નિયતિ - ભાગ 2 Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ભાગ 2

નિયતિ ભાગ-૨


રોહન સાથે ઝઘડિયા પછી વિધિ પોતાના ઘરે જતી રહે છે રોહન પણ પોતાના ઘરે જતો રહે છે વિધિ એક સામાન્ય પરિવારની જે પોતાના પરિવારનું શાન છે. વિધિના પરિવારમાં એના પપ્પા રમેશભાઈ એના મમ્મી ભક્તિબેન અને નાની બહેન સ્નેહા હોય છે રમેશભાઈ સામાન્ય કંપનીમાં મેનેજર હોય છે ભક્તિ બહેન ગુહીણી હોય છે અને સ્નેહા સ્કૂલમાં ભણે છે. વિધિ પોતાના ઘરમાં બધાને બહુ જ લાડકી હોય છે ખાસ કરીને એના રમેશભાઈ ની..
(બીજે દિવસે સવારે)
રમેશભાઈ: વિધિ ક્યાં રહી ગઈ દીકરા તારા પપ્પા રાહ જુએ છે છે... સાથે સ્નેહા ને પણ લેતી આવજે એને પણ આપણે સ્કૂલમાં વચ્ચે મુકતા જઈશું.
વિધિ: હા પપ્પા બસ આવી.. સ્નેહા ચલ મોડું થાય છે
રમેશભાઈ: હા મારી લાડકી..
ભક્તિ બેન: હા તમે બંનેને બહુ લાડ કરાવીને માથે ચડાવી છે.. લગ્ન લાયક થઈ છે છતાં પણ ઘરમાં ધ્યાન જ નથી..
રમેશભાઈ: હા સારું મારી ઢીંગલીઓ મારી લાડકી જ રહેશે કોઈ એમને કંઈ કહશે નહીં..
ભક્તિબેન: હા સારું કરો તમારે જેમ કરવું હોય તેમ. પછી તમારી ઢીંગલીઓને તકલીફ ન પડે તો સારું..
રમેશભાઈ: હા નહીં પડે તું ચિંતા નહીં કર હું મારી ઢીંગલીઓ માટે કોઈ રાજકુમાર શોધીને લાવીશ.
વિધિ: પણ પપ્પા અમારે તમને મૂકીને કંઈ જવું જ નથી ભલે હોય ત્યાંના રાજકુમાર પણ અમારે તો અહીંયા જ રહેવું છે.
સ્નેહા: હા પપ્પા દીદી સાચું કહે છે.
રમેશભાઈ: હા મારી લાડકડીઓ દીકરી ગમે એટલે વહાલી હોય પણ એને સાસરે તો મોકલવી જ પડે દુનિયાનો નિયમ છે બાકી કયો બાપ પોતાની છોકરીને સાસરે મોકલે..
વિધિ: (ભાવુક થઈને )હા પપ્પા
ભક્તિબેન: હા વિધિ દીકરા તમને તો ખૂબ જ વ્હાલી છો પણ સમય આવે દીકરીને વિદાય તો આપવી જ પડે ને.
સ્નેહા: બસ બસ દીદી ની અત્યારે જ વિદાય નથી દીદી ને જવાને હજી ઘણી જ વાર છે.
બધા સ્નેહાની નાદાની ની ભરી વાતો સાંભળીને હસે છે. વિધિ પોતાના પપ્પા અને બહેન સાથે કોલેજ જવા માટે નીકળે છે અને ભક્તિ બહેન પોતાના ઘરના કામોમાં વ્યસ્ત થઈ જાય છે..


(બીજી બાજુ રોહન ના ઘરે) રોહન અમદાવાદના ઘણા જ પોશ એરિયામાં આવેલું એવું વિશાળ મકાન હતું. અમદાવાદમાં જાણીતા ઉદ્યોગપતિ અવિનાશ મહેતાનો એકમાત્ર પુત્ર એટલે રોહન મહેતા. આમ તો વિનાશ મહેતાનો બિઝને આખા ગુજરાતમાં વિસ્તરેલો હતો પરંતુ પોતાના માતાની ઈચ્છા મુજબ એ લોકો મહેતા નીવાસમાં જ સ્થાયી થયા હતા. અવિનાશ મહેતા રોહન ના પિતા એક અલગ જ વ્યક્તિત્વ ધરાવતા હતા જેના છાયડા હેઠે આખો મહેતા પરિવાર ખૂબ શાંતિથી રહેતો હતો. અવિનાશ મહેતા એમ તો બિઝનેસમાં ખૂબ જ મોટું નામ પણ ઘરમાં સાવ સાધારણ વ્યક્તિ કદાચ એમ કહી શકાય કે રોહનની સાદગી અને નિખાલસતા એના પિતાના માંથી આવી હતી .અવિનાશ મહેતા ની માતા નિહારિકા મહેતા ઘરના વડીલ અને ઘરના મોભી વ્યક્તિ. નિહારિકા મહેતા ખૂબ જ ઋજુ સ્વભાવના અને રોહનના પ્રિય વ્યક્તિ. નિહારિકા મહેતા એ પોતાના સમયમાં મહેતા નિવાસનો પાયો નાખ્યો હતો. શ્વેતા મહેતા રોહન ના માતા ને ખૂબ જ લાગણી ભર્યો સ્વભાવના આમ તો રોહન એમનો ખૂબ જ લાડકો. રોહનનો નાનો ભાઈ રાજ જે હાલ તો કોલેજના ફર્સ્ટ યરમાં છે પણ ખૂબ જ મસ્તીખોર અને ખૂબ જ મજાકી સ્વભાવનો. તો ચાલો આપણે મળીએ મહેતા પરિવારને..

મહેતા નિવાસની સવાર નિહારી કે બહેનના સુંદર અવાજ ના ભજન થી શરૂ થાય છે. જેમ જેમ બધા જાગતા જાય છે તેમ તેમ બધા આરતીમાં જોડાતા જાય છે અને શ્વેતાબહેન બધા માટે સવારના નાસ્તાની તૈયારી કરતા હોય છે તે પણ નાસ્તો થોડું તૈયાર થતાં આરતીમાં જોડાઈ જાય છે. પૂરો પરિવાર ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેસે છે.
અવિનાશ મહેતા: રોહન રાજ તમારા બંનેનું ભણવાનું કેવું ચાલે છે.
રોહન: પપ્પા ખુબ જ સારું ચાલી રહ્યું છે કોલેજ પણ ખૂબ સારી છે.
રાજ : હા પપ્પા ભાઈ બિલકુલ સાચું કહે છે.
અવિનાશ મહેતા: સારું દીકરાઓ રોહન તારે હવે અભ્યાસની સાથે સાથે બિઝનેસમાં પણ થોડું ધ્યાન આપવું જોઈએ તું એકવાર સેટ થઈ જઈશ પછી રાજને પણ ખૂબ સારું પડશે.
રોહન: હા પપ્પા હું પણ એ જ વિચારતો હતો કે થોડુંક તમારી મદદ કરાવું તો તમને પણ થોડોક આરામ રહે અને મને ઘણું બધું શીખવા મળે.
રાજ: હા ભાઈ તમારી વાત સાચી છે હું પણ તમારી મદદ કરાવીશ.
અવિનાશ મહેતા: હા સારું
નિહારિકા મહેતા: અવિનાશ દીકરા બિઝનેસની સાથે સાથે રોહન માટે કોઈ સારી છોકરી પણ શોધવાની છે જેથી રોહન બિઝનેસ સંભાળે અને એની આવનારી વહુ આ ઘરને સંભાળે.
અવિનાશ મહેતા: હા માં તમારી વાત સાચી છે. મારા ક્લાઈન્ટ મિસ્ટર શાહ એમની દીકરી માટે આપણા રોહનનો હાથ માંગી રહ્યા છે તમે કહો તો આવતા રવિવારે હું એમને આપણા ઘરે બોલાવી લઉં જેથી આપણે એની દીકરી માનસીને જાણી શકે જોઈ શકીએ અને રોહન પણ એને મળી શકે.
નિહારિકા મહેતા: હા સારું દીકરા એમ જ કર
શ્વેતા મહેતા: હા તો હું પણ તૈયારી શરૂ કરી દઉં.
અવિનાશ મહેતા: હા સારું હું એમને આજે જ કહી દઈશ. હવે હું નીકળું છું.
રાજ: (મસ્તી માં )ભાઈ ના હવે મેરેજ થશે તો મને મારો રૂમ ખાલી મળશે..
રોહન: બસ રાજ મસ્તી નહીં કરતું ગમે તેમ કરીશ તો પણ તને તારો રૂમ ખાલી જ મળે એ રૂમ મારો જ રહેશે હંમેશા..
રાજ: મમ્મી જુઓ ને ભાઈ કેવું કરી રહ્યો છે મારી સાથે.. એમને સમજાવો એમના હવે લગ્ન થવાના છે..
રોહન:( મસ્તીમાં) આવી ગયો ફરિયાદ કરવા વાળો.. બંને ભાઈઓ એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે
નિહારિકા મહેતા: હવે તમે બંને શાંત થઈ જાઓ
શ્વેતા મહેતા: હા માં સાચું કહે છે હવે તમે બંને કંઈ નાના નથી રહ્યા.
રોહન: સારુ મમ્મી હવે હું નીકળું છું મારે કોલેજ જવા માટે લેટ થાય છે.
શ્વેતા મહેતા: સારું દીકરા. સાચવીને જજે.
નિહારિકા મહેતા: રાજ હવે તું પણ તારા રૂમમાં જા તારે પણ હમણાં કોલેજ જવાનું થશે.
રાજ: હા દાદી.
રોહન શ્વેતા મહેતા અને નિહારિકા મહેતાને પગે લાગીને કોલેજ જવા માટે નીકળે છે. રસ્તામાં પોતાના ખાસ મિત્ર કૃણાલ ને લેતો જાય છે બંને પોતાની કોલેજ પહોંચે છે અને લેક્ચરમાં બેસે છે. ત્યાં વિધિ પણ પોતાના મિત્રો સાથે ક્લાસમાં આવે છે અને લેક્ચરમાં બેસે છે. થોડીવારમાં પ્રોફેસર આવતા બધા જ ભણવામાં ધ્યાન આપે છે. પૂરો થતા બધા કેન્ટીનમાં જાય છે કેન્ટીનમાં જતા જ ખબર પડી જ તે નોટિસ બોર્ડ ઉપર નેક્સ્ટ વીક થનારા ફ્રેશર વીક નું આયોજન નું લિસ્ટ બહાર પડ્યું છે જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરેલું છે જેવી કે ડાન્સ સિંગિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલું છે. વિધિ ને સિંગિંગ નો નાનપણથી જ ખૂબ જ શોખ હોય છે તેથી તે સિંગિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાનું નામ લખાવા જાય છે ત્યાં જ તેને રોહન મળે છે જે પોતાના ડાન્સ કોમ્પીટીશનમાં પાર્ટ લેવા માટે નામ લખાવા આવ્યો હોય છે બંને ફરીથી અથડાય છે.
રોહન: એ છોકરી તને દેખાતું નથી જ્યારે હોય ત્યારે મારી જોડે ભટકાયા કરે છે.
વિધિ: ના તો તને નથી દેખાતું..અથડાયો તું મારી જોડે હું નથી અથડાય તારી જોડે. મને કોઈ જ રસ નથી તારી જોડે વારંવાર અથડાવાનો..
રોહન: તારી જોડે તો વાત જ કરવી બેકાર છે..
વિધિ: તો કોણ કહે છે તને મારી જોડે વાત કરવા એક તો ખુદ જ બહેશ કરે છે અને મને જ કહે છે.
રોહન: બસ શાંત થઈ જાવ મારે તારી જોડે કોઈ ઝઘડો નથી કરવો હું જઈ રહ્યો છું અહીંયા થી.
વિધિ: હા હા સારું જા અહીંયા થી.. ખડુંસ.
રોહન ત્યાંથી જતો રહે છે અને પોતાના મિત્ર કૃણાલ પાસે જાય છે કૃણાલ ને પોતાના મિત્ર રોહન નો ચહેરો જોઈને ખબર પડી જાય છે કે આ ભાઈ કોઈની જોડે ઝઘડો કરીને આવ્યા છે.
કૃણાલ: કેમ ભાઈ કોની જોડે તું ઝઘડો કરીને આવ્યો મારા ભાઈનો મૂડ કેમ ઓફ છે.
રોહન: કંઈ નહીં ભાઈ એક છોકરી છે આપણા ક્લાસની જે દરેક વખતે મારી જોડે અથડાયા કરે અને પછી મારી જોડે ઝઘડો કર્યા કરે.
કુણાલ: કોણ છે એવી છોકરી છે તારી જોડે ઝઘડો કરે છે અને તને ક્યારથી કોઈ છોકરી ઝઘડો કરે ને તને ફરક પડે છે?
રોહન: ભાઈ નામ તો મને પણ નથી ખબર બસ હવે એ છોકરી ફરીથી સામે ન આવે તો સારું.
કુણાલ: મૂડ ખરાબ નહીં કર ચાલ આપણે કેન્ટીનમાં જોઈએ.
રોહન: હા ભાઈ ચલ.
બંને કેન્ટીનમાં જાય છે આ બાજુ વિધિ પોતાની મિત્ર સાથે સિંગિંગ કોમ્પિટિશનમાં નામ લખાવ્યા પછી કેન્ટીન માં જાય છે.
રિદ્ધિ( વિધિની મિત્ર): શું થયું વિધિ તને જ્યાંથી તું નામ લખાવીને આવે છે ત્યારથી જ તું બહુ ગુસ્સામાં છે.
વિધિ: છોકરો છે એ વારવાર મારી જોડે અથડાયા કરે છે અને પછી મારી જોડે ઝઘડો કર્યા કરે છે.
રિદ્ધિ: કોણ છે છોકરો જેને જ્વાળામુખી સાથે ઝઘડો કરવાનો શોખ છે. તારી સાથે લડવું એટલે સિંહના મોઢામાં હાથ નાખવા બરાબર છે અને આમ પણ તારી સાથે લડીને કોને પોતાનો દિવસ ખરાબ કરવો છે..
વિધિ: તો હું શું એટલી બધી ઝઘડાડું છું?
રિદ્ધિ: ના ના હું તો મજાક કરું છું જેથી તારો બહુ સારો થાય.
વિધિ: હા મને ખબર છે એટલે જ તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જ તો આપણે નાનપણથી જોડે છીએ અત્યારે પણ એક જ કોલેજમાં એડમિશન લીધું છે..
###############સમાપ્ત###############
( શું થશે હવે આગળ ? શું વિધિ અને રોહન એકબીજાને મળશે ? મળશે તો હવે આગળ શું થશે ?? આગળ અવ નવી રસપ્રદ ઘટનાઓ જાણવા માટે અને રોહન અને વિધિ ની જિંદગીમાં આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો નવલકથા નિયતિ )