લોહિયાળ નગર - પ્રકરણ 11 Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

લોહિયાળ નગર - પ્રકરણ 11

લોહિયાળ નગર પ્રકરણ:૧૧ મૃત કોણ?

 

“બસ એક આખરી સવાલ જીસકા જવાબ દે તુ મુજે." શોએબે ગુલશોખને કહ્યું.

 

                              ગુલશોખને ભવનાથ પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો. ઇક્કો દામોદર મંદિરના પાર્કિંગમાં મરાયો હતો. દામોદર કુંડના બ્લાસ્ટથી નગરજનો ગભરાઈ ગયા હતા. ગુજરાત આખામાં સૌને આઘાત લાગ્યો. આવા હમલાઓ આજકાલના નથી, વર્ષોથી થતાં આવ્યા છે. ક્યારેક સમુદાય દ્વારા, ક્યારેક રાજનેતાઓ દ્વારા તો ક્યારેક સંગઠનો અને રાષ્ટ્રો દ્વારા. અંતે મરાય છે તો સામાન્ય માણસ જ. આ નગર આજે લાચારીના શોકમાં ગર્ત થઈ ગયું હતું. બધા પોતપોતાના ઘર ભેગા થવા લાગ્યા, પળવારમાં તળેટી વિસ્તાર સૂમસામ થઈ ગયો. જુનાગઢ પોલીસ સ્ટેશનથી અન્ય ચાર પોલીસકર્મીઓ તળેટી આવી રહ્યા હતા. તેઓ ગુલશોખને અમદાવાદ લઈ જવાના હતા. ગુલશોખને પગમાં ગોળી વાગી હોવાથી પોલીસ ચોકીમાં જ તેની સારવાર ચાલુ કરાઇ. સ્વાભાવિક છે દવાખાના સુધી લઈ જવાનું જોખમ પોલીસ ન ઉપાડી શકે. પરિચારિકા તેના પગ પર પાટાપિંડી કરી રહી હતી.

“જી પૂછીએ...” ગુલશોખ હબીએ કહ્યું.

“તું આચાર્ય કેસે બના? કહા સે તુને ગુજરાતી શીખી? ઔર પ્રવચન કેસે દેને લગા?” ઇસ્ન્પેક્ટર શોએબે તેના પ્રશ્નો મૂક્યા.

“હંહ... (ગુલશોખ ખંધું હસ્યો) યહા આકે શીખા. હમ પોરબંદર ઉતરે...”

“એક સેકન્ડ, તુમ લોગ પાની સે આયે? (ગુલશોખે મુંડી હલાવી હામાં જવાબ આપ્યો) ઇન્ટરનેશનલ વોટર ક્રોસ કર કે? (ફરી તેણે માથું ધૂણાવ્યું) કેસે?”

“ઈન્સ્પેકટર સા’બ સબ લોગ આપ કે જેસે જિદ્દી ચિડિયલ નહીં હોતે, કુછ લોગ હમારી મદદ ભી કરતે હે, આપ કે વહાં સે...”

“હમારે યહાં સે? ઇન્ટરનેશનલ બોર્ડર પે?”

“જી હાં!”

“સાલે, એક ખીંચ કે મારુંગા! યે ઇંડિયન નેવી હે, તેરે બાપ કા અડ્ડા નહીં!” શોએબ ક્રોધિત થઈ ગયો. અન્ય અફસરો પણ તેને જોઈ રહ્યા.

“અપને ગીરેબાન મેં જાંકો સા’બ, થોડા પ્રેક્ટિકલી સોચો... દેશ સે નહીં, અપને પરિવાર કો પ્યાર કરો, અપને ઘરવાલો કો... અપને...”

“હાં ચલ, ફાલતુ જ્ઞાન મત દે. તેરે જેસે ટપોરી અહેમદાબાદ કે રખિયાલ મેં મવાલીગીરી કિયા કરતે હે. ઝ્યાદા શાણપત્તિ મત દિખા! મેં નહીં માનતા નેવી વાલી બાત!”

“મત માનીએ. મુજે ક્યાં મિલેગાં અબ તુમ્હારે આગે જૂઠ બોલ કે...”

“આગે બોલ...”

“વહાં સે જુનાગઢ આયે. દો મહિને સે હમ યહા થે, પુરા મંદિર બ્લાસ્ટ કરને કે લિયે અંદર કી ઇન્ફર્મેશન ચાહિયે થી, જુનાગઢ પબ્લિક લાયબ્રેરી મેં સે નરસિંહ મહેતા કે બારે મે જાના. ઇસ ઇલાકે કે નકશે દેખે. અગર એકબાર મૃચ્છકુંડવાલા પીલ્લર ઉડા દેતે તો સારા મંદિર રાખ હોકે નીચે ગીરતા! ઈસલીયે હમ C4 લાએ. કોઈ ની, અભી નેક્સ્ટ બારી...” ગુલશોખે જણાવ્યું. તે ખુન્નસ સાથે શોએબને જોઈ રહ્યો હતો.

“નેક્સ્ટ બાર હોગા ભી નહીં! તુ યહાં તક આયા, આગે સે નહીં આ પાયેગા! યે મેરા ઇન્ડિયા હે, મેરા ગુજરાત... મેરે હોતે હુએ કોઈ યહાં બ્લાસ્ટ નહીં કર શકતા! સાલે છીછોરે! ઓર આઈંદા ઇન્ડિયા યા જુનાગઢ કી તરફ આંખ ઉઠા કે ભી દેખા તો તેરી દોનો આંખે નિકાલ કે તેરે મુહ મેં ઠુંસ દુંગા!” શોએબે કહ્યું. ગુલશોખ વગર કોઈ ડરે ચૂપચાપ તેની સામે જોઈ રહ્યો.

 

                              ગુલશોખને તાત્કાલિક અમદાવાદ લાવવાની તૈયારી શરૂ થઈ. કાગળિયા બનાવામાં આવ્યા. તૃપ્તિને જાણ કરી. ઝારા અને તૃપ્તિ જુનાગઢ પોલીસ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. તેણે આઠમે માળ કોલ કરી રોનાલ્ડને જણાવ્યું. ગુલશોખ હબી એફ.બી.આઈ.ને સોપવાનું દસ્તાવેજીકરણનું કાર્ય ટાવર-II ઓફિસમાં શરૂ થઈ ગયું હતું. ગુલશોખને જુનાગઢથી અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લાવવામાં આવી રહ્યો હતો. અહીંથી એફ.બી.આઈ. તેને શિકાગો લઈ જવાની હતી.

 

                              આઠમા માળે રોનાલ્ડ અને વૃશ્વિક ગુલશોખને અમદાવાદ લાવવાની વ્યવસ્થામાં વ્યસ્ત હતા. અઝીઝની ટીમ સિવાય સર્વ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી. આ મિશનના અંતે આઇ.બી. ઈન્ટરપોલ સાથેનો વ્યવહાર પૂરો થવાનો. ટાવર-IIમાં ઓફિસ હવે ખાલી થઈ જવાની. જતાં રહેશે બધા પાછા પોતાના ઘરે. પોતાના શહેરની બ્રાંચમાં. રહી જશે ફક્ત યાદો. યાદો સાથી કર્મચારીઓની, મિત્રોની, પ્રેમની, બ્રેકપની અને મસ્તી-મજાકની. આમ, બધુ એકાએક સમેટી લેવું પડશે કોણે વિચાર્યું હતું?

 

                              આઠમાં માળેથી સી.આઇ.ડી.ના સર્વ કર્મચારીઓને કમિશનર કચેરી લઈ જવામાં આવ્યા. પોલીસનો કાફલો તેમની સાથે આવ્યો. સી.આઈ.ડી.એ કરેલા હુમલામાં કોઈ જાનહાનિ ન હતી થઈ. અરધા કલાક બાદ દવાની અસર પૂરી થઈ ગઈ. કર્મચારીઓ ભાનમાં આવવા લાગ્યા. સી.આઇ.ડી.એ જે કર્યું તે શું યોગ્ય હતું કે અયોગ્ય? તેનો નિર્ણય આઇ.પી.એસ. પરમાર અને સી.આઇ.ડી.ના ગુજરાત કમિશ્નરે કરવાનો હતો. આખી ઘટનાનો ક્યાસ કાઢવા છ જણની બેઠક બનાવવામાં આવી. દરેક વ્યક્તિ જે આ હુમલામાં ભાગ લીધો’તો, તે સૌ સાથે અલગથી પૂછપરછ થવાની હતી. જ્યાં સુધી બેઠક કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી તે સૌને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા.

 

                              આજે એફ.બી.આઇ. ઇન્ટરપોલ ઓફિસનો છેલ્લો દિવસ હોવાથી સરગાસણ ‘ક્લબ ઓ સેવન’ નામના ક્લબમાં પાર્ટીનું આયોજન થયું. જૂનાગઢમાં બનેલા આઘાતજનક બોમ્બ ધડાકાના કારણે પાર્ટી માણવી જરૂરી ન લાગી. તદઉપરાંત ટાવર-II પર થયેલા અસામાન્ય હુમલાના કારણે ઘણાનો ઉન્માદ ઠરી ગયો હતો. ક્લબ ઓ સેવનમાં ઉજાણીની સર્વ તૈયારીઓ થઈ ગઈ હતી. પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા, કોઈએ ઘરે જમવાની વ્યવસ્થા ન હતી કરી. તેથી ઇન્ટરપોલના બધા કર્મચારીઓને ક્લબ ઓ સેવન જવાનું કુશળ લાગ્યું. સૌ કર્મચારીઓ ક્લબમાં આવ્યા.

 

                              એક બાજુ ડી.જે.ની લાઇટિંગ, ભારે મ્યુઝિક હતું. બીજી તરફ બેસવા માટે ટેબલ-સોફા હતા, ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી બાર કાઉન્ટર પર જમવાનું બુફે લાગ્યું હતું. ક્લબનો સ્ટાફ પીરસવાની તૈયારી સાથે એક ખૂણામાં ઊભો હતો. તે સૌને એમ લાગતું હતું પહેલા નાચશે પછી જમવા આવશે પણ અહીં સૌનો મૂડ સુસ્ત દેખાઈ રહ્યો હતો. બધા ટેબલો પાસે સોફા પર ગોઠવાઈ ગયા હતા, વાતો કરી રહ્યા હતા, કેટલાક ફોન મંતરી રહ્યા હતા, તો કેટલાક ઘેનની અસરના કારણે ઊંઘ લઈ રહ્યા હતા. આવી મરેલી પાર્ટી જોઈ ઈમેન્યુઅલને બધાને રંગમાં લાવવા ઈચ્છા થઈ. તે ડી.જે. પાસે ગયો અને સંગીત બંધ કરાવ્યુ. પછી માઇક લઈ તે ડાન્સ ફ્લોરની વચ્ચે ઊભો રહ્યો.

 

“હાઇ ટિમ... આઇ.બી. અને એફ.બી.આઇ. કેવું કૂલ કોંબીનેશન છે. ઈંટરપોલ ઓફિસ. આપ સૌના ઉદાસ ચહેરા જોઈ હું મારી વાતની શરૂઆત જોકથી કરીશ. આજે સવારે મારી સામેવાળા ભાભી પગે પાટો બાંધી ઘરે જતાં’તા. તો મેં પૂછ્યું શું થયું? એમણે કીધું બાથરૂમમાં ગરમ પાણીની ડોલ અડી ગઈ.... મેં કહ્યું મને બોલવાય ને! તો એમણે હસવા લાગ્યા...”

 

                              બે ઘડી સન્નાટો છવાઈ ગયો. પછી બે-ત્રણ જણ હસ્યાં અને તાળીઓ પાડી. બીજા કેટલાકને પણ થોડીવાર પછી જોક સમજાઈ અને કેટલાકને ન પણ ખબર પડી. ઈમેન્યુઅલે તેની વાત આગળ ધપાવી:

“આજ આપડો છેલ્લો દિવસ છે. કાલથી કદાચ ગિફ્ટ સિટી જવાનું નહીં થાય, સવારે અલાર્મ વાગશે, તમે તૈયાર થઈ ગિફ્ટ જવા નીકળશો અને યાદ આવશે હવે ત્યાં નથી જવાનું. (કેટલાક હસ્યાં) મારે કેટલીક વાતો શેર કરવી છે. તો સાંભળજો... ખરેખર અમારી ટિમમાં સાચું તો એ છે કે મારી ટિમની છોકરીઓ આરામથી બીજી ટીમના છોકરાઓ સાથે ફ્લર્ટ કરી લે છે પણ જો અમે બીજી ટિમની છોકરીઓ સાથે ફ્લર્ટ કરીએ તો આમનું મો ચઢી જાય છે...!”

“ધેટ ઇસ સો ટ્રૂ!” ઉત્કર્ષ બોલ્યો.

“સો ટકા સાચું!” કહેતા અરશે ઊભા થઈને તાળીઓ પાડી.

“કઈ પણ! રબીશ વાતો કરવાની!” દેવર્ષી બોલી.

“ધેટ ઇસ સો નોટ ટ્રૂ!” સ્નિગ્ધા બોલી. ઘણા લોકો હસ્યાં.

“બોલો, હવે આમને મારી વાત સાચી નથી લાગતી... હશે તો. માફી દીદી! બીજી વાત એ કહેવા માંગુ છું કે’

                              લોકો અને ફિલ્મો એવું કહેતા હોય છે, સાચો પ્રેમ એક જ વાર થાય પણ મને બે વાર થયો! અને એ પણ અહીંયા ગિફ્ટ સિટીમાં! (શ્રોતાઓ સૌ જાગૃત બન્યા, લોકો પર સાચું સ્મિત આવ્યું, તેઓ હસ્યાં, કોઇકે ચીસ અને બૂમ લગાવી ઈમેન્યુઅલનો ઉત્સાહ વધાર્યો) બોવ ખોટું થયું, બોવ ખોટું. બંને વાર મારે દાવ થઈ ગયો. પહેલી જે વ્યક્તિ હતી એને જબરા વાંધા હતા, હું મંદિરે દર્શન કરવા જાવ તો પણ એ જડબે સલાક જવાબ આપે. એકવાર હું ગિફ્ટના બાજુમાં રતનપુર ગામ છે ત્યાં મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો હતો. પાછો ઓફિસ આવ્યો, મેં એમને પ્રસાદ આપ્યો. તો પ્રસાદ લેતા મને કે’ છે ગમે એટલા મંદિર જા તારા પાપ નથી ઓછા થવાના!” શ્રોતાઓ હસ્યાં.

“કોની વાત કરે છે?” દેવર્ષીએ સ્નિગ્ધાને હળવેથી પૂછ્યું.

“ગીતાંજલી મે’મની.” તેણીએ જવાબ આપ્યો.

 

                              બીજી જે હતી, એ તો મહા વિચિત્ર! એના ઘરના પાંચ કિલોમીટરના રેડિયસમાં ક્યાંય જીરા ગોળી નથી મળતી અને મને કે’ ફરેરો રોચર ખવડાય! (દર્શકોને મજા પડી) હવે મારે આ ચરોતરની ચકલીને શું જવાબ આપવો?” ઈમેન્યુઅલ બોલ્યો અને સૌ હસ્યાં.

“યશવીની વાત કરે છે ને એ?” દેવર્ષિએ સ્નિગ્ધાને પૂછ્યું.

“હા.” સ્નિગ્ધાએ હસતાં જવાબ આપ્યો. તે ફોનમાં બધુ રેકોર્ડ કરી રહી હતી.

“મેં એને ચોકલેટ ના આપી તો એ ભૂખી રહી ગઈ અને ભૂખ પણ શેની? અટેન્શનની! એને લાગ્યું હું એને અટેન્શન નથી આપતો. તો એણે આ દેશ છોડી દીધો! She went over the seas to get the attention, she wanted it rom others! (તેને જે ધ્યાન જોઈતું હતું, તે મેળવવા દરિયાપાર જતી રહી.) હું આશા કરું છું ત્યાં એના ઘરના પાંચ કિલોમીટરના રેડિયસમાં ફરેરો રોચર મળતી હશે... (પબ્લિક રાડારાડ કરી મૂકી, જે લોકોને ખબર હતી, તે કોની વાત કરી રહ્યો હતો તે સૌ અતિઉત્સાહમાં આવી ગયા હતા. હાસ્યનો હાહાકાર થઈ ગયો) પણ હું પણ આપડા દેશની પોપ્યુલેશન જેમ અટક્યો નહીં, પ્રયત્નો ચાલુ રાખ્યા અને, અને આજે હું એ વ્યક્તિ તમને મળાવા માંગુ છું… (કહી તે બધી છોકરીઓને જોવા લાગ્યો, એમાંથી જે તેની નજીક, સુંદર દેખાઈ આવી અને જેને તે ન હતો ઓળખતો એના પર આંગળી ચીંધી) યસ! યુ... (કહી તે એની પાસે ગયો અને તેનો હાથ પકડી ફ્લોર પર આવવા વિનંતી કરી, દર્શકો ગંભીરતાથી બંનેને જોઈ રહ્યા) મને ખબર છે તમારા માટે હું સ્ટ્રેંજર હઈશ પણ મારી ફિલિંગ તમારા માટે સ્ટ્રેંજ નથી...”

“Are you for real?” તે યુવતીએ ઈમેન્યુઅલને કહ્યું. ઈમેન્યુઅલ આગળ બોલ્યો:

“યસ. તમને અત્યારે જોવ છું, તો મને એક ગીત તમારા માટે ગાવાની બહુ ઈચ્છા થાય છે.” ઈમેન્યુઅલ બોલ્યો. તે યુવતીને તેની વાતો સાચી લાગવા લાગી. તે નિખાલસતાથી શરમાઇ રહી હતી. ઈમેન્યુઅલે તેનો હાથ પકડી રાખ્યો હતો. શ્રોતાઓ રસપ્રદ રીતે તે બંનેને જોઈ રહ્યા હતા અને ઈમેન્યુઅલ તે યુવતીને.

“અરે ગાઈ નાખ!”

“આજે ગીત ગાય નાખ!”

“કયું ગીત?”

“ઠોકો! ઠોકો!” શ્રોતાઓમાંથી ઘણા ઉત્સાહ સાથે બોલ્યા. ક્લબના કર્મચારીઓ પણ રસપૂર્વક આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. તે યુવતી ઈમેન્યુઅલની આંખોમાં જોઈ રહી. સ્મિત, ખુશી અને આશ્ચર્યના કારણે યુવતીની આંખો અને ગાલ ભરાઈ આવ્યા. ઈમેન્યુઅલ તેની સામે જોઈ રહ્યો, શ્રોતાઓ તરફ ફર્યો.

“કયું ગીત? એમ પૂછ્યું કોઈએ? કયું ગીત?” તે બોલ્યો.

“હા!” સમૂહમાં જવાબ આવ્યો.

“ગાય નાખું?” ઈમેન્યુઅલ હળવું શરમાતા બોલ્યો.

“હા!”

“ગા...”

“પ્લીઝ સિંગ!” બધી યુવતીઓ ઉત્સાહ સાથે બોલી. કેટલું રોમેન્ટીક આ દ્રશ્ય લાગી રહ્યું હતું, ડી.જે.એ ડિસ્કો લાઇટ બદલી રોમેન્ટીક લાઇટ કરી નાખી હતી. કેટલાક ફોનમાં આ બધુ રેકોર્ડ કરી રહ્યા હતા તો કેટલાક સોશ્યલ મીડિયામાં લાઈવ શેર કરી રહ્યા હતા. કદાચ યશવી પણ જોઈ રહી હશે.

“પાકું?” ઈમેન્યુઅલ બોલ્યો.

“હા!” ફરી સમૂહમાં જવાબ આવ્યો.

“ના યાર...મને શરમ આવે!” તે બોલ્યો.

“નો...”

“ના. એવું ના ચાલે!

“ગાના ગા ભાઈ!” શ્રોતાઓ બોલ્યા.

“અરે મારો અવાજ બહુ ભયાનક છે, આમણે મને ના પાડી દેશે.” તે બોલ્યો. બધા હસ્યાં.

“ભાભી એવું ના કરતા!” શ્રોતામાંથી કોઈક બોલ્યું.

“નય, નય! પછી ક્યારેક.”

“ભઈ, તું ગીત ગા...”

“અરે યાર...” ઈમેન્યુઅલ ભાવ ખાઈ રહ્યો હતો.

“કયું ગીત છે?” તે યુવતીએ ઈમેન્યુઅલને પૂછ્યું.

“તારે સાંભળવું છે?”

“હા.”

“ઓકે.” ઈમેન્યુઅલ બોલ્યો અને ડી.જે.ને ઈશારો કર્યું. ચારેક ક્ષણો બાદ ધીમું રોમેન્ટીક સંગીત વાગવા લાગ્યું.

“ડાબી બાજુ ફરીને ઊભી રે’…” ઈમેન્યુયલે તેને કાનમાં કહ્યું. યુવતી એ બાજુ ફરીને ઊભી રહી ગઈ. ઓડિયન્સને તેની જમણી બાજુ દેખાઈ રહી હતી, તેના કાનમાં મોટા ઝૂમખા હતા, ગળામાં નેકલેસ અને ગળાથી ઢીંચણ સુધી સ્લીવલેસ બ્લૂ-ગ્રે ડ્રેસ પહેર્યો હતો. ઈમેન્યુઅલ બધુ ભૂલી જઈ તેની સામે જોતાં ગોળ ફરવા લાગ્યો, તેણે ગાવાનું શરૂ કર્યું:

“દેખા... તેનું પહેલી પહેલી બાર વે... હોને લગા દિલ બેકરાર વે.,..

રબ્બા મેનૂ કી હો ગયા, દિલ જાનીએ વે... રબ્બા મેનૂ કી હો ગયા!!!”

“Woooooh!”

“woahhh!”

“Wowww!” સૌએ તાળી સાથે ઈમેન્યુઅલનું અભિવાદન કર્યું.

 

                              તે યુવતીના જીવનમાં પ્રથમવાર કોઈએ તેના માટે આવું કઈક કર્યું હતું. તેના ચહેરા પર વાત્સલ્ય અને મનમાં ખુશાલી હતી. શું પહેલી નજરના પ્રેમ જેવુ સાચેમાં કઈ હોય છે ખરું? તેને પ્રશ્ન થયો. તેને ઈમેન્યુઅલ માટે પ્રેમ તો ના કહી શકાય પણ આકર્ષણ જરૂર થયું. ઈમેન્યુઅલે જનતાના મનોરંજન ખાતર આ પગલું ભરી તો લીધું પણ તેના પરિણામો તેનું જીવન બદલી નાખવાના હતા. અત્યારે એ યુવતીનો હાથ પકડી સામે ઊભો હતો. યુવતી તેને નિખાલસ સ્મિત સાથે જોઈ રહી હતી. પાછળ સૌ કર્મીઓ આનંદથી શોરબકોર કરી રહ્યા હતા.

 

*

 

                              સાત વાગી ગયા હતા. જુનાગઢથી એસ.યુ.વી.માં પોલીસ અફસરો ગુલશોખને અમદાવાદ લાવી રહ્યા હતા. અઝીઝ અને તેની ટીમ શિકાગો એફ.બી.આઇ. સાથે વ્યવહાર કરી રહી હતી. બધી ઔપચારિકતાઓ પૂરી થઈ. અઝીઝની ટીમે ૦૭:૩૦ સુધીમાં કાર્ય પૂરું કર્યું અને પાર્ટીમાં જવા રજા લીધી. તેમણે રોનાલ્ડ-વૃશ્વિકને પણ સાથે આવવા કહ્યું. જ્યાં સુધી ગુલશોખ હબી સરદાર પટેલ અમદાવાદ હવાઈમથક પહોંચી ન જાય ત્યાં સુધી તે બંને છૂટા થઈ શકે એમ ન હતા. છતાં, તેમણે થોડીવાર માટે ત્યાં આવી હાજરી પુરાવી જશે એમ કહ્યું.

 

                              આરવ મોનાણી રોનાલ્ડને ઉજ્જડ પ્રદેશમાં મળી આવેલ માનવીય અવશેષો વિશે જણાવા માંગતો હતો પણ રોનાલ્ડ ઘણો વ્યસ્ત હતો. આઇ.પી.એસ. પરમાર, જુનાગઢ પોલીસ, શાહીબાગ કમિશ્નર કચેરી, શિકાગો એફ.બી.આઇ. અને તૃપ્તિ સાથેના સતત કોલ અને મિટિંગમાં લાગેલો હતો. આરવ અન્ય કોઈને આવી વાત જણાવવા ન હતો માંગતો. તે ફરી એ જગ્યાએ તપાસ કરવા ગયો. મન ગભરાઈ રહ્યું હતું, સતત હ્રદય જોરથી ધબકી રહ્યું હતું. તેને વ્યથા થઈ આવી જે અંગ-ઉપાંગો મળ્યા તે શું યોગીતાના હશે? શું તેને કોઈએ મારી નાખી હશે? ઘટના સ્થળથી ૬૦ મીટર છેટે તેણે બાઈક ઊભું રાખ્યું.

 

                              એટલા વિસ્તારમાં અજુગતી વાસ આવી રહી હતી. આરવને તે વાસ જાણી પહેચાણી લાગી. પાકા માર્ગથી માટીવાળી જગ્યામાં ગાડીના ટાયરના નિશાન દેખાયા, જે બાવળના જાડ તરફ જઈ રહ્યા હતા. ટાવર-IIમાં જે ગાડી જતાં તેણે ભાળી હતી, તે યાદ આવી. શું આ એ જ ગાડીના નિશાન હશે? આ રસ્તો ઓછો વપરાતો. સફેદ ગાડી સિવાય અન્ય કોઇ વાહન તે તરફથી નીકળ્યું હોય એવું ભાગ્યે જ બનતું. તે સાવચેતીથી માટીવાળી જમીન પર આગળ વધ્યો. બાવળના ઝાડ પાસે તેણે પગરખાની છાપ જોઈ. આરવે મોબાઇલમાં ટાયર અને બુટના નિશાનના ફોટા લીધા. તે પાછો ફર્યો. ફરી માંસના લોંદા જોવાની ઈચ્છા ન હતી. તે માનવીના શરીરના અંગો હતા. કોઈ વાર્તા કે ફિલ્મમાં દર્શાવામાં આવેલ મનઘડત કલ્પના ન હતી. તે મોટરસાયકલ પાસે આવ્યો અને પાછો ફર્યો. ચાલુ બાઇકે દિલદારને કોલ જોડ્યો.

“બોલ, મોનાણી...”

“દિલદારભાય, યોગીતા જે રાત ગુમ થઈ ત્યારે તમને કેટલીક ફૂટપ્રિંટ્સ મળી હશે, મારે તે ફૂટપ્રિંટ્સ જોઈએ છે. ખાસ તો ગાડીના ટાયર અને શુઝના.”

“હું હાલ કમિશનર કચેરી આવ્યો છું. પેલા સાયકો કીલરના કેસમાં...”

“અરે હા... એનું શું થયું?”

“પકડાઈ ગયો છે. અમદાવાદ નજીક એક ગામમાંથી મળી આવ્યો. તેને પિરાણા લઈ આવ્યા. પૂછપરછ પરથી એવું લાગે છે મગજથી અસ્થિર હોવાના લીધે એવું કરતો હતો. એમ જાણવા મળ્યું છે. તે ખરેખરમાં મનોરોગી છે કે નહીં તે પાકું કરવા અત્યારે ત્રણ દરવાજા માનસિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાનો છે...”

“બરાબર.” આરવ બોલ્યો.

“હંમ્મ... તું એક કામ કર ચોકી પર નવઘણ બેઠો છે એને કોલ કર, એ તને ફોટોઝ મોકલી દેશે.”

“સારું.”

 

                              કોલ પૂરો કરી નવઘણ સાથે વાત કરી. તેણે નવઘણને તાબડતોબ યોગીતા ગુમ થઈ તે જગ્યાના ફૂટપ્રિંટ્સ મોબાઈલમાં મોકલવા જણાવ્યું. આરવ હેબતપુરવાળા રસ્તે આવ્યો. અહીં પણ તેને ગાડીના પૈડા અને ફૂટપ્રિંટ્સના આછા પુરાવા મળ્યા. હેબતપુરવાળો રસ્તો થોડો ઘણો ઉપયોગમાં આવતો હતો. યોગીતા જ્યાંથી અગવા થઈ તે જગ્યા માટીવાળી હતી. તે બાજુ ટાયર, બૂટ અને સેન્ડલના નિશાન હતા. બંને જગ્યાએ બૂટના નિશાન એક જ વ્યક્તિના લાગી રહ્યા હતા. પાકું કરવા આરવે ફોનમાં ફૂટપ્રિંટ્સના ફોટા લીધા. માંસની થેલીઓ મળી આવી ત્યાના અને અહીંના નિશાન સરખાવીએ તો પાકો ખ્યાલ મેળવી શકાય કે બંને વ્યક્તિ એક જ છે કે કેમ? ફોનમાં ફોટા પાડી આઈ.બી.ની મોબાઇલ એપ્લિકેશનમાં ફૂટપ્રિંટ્સ અને ટાયરની છાપના ફોટા સરખાવ્યા. એપ્લિકેશનમાં ‘synchronizetion’ ચાલુ થયું. થોડીક ક્ષણો બાદ રીઝલ્ટ આવી ગયું. બંને છાપ લગભગ સરખી હતી. ૮૩ ટકા સામ્યતા મળી રહી હતી.

 

                              નવઘણે યોગીતાની એફ.આઇ.આર.વાળી ફાઈલ નીકાળી આરવને ફોટા મોકલ્યા. આરવે તે ફોટા આઇ.બી.ની એપ્લિકેશનમાં નાખ્યા અને યોગીતા અગવા થયેલી જગ્યાવાળા નિશાન, માનવીના અવશેષો મળી આવ્યા તે જગ્યાની છાપો સાથે સરખાવી જોયા. બધા નિશાન એકસરખા હતા. આરવનો શક પાક્કો થઈ રહ્યો હતો. જરૂર આ કારસ્તાન પાછળ એક જ વ્યક્તિ જવાબદાર હોવી જોઈએ, વૃશ્વિક. તેણે જરૂર યોગીતાને પતાવી નાખી હશે પણ યોગીતાએ તેનું શું બગાડ્યું હશે? એવું તો એણે શું કર્યું હોય કે ભંવર આ હદ સુધી જાય. આ બાબત એ જ માણસ કરી શકે એમ લાગતું હતું. પ્રથમ તેણે દિલદાર ને કોલ લગાવ્યો. ખૂનીના પકડાઈ જવાથી દિલદાર શુકુન અનુભવી રહ્યો હતો.

“દિલદારભાય તમે નહીં માનો, મને શું મળ્યું છે.” આરવ બોલ્યો.

“તું કહું તો માનવું જ પડે ને, હું માનીશ. બોલ શું મળ્યું?” દિલદારસિંહ બોલ્યો.

“ગિફ્ટના સાઉથ વે પાસે વિરાન વિસ્તારના ઝાડવામાંથી માસના લોંદાઓ કાળી થેલીઓમાં ભરેલા મળ્યા છે મને એમ...”

“શું વાત કરે છે... યોગીતા?” આશ્ચર્ય સાથે દિલદારે પૂછ્યું. તેને પણ લાગતું હતું કે યોગીતાનું ખૂન તો નહીં થયું હોયને?”

“મને પણ એમ જ શંકા જઈ રહી છે. અહીં ગાડીના ટાયરના નિશાન અને ફૂટપ્રિંટ્સ મળી આવ્યા છે, એવા જ નિશાન યોગીતા અગવા થઈ ત્યાંથી મળી આવ્યા હતા. ચાર કલાકમાં તે...”

“એક મિનિટ ટાયરના નિશાન સરખા છે?” દિલદારે તેને અટકાવતાં પૂછ્યું.

“હા.”

“કોની ગાડી?” દિલદારે પૂછ્યું. આરવ નામ આપતા અચકાયો. બે ક્ષણ બાદ તે બોલ્યો: “ભંવરની.”

“શું પત્તર ફાડે!!!” દિલદારને આશ્ચર્ય થયું.

“હા.”

“એની જ ગાડી છે, તને કેવી રીતે ખબર?”

“કેટલાક દિવસથી હું ગિફ્ટ સિટીના ઉજ્જડ પ્રદેશમાં જોઉં છું, રાતના અંધારામાં એક ગાડી વિરાન જગ્યામાં ઉભી રહે છે, ત્યાં અંધારું હોવાથી ગાડીની લાઇટ સિવાય કશું દેખાતું નથી. ગાડીની લાઇટ રસ્તાની વચ્ચે બંધ થાય છે. થોડીવાર બાદ ગાડીની લાઈટ ચાલુ થઈ. ગાડી ત્યાંથી જતી જોવા મળે છે. તે વિરાન જગ્યાએ હું હમણાં જ જોઈ આવ્યો, ત્યાં મને બોડી પાર્ટ્સ દેખાયા.

“શું?

“બાવળના જાડ પાસે કાળા કલરની જાડા પોલીથીનની કોથળીઓમાં કપાયેલા હ્યૂમન બોડી પાર્ટસ જોવા મળ્યા છે.” આરવે જણાવ્યુ.

“ઓકે.” દિલદારસિંહ ગંભીર થયો.

“દિલદારભાય, ચાર કલાકમાં જુનાગઢ પોલીસ ગુલશોખને લઇ અમદાવાદ એરપોર્ટ આવશે. ભંવર એફ.બી.આઈ.ની ટીમ સાથે પાછો અમેરિકા જતો રહેશે. આપણે ગમે તે કરી એને ભારત છોડતો અટકાવવો પડશે. કારણ એકવાર જો તે ભારત છોડીને ગયો તો તે પાછો ક્યારેય નહીં આવે. આપણે પછી કંઈ નહીં કરી...”

“આરવ... આરવ, એક મિનિટ ઉભો રે’ શાંત પડ. મારી વાત સાંભળ. બંને જગ્યા પર એક સરખા નિશાન મળવાથી એમ સાબિત નથી થતું તે ગાડી ભંવરની છે.”

“દિલદારભાય ભંવર જ હોવો જોઈએ. આપણે આ એક બાબત માટે એને અટકાવીશું તો ગીતાંજલી વિશે પણ જાણવા મળી શકશે.”

“બે આરવ, તારું મગજ તો ઠેકાણે છે ને? કેટલી વાર તને સમજાવું ગીતાંજલીએ સુસાઇડ કર્યું હતું. પી.એમ. રિપોર્ટ પણ એમ જ કહે છે, તું મારો ટાઈમ વેસ્ટ ના કર!” દિલદારે કહ્યું.

“દિલદારભાય, તમે ખૂનીને ફ્રીમાં છોડી દેશો, જેણે પોસીબલી બે મર્ડર કર્યા છે?”

“મોનાણી એવી વાત નથી. ભંવર માટે કોઈ એવા પુરાવા નથી, જેનાથી સાબિત થાય એણે ખૂન કર્યું હોય. પુરાવા તો દૂરની વાત આપડી પાસે એવા મુદ્દા પણ નથી કે જેના આધાર પર...”

“મુદ્દા છે, આ નિશાન એની ગાડીના હોય શકે છે.”

“એને પુરાવો ના કહેવાય. એ તારું અસંપ્શન છે. એના બેઝિસ પર તેને અરેસ્ટ ના કરી શકાય. પૂછપરછ માટે એવા માટે સ્ટ્રોંગ એવિડન્સ જોઈએ, જો તારી પાસે એવા પુરાવા હોય તો લાવ. બાકી, ભંવરને એનું કામ કરવા દે. તે દુનિયાના ખ્યાતનામ આતંકી સાથે ડીલ કરી રહ્યો છે. આવા આરોપથી આપડા અમેરિકા સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, તને ખબર પડે છે? do not make this worse!” દિલદારે ફોન કાપ્યો.

 

                              આરવ નિરાંશ થયો. આટલે સુધી પહોંચ્યા પછી પણ જો સત્ય જાણવા ન મળે તો શું કામનું? સબૂત પાકા કરવા ભંવરની ગાડીના ટાયર તપાસવા તે પાછો વળ્યો. દિલદાર પણ તેની જગ્યાએ યોગ્ય હતો. અપૂરતા પુરાવા હેઠળ અટકાયત કરવામાં આવે તો અન્ય પ્રશ્નો ઊભા થઈ શકે. વૃશ્વિક ભંવર કોઈ નાનો મવાલી કે ચોર ન હતો. તે એફ.બી.આઇ.માં કેપ્ટન હતો. એક આખી પ્રિસીંક્ટ તેના હેઠળ ચાલતી હતી. તે અમેરિકાથી ઈંટરપોલ એજન્ટ બની અહીં આવ્યો હતો. જો એની અટકાયત કરવામાં આવે તો પૂરતા સબૂત હોવા જોઈએ, નહીંતર યુએસ સાથે સંબંધ ખરાબ થઈ શકે.

 

                              ભંવરની ગાડીના ટાયરની છાપ જોવા આરવ ટાવર-II તરફ બાઇક જવા દીધું. તેને એકાએક યોગીતાની ફિકર થવા લાગી હતી. ભલે, તેમની વચ્ચે અણબનાવ બન્યો હતો, તેણીએ એના પર ખોટા આરોપ લગાવ્યા હતા, તેનું કરિયર જોખમમાં મુકાઈ જાય એવા પ્રયત્નો થયા હતા. છતાં, આરવના મનમાં માનવતા જાગી. તેને જાણવાની ઉત્કટતા જન્મી. તે ઘટનાની જડ સુધી પહોંચવા માંગતો હતો. ચાલુ વાહને પણ તેને યોગીતા યાદ આવી. તેણીએ કરેલી ચુંબનની પહેલ યાદ આવી. કેવો ભ્રામક અને આયોજિત ષડયંત્રનો તે પ્રસંગ હતો. આરવને તે ચુંબનમાં થોડી ક્ષણો માટે આકર્ષણ લાગ્યું હતું. કઈક અનુભવાયું હતું. જે ‘કદાચ’ એકબીજા પ્રત્યે કંપન છોડી રહ્યું હતું. આગળના વાક્યમાં જેમ લખ્યું કદાચ ભ્રામકતા હોઈ શકે. કદાચ યોગીતાના એ જુસ્સાભેર મુખ સ્નેહમાં કપટ હતું. આરવે તો નિર્મળતા દાખવી હતી અને હાલ પણ યોગિતા માટે તપાસ કરી રહ્યો હતો. તે ચાહતો હતો કે જો યોગીતા જીવતી હોય તો તેનો જાન બચાવે.

 

                              ગીતાંજલી પછી યોગીતા. એક જ વ્યક્તિએ બે યુવતીઓ સાથે દૂરવ્યવહાર કર્યો હતો. ભંવરના લીધે બે વ્યક્તિ ગુમાવવાનો અજંપો આરવને થઈ રહ્યો હતો. વધારે રોષ ભંવરના આરામથી બ્હાર ફરવાનો થઈ રહ્યો હતો. ભંવર એમ વર્તી રહ્યો હતો જાણે કશું બન્યું જ ન હતું. આ અસંવેદનશીલ ભાવના પાછળના કારણો જાણવા આરવ ટાવર-IIના પાર્કિંગ લોટ તરફ ગયો.

 

                              આરવ મોનાણી મોટરસાયકલ પર સવાર પાર્કિંગમાં આવ્યો. પાર્કિંગમાં ગણીને ત્રણ ગાડી અને ચાર દ્વિચક્રી વાહનો દેખાયા. સામે છેડાએ વૃશ્વિક ભંવરની સફેદ પોરસા પડી હતી. આરવે તેની ગાડી પાસે બાઈક પાર્ક કર્યું. તે નીચે ઉતર્યો, તેણે ચારેય ટાયરના ફોટા લીધા અને પાછો બાઈકના ટેકે બેઠો. આઈ.બી.ની મોબાઈલ એપ્લિકેશનમાં ટાયરના ફોટા અપલોડ કર્યા. પાર્કિંગમાં નેટવર્ક ઓછું આવતું હતું માટે એપ્લિકેશન લોડ લઇ રહી હતી. વાર લાગી રહી હતી. આરવ એકધાર્યું મોબાઈલમાં જોઈ રહ્યો હતો. એટલામાં ભંવર અને રોનાલ્ડ પાર્કિંગમાં આવ્યા. આરવનું ધ્યાન ન હતું, તે ફોન સામે જોઇ રહ્યો હતો.

“આરવ, અહી શું કરે છે?” ભંવરે પૂછ્યું. આરવ ઝપક્યો. તેણે ઉપર જોયું. તે બે ક્ષણ માટે સ્તબ્ધ થઇ ગયો, બાઇક પરથી ઊભો થયો, પછી બોલ્યો:

“અ...અ...અ, કંઈ નહીં એમ જ બેઠો છું.”

“આમ... અહીં એકલા?”

“૧૧માં માળે જવું છે. એક કામ બાકી છે એટલે. આ જ બધું જે થયું એનાથી થાકી ગયો ‘તો એટલે બેઠો અહીંયા.” કહી આરવે તેનો ફોન પેન્ટના ખીસામાં મૂક્યો.

“હમ્મ...”

“પાર્ટીમાં નથી આવતો?” રોનાલ્ડે પૂછ્યું. બંને તેને જોઈ રહ્યા.

“પાર્ટી?!?” આશ્ચર્ય સાથે આરવ બોલ્યો.

“હા, પાર્ટી.” રોનાલ્ડે કહ્યું. આરવને યાદ આવ્યું. આજે ઈંટરપોલ ઓફિસનો છેલ્લો દિવસ હતો, તેની પાર્ટી રાખવામાં આવી હતી.

“હા, જવાનું છે. ઉપર જઈ કામ પતાવી આવું. પછી જઈશ પાર્ટીમાં.”

“ઠીક છે.” રોનાલ્ડે કહ્યું. આરવના ફોનમાં ટાયર ઈમેજનું synchronization થઈ રહ્યું હતું. ભંવર સામે જોયું. રોનાલ્ડ તેની ગાડી પાસે ગયો અને ભંવર તેની ગાડીમાં બેઠો. આરવ બંનેને જોઈ રહ્યો.

 

                              તેના ફોનમાં પરિણામ આવી ગયું હતું. ભંવર નિસ્તેજ બની આરવને અને મોટરસાયકલનું નિરીક્ષણ કરવા લાગ્યો. તેને બાઈકનો રંગ યાદ આવ્યો. હમણાં જે બાઇકસવાર બાવળ પાસે હતો, તે આરવ જ હશે. આઠમા માળેથી આવા જ રંગની મોટરસાયકલ તેણે ત્યાં જોઈ હતી. રોનાલ્ડ પોતાની ગાડીમાં ત્યાંથી નીકળી ગયો. આરવ ટાવર-II તરફ ચાલવા લાગ્યો. તેણે ફોનમાં પરિણામ જોયું ૭૯ ટકા છાપ સરખી મળી આવી. તે રાજી થયો, તેનો શક મજબૂત થઈ રહ્યો હતો. આરવે દિલદારને કોલ જોડ્યો:

“હલો...”

“બોલ, આરવ.”

“દિલદારભાય મેં બંને જગ્યાના નિશાન ગાડી સાથે સરખાવ્યા. ૮૦ ટકાથી વધારે સિમિલારિટીઝ આવી રહી છે.”

“એનો અર્થ...”

“એ જ કે સૌપ્રથમ તમે ઉજ્જડ પ્રદેશમાં જુઓ. ત્યાં કોના બોડી પાર્ટ્સ હોઈ શકે? અને ભંવર અત્યારે ઘરે જવા નીકળ્યો છે, રાત્રે તેની અમેરિકની ફ્લાઇટ છે. તમે એના ઘરે જઈ અટકાયત કરો. તે આ વખતે હાથ બહાર નીકળી ગયો તો...”

“એક મિનિટ... આરવ, એક મિનિટ, ખાલી ટાયરની છાપ પૂરતા સબૂત ન કહેવાય. બીજું પણ પ્રૂફ...”

“દિલદારભાય, તમે સમજતા કેમ નથી? આ ખાલી યોગીતાની જ વાત નથી. ગીતાંજલીના કેસમાં પણ ઘણી શંકાઓ ઉભી થઇ હતી, જેના જવાબ નથી મળ્યા. ગીતને એના જ ઘરમાં સૌપ્રથમ મર્યા બાદ જોવા વાળો ભંવર હતો. બધી મૂંઝવણોના સંકેત એની તરફ જઈ રહ્યા છે. આ આપણો છેલ્લો ચાન્સ છે. જો એને અત્યારે નહીં રોક્યો તો તે ક્યારેય હાથમાં નહીં આવે અને તે આગળ પણ છોકરીઓની જિંદગી બરબાદ કરતો રહેશે.” આરવ બોલ્યો.

“ઠીક છે. તને આટલું બધું કોન્ફિડન્સ છે તો પૂછપરછ માટે અટકાવીએ એને.”

“હા જલ્દી કરો, તે અત્યારે જ ગિફ્ટ સિટીથી ઘરે જવા નીકળ્યો છે.”

“ઓકે.” દિલદારે કીધું. તે અમદાવાદથી ગાંધીનગર આવી રહ્યો હતો. આરવે ફોન મૂક્યો. તે ટાવર-II તરફ જવા લાગ્યો.

 

*

 

                              તે કન્યા શરમાઈ રહી હતી. ઈમેન્યુઅલે તેનો હાથ પકડ્યો હતો. તે બોલ્યો:

“આપ કી યે શર્માહત કો મેં હા સમજુ?” તે બોલ્યો.

“અરરર છી!... (કન્યા બોલી અને ઈમેન્યુયલ પાસેથી માઇક લીધું) પેલા વેઇટર ભાઈને બોલાવોને...” ક્લબનો સ્ટાફ એક ખૂણામાં ઊભો હતો, તેમની સામે જોઈ કહ્યું. સૌનું ધ્યાન બે ઘડી સ્ટાફ પર ગયું. ઘડીક સન્નાટો છવાઈ ગયો. આ કન્યા શું કરી રહી હતી? ક્લબનો સ્ટાફ સ્તબ્ધ બની ગયો. એક વેઇટરભાઈ થોડો ગભરાતો આગળ આવ્યો. કન્યાએ તેને ત્યાં જ ઊભા રહેવાનો ઈશારો કર્યો. તે અટક્યો.

“તમારે ચીઝની જરૂર હોય તો જણાવજો. આમની પાસે બહુ ચીઝ લાગે છે. ક્યારના ચીઝી લાઇન ઠોક ઠોક કરે છે!” કન્યા બોલી. પછી બધા મજાક સમજ્યા અને હસ્યાં. ઈમેન્યુઅલ મોઢા પર હાથ રાખી હસવું રોકી રહ્યો.

“શું નામ તમારું?” કન્યાએ પૂછ્યું.

“ઈમેન્યુઅલ.”

“ઈમેન્યુઅલ. આવું સરસ ભગવાનનું નામ રાખીને આવી હરકત કરો છો? ભગવાનનું નામ લો, આરતી-પુજા કરો...” કન્યા હસતાં-હસતાં બોલી.

“તમારી કરું?” એકદમ માસુમિયતથી ઈમેન્યુઅલે પૂછ્યું. કન્યાને હસવું ન હતું પણ ઈમેન્યુઅલનોનો સવાલ સાંભળી હોઠ પર અવળો હાથ રાખ્યો અને પછી બોલી:

“યાર કોણ છે આ? હી ઈઝ અનસ્ટોપેબલ!

“મારુ દિલ તમારા પર સ્ટોપ થઈ ગયું છે... એની વાત કરોને!”

“કેટલી ચીઝી લાઈનો મારે છે. Have some standard!”

“તો તમે ના પાડી શકો છો. હું કો’ક બીજીને બોલાવું...” કહેતા ઈમેન્યુયલ શ્રોતાઓ તરફ ફર્યો, પછી બોલ્યો:

“ક્યાં ગઈ પેલી..?. (બધા હસ્યાં, પણ ઈમેન્યુયલને સ્ટાન્ડર્ડ વાળી વાત માઠી લાગી. છતાં, ચહેરા પર તેના સ્મિત હતું) દેવર્ષી... મારી ટિમમેટ! આમ આવ...”

“એએએ...” આશ્ચર્ય સાથે દેવર્ષી બોલી. બધા હસી રહ્યા હતા, એટલે તે સમજી જ ગઈ મજાક ચાલી રહી છે માટે ઊભી થઈ.

 

                              દેવર્ષીની સુંદરતા જોઈ પેલી કન્યાને પણ થોડી ઈર્ષ્યા થઈ. ઈમેન્યુઅલના એક સાદ પર તેનું નિખાલસ રીતે આવી જવું, ઈમેન્યુયલનો દબદબો દર્શાવી રહ્યું હતું.

“આવ, દેવર્ષી મને મદદ કર. આમને સમજાવ હું સારો માણસ છું.” ઈમેન્યુયલ બોલ્યો અને બધાની ધારણા બદલાઈ ગઈ.

“GO FOR HIM!” દેવર્ષી મોટેથી બોલી.

“ઓકે. થેન્ક યુ પણ હું એક વાત કહેવા માંગુ છું, જો તમે સિરિયસ હોવ તો...” તે કન્યાએ ઈમેન્યુયલને કહ્યું.

“અરે, આટલો સિરિયાસ હું ક્યારેય નથી થયો બોલો.”

“હું ન્યુ યોર્ક રહું છું. તો તમને શું જવાબ આપું...?”

“ફરીથી પોપટ?!? હે ઉપરવાળા કેમ આમ?” ઈમેન્યુયલ બાબડ્યો. પછી માઇક લઈ બોલ્યો: “તો આવું પે’લા કેમ ના કીધું?”

“મને લાગ્યું અહીં આવો ટ્રેન્ડ હશે વાત કરવાનો... ‘ને બીજી પ્રોબલમ મારો બોયફ્રેંડ પણ છે. એને પણ આપણે સાથે રહીશું તો નહીં ગમે.”

“બોયફ્રેંડ?” ઈમેન્યુયલ ડાંગ થયો.

“હા. એક્ચ્યુયાળી તે અહીં જ છે, એ રહ્યો. જલ્દી આમ આવ.” કહી કન્યાએ શ્રોતામાંથી એક યુવકને આગળ આવવા કહ્યું. બધા ઈમેન્યુયલની પરિસ્થિતીની ઠેકડી ઉડાવી રહ્યા હતા. ઈમેન્યુયલે તે યુવકને પૂછ્યું:

“અરે તમે મને રોક્યો કેમ નહીં? કે મારી ગર્લ્રેંદને પરપોઝ ના કર? એમ.”

“મને લાગ્યું અહીં એવો ટ્રેડિશન હશે.”

“એવું લાગ્યું તમને? અમારા ત્યાં બીજાની ગર્લ્રેંદ લઈ જવાનો પણ ટ્રેડિશન છે? લઈ જાવ તમારી પ્રેમિકાને?” ઈમેન્યુયલ બોલ્યો.

 

                              બધાને મજા પડી ગઈ. હવે, બધાનો મૂડ સારો થઈ રહ્યો હતો. ડાન્સ ફ્લોર પર ડીજેએ એકઠી એક ઝનૂન ચઢે એવા ગીતો વગાડી બધાને નાચતા કરી દીધા. સૌ કર્મચારીઓ ફ્રી-સ્ટાઈલ ડાન્સ કરી રહ્યા હતા. ફોરમલ સાડા કપડાં પહેરેલા આ લોકો નોકરિયાત હશે એવું માનવામાં ન આવે, એવો નિપુણ અને બીટ પર નૃત્ય કરી રહ્યા હતા. ઈમેન્યુયલ તે કન્યા સાથે વાત કરવા બાજુમાં ખુરશીઓ હતી ત્યાં બેઠો અને બનેં ચર્ચા કરતાં હતા.

“કેવું લાગ્યું?” ઈમેન્યુયલે તે કન્યાને પૂછ્યું.

 

વોશબેસિનમાં મો ધોયું. મોઢું ધોતા તે વિચારી રહ્યો હતો ગીતાંજલી અને યોગિતા... અચાનક તેને મગજમાં ઝપકારો થયો:

'એક મિનિટ... (એકાએક તે બોલ્યો. અરીસા સામે જોયું. પાણીના છાંટા તેના ચહેરા પર દેખાઈ રહ્યા હતા.) યોગીતા કિડનેપ થઈ ગઈ કાલે રાતે અને સફેદ ગાડી ત્રણ ચાર દિવસથી ઉજ્જડ પ્રદેશ તરફ જતી હતી. તેનો અર્થ શું થયો? ખરેખર તે બોડી પાર્ટ્સ યોગીતાના હોઈ જ ન શકે. ગઈકાલે ગાડી જોઈ ત્યાર પછી પણ યોગીતા ઓફિસમાં દેખાઈ હતી... ઓ માય ગોડ! શું ચાલી રહ્યું છે? તે ડેડ બોડી કોની હશે?’ આરવને પ્રશ્ન થયો.

 

                              તાર્કિક રીતે જોવા જઈએ તો ઉજ્જડ પ્રદેશમાં મળેલા શરીરના હિસ્સા યોગિતાના ન હોઈ શકે. તેના ગુમ થયાના થોડા કલાક પહેલાં જ તેણે સફેદ ગાડી ગિફ્ટ સિટીના રોડ પર જતા જોઈ હતી. એથી એક બાબતો સાફ થઈ ગઈ, બાવળ નીચે કાળી જાડી કોથળીઓમાં યોગીતા ન હોઈ શકે.

 

                              ‘શું યોગીતા જીવતી હશે? તો એ બોડી પાર્ટ્સ કોના? એ કોથળીઓમાં કોના અવયવો પડયા છે? શું તે ગીતાંજલી હશે કે બીજું કોઈ? નો યાર! નો... નો, નો! ગીતાંજલી કેવી રીતે હોઈ શકે? એની બોડી એના ઘરે બાથરૂમમાંથી મળી હતી. યાર... આ ભંવરીયા એ કેટલીના ખૂન કર્યા છે?’ આરવ બબડ્યો. તે ક્રોધ અને વ્યગ્રતાથી ખળભળી ઉઠ્યો. ઝટપટ મોઢું લૂછી બ્હાર નીકળ્યો અને પાર્કિંગ તરફ ભાગ્યો. ‘મારે એ બધી કોથળીઓ તપાસી જોવી પડશે. કદાચ હું બોડી આઈડેન્ટિફાય કરી શકું. એમ વિચારી આરવે બાઈકની કિક મારી.’

 

                              ૦૮:૧૩ થઈ. આખી અવનિ પર અંધારું સ્થપાઈ ગયું હતું. ગિફ્ટ સિટીનો ઉજ્જડ પ્રદેશ ભેદી શાંતિ ગળી ગયો હતો. આરવ ઘટના સ્થળે પહોંચ્યો. લાશના થેલા પાસે ગયો. તીવ્ર ગંદી વાસ આવી રહી હતી. આવી વાસ પહેલાં અનુભવી હોય એવું લાગ્યું. મોઢે રૂમાલ રાખી, બાવળની ડાળીઓ નીચી કરી અંદર ગયો. એક થેલી ઉપાડી બ્હાર આવ્યો. તે બ્હાર આવી રહ્યો હતો, દરમિયાન થેલીમાં પ્રવાહીનું હલન ચલન અનુભવ્યું. કદાચ રક્ત હશે. તેણે થેલી બ્હાર કાઢી નીચે મૂકી ગાંઠ ખોલી. થેલીના ઉપરના છેડા ઊંધા વાળી પહોળા કર્યા. બાદ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી કોથળીમાં જોયું. થેલાની અંદર નજર પડતાં તે ગભરાઈ ગયો અને આશ્ચર્ય સાથે બે ૨ ડગલા પાછળ ખસ્યો.

 

                              કલાઈમાંથી નોખો કરેલો માનવ હાથ લોહીમાં તરબતર થેલીમાં દેખાઈ પડ્યો. ચામડી કોહવવા લાગી હતી. માથું ફાટી જાય એવી ગંધ મારવા લાગી. આ ગંધ મૃત શરીરની હતી.

 

*

 

                              ભંવરે ઘરની ડાબી બાજુ આંગણાની અંદર ગાડી પાર્ક કરી. ઝાંપો બંધ કરી, દરવાજે ડોરબેલ વગાડી. ઝારા-તૃપ્તિ અંદરના રૂમમાં બેઠા હતા. બંને સાવધ બન્યા. સી.આઇ.ડી.નો માણસ અટેક કરવા તો નહીં આવ્યો હોય ને? તેને ચિંતા થઈ, તૃપ્તિ જુનાગઢથી નીકળેલી પોલીસની જિપ્સી કમ્પ્યુટર મેપમાં ટ્રેક કરી રહી હતી. તે અને ઝારા બીજા કોલ પર ઓફિસના કર્મચારી પાસેથી સી.આઇ.ડી.વાળી ઘટનાનો અહેવાલ લઇ રહ્યા હતા. દરવાજે બેલ વાગતાં, ઝારા ઊભી થઈ, તેણે તેની રિવોલ્વર લીધી અને પોચા પગલે આગળ વધી. તે મુખ્ય ખંડમાં આવી. પ્રથમ તેણે દરવાજાના peepholeમાં (દરવાજામાંથી બહારનું દ્રશ્ય જોઈ શકાય તેવું કાણું)માંથી જોઈ તપાસયુ. ભંવરને જોઈ નિરાંત વળી.

“થેન્ક ગોડ!” આરામથી શ્વાસ છોડતા તે બોલી અને દરવાજો ખોલ્યો.

“હાઈ...” ઝારાને તેના ઘરમાં જોઈ ભંવર ચોંકયો. તેને ન હતી ખબર ઝારા અહીં આવી હશે.

“તમે છો... Hii.”

“યસ, બીજું કોણ હોય?”

“મને ડર હતો કે પેલો સી.આઇ.ડી.વાળો માણસ ના આવ્યો હોય.”

“એ ક્યાંથી આવે? એ બધાને તો પોલીસ પકડીને લઇ ગઈ.”

“એવું?”

“હા.”

“ઓકે.”

“શું ચાલી રહ્યું છે? એવરીથીંગ અંડર કંટ્રોલ?” ભંવરે પૂછ્યું.

“યસ.” ઝારા બોલી. બંને અંદરના કક્ષ તરફ ચાલવા લાગ્યા. ઝારાએ ગિરનાર અંગેની માહિતી આપી:

“અરધા કલાક પહેલા તળેટી વિસ્તારથી ગાડી નીકળી ગઈ છે, ગુલશોખના પગમાં ગોળી વાગી છે...”

“હા, એ ખ્યાલ છે મને. હું અને રોનાલ્ડ ઓફિસમાં સાંભળતા હતા.”

“ઠીક છે.”

 

                              તેઓ અંદર આવ્યા. તૃપ્તીનો કોલ મુકાઈ ગયો હતો. તેની ટીમ મેમ્બરે આખી વાત જણાવી હતી. ભંવર આવ્યો એટલે ફરી રૂબરૂમાં વિસ્તારથી આજના હુમલાની વાત શરૂ થઈ. ભંવર સમજાવવા લાગ્યો કેવી રીતે બધું શરૂ થયું હતું અને કેવી રીતે તે અને રોનાલ્ડ ઓફિસમાં નગ્ન થઈ એકબીજાની સામે લડવા ઉભા થઇ ગયા હતા. ઝારા એકદમ રસપૂર્વક તેને સાંભળી રહી. ભંવરે તેની વાત પૂરી કરી, અંતે તેણે ઉમેર્યું:

“તમારે પાર્ટીમાં નથી જવાનું?”

“ના. મારી તો નથી ઈચ્છા.” તૃપ્તિ બોલી.

“મારે પણ નથી જવું.” ઝારાએ કીધું.

“એવું ના ચાલેને. છેલ્લી વાર બધાને મળવું તો પડે ને?”

“પણ આ કામ ચાલુ છે. હું નહીં આવી શકું પાર્ટીમાં મારે લોકેશન ટ્રેક કરવાનું છે. ગુલશોખ સલામતીથી એરપોર્ટ ન પહોંચે ત્યાં સુધી હું મારી જગ્યા છોડી ન શકું.” તૃપ્તિ બોલી.

“ઠીક છે.”

 

                              ઝારાને નવરાશ હતી. અહીં હવે તેનું કંઈ ખાસ કામ ન હતું. રોનાલ્ડ, ભંવર અને તૃપ્તિ ઈન્ટરપોલના કર્મચારી તરીકે કામ કરી રહ્યા હતા. ફિલ્ડ પર જુનાગઢ પોલીસ ગુલશોખ હબીને પોલીસ કારમાં અમદાવાદ લાવી રહ્યા હતા. ભંવર મહેમાન ખંડમાં ગયો અને ટીવી ચાલુ કર્યું. બધી ન્યુઝ ચેનલ દામોદર કુંડનો અહેવાલ આપી રહી હતી. ભંવર જાણતો હોવાથી ઝાઝો રસ ન હતો દાખવી રહ્યો. અંદર કક્ષમાં ગયો અને ઝારા અને તૃપ્તિને ચાનું પૂછ્યું. બંનેએ હા પાડી. ભંવર રસોડામાં જઈ, ચા મૂકી અને ગેસ ધીમો રાખી નાહવા ગયો.

 

*

 

                              ઈન્સ્પેકટર દિલદારસિંહ, નવઘણ દેસાઇ અને બીજા બે પોલીસ અફસર વૃશ્વિક ભંવરના દરવાજે દસ્તક આપવા આવી ગયા હતા. બારણે ટકોરા પડ્યા. તે સૌએ તેમની બંદૂક તૈયાર રાખી હતી. ભંવર અંદર પેકિંગ કરતો હતો. તે દરવાજે આવ્યો. દિલદારસિંહને જોઈ તે હેબતાઈ ગયો પણ ચહેરા પર એ ભાવ ન આવવા દીધો. તેણે પોલીસકર્મીઓને આવકાર્યા.

“દિલદાર તું, અત્યારે?”

“હા.”

“આવોને અંદર...”

“ના, સાયેબ. અમે તમને લેવા આવીએ છીએ. તમે પ્લીઝ અમારી સાથે આવો.”

“કેમ ઈન્સ્પેકટર? કઈ થયું?”

“જી હા, અમને એક લાશ મળી છે, તમારું નિવેદન જોઈએ છે.” દિલદારસિંહે કહ્યું.

“પેલો હલકો એટલે જ પાર્કિંગમાં મારી ગાડી પાસે બેઠો હતો.” ભંવર મનોમન બબડ્યો. તેને આરવ પર શંકા ગઈ, તે ચિડાયો.

“તમારી ગાડીના ટાયરના નિશાન જોવા મળ્યા છે. ખાલી તમારું નિવેદન જોઈએ છે માટે આવવું પડશે.” ઈન્સ્પેકટર દિલદારસિંહે કહ્યું.

“અરે દિલદાર... એમાં શું? આ આવ્યો. પણ મને આ કશા વિષે કઈ ખબર નથી. તો પણ ચાલોને હું આવું છું. મારે એક ટેરરિસ્ટને સેફલી યુ.એસ. લઈ જવાનો છે. તો પેકિંગ કરતો હતો. તમે પહોંચો હું આવું...”

આ સાંભળી દિલદારસિંહ હસ્યો: “ભંવર સાહેબ, ખરેખર તમે સાહેબ છો હો! તમને કોઈ ના પુગી હકે હો... દેસાઇ... જોયું...”

“હા સા’બ.”

“શીખવા જેવુ સે હો! સાયેબે ચેવું વાતનું ગોકડું વારી આપણી વાંહે ભરાય દીધું! (ભંવરના ચાળા પાડતા) તમે પહોંચો હું આવું!” દિલદારસિંહ પહેલા હસ્યો અને પછી ગંભીર બન્યો. અન્ય ત્રણેય અફસર પણ હસવા લાગ્યા. ભંવર ગંભીરતાથી તેને જોઈ રહ્યો.

“તમે પ્રાઇમ સસ્પેક્ટ છો. તમારે અમારી સાથે આવવું પડશે.” દિલદારસિંહ બોલ્યો.

“અરે પણ હું શું કામ યોગિતાને કઈ કરું? તમે ખોટા માણસ પાસે આવ્યા છો...”

“મેં યોગિતાનું નામ દીધું? તમે કેમ એની વાત કરો છો.?” દિલદાર બોલ્યો.

“એ જ હોય ને ગિફ્ટમાં બીજું કોણ હોય શકે?”

“એની વાત જ નથી, તમે ચિંતા ના કરો. નિવેદન લઈને તમને છોડી મૂકીશું.”

(ભંવરે તેના નામની તકતી વાંચી)” પી.આઇ. દિલદારસિંહ સાહેબ. એ રોડ પર મારી ગાડીના નિશાન એટલા માટે છે, કારણ હું ત્યાં આજે એક બાઇકનો પીછો કરવા ગયો હતો. મારે આ બધામાં અત્યારે ન હતું પડવું પણ લાગે છે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી હવે... તમે પ્લીઝ પહેલા તો અંદર આવો...”

 

                              જ્યારે ભંવરે ‘પીઆઇ દિલદારસિંહ સાહેબ સંબોધન કર્યું તો તેને સારું લાગ્યું અને ભંવર કઈક જણાવી રહ્યો હતો. તેમને ભંવરની વાત જાણવાની જીગ્યસા થઈ. ચારેય અંદર ઘરમાં આવ્યા. ભંવરે તેમને આવકાર્યા, સોફા પર બેસાડયા અને વાત ચાલુ રાખી.

 

                              “તમને તો ખબર જ છે, આરવે યોગિતાને સેક્સ્યુઅલી હરેસ કરી હતી, એક દિવસ પહેલા. એ પછી એ એટલો ગુસ્સે થઈ ગયો હતો, કે તેણે યોગીતાને કીડનેપ કરી લીધી. મને પહેલો શક એના પર ગયો. મેં એની મોટરસાઇકલના નિશાન ત્યાં જોયા હતા પણ આજે છેલ્લો દિવસ હોવાથી મારે એની સાથે સંબંધ ખરાબ ન હતા કરવા, હું તમને અમેરિકા જતાં પહેલા આ વાત જણાવાનો હતો પણ તમે મારા ઘર સુધી આવવાની તસ્દી ઉપાડી જ લીધી છે તો સાંભળી લો...

 

                              આરવ મોનાણી ઘણા સમયથી અમારી ઓફિસમાં રિસેપ્શન પર બેસતી સિક્યોરિટી ગાર્ડને લાઇન મારતો હતો. તેણીને આનામાં રસ ન હતો છતાં, આરવે તેનો પીછો છોડ્યો નહીં અને ગઇકાલે લિમિટ ક્રોસ કરી એ છોકરી સાથે એણે બળજબરી કરી. જ્યારે છોકરીએ બૂમાબૂમ કરી મૂકી, તે ખૂબ જ શરમિંદા થયો અને રાતે એને કીડનેપ કરી લીધી! યોગિતા જ્યાંથી કીડનેપ થઈ ત્યાં હું તપાસ કરવા ગયો હતો, ત્યાં એના બાઈકના નિશાન જોવા મળ્યા. હું મારી ગાડી લઈને ગયો હતો તો સ્વાભાવિક છે મારી ગાડીના ટાયરના નિશાન ત્યાં હોય. આરવ હજુ પણ ગિફ્ટ સિટીમાં છે, યોગિતા પણ એટલામાં જ હશે. અત્યારે આખી ઓફિસ ખાલી છે તો એ એકલો ત્યાં શું કરે છે? ઈન્સ્પેકટર તમને આ પ્રશ્ન નથી થતો? તાબડતોબ ગિફ્ટ સિટી તપાસ આદરો. ક્યાંક મોડુ ના થઈ જાય...”

 

                              ભંવરે સમજાવ્યું. દિલદારસિંહ દ્વિઘામાં મુકાયો. કોની વાત સાચી માનવી? ભંવર પાસે કોઈ દેખીતું કારણ લાગતું ન હતું યોગિતાનું અપહરણ કરવા માટે. તેમ છતાં, ભણવારણિ ગાડીના નિશાનને એમ અવગણી તો ન શકાય. દિલદાર તેની વાત પર અડગ રહ્યો.

“વાંધો નહીં વૃશ્વિકભાય, તમે ચિંતા ના કરો. હું અત્યારે જ ગિફ્ટ સિટી તપાસ કરાવડાવું છું. આપડે કોઈને બાકી નહીં મૂકીએ. તમે જલ્દી નિવેદન આપવા આવી જાવ. એટલે અમે ઝડપથી સાચા અપરાધીને પકડી શકીએ...”

“ઠીક છે.” ભંવર બોલ્યો.

 

                              તેની પાસે અન્ય ઉપાય બચ્યો ન હતો. પોલીસની સાથે જવામાં જ સાર લાગ્યો. ખોટું, તેમને શંકા જાય એના કરતાં તેમણે જેમ કહે એમ માની લેવું જોઈએ. ભંવર પોલીસ સાથે જિપમાં બેઠો. દિલદારસિંહને વૃશ્વિકનો પોઈન્ટ પણ વેલીડ લાગ્યો. સિક્કાની બીજી બાજુ હોય શકે છે. તેમણે ગાંધીનગર સેક્ટર બેથી પીઆઇ એસ. બોહરાને એક ટુકડી લઈ ગિફ્ટ સિટી તપાસ કરવા જવા કહ્યું. દિલદારને પોતે આરવે જ્યાં કહ્યું ત્યાં ડેડ બોડી જોવાની ઈચ્છા હતી પણ માંડ ભંવર કૂપરેટ કરવા રાજી થયો છે, એને ના છોડાય. કારણ, બીજી વાર એની પાસે જઈએ તો તે જરૂર મોટા માથાઓને વચ્ચે લાવી પોતાનો બચાવ કરી લેવાનો. એના કરતાં કોઈના હસ્તક્ષેપ વગર જ ભંવરને સીધા રાંદેસણ પોલીસ સ્ટેશન લઈ જવું વધુ યોગ્ય લાગ્યું.

 

*

 

                              અહીં ગીતાંજલી હતી. તેના વસ્ત્રો હાઉસકીપીંગ લિફ્ટના રસ્તાવાળી ગલીમાં પડ્યા હતા. ૧૪ ફેબ્રુઆરીએ પહેરેલી લાલ સાડી, કાળો બ્લાઉસ અને તેના આંતરવસ્ત્રો. આરવની આંખમાં આંસુ હતા. તેણે કપડાં ઉઠાવ્યા અને સુંઘ્યા. હજીપણ તેમાં ગીતાંજલીના સેન્ટની અને શરીરની સોડમ આવી રહી હતી. તે શરીરના બચેલા ભાગ તરફ આવ્યો. પાંચ કાળી થેલીઓ ભરેલી હતી. જેની અંદર શરીરના અંગોના કટકા કરી ભરવામાં આવ્યા હતા. બાજુમાં એડ રસાયણનું ડબલું પડ્યું હતું. આરવે બે થેલીઓ ખોલી અંદર જોયું અને તે સમજી ગયો, આ ગીતાંજલીની જ શરીર રચના છે.

 

                              આપાતકાલીન સીડીઓથી વાદળ ગાજતા હોય એવો બૂટનો અવાજ સંભળાયો. સાત અફસરો સીડીઓથી ઉપર આવ્યા અને છઠ્ઠા માળમાં પેંસ્યા. તીવ્ર દવાની વાસ નાકમાં પેસી. આખા ફ્લોરમાં તીવ્ર અંધારું હતું. પોલીસના હાથમાં ટોર્ચ હતી, તેના ઉપયોગથી તેમણે અંદર તપાસ આદરી. ચાર પોલીસકર્મી જમણી અને ત્રણ ડાબી બાજુ ગયા. હાઉસકીપીંગવાળી ગલીમાં એક આદમી દીવાલ તરફ મોઢું કરી જમીન પર બેઠો હતો. ડાબી તરફ આવેલા બે પોલીસકર્મીઓએ તેને જોયો. બંને સાવચેત બન્યા, બંદૂક નિકાળી સામે તાકી, એક પોલીસકર્મી બોલ્યો: “ઓય, હાથ ઉપર કર!”

“હેંડ્સ અપ!” બીજો પોલીસકર્મી બોલ્યો.

 

                              તે બંનેનો અવાજ સાંભળી બીજા પોલીસકર્મીઓ પણ એ બાજુ આવ્યા. આરવને જાણે કઈ પડી ન હોય એમ ચૂપચાપ બેસી રહ્યો અને આંસુ સારી રહ્યો. આ રીતે આવી બંધિયાર જગ્યામાં એકલા પુરુષને જમીન પર બેસી રોતા ભાળી પોલીસકર્મીઓના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. હ્રદય પર બહુ મોટો બોજ મૂક્યો હોય એમ તેમની હિમ્મત બેસી ગઈ. સમૂહ આખામાં ગભરાહટ પ્રસરી ગઈ. બે હવાલદાર હિમ્મત કરી તેની તરફ આવ્યા. મનમાં ભય હતો, ક્યાંક આ માણસ કોઈક પ્રેતઆત્મા કે જમ ન હોય. બંનેના ચહેરા પર ભયરેખા ઉપસી આવી હતી અને ડરના લીધે હોઠ ફફડી રહ્યા હતા. કમને તેઓ હળવે હળવે પગ ઉપાડતાં નજીક જય રહ્યા હતા.

“સુતરીયા, ચિંતા ના કર અમે બંદૂક એની સામે તાકી રાખી છે, એ કઈ હરકત કરવા જશે એ પે’લા એને ઠાર કરી દેશું! જલ્દી જાવ એની પાસે.” પાછળ ઉભેલો ઈન્સ્પેકટર બોહરા બોલ્યો. તેણે બીજા અફસરોને બંદૂક નીચે કરવા ઈશારો કર્યો અને પોતે હવાલદાર સુતરીયાના પગનું નિશાન લીધું.

“જી સર...” સુતરીયા બોલ્યો.

 

                              સુતારીયાએ એક જ હાથમાં બંદૂક અને ટોર્ચ પકડી રાખી હતી. તેના હાથ કાંપી રહ્યા હતા. તેની બાજુવાળો અફસર પણ સરખી હાલતમાં ન હતો લાગતો. બંને પાસે આવ્યા અને આરવને ખભેથી પકડ્યો. પછી બળ લગાવી ઊભો કર્યો. સૌએ તેની સામે જોયું. બંનેએ આરવને પોલીસની ટુકડી તરફ ફેરવ્યો. આરવ બાવરો લાગી રહ્યો હતો. પાંચેય પોલીસકર્મીઓએ તેના તરફ ટોર્ચ લાઇટ મારી. આરવની આંખો અંજાઈ. બે ઘડી બધા અચંબામાં તેની સામે જોઈ રહ્યા. પછી આરવને હાથકડી પહેરાવી. આ જોઈ આરવ બોલ્યો: “ઓ ભાઈ, હું ખૂની નથી. હું આઇ.બી.નો એજન્ટ છું.”

“હા, હા... હા, આઇબી...!”

“એઝન્ટ!” બે પોલીસકર્મી તેની મશ્કરી કરતાં, હસતાં બોલ્યા.

“દિલદારભાય ક્યાં છે? એની સાથે વાત કરાવ...” આરવ બોલ્યો.

 

“આઆઆઆઆઆ....!!!” લિફ્ટની જમણી બાજુથી કોઇકે ચીસ પાડી. બધા પોલીસકર્મીઓ ફફડી ગયા. સૌનું ધ્યાન એ બાજુ ગયું.

 

                              ફ્લોરની સામે બાજુ, ડાબી દિશામાં આરવ અને પોલીસકર્મીઓ ઊભા હતા. ચીસનો અવાજ સાંભળી તેઓ ડાબી ગલીથી જમણી ગલી બાજુ ભાગ્યા. પોલીસકર્મીઓએ દૂરથી ફ્લેશલાઇટ પાડી. બીકથી થથરતો એક પોલીસકર્મી દેખાયો. સૌ જમણી કોર આવ્યા. લિફ્ટની બાજુની ગલીમાં એક યુવતી જમીન પર પડી હતી. તેના વાળ ઉઘાડા હતા અને તે વિચિત્ર રીતે જમીન પર સૂતી પડી હતી. અચાનક ટોર્ચના અજવાળે એના પર નજર જતાં અફસરના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. તેની ચીસ સાંભળી હાજર ઉભેલા ઈન્સ્પેકટરનું બ્લડ પ્રેશર વધી ગયું.

“ઓયયય! શું બૂમો પાડે છે! ડફોળ!” ઈન્સ્પેકટર બોહરા બોલ્યા.

“સાયેબ, ન્યાં જુવો...” કહી તેણે યુવતી તરફ ટોર્ચ લાઇટ કરી. સૌનું ધ્યાન એ  તરફ પડ્યું. આરવે જોયું: “યોગિતા...”

“તું આને ઓળખે છે?” સુતરીયાએ આરવને પૂછ્યું. તેને મનમાં આરવ ગાંડો લાગ્યો. અહીં આવી રીતે બેસવાના લીધે.

“હા…”

“ઓળખતો જ હોયને, ખૂન કરવાનો હતો એટલે...” ઈન્સ્પેકટર બોલ્યા.

”આ ગઇકાલ રાતની ગાયબ છે. ટાવર-IIમાં સિક્યોરિટીની જોબ કરે છે. તમે દિલદારને કોલ લગાવોને, એ ઓળખે છે મને!” આરવ બોલ્યો.

“ચૂપ! બિલકુલ ચૂપ! એક વરગાડે ઠોકયા!” ઈન્સ્પેકટર બોલ્યા. આરવ સ્તબ્ધ થઈ ગયો. ખડતલ શરીર ધરાવતા આ અફસરની વાત પર વિશ્વાસ કરવાનું તેનું મન થઈ આવ્યું. આટલા લોકોની વચ્ચે ક્યાંક સાચે જ તે ચોડી દે તો? આરવને બીક લાગી. તે ચૂપ થઈ ગયો.

 

                              ઇન્સ્પેક્ટર બોહરાએ દિલદારસિંહને કોલ લગાવ્યો. તેઓ વાત કરતાં બીજી દિશામાં બધાથી દૂર ચાલવા લાગ્યા. અન્ય અફસરો એમની જગ્યા પર ઊભા રહ્યા. આરવ મનમાં ઘટનાક્રમ ગોઠવવા લાગ્યો, ક્યાં, કેવી રીતે, શું થયું હશે. એક અફસરે યોગિતા નજીક જઈ તપાસ્યું, તે જીવતી છે કે નહીં? સૌનું ધ્યાન તેના પર ગયું. આરવને ન હતી ખબર યોગિતા અહીં હશે. ગીતાંજલીને જોઈ તેને પહેલાથી અવસાદ હતો અને યોગિતાને આવી હાલતમાં જોઈ તેને આઘાત લાગ્યો. જલ્દીથી દિલદાર સાથે આ ઈન્સ્પેકટર વાત કરી લે એટલે અહીંથી છૂટું. પછી આ જગ્યાની તપાસ કરવા લાગુ. ભંવર મર્યો સમજજો હવે. એનો ખેલ પૂરો. આરવે વિચારી લીધું. થોડીવાર બાદ ઈન્સ્પેકટર પાછા આવ્યા.

“આને ગાડીમાં બેસાડો!” તેમણે કહ્યું.

“હા.” એક અફસર બોલ્યો.

“કેમ સર?” આરવે પૂછ્યું.

“કેમ શું વળી? આ છોકરીઓને અહીં પૂરી રાખે છે અને પાછો પૂછે છે કેમ? ઠોકયા! એક વરગાડે ને!” ક્રોધિત થતાં ઈન્સ્પેકટર બોલ્યા.

“અરે સાહેબ, તમે ખોટું સમજો છો, એકવાર દિલદારભાય સાથે મારી વાત કરાવો.” આરવે કહ્યું.

“હા, એની જોડે જ વાત કરી, એણે જ કીધું હેંડકફ બાંધો સાલાને!” ઈન્સ્પેકટરે કહ્યું.

“ના હોય, લાવો મને વાત કરાવો!”

“ચલ બે... ઠોક્યા!”

“અરે સર, જરૂર કઈક ગેરસમજ થઈ છે, મારૂ નામ આપો. હું આરવ મોનાણી વાત છું. આઇબીમાં એજન્ટ છું હું.” આરવે આજીજી કરતાં કહ્યું.

“હા, હો. બોવ સારું. લઈ જાવ લ્યા આને...” ઇન્સ્પેક્ટરે બંને હવાલદારને કહ્યું અને છઠ્ઠા માળે તપાસ શરૂ કરી. આરવ વિનંતી કરતો રહ્યો પણ હવાલદાર તેને બળપુર્વક ઢસડીને નીચે લઈ ગયા.

 

*

 

(ક્રમશ:)