંત્ર બીજા કામમાં બિઝી હતો તો તેણે આરવને કહ્યું કે ફૂલો લાવે. તો આરવ બોલ્યો......
" અરે ! યાર બે ટોપલા ફૂલો હશે હું એકલો કેમ મેનેજ કરીશ!!"
તો એશા બોલી.....
" ડોન્ટ વરી, હું આવું છું તારી સાથે..."
આરવ અને એશા બજારમાં ફૂલો લેવાં જાય છે. અચાનક બ્રેક વાગતા એશા આરવ તરફ ઢળે છે. અને બંને વાતો કરતાં આગળ જાય છે.
મંત્ર અને પરી એકલાં પડતાં પરી મંત્ર પાસે જાય છે. અને કાલે સાંજે બાઈક પર કોણ છોકરી હતી તે પુછ્યું...... તો મંત્ર કહે......
" દી, હું તને પાર્ટી પુરી થાય પછી વાત કરૂ ઓકે "
" કૃષ્ણ વિલા " બંગલાનું પુરૂ કંપાઉન્ડ, હિંચકો ફૂલોથી શણગારેલા હતાં. નાનાં નાનાં વૃક્ષોમાં રંગબેરંગી લાઈટો ગોઠવેલી હતી. પુરો બંગલો જાણે દુલ્હનની જેમ શણગારેલો હોય તેવો લાગતો હતો......(ક્રમશ:)
( તો કેવી રહેશે પાર્ટી...... શું મંત્ર પરીને મિષ્ટિ વિષે જણાવશે ? આરવ અને એશા શું એકબીજાની નજીક આવશે ? તે જાણવા વાંચો મમતા ભાગ :૬૭ )
વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર
આપનાં પ્રતિભાવ જરૂરથી આપશોજી.🙏