પ્રેમસમાધિ
પ્રકરણ-86
વિજય બંગલામાંથી ગાડી લઇને સડસડાટ બહાર નીકળી ગયો. જે ભાઉએ વાત કરી હતી એનાંથી તાણતો થઇ સાથે સાથે આનંદ પણ થયો અને વિચાર આવ્યો બાતમી બસ સાચી પડે.. એટલેજ ઘરેથી નીકળતાં કલરવ સામે જોવાની હિંમત ના થઇ રખેને કલરવની આંખો મારી આંખોનાં ભાવ જાણી જાય.. પણ આજે થોડી હાંશ અનુભવી રહેલો ક્યારે ડોક પર પહોંચી શીપ પર સવાર થાય અને આખો જરૂરી રસાલો લઇને દરિયો ખૂંદવા નીકળી પડે બાતમી પ્રમાણે એ શીપનો કબ્જો લઇ લે.
વિજયે હવે વિચારો ખંખેરી ભાઉને ફોન કર્યો.... "ભાઉ શીપ રેડી ? બધાને સાવધ કરો નીચેનાં ચોર ભંડકીયામાંથી શસ્ત્રો તૈયાર રાખજો રખે જરૂર પડે.. ખાસ મુંબઇ વાત કરી લો આપણે ફીશીંગ માટેજ નીકળ્યાં છીએ એજ સ્ટાફમાં જાહેર કરજો આપણી વાત આપણાં પુરતી ખાનગી રાખજો.. સુમનને પણ કોઇ ગંધ ના આવે પણ સાદ ચોક્કસ કરજો હું ઘરેથી નીકળી ગયો છું થોડીવારમાં શીપ પર પહોંચીશ બાકીની વાતો રૂબરૂ કરીશું.. રાજુને કહેજો બધાં બોક્ષ જાળ, બધુજ તૈયાર રાખે”. આમ કહી ફોન મૂક્યો..
***************
કલરવે કાવ્યાની સામે જોઇને કહ્યું "આજે તને તારાં પાપા જુદા કેમ લાગ્યા ? શું થયું ? મેં તો એટલું ચોક્કસ માર્ક કહ્યુ કે એમનાં મનમાં કંઇક જુદી વાતો છે અને બોલી બીજુ રહ્યાં છે. મને કંઇ નથી સમજાયું.” કાવ્યા કલરવની નજીક આવી અને બોલી “હું તારાં જેટલો કોઇનો અભ્યાસ નથી કરી શક્તી પણ કાયમ કરતાં આજે જુદાજ લાગ્યાં...”
કલરવે પૂછ્યું "જુદા એટલે ? કઇ રીતે જુદા ?” કાવ્યાએ બારીની બહાર નજર કરતાં કહ્યું "કલરવ જોને હજી હમણાં વાદળ ઘેરાયેલાં અને મેહૂલો વરસવા લાગ્યો. અહીં દમણ કે પોરબંદર દરિયાકાંઠાનો પ્રદેશો ક્યારે વાદળ છવાય ક્યારે મેહૂલો વરસે.. કંઇ ખબરજ ના પડે...”
કાવ્યાની વિષયબહારની વાતો સાંભળી કલરવને થોડું આશ્ચર્ય થયું પછી કંઇક સમજ્યો હોય એમ બોલ્યો "વાહ કાવ્યા તે મારાં પ્રશ્નનો સરસ જવાબ આપી દીધો. મોસમ અને ઋતુ એનું કામ કરે છે વાદળ છવાય વરસાદ વરસે... પણ અહીં આજે બિન બાદલ બરસાત "જેવી સ્થિતિ તેં અનુભવી આજે ઘણાં સમયે તને તારાં પાપા લાગણીસભર અને કંઇક કરી છૂટવાની ઘગશવાળાં લાગ્યાં... લાગણી સાથે કોઇ કર્મ કરવાનાં મૂડમાં લાગ્યાં સાચું ને ?”
કાવ્યા હસી પડી.. પણ એની આંખો ભરાઇ આવી બોલી “મેં આજે માં નો ઉલ્લેખ કર્યો...એમનાં મનમાં પણ કોઇ બીજી વાત હતી.. આજે એમને ઘણું યાદ આવ્યું મેં કરાવ્યું એવું લાગ્યું... મારી મંમીએ એમને છેક સુધી સાથ આપ્યો કોઇ પ્રશ્ન ફરિયાદ વિના,..... મારી માં એમને સમર્પિત હતી કોઇ અપેક્ષા વિના એમને પ્રેમ કરતી રહી રાહ જોતી રહી કેટલીયે વાર મેં એની વરસતી આંખો જોઇ છે હું નાની હોવાં છતાં બધુ સમજી જતી.. આજે પાપાને કોઇ સંવેદના સ્પર્શી ગઇ હોય એવું લાગ્યું એટલે જુદા લાગ્યાં...”
આમ બોલતાં બોલતાં કાવ્યાની આંખો સાચેજ વરસી ગઇ.. એ બોલી કલરવ આમતો અમારાં ટંડેલ સમાજમાં બધાં દરિયો ખેડતાં માછીમાર મુખ્ય ધંધો.. મારાં નાના દાદા, માસા, મામા જે જુઓ બધાં દરિયો ખેડતાં બધાં મહિનાઓ સુધી વહાણવટુ કરતાં ઘરથી દૂર રહેતાં એમાં અમે કોઇ ખાસ નહોતાં.. આમેય ટંડેલ... માં એ બધુજ જોયેલુ પોતાનાં ખુદનાં ઘર કુટુંબમાં આ પ્રથા હતી બધાનું આજ સ્વીકારેલું જીવન હતું અરે ઘણાં પુરુષો તો નેવીમાં નોકરી કતાં વરસે ઘરે આવતાં...”
“પણ મારી માં જુદી માટીની હતી એ ટંડેલનાં કુટુંબમાં જન્મી હતી પણ ખૂબ લાગણીશીલ હતી બધી વાસ્તવિક્તા જોઇ હતી સ્વીકારી હતી છતાં... એ પાપાની જુદાઇ એમનો થોડાંક મહિનાઓનો વિરહ સહી નહોતી શક્તી...બધાં કામકાજ કરતી મને સારાંમાં સારી રીતે ઉછેરતી...પણ પાપા બીજી સ્ત્રીઓ સાથે,, સંબંધ....એ ના સહી શકી મને લઇને નાનીનાં ઘરે આવી ગઇ...”
“અમારાં સમાજમાં મોટાં ભાગનાં પુરુષો દરિયો ખેડતાં મહીનો બહાર રહેતાં... કોઇ પાછાજ ના આવે બીજી સ્ત્રીઓ રાખતાં, પરણી જતાં.. વ્યભીચાર કરતાં રખાત પાળતાં... કંઇ નવું નહોતું પણ માં જુદી માટીની હતી...ફરી બોલી..માં મારી જુદી માટીની હતી.. માં.. હું એનીજ દીકરી છું.. મારામાં પણ એનાં....” આમ બોલતાં બોલતાં કાવ્યાની આંખો વરસી પડી ધુસ્કે ને ધુસ્કે રડી પડી...
કલરવને થોડાક સમય સમજાયું નહીં કે એ શું કરે ? કાવ્યા બોલી રહી હતી ત્યારે એને એની માં યાદ આવી રહી હતી એની નાનકી.. પાપા બધાની યાદ આવી ગઇ હતી કાવ્યાને આશ્વાસન આપવા સમયે કલરવ પણ લાગણી ભીનો થયો એણે કાવ્યાને વળગાવી પોતે પણ ધુસ્કે ને ધુસ્કે રડી પડ્યો..
કોણ કોને શાંત કરે ? બંન્ને લાગણીનાં સાગરમાં ડૂબી રહેલાં બંન્નેને ભૂતકાળની વાતો યાદ આવી ગઇ હતી બંન્ને લાગણીભીનાં એકબીજાને વળગીને સાંત્વન આપી રહેલાં કલરવે કહ્યું “કાવ્યા તેં જે જોયું વિજયઅંકલમાં એ સાચુંજ છે લાગણીભીનો પુરુષ સાચાં નિર્ણય લેશે આજે એ પોતાને ભૂલીને બીજાને યાદ કરે એ ખૂબ સારી નિશાની છે ચોક્કસ સારાં સમચાર આવશે.”
કાવ્યાએ ધીમુ પણ મ્લાન સ્મિત કરતાં કહ્યું "કલરવ તારી વાત સાચી હશે પણ એમણે લાગણીભીના થવાં ખૂબ સમય લીધો જે પાત્રને પ્રેમની ભીનાશની જરૂર હતી એ તો ક્યારથી એમનાંથી દૂર જતું રહ્યું પણ તું કહે છે એમ સાચું એ સારુ છે.. જોને બહાર વરસાદ પણ કેવો એકધાર્યો સાબેલાધાર પડી રહ્યો છે મેહૂલો પણ વરસી વરસીને એની પ્રિયતમા ધરતીને ભીજવી રહ્યો છે પ્રેમથી ભીંજવી તૃષા શાંત કરી રહ્યો છે એય પ્રેમનો પ્રખર દાખલો છે.. કલરવ... કલરવ..”
કલરવ કાવ્યાને પ્રેમભીની આંખે જોઇને સાંભળી રહેલો.. છેલ્લા વાક્યોમાં કાવ્યાનો ઉભરાયેલો પ્રેમ એની પ્રેમતૃષાનો પોકાર.. કલરવ કલરવ.. એની આંખોમાં પ્રેમની તરસની ભીનાશ જોઇને એ કાવ્યાની નજીક આવ્યો એની આંખમાં આંખ પરોવી એનાં ગરમ ગરમ હોઠ પર હોઠ ચંપાઇ ગયાં.. બંન્ને લાગણી પ્રેમભીના હૈયાં એકબીજામાં પરોવાય બંન્ને દેહ એકબીજાને વીંટળાયા અને.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-87