અહમદાવાદ ગુજરાત નું ધબકતું હાર્ટ .. અહમદાવાદ ગુજરાત ની ગૌરવવંતુ શહેર .. અહમદાવાદ એટલે ગુજરાતી નું ગૌરવ..અહમદાવાદ એટલે ગુજરાત ની શાન ...
અહમદાવાદ આજ ખુબ પ્રખ્યાત સાત્વિક ઇન્સ્ટિટ્યૂટે ઓફ સાયન્સ માં આજ ખુબ ચલપહલ હતી કારણકે આજે ફ્રેશર નો પહેલો દિવસ હતો આખા ગુજરાત માંથી ઘણા બધા સ્ટુડેંટ્સ અલગ અલગ શહેર માંથી પોતપોતના સપના લય ને આવ્યા હતા . ઇન્સ્ટિટ્યૂટ આજ ખુબજ સરસ લાગી રહ્યું હતું.બધા સ્ટુડન્ટ ક્લાસ શોધવા અને પોતે કેમ સપના પૂરા કરશે અને પોતાને કેવા મિત્રો મળશે એ વિચારતાં હતા . ત્યાં અચાનક એક બ્લેક કલર ની કાર કેમ્પસ માં દાખલ થઈ અને બધા સ્ટુડેંટ્સ નું એ કાર પર દયાન ગયું .કાર લેટેસ્ટ મોડેલ ની અને ખુબ મોંઘી હતી એના ચળકાળ પર થી જ ખુબ જ શ્રીમંત પરિવાર ની કાર હોય એવું લાગતું હતું . કાર કેમ્પસ ની વચ્ચે આવી ને ઉભી રહી બધા નું દયાન કાર પર હતું કે કોણ નીકળશે બાર ???કાર માંથી એક સોહામણો યુવાન રોહન મેહતા બાર નીકળ્યો રોહાન .. પેહલી નજરે હૃદય માં વસી જાય એવું વક્તિત્વ ..ભૂરી ઊંડી આંખો ..ચહેરા પર મનમોહક સ્મિત અને હીરો ને પણ શરમાવે એવું શરીર .. નેવી બ્લુ શર્ટ સફેદ પેન્ટ હાથ માં ઘડિયાળ ..ટૂંક માં કહીયે તો જોતા જ ગમી જાય એવું પાત્ર..બધા સ્ટુડેંટ્સ થોડીક વાર રોહન ને જ જોય રહ્યા અમુક છોકરીઓ એ રોહાન સાથે મિત્રતા કરી પોતાના પ્રેમ માં પાગલ કરવાનું વિચા્યું મન માં ..રોહન સીધો ક્લાસ માં જ જતો રહ્યો અને બાકી ના બીજા સ્ટુડન્ટ્સ પણ પોત પોતાના ક્લાસ માં જતાં રહ્યાં. રોહન ક્લાસ માં બેસ્યો જ હતો ત્યા પ્રોફેસર આવ્યા અને ઇન્ટરડકશન આપવાનુ શરૂ કર્યું ત્યાં દરવાજે કોઈ છોકરી એ કનોક કર્યું રોહન એ ત્યાં ધ્યાન ના આપ્યું પ્રોફેસર ને એ છોકરી એ અંદર આવવા પરવાનગી માગી પણ પ્રોફેસર એ ના પાડી અને એ છોકરી પોતે બહાના બતાવા લાગી કે આ કારણોસર એને મોડું થયું . એના અવાજ થી રોહન નું ધ્યાન એના પર ગયું .પિંક કલર નું ટોપ અને બ્લૂ કલર નું જીન્સ માં એ છોકરી ખૂબ જ સુંદર લાગી રહી હતી જાણે કોઈ સ્વર્ગ ની અપ્સરા.. કાળી આંખો ગુલાબી ગાલ હોઠ ની નીચે નાનકડું તલ અને વિકરાય ગયેલી લટો જે વારંવાર એના ચેહરા ને હેરાન કરી રહી હતી.રોહન અમુક સમય પૂરતો ભૂલી જ ગયો કે પોતે કોલેજ માં છે એ તો બસ આ અપ્સરા ને જોવામાં લાગી ગયો . અચાનક અવાજ થી પોતાની ખ્યાલો ની દુનિયા માંથી બાર આવ્યો ત્યારે ખબર પડી કે એની અપ્સરા ને પ્રોફેસર એ લેક્ચર ના ભરવા દીધો.રોહન લેક્ચર ભરી ને ઘરે જતો હતો તો સવાર વાળી અપ્સરા ફરી એની જોડે અથડાઈ પડી પેલી છોકરી પડી જાય એ પેલા રોહન એને કમર થી પકડી લેય છે.અમુક સમય માટે બને ભૂલી જાય છે રોહન તો બસ એની માસૂમિયત જોયા કરે છે. પેલી છોકરી અમુક સમય પછી ઠીક થાય છે અને રોહન ને પોતાને મૂકી દેવા કહે છે પણ રોહન એને જોવામાં તલ્લીન હોય છે તેથી બોલે એ સાંભળતો નથી.
છોકરી: (ચિલ્લાય ને) મૂકો મને ક્યારની કવ છું સાંભળતા જ નથી.
રોહન :( અચાનક અવાજ થી ) હા સોરી મારું ધ્યાન નોહ્તું
છોકરી: હા તો તમારું ધ્યાન છે ક્યાં .. ઘુરી ઘૂરી ને જોવામાં બધા ને..
તમારા જેવા લોકો ને સારી રીતે ઓળખું છું હું . પેલા આવી હેલ્પ કરે અને પછી ફાયદો ઉઠાવે.
રોહન: સોરી હું એવો માણસ નથી.
છોકરી: હા ખબર છે મને જોયું મે હમણાં.
રોહન :(ગુસ્સા માં ) એક વાર કીધુ ભાન નથી પડતું તને તારા માં રસ પણ નથી મને .
છોકરી: મારા માં રસ નથી તને એમ તો શું કામ જોવે છે મને ..
રોહન : રેહવા દે તારી જોડે જગડો કરી ને ફાયદો નથી.
છોકરી: તો કરે સુ કામ
રોહન : એક તો તને પડતા બચાવી thank you કેવાને બદલે જગડો કરે છે.
છોકરી: તારા લીધે જ પડી જાત ખડુસ.
ત્યાં છોકરી ની ફ્રેન્ડ એને બોલાવે છે "વિધિ ચલ જલ્દી મોડું થાય છે..." અને વિધિ જતી રહે છે .રોહન વિચારે છે વિધિ નામ તો સારું છે પણ ગુસ્સો સાતમા આસમાને હોય છે .. પાગલ છોકરી...
################################
(શું થશે હવે ? રોહન અને વિધિ મિત્ર બની શકશે??)
Thank you so much for reading ✨✨