" ભાભી એક સવાલ પૂછું?"
" હમમ...બોલ...." ભાભી એ ફોનમાં જોતા જ કહ્યું.
" ભાભી.... જરા મારું સામું તો જોવો..."
" હા પણ તું પૂછ હું સાંભળું છું...."
મેં અચકાતા અચકાતા પૂછી નાખ્યું." તમને કરન કેવો લાગ્યો? મતલબ સારો છોકરો તો છે ને?"
ભાભી એ આંખો ફાડીને મારું સમુ જોયું અને બોલ્યા. " એક મહિના સુધી નિયમિત મળ્યા બાદ તું મને પૂછે છે કે કરન કેવો છોકરો છે?? કોને બુધ્ધુ બનાવે છે હે?"
" એવું શું કરો છો કહો ને કરન તમને કેવો લાગ્યો?"
" સાચું કહું તો મને તો ન ગમ્યો..."
મારાથી જોરથી બોલાઈ ગયું. " શું?? પણ કેમ? કરનમાં શું ખામી છે??"
" તું તો અત્યારથી કરનની વકાલત કરવા લાગી...."
" ના ના હું વકાલત નહિ કરતી હું તો પૂછું છું કે ક્યાં કારણથી કરન ન ગમ્યો તમને.."
" એક વાત કવ જ્યારે મેં તારા ભાઈને પસંદ કર્યો હતો ને ત્યારે મારી ઘણી ફ્રેન્ડ કહેતી હતી કે નીતીશ સારો છોકરો નથી..આવો છે તેવો છે....તું એની સાથે પરણીશ તો દુઃખી જ થઈશ.. ન જાણે કેટકેટલાય લોકોએ કેટકેટલુંય કહ્યું હતું...પણ મને નીતીશ પર પૂરો વિશ્વાસ હતો કે એ મારો સાથ ક્યારેય નહી છોડે....આજે હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જો તને કરન પર ભરોસો હોય, તમે એકબીજાને બરોબર સમજતા હોય તો પછી મારા કે બીજા કોઈના મંતવ્ય સાંભળવાની કોઈ જરૂરત નથી.. હું તો બસ કરનને એક વાર મળી છું...જ્યારે તારો ભાઈ અને મમ્મી પપ્પા તો એને મળ્યા પણ નથી... એટલે એને પૂછીને નિર્ણય લેવાનો કોઈ અર્થ જ નથી....એટલે તારું દિલ જો હા પાડે તો ખુશી ખુશી કરનનો સ્વીકારી કરી લે....."
ભાભી વાત પૂર્ણ કરે એ પહેલાં જ મારા ભાઈ આવી ગયા.
" હા અર્પિતા.... કાજલે જે કહ્યું છે એ બરોબર છે...જીવન તારે એની સાથે વિતાવવાનું છે, અમારે નહિ....અને કરન વિશે મેં પણ થોડીક માહિતી મેળવી છે છોકરો સારો છે, સારું કમાઈ છે, વ્યસન પણ નથી....અને તારા સાસુ સસરા પણ સારા છે...તને દીકરીની જેમ સાચવશે...છતાં પણ જો તને ઠીક લાગે તો જ તને કરન સાથે પરણાવીશું....કોઈ ફોર્સ નથી હો....ચલ શાંતિથી વિચાર કરીને જવાબ આપજે ઠીક છે...."
ભાઈ પોતાના વિચારો રજૂ કરીને મારા ભાભીને લઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને હું બેઠી બેઠી વિચારે ચડી.
**************************************
પાંચેક કિલોમીટર તો હું કમસેકમ ચાલી ગયો હશે. એક નાનકડા રૂમમાં આંટાફેરા કરતા કરતા હવે તો મારા પગ પણ દુખવા લાગ્યા હતા. અંતે મેં પગને આરામ આપ્યો અને બેડ પર જઈને બેસી ગયો. અર્પિતા વિશેના ખ્યાલો મારા આખા દિમાગમાં ચકડોળની જેમ ફરતા હતા. અર્પિતા તો મને પહેલી નજરે જ પસંદ આવી ગઈ હતી પણ અહીંયા સવાલ જીવનસાથીને પસંદ કરવાનો હતો. એના સ્વભાવ સાથે મારો સ્વભાવ મેચ થાય છે કે નહિ? આ સવાલ મને સૌથી વધારે પરેશાન કરતો હતો. કારણ કે મારું માનવું હતું કે સ્વભાવ જ બે પાત્રો વચ્ચેની મેન કડી હોય છે. કોઈનો સ્વભાવ જો હસી મઝાકનો હોય અને એના સામેના પાત્રનો સ્વભાવ જો હંમેશા ગંભીર રહેવું હોય તો એ બન્ને પાત્રો વચ્ચે કોઈ દિવસ તાલમેલ બેસતો નથી. અને આ જ કારણના લીધે મારું મન વ્યાકુળ બન્યું હતું.
*************************************
" તો શું વિચાર કર્યો મારી નણંદે?"
" મેં નિર્ણય લઈ લીધો છે....." મેં ગંભીર થતાં કહ્યું.
" રિયલી! તો શું નિર્ણય લીધો?"
મારા ભાભીની આતુરતાને વધારતા મેં કહ્યું. " ભાભી હજુ ધીરજ રાખો..નિર્ણય મેં લીધો છે પણ કરનનો મારા વિશે શું વિચાર છે એ જાણવાનું બાકી છે..."
" એની તો હા જ હશે જોજે....કારણ કે કોઈ છોકરો તારા જેવી છોકરીને પસંદ ન કરે એવું કોઈ દિવસ ન બને...."
" બની શકે કે એ મને પસંદ ન કરે....."
" કેમ?"
" કારણ કે મેં નક્કી કર્યું છે કે એ કોઈ નિર્ણય લે એ પહેલા હું એને રાહુલ સાથેના સબંધ વિશે બધુ જણાવી દઈશ..."
" તું પાગલ થઈ ગઈ છે?? એને તારા રાહુલ સાથેના સંબંધ વિશે ખબર પડશે તો..."
" પડશે તો શું....વધી વધીને રિજેક્ટ કરી દેશે બીજું શું?"
" અર્પિતા.....પણ તારે રાહુલ વિશે એને જણાવવાની શું જરૂર છે??"
" ભાભી મેં જે નિર્ણય લીધો છે એ સમજી વિચારીને જ લીધો છે...મારા પાસ્ટ વિશે એને બહારથી ખબર પડે ને પછી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય એ પહેલા જ હું એને મારા લાઈફ વિશેની બધી વાત જણાવી દઈશ....."
" અર્પિતા.... બોયઝ ક્યારેય પણ ગર્લ્સના પાસ્ટને પચાવી શકતો નથી..."
" હા ભાભી આ વાત હું જાણું છું .."
" મને ખબર છે હવે તું તારો નિર્ણય નહિ બદલે....આઈ હોપ કે કરન તારા પાસ્ટનો સ્વીકાર કરી લે..."
ક્રમશઃ