નિયતિ - ભાગ 6 Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ભાગ 6

નિયતિ ભાગ 6
આમ જ થોડાક દિવસો જતા રહે છે સમય જતા કૃણાલ અને રિધ્ધિ વચ્ચે પ્રેમની કુપળો ફૂટે છે જ્યારે બીજી બાજુ રોહન અને વિધિ ખુબ સારા મિત્રો બની ગયા હોય છે મિત્રતા કે કોલેજમાં ખૂબ જ વખણાતી હોય છે થોડા દિવસો પછી રિધ્ધિનો જન્મદિવસ આવતો હોવાથી કૃણાલ કંઈક સ્પેશિયલ કરવાનું વિચારે છે. કૃણાલ આ માટે રોહન ના ઘરે જાય છે.
( મહેતા નીવાસમાં)
નિહારિકા મહેતા: શ્વેતા ઓ શ્વેતા દીકરા હજી સુધી રોહન કેમ આવ્યો નથી.
શ્વેતાબેન: મમ્મી રોહન તો ક્યારનો આવી ગયો છે કોલેજ થી અને હવે તો એ પોતાના રૂમમાં આરામ કરે છે.
નિહારિકા મહેતા: કોઈ દિવસ મને મળ્યા વગર તો પોતાના રૂમમાં જતો નથી આજે કેમ મને મળ્યા વગર જ પોતાના રૂમમાં જતો રહ્યો.
શ્વેતાબેન: મમ્મી એની તબિયત થોડી ખરાબ છે.
નિહારિકા મહેતા: શું થયું મારા લાડલા દીકરાને?
શ્વેતાબેન: બસ થોડુંક એને માથું દુખતું હતું.
નિહારિકા મહેતા: સારું શ્વેતા હવે હું એમ કહેતી હતી કે આપણે રોહન માટે કોઈ સારી કન્યા શોધવાની શરૂઆત કરી દેવી જોઈએ.
શ્વેતાબેન: મમ્મી તમારી વાત સાચી છે પણ રોહનના સ્વભાવ એ મુજબ છે કે એને કોઈ છોકરી ગમશે કે નહીં એ મને શંકા છે.
નિહારિકા મહેતા: દીકરા એની તુ ચિંતા નહીં કર મારા ધ્યાનમાં એક સરસ છોકરી છે જે આપણા રોહન માટે યોગ્ય છે.
શ્વેતાબેન: હા મમ્મી બોલોને કોણ છે એ છોકરી?
નિહારિકા મહેતા: એ તને આવતા રવિવારે જ ખબર પડી જશે આપણે આવતા રવિવારે છોકરી અને એના માતા પિતા અને આપણા ઘરે બોલાવ્યા છે મેં.
શ્વેતાબેન: હા મમ્મી આ તમે બહુ સારું કર્યું આમ પણ આવતા રવિવારે રોહન ના પપ્પા પણ ઘરે જ હશે.
શ્વેતાબેન અને નિહારિકા મહેતા બંને વાત કરતા હોય છે ત્યાં રોહન પોતાના રૂમમાંથી આવે છે અને પોતાના દાદીને હગ કરે છે.
રોહન: જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ દાદી કેમ છો તમે બંને?
શ્વેતાબેન: અમે ઠીક છીએ તું કેમ છો? તને માથાનો દુખાવો ઓછો થયો?
રોહન: હા મમ્મી હવે કંઈ વાંધો નથી.
નિહારિકા મહેતા: હા દીકરા અમે ઠીક છે તું કેમ છે?
રોહન: બસ હવે હું ઠીક છું એ તો બસ કોલેજના કામથી માથું દુખતું હતું. તમે બંને શું વાત કરી રહ્યા હતા?? કોણ આવી રહ્યું છે?
નિહારિકા મહેતા: દીકરા તને જોવા માટે છોકરી વાળા આવી રહ્યા છે.
રોહન: તમે શું અત્યારથી મારા લગ્નની વાત લઈને બેસી ગયા. મારા લગ્નને હજી ઘણી વાર છે.
શ્વેતાબેન: ના દીકરા દાદી સાચું કહે છે હવે તારી ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે.
રોહન: સારુ મમ્મી.
ત્રણે વાત કરતા હોય છે ત્યાં કુણાલ આવે છે.
શ્વેતાબેન: અરે કુણાલ દીકરા આવ આવ
કૃણાલ: જય શ્રી કૃષ્ણ દાદી જય શ્રી કૃષ્ણ આંટી( આવીને બંનેને પગે લાગે છે)
નિહારિકા મહેતા: જય શ્રી કૃષ્ણ કેમ છે તું? તારા ઘરે બધા કેમ છે?
કૃણાલ: બસ દાદી મજામાં બધા
નિહારિકા મહેતા: સારું તમે બંને વાતો કરો હું મારા રૂમમાં જાવ છું.
શ્વેતાબેન: હા મારે પણ થોડું કામ છે એ હું કરું.
રોહન અને કૃણાલ રોહન ના રૂમમાં જાય છે અને કૃણાલ રોહનને પોતે રિધ્ધિ ને પ્રેમ કરે છે અને થોડાક દિવસોમાં રિદ્ધિને પોતાના પ્રેમનો એકરાર કરવો છે એના જન્મદિવસ ઉપર એવું જણાવે છે અને એના માટે શું સ્પેશિયલ કરવું એ માટે ઉપાય જણાવવા કહે છે રોહન અને કૃણાલ રિદ્ધિ ના બર્થ ડે પર શું સ્પેશિયલ કરવું એ માટે વિચારે છે અને એની તૈયારીમાં લાગી જાય છે.
(બીજી બાજુ વિધિ ના ઘરે)
રમેશભાઈ ઘરે આવે છે અને ભક્તિબેન ને બોલાવે છે.
ભક્તિબેન: હા બોલો શું થયું? કેમ આટલી ઉતાવળ માં મને બોલાવી?
રમેશભાઈ: વિધિ માટે આપણે જે ઘરે વાત કરી હતી ત્યાંથી ન આવી છે કારણ કે એ લોકોને આપણી વીધી ખૂબ સ્વતંત્ર લાગી
ભક્તિ બહેન: અરે પણ એવું થોડી હોય સ્વતંત્ર હોવાને સાથે સાથે ખુબ જ સંસ્કારી પણ છે મોટાનુ માન પણ રાખે છે.
રમેશભાઈ: પણ શું કરીએ ભક્તિ! જ્યાં આપણી દીકરીના નસીબ જ નથી ત્યાં આપણે સંબંધો ના જોડી શકીએ અને પરાણે જોડેલા સંબંધો લાંબો સમય ટકતા પણ નથી અને હું નથી ઈચ્છતો કે આપણે વિધિ પર કોઈ પણ જાતનું દબાણ કરીએ એને એની મુજબ તેની જિંદગી જીવવા દઈએ. આમ પણ મેં વિધિ અને સ્નેહા બંનેને પોતાની રાજકુમારીઓની જેમ જ મોટી કરી છે તો હું એમને એવા કોઈ ઘરમાં નહિ દઉં જ્યાં એમનું સન્માન ના હોય..
ભક્તિબેન: હા સન્માન માં ન હોય ત્યાં આપણે આપણી દીકરીને નથી દેવી.
ત્યાં અચાનક વિધિ આવે છે.
વિધિ: મમ્મી પપ્પા તમે શું વાત કરી રહ્યા હતા? હું આવી ત્યાં અચાનક તમે વાત કરતા બંધ થઈ ગયા.
ભક્તિબેન: કઈ નહિ દીકરા? કંઈ ખાસ નહોતું.
વિધિ: એમાં પણ વળી શું છુપાવવાનું?
રમેશભાઈ: કઈ નહિ દીકરા તારા માટે જ્યાં વાત કરી હતી ત્યાંથી ના આવી છે.
વિધિ: મમ્મી પપ્પા મેં તો તો પહેલા જ કીધું હતું કે મારે અત્યારે લગ્ન નથી કરવા મારે મારા પોતાના પગ પર ઉભું થવું છે અને તમારા સપનાઓ પૂરા કરવા છે.
રમેશભાઈ: હા દીકરા
વિધિ: મમ્મી આવતા રવિવારે રિદ્ધિ અને એનો પરિવાર છોકરા વાળાના પરિવાર ને જોવા માટે જઈ રહ્યા છે તો હું પણ તેની સાથે જઈશ.
રમેશભાઈ: સારું દીકરા
ભક્તિબેન: સારું હવે તમે બંને બાપ દીકરી વાતો કરો ત્યાં હું જમવાનું કાઢું પછી આપણે જમી લઈએ વિધિ જા તો સ્નેહાને લેતી આવ તો.
વિધિ: હા મમ્મી
વિધિ પોતાના પરિવાર સાથે જમી લે છે. આમ જ થોડાક દિવસો જતા રહે છે અને રિદ્ધિ નો જન્મદિવસ આવી જાય છે. વિધિ આજે સવારથી ને જ ખૂબ ખુશ હોય છે કારણ કે એની બેસ્ટ ફ્રેન્ડ રિદ્ધિ નો જન્મદિવસ હોય છે. રિદ્ધિ સવારમાં વહેલી જાગે છે અને એના માતા પિતાને પગે લાગે છે અને મંદિરે દર્શન કરી આવે છે પછી વિધિ જોડે કોલેજ જાય છે ત્યાં કુણાલ ને શોધવા પ્રયત્ન કરે છે પણ કૃણાલ કોલેજ આવ્યો જ નથી હોતો તેથી રિદ્ધિ રોહનને પૂછે છે કે કૃણાલ કેમ નથી આવ્યો ત્યારે રોહન એને કહે છે કે કૃણાલ ની તબિયત ખરાબ છે એટલે એ આજે કોલેજ નથી આવ્યો.. કૃણાલની તબિયત ખરાબ છે એ જાણીને રિદ્ધિ થી થાય છે એને સમજાય જાય છે કાલે રાત્રે ? કૃણાલે એને શા માટે ના કર્યું? જેમ તેમ કરીને રિધ્ધિ પોતાનો દિવસ પૂરો કરે છે અને સાંજે કૃણાલ ને ફોન કરીને પોતે ખબર પૂછી લેશે એવું વિચારે છે. જેવી એ અને વિધિ કોલેજ થી બહાર નીકળે છે ત્યાં બંને આશ્ચર્યચકિત થઈ જાય છે.

###################################
( શું થશે હવે આગળ? શું કૃણાલ રિદ્ધિ ને પોતાના પ્રેમનો ઇઝહાર કરી દેશે?)
આગળ જાણવા માટે વાંચતા રહો નવલકથા નિયતિ...

Thank you...