નિયતિ ભાગ 5
રિદ્ધિ અને કૃણાલ ની વાત સાંભળીને વિધિ થોડીવાર વિચાર કરે છે કે રોહન સાથે સિંગિંગ કોમ્પીટીશનમાં ભાગ નથી લેવો કે નહીં થોડીવાર પછી વિધિ રોહન સાથે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે માની જાય છે અને રોહન અને વિધિ બને પોતાની તૈયારી કરે છે ત્યાં જ થોડી વારમાં બંનેનું નામ અનાઉન્સ થાય છે. રીધી અને કૃણાલ બંનેને ઓલ ધ બેસ્ટ કહે છે અને બંને સ્ટેજ પર જાય છે.
રોહન તો કોલેજમાં પહેલેથી જ સિંગર તરીકે જાણીતો હતો પણ વિધિ આ કોલેજમાં નવી હતી એટલે એને થોડુંક ડર લાગી રહ્યો હતો. રોહન વિધિ ને આંખના ઇશારેથી જ હિંમત આપે છે.
(નીચે) રિધ્ધિ: કુણાલ મને તો ખૂબ જ ચિંતા થાય છે એક તો વિધિ આ કોલેજમાં નવી છે અને પહેલું જ પર્ફોમન્સ છે તેનુ.. વળી એને રોહન સાથે પાર્ટીસિફન્ટ નહોતું કરવું અને પરાણે કરી રહી છે.
કૃણાલ: રિદ્ધિ! તું ચિંતા નહીં કર તે બંને ખૂબ જ સારું પરફોર્મ કરશે. ચાલ હવે એનો પર્ફોર્મન્સ શરૂ થઈ રહ્યું છે તો આપણે એન્જોય કરીએ.
રિધ્ધિ: હા સારું.
ત્યાં જ વિધિ અને રોહનનું પફોર્મન્સ શરૂ થાય છે રોહનનું પફોમન્સ શરૂ થતા જ કોલેજના બધા વિદ્યાર્થીઓ ચિચ્યારી અને તાળીઓથી પર્ફોમન્સ સ્ટાર્ટ કરે છે.
તું મારી થાય એવી આશા,
ને એવા દિલ ને દિલાસા,
શું સાચા થાશે?
ખરે જો આભના સિતારા,
તો જોઉં સપનાંઓ તારા,
શું પૂરા થાશે ?
જાદુ છે રહેવા દે,
આજે તું કહેવા દે,
કે કેટલું ચાહું તને…
ઓ..અથડાયા કરે છે,
મલકાયા કરે છે,
કે બોલાવ્યા કરે છે તું મને…
દેખાયા કરે છે,
સંભળાયા કરે છે,
કે સમજાયા કરે છે તું મને…
કે તારા મૌનના અવાજો,
બની ને પ્રેમનાં જહાજો,
વહી જાશે…
વીતી જે જાગતા ય રાતો,
કહી નથી જે એવી વાતો,
કહી જાશે…
બેહોશી રહેવા દે,
ઝરણું છે વહેવા દે,
સમજાયું ક્યાં આ કોઈ ને?
હો..અથડાયા કરું છું,
મલકાયા કરું છું,
કે બોલાવ્યા કરું છું હું તને…
હો.. હરખાયા કરું છું,
શરમાયા કરું છું,
કે મહેકાવ્યા કરે છે તું મને…
તરસાવ્યા કરે છે,
ભીંજાવ્યા કરે છે,
કે યાદ આવ્યા કરે છે તું મને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને… તું મને… તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…
તું મને…
હું તને…
તાળીના ગડગડાટથી રોહન અને વિધિ નું પર્ફોમન્સ પૂરું થાય છે. બધા રોહન અને વિધિના ખૂબ જ વખાણ કરે છે. બંને પોતાનું પર્ફોમન્સ પૂરું કરીને સ્ટેજ પરથી નીચે આવે છે.
કૃણાલ: વાવ! તમે બંને તો ખૂબ જ સરસ પફોર્મ કર્યું. વિનર તો તમે બંને જ છો!!
રિદ્ધી: વિધિ અને રોહન તમે બંને ખૂબ જ સુંદર પર્ફોર્મ કર્યું.
રોહન: થેન્ક્યુ
વિધિ: હા થેન્ક્યુ રોહન હું તો ખૂબ જ ડરી ગઈ હતી ઉપર સ્ટેજ પર જઈને પણ રોહન હતું એટલે મને ચિંતા ન હતી એટલી બધી.
રોહન: એમાં થેન્ક્યુ શું કહેવાનું!? આપણે બંને મિત્રો બની શકીએ?
વિધિ: હા જરૂર.
રિધ્ધિ અને કૃણાલ: હાશ તમારા બંને વચ્ચે હવે તો મિત્રતા થઈ અમને બંનેને તો એમ કે તમે લોકો હવે પણ ઝઘડો કરશો.
રોહન: બહુ સારો અમે બંને એટલા બધા પણ ઝઘડા કરતા નથી.
વિધિ: હા સાચી વાત છે આ લોકોને તેઓ લાગે છે કે આપણે જ્યારે મળે ત્યારે ઝઘડો જ કરીએ છીએ.
રિધ્ધિ અને કૃણાલ: હા હા જ્યારે તમે મળો છો ત્યારે ઝઘડો જ કરો છો ને.
વિધિ અને રોહન: ના જરાય નહીં.
કૃણાલ: જોયુ રિદ્ધિ! પહેલા બંને જોડે ઝઘડો કરતા હતા અને હવે બંને એક ટીમ થઈ ગયા.
રિદ્ધિ: હા તારી વાત સાચી છે પણ અત્યારે આપણે બીજા પર્ફોર્મન્સ એન્જોય કરવા જોઈએ.
કૃણાલ, વિધિ અને રોહન: હા સારું.
ચારે પર્ફોર્મન્સ બધાના એન્જોય કરે છે અને ખૂબ જ મસ્તી કરે છે. જેમ જેમ દિવસ થતો જાય છે તેમ તેમ પફોમન્સ બધા પૂરા થતા જાય છે અને સિંગિંગ કોમ્પિટિશન એન્ડ ડાન્સિંગ કોમ્પિટિશનના રીઝલ્ટ અનાઉન્સમેન્ટ નો ટાઈમ આવી જાય છે.
ડાન્સિંગ કોમ્પિટિશનમાં રિદ્ધિ અને કૃણાલ ને સેકન્ડ પ્રાઇઝ મળે છે અને સિંગિંગ કોમ્પિટિશનમાં વીધી અને રોહનને ફર્સ્ટ પ્રાઇઝ મળે છે ચારેય ખૂબ જ ખુશ હોય છે વિધિ તો જાણે પોતાને ખજાનો મળી ગયો હોય એમ નાના બાળકની જેમ નાચવા લાગે છે અને ખુશીમાં રોહનને હગ કરી લે છે. વિધિના હગ કરવાથી રોહન ખૂબ જ ખુશ થઈ જાય છે પોતાને પોતાનું ફસ્ટ પ્રાઇસ મળી ગયું . બીજી બાજુ કૃણાલ રિદ્ધિ ને મનોમન પસંદ કરવા લાગ્યો હોય છે પણ એ વિચારે છે કે યોગ્ય સમય આવે ત્યારે રિધ્ધિ ને પોતાના મનની વાત કહેવી. ચારેય વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ જાય છે ચારેય પોત પોતાના ઘરે જાય છે અને પોતાના પરિવારને પોતાનું પ્રાઈઝ બતાવે છે અને ખુબ ખુશ થાય છે રાત્રે ચારેય પોતપોતાના મનગમતા પાત્રનું વિચારીને ખુશ થતા સુઈ જાય છે.
############## સમાપ્ત##############
( શું કૃણાલ પોતાના મનની વાત રિધ્ધિ ને કહી શકશે? રોહન પણ વિધિ ને પસંદ કરે છે ? શું થશે આગળ ?)
આગળની નવલકથા માટે વાંચતા રહો નિયતિ...
Thank you for reading....