પ્રેમ સમાધિ - પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-87

પ્રેમ સમાધિ
પ્રકરણ-87

કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર્ષાઇ એનાં રોમ રોમમાં આનંદની ધ્રુજારી આવી ગઇ.. કલરવનો ચહેરો કાવ્યાનાં ચહેરાં પર છવાયેલા હતો. બંન્નેનાં હોઠ એકબીજાને ચંપાયેલાં સ્પર્શેલા હતા. કલરવનાં ગરમ ગરમ શ્વાસ કાવ્યાનાં ચહેરાંને સ્પર્શી રહેલાં એનાં તનની મીઠી સુવાસ અનુભવી રહેલી બંન્ને એટલાં એકમેકમાં પરોવાયા હતાં મધુરસ પીવામાં તન્મય હતાં કે આંખો તૃપ્તિથી બંધ થઇ ગયેલી..
કલરવ કાવ્યાનાં નાજુક ગુલાબી નમણાં હોઠને ચૂસી રહેલો બન્નેની મુખની લાળ એકબીજામાં ભળી રહેલી બંન્ને એકબીજાનાં... બહાર મેહૂલો તોફાને ચઢેલો એ પણ મુશ્ળદાર વરસી રહેલો.. કાવ્યા કલરવનાં હોઠથી બહાર લાળ ટપકી રહેલી.. પ્રેમનો ઉન્માદ એટલો વકરેલો કે બંધ આંખોમાંથી પણ પ્રેમાંશું વરસી રહેલાં..
કાવ્યા કલરવ આજે સાચેજ પ્રેમસમાધિમાં સરી ગયેલાં ના સમયનું ના સ્થળનું ભાન હતું બસ એકમેકને સંપૂર્ણ સમર્પિત થવા થગગની રહેલાં.. આભમાં વાદળ ગજર્યા ખૂબ મોટો ગડગડાટ અને કડાકો થયો. કાવ્યા ગભરાઇને કલરવને વધુ ચૂસ્ત રીતે વળગી ગઇ બંન્ને પ્રેમભીનાં હૃદય ઘરમાં રહી પ્રેમલાગણીથી ભીંજાઇ રહ્યાં હતાં આજે સૂક્ષ્મ પંચતત્વની શક્તિઓ સાક્ષી બની રહી હતી..
કાવ્યાએ કલરવનાં હોઠ ચૂમતાં કહ્યું "મારાં કલરવ આમ પ્રેમભીના આપણાં હૃદયને વધુ ભીંજવીએ આપણું તનમન બધુ આજે ભીંજવી દઇએ. આપણાં ભૂતકાળની આકરી દુઃખી પીડાદાયક યાદોને વરસાદમાં ભીંજવી ધોઇ નાંખીએ.. કાળજાનાં કામણને એક નવું રૂપ આપીએ આવ કલરવ આજે વિધાતા જે કરવા જઇ રહ્યાં છે એને વધાવી લઇએ ના કોઇ વિચાર ના સાચા ખોટાંની પરવા ના દુન્યવી વાતોની સીમા, મર્યાદા કશુંજ નહીં બસ હું અને તું.. બસ તું અને હું ચાલને કલવર ઉપર ટેરેસ પર જઇએ ત્યાં ખુલ્લા વાતાવરણમાં ભીંજાયેલાં હૈયા સાથે તનને ભીંજવ્યે આજે પ્રેમ સમાધિ ઉજવીએ...”
કલરવ કાવ્યાને પ્રેમથી સાંભળીજ રહેલો એણે કાવ્યાને ચૂસ્ત ચુંબન આપીને કહ્યું “ચાલ પ્રેમસમાધિ ઉજવીએ.”..
બંન્ને પ્રેમથી ભીંજાયેલાં પ્રેમતીરથી ઘવાયેલા જુવાન હૈયાં ટેરેસ પર પહોંચ્યાં. પંચતત્વની આ સુંદર ક્ષણો.. વરસતો મેહુલો ગરજતું આભ.. કાળા ભીના વાદળોની વણઝાર સાંબેલાધાર વરસાદ આજુબાજુ લીલોતરી વનસ્પતિ સૃષ્ટિ... તૃપ્ત થયેલી ધરતીની મોહક સુગંધ અને પ્રેમચુંબકથી જોડાયેલાં આ કલરવ કાવ્યાનાં તન આજે પ્રેમ રાસ રમી રહેલાં....
કલરવે કાવ્યાને બાંહોમાં ભરતાં કહ્યું "કાવ્યા જો આ આભ.. કાળા વાદળોની ભરમાર આ આભનો ઉમટતો પ્રેમ છે ધરતી પર પ્રેમથી વરસી પડવાની ક્ષણો છે ધરતી પણ એની બાહો ફેલાવીને મેહુલાને વધાવવા તરસી રહી છે તૃપ્ત થતી ધરતી પુકારતી.. વરસો હજી વરસો મેહૂલા.. વરસતા રહો એવું માગી રહી છે પ્રાર્થી રહી છે સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે એની પણ એક ગૂંજ છે એક સ્વર છે કેવો મીઠો સંવાદ છે જે આભ અને બાહો ફેલાવેલી ધરતી સમજી રહી છે સાંભળી રહી છે.....”
“કાવ્યા આ વનસ્પતિ સૃષ્ટિ સાથીભાવે બંન્નેને જોઇ માણી રહી છે સાથે સાથે આભાર માને છે કે તમારાં બંન્નેનાં આભ ધરતીનાં આ પ્રેમમિલનથી અમારી સૃષ્ટિ ફૂલીફાલી રહી છે લીલાંછમ્મ વૃક્ષો વેલા ક્ષૃપો પણ સંતૃપ્ત થઇ રહ્યાં છે અને સાક્ષી છીએ તમારાં આ અમર પ્રેમમિલનનાં... કાવ્યા આજે આપણે આ પંચતત્વનાં આશીર્વાદની હેલીમાં તરબતર થઇ એ મને સાક્ષી બનાવી અમર પ્રેમ કરીએ આજે એવો દાખલો ટાંકીએ કે પ્રેમ અમર થાય આ તન ચીંથરા રહે ના રહે પણ આપણો પ્રેમ મૃત્યુ પછી કે કોઇપણ યોનીમાં હોય આપણે સાથેજ હોઇએ આ પ્રેમઅમૃતનું પાન કરીને અમર થઇ જઇએ.”
કાવ્યાએ કહ્યું “એય મારાં પાગલ પ્રેમી મારાં કલરવ તારાં કામણથી મારું હ્ર્દય ધવાયું છે તારાં નેણ ને વેણ બંન્નેનાં પ્રેમતીરથી ધવાઇ છું આ પ્રેમથી ધવાયેલી હું વિહવળ થઇ છું તારામાં સમાઇ જવા ઇચ્છું છું તું એટલો વિશાળ થઇને પાછો મને સમાવી મારામા સમાઇ જા જીવ નીકળી ગયાં પછી પણ મારાથી છુટો કદી ના પડે એવા અફર વચન આપ મારાં કલરવ....”
કલરવ કાવ્યાનાં પ્રેમથી અભિભૂત થયેલો હતો કાવ્યાની આંખોમાંથી અશ્રુ વહી રહેલાં એક એક અશ્રુબીંદુ મોતીની જેમ ચળકતાં હતાં.. કલરવે કાવ્યાનો ચહેરો હાથમાં લીધો એની આંખૌ ચૂમી લીધી એનાં અશ્રુ પી ગયો અને બોલ્યો “મારાં દીલની રાણી હું તને વચન આપું છું આ વચન સાચાં પ્રેમીઓએ એકમેકને આપ્યું છે આપ્યું હશે હું ઉમા શિવ, રાધાકૃષ્ણ , સીતારામની સાગંદ ખાઇને કહું છું કે હું જીવતા કે મૃત્યુ પછી... મૃત પછી પણ કોઇ દુનિયા હોય.. કે કોઇ યોની હોય બસ હું તારો તું મારી.. હું કદી તારો સાથ નહીં છોડું....”
“મારી કાવ્યાં તારાં સિવાય મારાં મન હૃદયમાં કે વિચારમાત્રમાં કોઇ બીજી છોકરી, સ્ત્રી નહીં હોય માત્ર તું... તારાંથીજ મારું જીવન, સ્વર્ગ, સુખ.. અને જો કોઇ આપદા દુઃખ આવી પડે કોઇ મોટી ઉપાધી મુશ્કેલી આવી પડે તો આપણે એકબીજાનાં સાથમાંજ હોઇશું. એક ક્ષણ પળ માટે જુદા નહીં થઇએ એકમેકનાં સાથમાં રહીને બધાનો સામનો કરીશું...”
“એય વ્હાલી કાવ્યા એકમેકને વફાદાર રહીશું. વિચાર વર્તનમાં પણ કોઇ ધ્વેશ, ઇર્ષ્યા કે દગો નહી હોય માત્ર વફાદારીનાં વચન નિભાવીશું જો કોઇ એવી પળ આવે કે ધીરજ ખૂટે, કોઇ રમત રમે, વિખુટા પડવાની ક્ષણો જણાય તો જીવ આપીને કાયમ માટે એક ઓરા થઇ જઇશુ આ મારું વચન છે તું પણ મને વચન આપ.”
કાવ્યા કલરવને મંત્રમુગ્ધ થઇને એક ધ્યાનથી ફક્ત એનાં તરફ નજર રાખીને સાંભળી રહી હતી બંન્નેનાં ચહેરાં પર વરસાદી બૂંદો છવાયેલી હતી તન ભીંજાઇ રહેલું.. કાવ્યા કલરવનાં ચરણોમાં પડી એનાં પગની પાનીઓને પકડી.. એને ચૂમી ધીમે ધીમે કલરવને ચૂમતી ઉભી થઇ અને એનાં હોઠને ચૂસ્ત ચૂમી આપીને બોલી “આ હોઠ જે કંઇ બોલ્યાં છે એ બધીજ લાગણી હું સમજી છું દરેક વચન પાળીશ અને બંઘાઉ છું જીવતાં કે મૃત્યુ પછી પણ તારીજ અર્ધાંગિની બનીને રહીશ આ મારું અમર અચળ વચન છે મારાં કલરવ.... “

વધુ આવતા અંકે ---- પ્રકરણ-88