ચોરોનો ખજાનો - 67 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 67

દલદલ


मीरा: डेनी, क्या तुम वहां हो? डेनी। मीरा, क्या वो लोग तुम्हे मिले? मीरा तुम कहां हो? જહાજ ઊભું રહ્યું એટલે સિરત પોતાને ડેની પાસે જતા રોકી ન શકી. તે દોડતી ઉપરના ભાગે ગઈ અને ક્યારેક ડેનીનું તો ક્યારેક મીરાનું નામ લઈને તેમને શોધવા લાગી. પણ અફસોસ તેમને જહાજ ઉપર કોઈ જ મળ્યું નહિ. નિરાશ મને તે પાછી ફરી. તે પાછી ફરી રહી હતી ત્યાં તેની સામે દિવાન ઊભો હતો.


दिवान: सरदार, शायद वो लोग नही पहुंच पाए हो। मीरा भी नही है, हो सकता है इस अजीब रास्ते से आते वक्त जहाज कभी उल्टा तो कभी सीधा हो रहा था जिससे मीरा भी हमसे दूर हो गई। इसके अलावा हमने पूरा जहाज छान लिया ताकि अगर कोई दुश्मन भी आए हो तो हमे पता लग जाए। लेकिन हमने कही भी ऐसा कोई निशान नहीं देखा। मुझे नही लगता की वो हमे मिलेगा। मेरे खयाल से अब हमे हमारी मंजिल की ओर आगे बढ़ना चाहिए। નિરાશ થઈ ગયેલી સિરતને દિવાને સમજાવતા કહ્યું.


ओह डेनी। आई मिस यू। काश की तुम मेरे साथ होते। સિરત મનમાં ને મનમાં ડેનીને ખૂબ જ મિસ કરી રહી હતી એટલે તે ડેનીને વારંવાર યાદ કરવા લાગી. તેમની પાસે હવે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો ન્હોતો.


તેમ છતાં તેમણે નક્કી કર્યું કે અહીં આ પાણી પીવા લાયક હોવાને લીધે તેમને રોકાવાની વ્યવસ્થા અહીં જ કરવી. અમુક સ્ત્રીઓ અને બાળકો સાથે એક દળ અહીં રોકાય અને એક દળ અહીંનો નકશો લઈને ખજાનો જે જગ્યાએ રાખવામાં આવ્યો હતો તે જગ્યાએ એકવાર જઈ આવે.


ખજાનો ખુબ જ બહોળા પ્રમાણમાં હતો એટલે તેને અહી સુધી કઈ રીતે લાવવો તેની પણ વ્યવસ્થા કરવાની હતી. જો કે એના માટે તેમની પાસે ખાસ્સો સમય હતો.


આ તરફ ડેની પોતાની સાથે અંગ્રેજોના દળને લઈને સરોવરમાં એક આઈલેન્ડ ઉપર જઈ રહ્યો હતો. સૌથી આગળ ડેની, તેની પાછળ મીરા, પછી નારાયણ અને વિલિયમ અને છેલ્લે તેના બાકીના સાથીઓ ચાલી રહ્યા હતા. જ્યારે વિલિયમ અને રોબર્ટ બંને એક સાથે જઈ રહ્યા હતા ત્યારે તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.


William: Robert, give me a report. How many people have we lost and how many are left? Is anyone injured?(रॉबर्ट, मुझे रिपोर्ट दो। आखिर हमने कितने लोग गंवाए है और कितने लोग बाकी बचे है। कोई घायल हुआ है क्या?) વિલિયમ પોતાના લોકોની સ્થિતિ વિશે જાણવા માગતો હતો એટલે રોબર્ટને પૂછ્યું. રોબર્ટ અત્યારે તેમના આખા દળમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો.


Robert: No, Boss. No one is injured but we've lost six people so far.(नही, बॉस। कोई घायल तो नही है लेकिन हमने अब तक छः लोग गवाएं है।) રોબર્ટ દુઃખી મને જવાબ આપતા બોલ્યો. જો કે તે જાણતો હતો કે તેમના જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓને બચાવવા માટે તે કંઈ જ કરી શકે તેમ ન્હોતો.


William: But how? We only saw Warner die. When and how did the other five people die?(लेकिन कैसे, हमने तो हमारे वॉर्नर को ही मरते देखा था। बाकी के पांच लोग कब और कैसे मरे?) જે અંગ્રેજ ઉપર સરોવરની અંદર કાર પડી હતી તેનું નામ વોર્નર હતું. તેના સિવાય પણ બીજા પાંચ જણ મૃત્યુ પામ્યા હતા તેના વિશે વિલિયમ કંઈ જ જાણતો નહોતો. તેને તો એ ખ્યાલ પણ નહોતો કે રાજસ્થાનના રણની અંદર આવેલા તોફાનમાં ફસાયા હતા ત્યારે વિજળી પડવાથી એક ગાડી બ્લાસ્ટ પણ થઈ હતી.


Robert: We lost five of our people during that storm in the desert. In that terrible storm, lightning struck one of our vehicles, due to which that vehicle got blasted.(हमने रेगिस्तान में उस तूफान के बीच अपने पांच लोग खो दिए। वहां हमारी एक गाड़ी के ऊपर बिजली गिरी थी और वो ब्लास्ट हो गई।) તે વખતે રણમાં બનેલો આંખો બનાવ વિસ્તાર પૂર્વક સમજાવતા રોબર્ટ બોલ્યો. કેવી રીતે તેમની કાર ઊંધી પડી અને કેવી રીતે તેના ઉપર વિજળી પડી જેથી બ્લાસ્ટ થયો.


William: Are you serious? Why didn't you tell me about it till now? (तुम सीरियस हो क्या? तुमने मुझे अब तक उसके बारे में बताया क्यों नही?) રોબર્ટની વાત સાંભળીને વિલિયમ થોડો ગુસ્સો કરતા બોલ્યો.


Robert: How could I tell you boss, at that time we had lost the location too due to which you were very worried so I handled it in my own way.(कैसे बताता बॉस, उस वक्त ही हमने लोकेशन भी खो दिया था जिस वजह से आप बहुत ही परेशान थे तो मैंने अपने तरीके से हैंडल कर लिया था।) રોબર્ટને હવે પોતાની ભૂલ સમજાઈ પણ તેણે પોતાની ભૂલ છુપાવતા કહ્યું.


William: Oh, okay. Now we have to be very cautious so that we don't lose more of our people. You have to take care of everyone. I can't trust these Indians. We have to fight this war in our own way.(ओह, ठीक है। हमे अब बहुत ही चौकन्ना रहना पड़ेगा ताकि अपने और लोगों को मरना न पड़े। सबका खयाल रखना है तुम्हे। मैं इन हिन्दुस्तानियों पे भरोसा नहीं कर सकता। हमें ये जंग अपनी तरह से ही लड़नी है।) વિલિયમને કોઈપણ ભારતીય ઉપર વિશ્વાસ કરવાની ઈચ્છા ન્હોતી પણ તેને અત્યારે આ લોકોની ખાસ જરૂર હોવાને લીધે તેમને સાથે લીધા હતા. એટલે તેણે રોબર્ટને હવે બધું જ ધ્યાન રાખવા માટે કહ્યું.


Robert: Yes boss. I will take full care. We will definitely succeed in our mission.(जी बॉस। मैं पूरा ध्यान रखूंगा। हम अपने मिशन में जरूर सफल होंगे।) રોબર્ટ પણ તેની વાત સારી રીતે સમજી ગયો હતો એટલે તે બોલ્યો.


તેઓ ધીમે ધીમે જંગલ વિસ્તારમાંથી આગળ વધી રહ્યા હતા. સરોવરના આ તરફના કાંઠાની નજીક ક્યાંક ક્યાંક જ વૃક્ષો ઊભા હતા પણ જેમ જેમ તેઓ આઈલેન્ડની અંદર જઈ રહ્યા હતા તેમ હવે જંગલની ગીચતા વધતી જતી હતી. પણ તેમ છતાં તેઓ આગળ વધે જતા હતા.


જંગલની દરેક દિશાએ નીરવતા વ્યાપેલી હતી. ક્યાંય કોઈપણ પ્રકારનો અવાજ નહોતો. ક્યારેક ક્યારેક પવનની લહેરખીથી વૃક્ષોમાં અમુક ક્ષણ માટે સળવળાટ દેખાઈ આવતો પણ બીજી જ પળે ફરી પાછી પહેલા જેવી મૃત્યુંવત શાંતિ પથરાઈ જતી.


દરેક દિશાએ જોઈ રહેલો ડેની અચાનક જ ચોંક્યો. તેના ધ્યાનમાં આવ્યું કે આટલે દૂર આવ્યા પછી પણ ક્યાંય કોઈ પ્રાણી કે પક્ષીના કોઈ નિશાન નથી. પાણીની નજીક જંગલ વિસ્તારમાં પ્રાણીઓ હોય કે ન હોય પણ પક્ષીઓ તો જોવા મળે જ. પણ અહીં ક્યાંય કોઈ પક્ષી ન્હોતું દેખાયું કે ન કોઈ પક્ષીઓનો કલરવ. તેણે તરત જ બધાને હાથના ઇશારાથી થોભવા માટે કહ્યું.


નારાયણ અને મીરા તરત જ સમજી ગયા કે ડેનીને નક્કી કંઈક અજુગતું લાગ્યું હતું જેના કારણે તેણે બધાને ઊભા રહેવાનો ઈશારો કર્યો હતો. પણ ડેનીના આદેશનું પાલન કરવાથી અંગ્રેજોને વાંધો લાગ્યો. રોબર્ટના ઈશારો કરવાથી ત્રણ અંગ્રેજ ઓફિસર આગળ આવ્યા અને ડેનીના આદેશને નહિ માનવા માટે કહેવા લાગ્યા. અત્યાર સુધી બધા એકદમ સિરિયસ જ રહ્યા હતા એટલે રોબર્ટને ડેનીની મજાક ઉડાવવાની ઈચ્છા થઈ.


Deni: Listen to me, neither any animal nor any bird has been seen here yet. Which means that there is some problem here which does not allow them to come here. If we go further, someone may die. This place is dangerous.(मेरी बात सुनो, यहां अभी तक न तो कोई जानवर दिखाई दिया है और न ही कोई पंछी। जिसका मतलब ये है की यहां कोई न कोई ऐसी मुसीबत है जो उन्हे यहां आने नही देती। अगर हम ज्यादा आगे गए तो किसी न किसी की मौत हो सकती है। ये जगह खतरनाक है।) ડેની એકદમ શાંતિથી તેમને સમજાવવા લાગ્યો પણ તેઓ સમજવા નહોતા માગતા. તેમને તો બસ પોતાની તાકાતનું પ્રદર્શન કરવામાં વધારે રસ હતો. વિલિયમ અને રોબર્ટ તેમના માણસોને સમજાવવાને બદલે આ નજારો જોઈ આનંદ લેવા લાગ્યા. તેઓ આ દૃશ્ય જોઈને ખડખડાટ હસી રહ્યા હતા.


Richard: No, you listen to me. Whatever this place is, we are more dangerous than that. And who told you to give us orders. You just show the way, we will take care of whatever problems are here. There is no need to be too smart. We will take care of whatever happens next. Your job is to just show the way and you just do that, understand.(नही, तुम मेरी बात सुनो। ये जगह जैसी भी है हम उससे भी ज्यादा खतरनाक है। और तुम्हे हमे आदेश देने केलिए किसने कहा। तुम सिर्फ रास्ता दिखाओ, बाकी यहां जो भी मुसीबतें है उन्हे हम संभाल लेंगे। ज्यादा शाना बनने की कोई जरूरत नहीं है। आगे जो होगा वो हम देख लेंगे। तुम्हारा काम बस रास्ता दिखाना है और तुम सिर्फ वो करो, समझे।) તેમાં એક પહેલવાન જેવો રિચાર્ડ નામનો અંગ્રેજ ડેનીની સામે આવી ઊભો. તેને વિલિયમના હસવાથી જાણે ચાનક ચડી. એટલે તેણે ડેનીની વાત માનવાની ચોખ્ખી ના પાડી દીધી. ઉલ્ટાનો તેણે ડેનીને પોતાના હાથ વડે ધક્કો દઈને પાછળ ધકેલી દિધો અને પછી તે ત્રણેય આગળ વધવા લાગ્યા. વળી એકવાર વિલિયમ અને રોબર્ટ ખડખડાટ હસી પડ્યાં.


આમેય ડેનીને પહેલવાનનો સામનો કરવાની કે અત્યારે આ પરિસ્થિતિમાં ગુસ્સો કરીને પોતાના દિમાગને અસ્થિર કરવાની જરાય ઈચ્છા ન્હોતી. તે સમજી ગયો કે આ લાતોના ભૂત છે જે માત્ર વાતોથી નહિ માને. તેઓની ઉપર જ્યારે વિતશે ત્યારે જ આ બાબતની ગંભીરતા સમજાશે. ડેની એકદમ શાંત થઈને ત્યાં જ ઊભો રહી ગયો.


ઘણીવાર આપણે ભૂલથી જ સાચી અને સારી જગ્યાએ પહોંચી જતાં હોઈએ છીએ અને ઘણીવાર જાણી જોઈને પણ આપણે ખોટી અને ખરાબ જગ્યાએ પહોંચી જતા હોઈએ છીએ. આ લોકો જાણતા નહોતા પણ તેઓ અત્યારે જાણી જોઈને આ ભયાનક જગ્યાએ આવી પહોંચ્યા હતા. અહીં તેમની સાથે કેવા કેવા બનાવ બનશે એની તેમણે કલ્પના પણ નહીં કરી હોય.


ડેની પાસે આવીને ઉભેલા વિલિયમ અને રોબર્ટ અત્યારે તેની સામે જોઈને મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા. જો કે વિલિયમ ચાલાક હતો, એટલે તે અત્યારે ડેનીનો વિરોધ કરવા માગતો હતો પણ મનમાં તો તે જાણતો જ હતો કે ડેની ભલે આ દુનિયામાં આવેલો ન્હોતો પરંતુ અહીંથી તે ખુબ સારી રીતે વાકેફ હતો. તેણે ઊભા રહેવાનો આદેશ આપ્યો છે તો એની પાછળ જરૂર કોઈ કારણ હશે.


વિલિયમ આ બધું જાણતો હોવા છતાં તેનો અહંકાર ડેનીની વાતને આટલી સરળતાથી માનવા ન્હોતો દેતો. તે જોવા માગતો હતો કે શું ડેની સાચે જ એટલો સમજદાર હતો કે પછી માત્ર તેનો આ વહેમ જ હતો.


તેમની આંખોની સામેથી જ પેલા ત્રણ પહેલવાન અંગ્રેજ આગળ વધી રહ્યા હતા. તેઓ પોતાની રીતે આસપાસ નજર ફેરવતા જઈ રહ્યા હતા. આગળ જતાં ગીચ ઝાડી-ઝાંખરામાં એક જગ્યાએ જમીન વધારે પડતી ભીની અને પોચી (દલદલ) હતી. આ વાતથી એકદમ અજાણ પેલા ત્રણેય અંગ્રેજો અભિમાનથી એ જ રસ્તેથી આગળ વધી રહ્યા હતા. સૌથી આગળ રહેલો ડેવિડ નામનો અંગ્રેજ અચાનક જ આ દલદલમાં ફસડાઈ પડ્યો.


Devid: Be careful, this is a swamp. I am stuck in it, you guys take a rope and save me. Hurry up.(ध्यान से ये एक दलदल है। मैं इसमें फंस गया हु, तुम लोग कोई रस्सी लेकर मुझे बचाओ। जल्दी करो।) તે પોતાના બચાવ માટે જોરથી ચિલ્લાયો.


બાકી બચેલા બે અંગ્રેજો પોતાની સાથે રસ્સી નહોતા લાવ્યા. તેમણે આસપાસ નજર કરી અને વૃક્ષોની જાડીઓ ખેંચીને તોડવા લાગ્યા. આ જાડીઓ એમ તો મજબૂત હતી એટલે તેમના હાથથી ખેંચવા છતાં ન ખેંચાઈ એટલે રિચાર્ડ પોતાની કમરમાં ખોસેલું ખંજર બહાર કાઢ્યું.


Devid: Save me, hurry up. This swamp is pulling me in. Hurry up.(मुझे बचाओ, जल्दी करो। ये दलदल मुझे अंदर ही अंदर खींच रहा है। जल्दी करो।) દલદલમાં ફસાયેલો પેલો અંગ્રેજ હવે પોતાની કમર સુધી ખૂંપી ગયો હતો. તે જોર જોરથી પોતાને બચાવવા માટે ચિલ્લાઈ રહ્યો હતો. તે જેટલો હલનચલન વધારે કરતો, જેમ પોતાનો બચાવ કરવા માટે પોતાના શરીરને વધારે ખેંચતો તેમ તેનું શરીર વધારે અંદર ખૂંપી રહ્યું હતું.


Richard: Hey stop. You are screaming as if this swamp will swallow you. The more you move in it, the deeper you will sink. Stop moving and screaming. We will save you. Don't worry too much. I am here. I will not let anything happen to you.(अरे रुक जा। तूं तो ऐसे चिल्ला रहा है जैसे तुझे ये दलदल खा जायेगा। अरे इसमें जितना हिलेगा उतना ही अंदर जायेगा। हिलना और चीखना बंद कर। हम तूझे बचा लेंगे। और ज्यादा चिंता मत कर। मैं हूं ना। मैं तुझे कुछ नही होने दूंगा।) રિચાર્ડને હવે ગુસ્સો આવી રહ્યો હતો એટલે તે ચિલ્લાયો.


રિચાર્ડ ખંજર જોરથી જાડીની ડાળી ઉપર ફટકાર્યું. ડાળી તો કપાઈ ગઈ પણ કાપતાની સાથે જ તે ડાળીમાંથી લોહીનો ફુવારો છૂટ્યો. એવું લાગ્યું જાણે લોહીની કોઈ નળી કપાઈ અને તેમાંથી લોહીની છોળ ફૂટી નીકળી. ફુવારાની જેમ નીકળી રહેલું લોહી તે રિચાર્ડનાં મોઢા ઉપર છપાક કરતું ઉડ્યું. એક વૃક્ષની ડાળી માંથી લોહી.. સાંભળવામાં બહુ વિચિત્ર લાગે એમ હતું, કોઈના માન્યા માં પણ ન આવે કદાચ.. પણ હા, તે હતું તો લોહી જ. એકદમ ઘટ્ટ, લાલ અને ઠંડુ.. અહીંના દરેક વૃક્ષોની ડાળીઓ બહારથી ભલે મજબૂત દેખાઈ રહી હોય પણ અંદરથી પોલાણ વાળી અને રક્તથી ભરેલી હતી.


લોહીથી ખરડાયેલો ચેહરો તેણે પોતાના હાથ વડે લુંછ્યો. તરત જ એક નજર કપાઈ ગયેલી ડાળી માંથી નીકળી રહેલા લોહી ઉપર નાખી. તેમાંથી લોહી હજુ નીકળી રહ્યું હતું. તે ડાળીમાંથી લોહી કેવી રીતે અને શા માટે નીકળ્યું એનો વિચાર તેના મનમાં એકવાર આવ્યો જરૂર. એના પહેલા કે તે આ ડાળી વિશે કંઈ પણ બોલે, દલદલમાં ફસાયેલો ડેવિડ ફરી એકવાર બચાવ માટે ચિલ્લાયો. હવે આ બંને અંગ્રેજો પોતાના હાથમાં કાપેલી ડાળી લઈને દલદલ તરફ દોડ્યા.


પોતાનો પગ દલદલમાં ન ફસાઈ જાય તેનું ધ્યાન રાખતા રિચાર્ડ જાડીની કાપેલી ડાળીનો એક છેડો ડેવિડ તરફ ફેંક્યો. સદનસીબે આ ડાળીનો છેડો ડેવિડની એકદમ નજીક પડ્યો. તેણે તરત જ તે ડાળી પકડી લીધી અને તેની મદદથી પોતાને બહારની તરફ ખેંચવા લાગ્યો. તે કમરથી નીચે સુધી બહાર તરફ ખેંચાયો એટલે ખુશીમાં ને ખુશીમાં બહાર રહેલા બંને અંગ્રેજો વધારે જોરથી ડાળીને ખેંચવા લાગ્યા.


અચાનક તે બંનેને એવું લાગ્યું જાણે સરળતાથી ખેંચાઈ રહેલો ડેવિડ હવે તેમને બંનેને દલદલમાં અંદર તરફ ખેંચી રહ્યો છે. અચાનક ડેવિડ જોરથી ચિલ્લાયો, પણ તે સાથે જ બહાર રહેલા બંને અંગ્રેજોના હાથમાંથી પેલી ડાળી છૂટી ગઈ અને તેઓ ત્યાં જ નીચે જમીન ઉપર ફસડાઈ પડ્યા. ડેવિડની દર્દનાક ચીખ તે દલદલમાં મૌન થઈને રહી ગઈ. કોઈ તેને નીચે તરફ દલદલની અંદર ખેંચી ગયું હતું.


ડેવિડની ચીખ તેનાથી ઘણે દૂર ઉભેલા વિલિયમ અને બાકીના લોકોએ પણ સાંભળી. તેઓ આ ચીખ કોની છે તે સમજી ગયા હતા. હવે તેમના બધાના ચેહરાના રંગ ઊડી ગયા હતા. વિલિયમે એક નજર ડેની તરફ જોઈ લીધું. જો કે ડેનીના ચેહરા ઉપર ઘમંડ કે પોતાની વાત સાચી હતી એ બાબતનું અભિમાન હોય એવા કોઈ ભાવ તેને દેખાયા નહિ.


તેમ છતાં વિલિયમના મનમાં એક વિચાર ઉભરાઈ આવ્યો કે ડેનીની વાત તેમણે માનવી જોઈતી હતી. જો કે તેણે આ બાબત ત્યાં ઉપસ્થિત કોઈને કળાવા ન દીધી.


દલદલમાં નીચે કોણ હતું અને તેમના એક સાથીને નીચે કોણ ખેંચી ગયું એનો વિચાર કરવાનો કે તેનો જવાબ મેળવવાનો રિચાર્ડ અને તેના સાથી પાસે ન તો સમય હતો કે ન તો તે બંનેમાં એટલી હિંમત વધી. અવાજ તેમના ગળામાં જ રુંધાઈને રહી ગયો. તેઓ ફાટી આંખે બે ક્ષણ એકબીજાની સામે જોતા રહ્યા. એકબીજાની આંખોમાં જ નિર્ણય લેવાયો જે બંને માટે સરખો અને સુરક્ષિત હતો. તરત જ મુઠ્ઠી વાળીને તેઓ પોતાના બાકીના સાથીઓ તરફ દોડવા લાગ્યા.


તે દલદલમાં કોણ હતું..?


વૃક્ષની ડાળી માંથી નીકળેલા લોહીનું રહસ્ય શું હતું..?


શું તેઓ ત્યાંથી જીવતા બચી શકશે..?


શું તેમને ખજાનો મળશે .,?


એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..


ચોરનો ખજાનો..


Dr Dipak Kamejaliya


'શિલ્પી'