કાંતા ધ ક્લીનર - 20 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 20

20.

કાંતા તેને વળગીને રડી રહેલી સરિતાને પસવારતી આશ્વાસન આપી રહી. સરિતા ધ્રુસકાં મૂકતી રહી.

"હું સમજી શકું છું પોતાનું માણસ ગુમાવવાનું દુઃખ કેવું હોય. મારી મમ્મી પણ થોડા દિવસો પહેલાં જ મને એકલી મૂકી જતી રહી. લોકો તો ઈશ્વરની ઈચ્છા કહે પણ ઈશ્વર એવું થોડું ઈચ્છે?" કહેતી કાંતા સરિતાની પીઠ પર હાથ ફેરવતી રહી.

સરિતાએ ઊંચે જોયું. લાલઘૂમ આંખો અને વિખાએલા વાળ સાથે પણ તે એકદમ સુંદર દેખાતી હતી. કાંતા તેને શાંત કરવા પોતાની સાથે ચાંપી હળવેથી અલગ કરતી પાણી લેવા તેનું કિચન કહો તે ચાર બાય પાંચ ફૂટની જગ્યામાં ગઈ. ઘરની એક માત્ર સરખી નાની ટ્રે માં બે કાચના ગ્લાસમાં પાણી લઈ આવી. એક ગ્લાસ પોતે હાથમાં પકડી સરિતાને પાતાં કહ્યું "બહુ દુઃખદ. તમને ખૂબ ઊંડું દુઃખ થયું હશે."

"મને? અર્ચિત માટે દુઃખ? જરાય નહીં. એ જ લાગનો હતો. પણ મને એના જવા સાથે અનેક મૂંઝવણો ઊભી થઈ છે." સરિતા પાણી પી સ્વસ્થ થતાં જ બોલી.

કાંતા આશ્ચર્યથી તેની સામે જોઈ રહી.

"અર્ચિત અગ્રવાલ ખૂબ વિચિત્ર અને મુડી માણસ હતો. ક્યારેક ખુશ થઈ જાય તો ભેટ સોગાદોની વર્ષા કરી દેતો. ક્યારેક કોઈ ખાસ કારણ વગર ગુસ્સે થઈ જાય તો જોરથી મારઝૂડ કરી લેતો. મેં મારું ફાટફાટ રૂપ, યુવાની, બધો જ પ્રેમ, મારું સર્વસ્વ એને આપી દીધું. મને હતું કે બદલામાં મને એક વૈભવી અને સુરક્ષિત જિંદગી જરૂર મળશે. પણ થયું શું?"

કાંતા તેની નજીક પણ સામે ખુરશી પર બેઠી. સરિતાએ ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું. "અરે, એક વાર રાત્રીના ભરપૂર 'તે' સંતોષ પછી તેણે પોતે ખૂબ મૂડમાં હોય એવો દેખાવ કર્યો. મારી પર પગ રાખી મુક્યા. મને જોરથી જકડી લીધી.."

કાંતાને હજી આવો શૃંગાર ભર્યો અનુભવ થયો નહોતો. તે વાત સાંભળતાં જ મનમાં ઉત્તેજના અનુભવી રહી.

"એ સાથે એમણે મને કહ્યું કે એક બોન્ડમાં મારી સહી કરી દેવી. એ તેમણે નજીકની છાજલી પર જ રાખેલું. બોન્ડમાં લખેલું કે હું એનાં આગલાં લગ્નની પત્ની કે સંતાનો પાસે મારો હક્ક નહીં માગું. મેં પૂછ્યું કે મારો પોતાનો હક્ક કઈ સ્થાવર જંગમ મિલકત પર છે? તો કહે એ પોતે આપે તે. મારે આ બોન્ડ પર સહી કરવી જ પડશે. મેં આનાકાની કરી તો મને બાંધી દીધી. મેં વિરોધ કર્યો. હું છટપટાતી રહી. તેઓ મને જ્યાં ત્યાં ચોંટીયા ભરતા ગયા, મારા વાળ જોરથી ખેંચતા ગયા. વહાલ કરવાની જગ્યાઓ પર જ ક્રૂર રીતે પ્રહારો કરતા ને ખેંચતા ગયા. હું રડી પડી. અસહ્ય વેદનાથી પીડાઈ રહી. તેમને બે હાથ જોડી મને છોડવા યાચના કરી. તેમણે મારી સહી પરાણે તે બોન્ડ પર કરાવી લીધી. હું એ વૈભવી મખમલી બેડ પર ઊંધું ઘાલી રોતી રહી. મને નિતંબો પર એક લાત મારી એ રૂમ બંધ કરી ઘરની બહાર, કદાચ વકીલ પાસે જવા ત્યારે જ નીકળી ગયા."

જે ઝગડો થયો તે. એમાં આટલું વિસ્તૃત વર્ણન એક સ્ત્રી બીજી સ્ત્રી પાસે કરે ખરી? કાંતા વિચારી રહી. સરિતા મોટી આંખો ફાડી ઊંડા શ્વાસ લેવા લાગી.

"દીદી, જી હે તો જહાં હૈ. બધું ઠીક થઈ રહેશે. બાકી આવા માણસ થી સમયસર છુટા થઈ જવું સારું.

લાવો, તમારે માટે એક મસ્ત ચા બનાવી લાવું." કહેતી કાંતા ઊભી થઈ.

કાંતાએ પંખો ફૂલ પર મૂક્યો. થોડી વારમાં તે ફરી એ જ ટ્રે માં ઘરમાં રહેલા ફકત બે મગ માં ચા ભરીને લાવી.

"એનાં મોત અગાઉ એની આગલી મિસિસ અગ્રવાલ એની યુવાન દીકરી સાથે આવી હતી. દીકરી મારી સાથે ખુબ ઝગડી. મને 'મારા બાપની રાંડ' જેવાં સંબોધન કર્યાં. એના બાપને છોડીને ચાલ્યા જવા દબાણ કર્યું. મેં કહ્યું કે તારા બાપને કહે મને છોડી દે પણ પહેલાં મારો ભાગ આપીને. ચાર વર્ષ એનું પડખું સેવ્યું છે. એ ગાળો બોલવા લાગી. એનાં વર્તન માટે પહેલી મિસિસ અગ્રવાલે મારી માફી માગી. મેં મારી કોઈક તો સિક્યોરિટી માટે જીદ કરી એટલે અર્ચિતે એની કંપનીમાં દીકરીના પચાસ ટકા શેર હતા તેના અર્ધા મારે નામે કરેલા."

આટલું બોલી સરિતાએ પોતાની પર્સ ખોલી બે પીલ્સ લીધી અને ચા ના ઘૂંટડા સાથે ગળી ગઈ.

"નશો મારી આદત નહોતી. એણે પાડી દીધી. હવે મગજ ફાટફાટ થાય ત્યારે લેવી પડે છે." કહેતી તે ચા પી રહી.

"આ જ પીલ્સ મેં સાહેબની પાસે વેરાયેલી જોયેલી." કાંતાએ કહ્યું.

"હેં! અર્ચિતની બાજુમાં? તેં પોલીસને કહ્યું?"

"છૂટકો નહોતો. મેં તમે રૂમમાં બોલાવી ત્યારે એ પીલ્સ બોટલમાં ભરી પણ હતી.

મને મેં જે કાઈં જોયું તે કહેવાની ફરજ પડેલી." કાંતાએ કબુલાત કરી.

"તેં બીજું કાઈં કહ્યું?"

સરિતા અધ્ધર શ્વાસે પૂછી રહી.

ક્રમશ: