Prem Samaadhi - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ 4

પ્રેમ સમાધિ
પ્રકરણ - 4

મધુટંડેલ શંકરનાથને અવાકની જેમ ઉભો રહી સાંભળી રહ્યો. એ સવાર સાંજ ભૂલી જાણે તારાં ગણવા લાગ્યો... એ મનમાં વિચારવા લાગ્યો હું આ શંકરનાથને ભોટ બ્રાહ્મણ સમજી રહેલો. ભાઈબંધ બનાવી મારું કામ કાઢી રહેલો પણ આતો પહોંચેલી માયા છે એ મને આખો ગળી જાય પહેલાં સાવધ રહેવું પડશે.
શંકરનાથે મંદિરનો ઘંટ વગાડ્યો એનો પવિત્ર ઘંટરાવનો અવાજ પણ મધુ ટંડેલને ખતરાની ઘંટડી જેવો અનુભવ થયો એ હાથ જોડી બહાર જ ઉભો રહ્યો અંદર મંદિરમાં ગર્ભગૃહમાં જવાની હિંમત ના રહી. વિજય ટંડેલનું નામ સાંભળીનેજ એનાં હોંશહવાસ હવા થઇ ગયાં. એ વિચારવા લાગ્યો વિજય ટંડેલતો બહું મોટું નામ છે બધી રીતે પહોંચેલો માણસ... એ આ શંકરનાથનાં સાથમાં છે ? વિજય ટંડેલનાં તો આ નારણ, યુનુસ, ઈમ્તિયાઝ ફોલ્ડર જેવાં છે વિજયનાં એક ઈશારે કંઈ પણ કરવાં તૈયાર થઇ જશે.
મધુ ટંડેલ વિજયનું નામ સાંભળ્યાં પછી એવો ઢીલો થઇ ગયો કે શંકરનાથ દર્શન કરી અંદરથી બહાર આવી ગયાં એનો પણ એહસાસ ના થયો. ચકરાવે ચઢેલું મન જાણે વાસ્તવિકતા ભુલાવી રહેલું. શંકરનાથે હસતાં હસતાં આવીને કહ્યું “મધુ શું વિચારોમાં પડી ગયો? ચાલ ઘરે આવે છે કે તને તારું ઘર સાંભર્યું છે? કંઈ નહીં કાલે ઓફીસે મળીએ હું ઘરે જવા નીકળું.”
શંકરનાથે મધુટંડેલનો જવાબ કે હાવભાવ જોવાની દરકાર કર્યા વિનાં ઘર તરફ જવા નીકળી ગયાં. એમનાં ચહેરાં પર વિજયી સ્મિત હતું... જે જોવા મધુ ટંડેલ હાજર નહોતો એ ત્યાંથી પોતાનાં ઘર તરફ જવા નીકળી ગયાં.
*******
પોરબંદરનાં ડોકયાર્ડ પર લાંગરેલી બોટમાં વિજય ટંડેલની કંપની મત્સ્ય કન્યા ફીશરીશનાં ખારવાઓ માછલીઓ લાવીને મોટાં મોટાં બાસ્કેટમાં ખાલી કરીને લઇ જઈ રહ્યાં હતાં ત્યાં વિજય ટંડેલનો ખાસ માણસ રાજુ નાયકો બધાને સૂચના આપી રહેલો. એ આજે ઘણો ખુશ હતો. ધારણા કરતાં ઊંચી ઓલાદની (મોંઘી) માછલીઓ મોટાં પ્રમાણમાં પકડી હતી એનો સેટેલાઇટ ફોન રણક્યો એણે તરતજ ઊંચક્યો બોલ્યો "યસ બોસ " સામેથી સત્તાવહક અવાજ આવ્યો.
“રાજુ આજની જેટલી માછલી પકડી છે બધીજ જુદાં પેકીંગમાં તૈયાર કરીને મોકલવાની છે એ બધીજ મુંબઈ મોકલવાની છે એનો બગાડ ના થાય એરીતે કાળજીથી બરફ - મીઠું અને કેમીકલ સાથે રાખજો એની ઘણી ઊંચી કિંમત મળે એવી છે. અને ખાસ એમાં જે માલ તૈયાર થાય એમાં 6 કાર્ટન "ખાસ" મોક્લવાનાં છે જે શીપમાં લોડ થાય ત્યારે માછલીનાં કાર્ટન જેવાં અસ્સલ હોવાં જોઈએ જેથી બધાં એક સાથે મુંબઈ ઉતરી જાય. એની સૂચનાં તને પછી મળી જશે પણ કાળજી રાખજે આપણાં ખારવાઓને પણ ગંધ ના આવવી જોઈએ” , એમ કહી ફોન કાપ્યો.
રાજુ કંઈ બોલવા જાય પહેલાં ફોન કપાઈ ગયો... રાજુએ સાચવીને ફોન કોટનાં ખીસ્સામાં મુક્યો અને હસ્યો મનમાં વિચાર્યું મારું પણ તગડું કમીશમ પાકી જશે. અને એનાં રંગીન વિચારોમાં પડી ગયો.
*******
શંકરનાથ ઘરે આવ્યાં. કંઈજ બન્યું ના હોય એવાં હળવા મને ઘરમાં પ્રવેશ કર્યો. ઉમાબેન રસોડામાં રસોઈમાં વ્યસ્ત હતાં. ગાર્ગી અને કલરવ સ્કૂલ બેગમાંથી બુક્સ કાઢી એમનાં ભણતરમાં વ્યસ્ત લાગ્યાં.
શંકરનાથે પ્રવેશ કરીને કહ્યું "ઉમા હું આવી ગયો છું રસોઈ તૈયાર થાય કહેજે વેળાસર જમી લઊં પછી મારે થોડું બહારનું કામ છે કોઈને મળવાનું છે.”
ઉમા બહેને રસોઈઘરમાંથીજ કહ્યું “તમે હાથપગ ધોઈ આવી જાવ રસોઈ તૈયારજ છે તમને અને છોકરાઓને બધાંને સાથે આપી દઊં છું” શંકરનાથે કલરવ અને ગાર્ગીને કહ્યું “છોકરાઓ પછી ભણજો આવી જાવ સાથે જમી લઈએ.”
ઉમાબહેને રસોઈ પીરસવાનું શરૂ કર્યું કલરવ અને ગાર્ગીએ આસન પાથરી દીધાં. પીવાનાં પાણીનાં ગ્લાસ અને લોટો ભરી લાવ્યાં બધાં આસન પર જમવા બેસી ગયાં શંકરનાથે કલરવને કહ્યું “દીકરા તારી પરીક્ષા નજીક છે તારી તૈયારી કેવી ચાલે છે ? ટ્યુશનમાં નિયમિત જાય છે ને ?”
કલરવે કહ્યું “પાપા બહુ સરસ તૈયારી છે બધું નિયમિત ચાલે છે ડીસ્ટીંકશન તો આવશેજ. મારે સારાંમાં સારી કોલેજમાં એડમીશન લેવું છે ભલે બહાર જવું પડે.”
શંકરનાથે કલરવ સામે જોયું અને હસ્યાં પછી બોલ્યાં “દીકરા સારામાં સારું ભણજે... મારાં જેવી નોકરી નથી કરવાની... હવે આપણે પણ..”. પછી બોલતાં અટકી ગયાં અને ગાર્ગી સામે જોઈ બોલ્યાં "કલરવ તારી નાનકી ગાર્ગીનું ભણવાનું પણ જોજે મને સમય નથી મળતો. તારી માં ને ફાવશે નહીં...”
ત્યાં ઉમાબહેન રસોડામાંથી બહાર આવી ગરમાગરમ ભાખરી અને ખીચડી પીરસતાં બોલ્યાં "મને શું નહીં ફાવે ?" અને તમે શું કહેતાં અટક્યાં ? કંઈ ચિંતા જનક નથીને ?”
શંકરનાથે હસતાં હસતાં કહ્યું "નારે મારો મહાદેવ બેઠો છે આ પોઠીયાને શેની ચિંતા ? આતો કલરવ ખુબ સારાં માર્કે પાસ થાય તો સારાંમાં સારી કોલેજમાં એડમીશન મળે ભલે બહાર ભણવાં જવું પડે.”
ઉમાબહેન કહે “બહાર એટલે ? પરદેશ નથી મોકલવાની મારી નજર સામેજ મારાં બંન્ને છોકરાં રહેવાં જોઈએ.” શંકરનાથે કહ્યું ઉમા મારો કહેવાનો મતલબ છે કોઈ બીજા મોટાં શહેરમાં... પરદેશની વાત નથી... હવે કલરવને મુછનાં દોરા ફૂટી ગયાં છે નાનો નથી કાલે એનાં ઉજ્વળ ભવિષ્ય માટે ગમે ત્યાં જવું પડે આપણે વચ્ચે રોડા નહીં બનવાનું એ બધી ભવિષ્યની વાત છે”.
શંકરનાથે પછી આગળ વાત ના વધારતાં કહ્યું “હમણાં શાંતિથી જમી લો. હું પણ આપણાં સારાં અને શાંતિભર્યા જીવન માટે કોઈ નિર્ણય લઊં તો આશ્ચર્યમાં ના પડશો”.
ઉમાબહેને કહ્યું “અહીં શાંતિજ છે આટલું સરસ પવિત્ર જૂનાગઢ અહીંની ભૂમિ - સંસ્કાર સંસ્કૃતિ તો પરંપરાગત રીતે ખુબ સારી છે બીજો નિર્ણય શા માટે લેવો ?”
શંકરનાથ સાંભળી રહ્યાં... કંઈ બોલ્યા નહીં થોડીવાર શાંત રહ્યાં પછી કલરવની સામે જોઈ બોલ્યાં “મારે કલરવ માટે વિચારવાનું છે અહીં બધુંજ સારું છે આપણી જન્મભૂમિ છે કચ્છ સૌરાષ્ટ્રતો ગુજરાતનું નાક છે. ગૌરવ છે આપણું આખું ગુજરાત સમૃદ્ધ છે... પણ જીવનમાં ઘણા નિર્ણયો આપણાં સારાં માટે સલામતિ માટે લેવા પડે છે. કચ્છથી બદલી થઇ જૂનાગઢ આવ્યાં આતો બદલી ક્યાંય થઇ શકે છે” એમ ગર્ભિત બોલ્યાં...

વધુ આવતા અંકે પ્રકરણ - 5

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED