અગ્નિસંસ્કાર - 89 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 89



અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી. પરંતુ આ દરમિયાન આર્યને એક કદમ પણ આમતેમ ન કર્યા.

" થૅન્ક ગોડ!.." માથા પર હાથ રાખતા પ્રિશા એ શાંતિથી શ્વાસ લીધા. અંશે તુરંત આર્યનના હાથમાં પિસ્તોલ સોંપી અને કહ્યું. " આઈ એમ સોરી..." બન્ને ત્યાર બાદ એકબીજાને ગળે પણ મળ્યા.

" અંશ તે તો મને ડરાવી જ દીધો!" પ્રિશા એ કહ્યું.

ત્યાં જ વાતચીત દરમ્યાન ટીવી પર એક ન્યુઝ ચાલ્યા. જે ન્યુઝ સાંભળીને સૌના હોશ જ ઉડી ગયા.

" બડી ખબર ઇસ વક્ત કી મુંબઈ સે આ રહી હૈ જહાં એક ભીડભરી બાજાર મેં જોરદાર ધમાકા હુઆ હૈ, જિસસે પચાસ સે જ્યાદા લોગો મારે ગયે હૈ, જબ કી સો સે ભી જ્યાદા લોગ ઘાયલ હુએ હૈં..."


મુંબઈ શહેરમાં દિનદહાડે બોમ્બ બ્લાસ્ટ થવાના સમાચાર સાંભળી આખુ મુંબઈ શહેર દંગ રહી ગયું હતું. પ્રિશાના ઘરે પણ સૌ આ સમાચાર સાંભળીને ચિંતિત બન્યા હતા. પોલીસ ઓફિસરની જીપ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અંશે ટીવી ઓફ કરી અને કહ્યું. " આપણી પાસે વધારે સમય નથી...નવીન શર્મા આ દેશ છોડીને પાછો વિદેશ યાત્રા એ ચાલ્યો જાય એ પહેલા આપણે પ્રિશાનો બદલો પૂરો કરવાનો છે..."

ત્યાં જ પ્રિશાના ઘરના નોકરો રસીલા બેનની ડેથ બોડી લઈને પહોંચી ગયા. કેશવે સાંજના સમયે પોતાની બીજી માતા કે જેણે એમને બીજો જન્મ આપ્યો હતો એના અગ્નિસંસ્કાર કર્યા અને આત્માની શાંતિ મળે એ માટે પ્રાથના પણ કરી.

પંદર દિવસ બાદ જ્યારે કેશવ એકદમ ઠીક થઈ ગયો ત્યારે સૌ એકસાથે બેઠક રૂમમાં ભેગા થયા. પ્રિશા અને અંશે નવીન શર્માના ઘરેથી પ્રિશાની મમ્મી શારદા બેનને છોડવાનો પ્લાન બનાવી રાખ્યો હતો.

સૌ પ્રથમ પ્રિશા આગળ આવી અને એણે કહ્યું.

" નવીન શર્મા સાથે બદલો લેતા આપણે સૌ પહેલા મારી માને એના કેદમાંથી છોડાવીશું..."

" પણ એને ક્યાં કેદ કરી રાખી છે? કોઈ માહિતી છે તારી પાસે? કેશવે પૂછ્યું.

" યસ કેશવ... મારી માને એણે એના જ ઘરના એક સિક્રેટ રૂમમાં કેદ કરી રાખી છે...જ્યાં આપણે પહોંચવાનું છે..."

" બટ એ કઈ રીતે?"

" પિઝા ડિલિવરી બોય બનીને...."

બધા ખૂબ ધ્યાનપૂર્વક પ્રિશાને સાંભળી રહ્યા હતા.

" રાતના નવ વાગ્યે નવીન પોતાના ફોનમાંથી એક પિઝા ઓર્ડર કરશે અને એ પિઝાનો ઓર્ડર આપવા માટે અંશ ત્યાં ડિલિવરી બોય બનીને જશે..."

" પણ એ પહેલા કે પછી પેલો રાઈટ પિઝા ડિલિવરી બોય ત્યાં પહોંચી ગયો તો?" આર્યને પૂછ્યું.

" એની માટે કેશવ છે ને...જો આવી કોઈ ઘટના બની તો કેશવ એ પિઝા ડિલિવરી બોયને ગહેરી નીંદમાં સુવડાવી દેશે..."

" પછી?"

" નવીન જે બિલ્ડિંગમાં રહે છે એ ત્રણ માળનું છે... ગ્રાઉન્ડ પર સિક્યોરિટી ગાર્ડ છે એની ઉપરના ફર્સ્ટ ફ્લોર પર એની પર્સનલ ઓફિસ છે પછી ના બે ફ્લોર ખુદ નવીનના છે પરંતુ મઝાની વાત એ છે કે નવીન હંમેશા થર્ડ ફ્લોર પરના ઘરમાં જ રહે છે.."

" ચલો હું માની ગયો કે અંશ ત્યાં પહોંચી પણ ગયો પણ એનાથી કોઈ ભૂલ થઈ કે નવીન એણે ઓળખી ગયો તો?"

" ડોન્ટ વરી આર્યન....હું પણ એની સાથે જ જઈશ...અંશ સાથે નહિ.. પણ એકલી જઈશ ચોરીચુપે.....અને હા આર્યન તું અહીંયા રહીને એ બિલ્ડીંગના બધા કેમેરા હેક કરી લેજે જ્યારે હું એની બિલ્ડીંગમાં એન્ટ્રી કરીશ..ઓકે?"

" મતલબ ત્યાં એક જ સિક્યોરીટી છે અને એ જ આખા બિલ્ડીંગના કેમેરા પર નજર રાખીને બેઠો છે ..!"

" યસ....અને આ રીતે હું અને અંશ સાથે મળીને મારી મોમને નવીનના કેદમાંથી છોડાવીશું.."

" હા પણ પ્રિશા નવીન પિઝા રાતે નવ વાગ્યે જ ઓર્ડર કરશે..., એના ઘરે એક જ સિક્યોરિટી ગાર્ડ છે આ બધી માહિતી તને મળી ક્યાંથી?"

" મારી બેસ્ટ ફ્રેન્ડ રીના પાસેથી...."

ત્યાં જ રીનાની એન્ટ્રી પ્રિશાના ઘરમાં થઈ.

" હેલો એવરીવન..." શોર્ટ સ્કર્ટ પહેરીને હોટ અંદાજમાં રીના આવીને આર્યનની બાજુની ચેર પર બેસી ગઈ.

" શી ઈઝ રીના.....નવીન શર્માની પર્સનલ સેક્રેટરી..."

" ઓહ....મતલબ તે નવીનની આખી જન્મકુંડળી રીના પાસેથી કઢાવી..!!" આર્યને કહ્યું.

" અફકોર્સ...."

" રીના...તારી પાસે નવીનની ફિંગરપ્રીન્ટ છે ને?" અચાનક પ્રિશા એ પૂછ્યું.

" હા મારી પાસે જ છે..."

" ફિંગરપ્રીન્ટનું ત્યાં શું કામ?" કેશવે સવાલ કર્યો.

" નવીન જે બિલ્ડિંગમાં રહે છે ત્યાંની લિફ્ટ પાસવર્ડ વિના નથી ખુલતી....અને નવીન જે રુમમાં રહે છે એ રૂમ બસ નવીનના ફિંગરપ્રીન્ટથી જ ખૂલે છે....હવે સમજ્યો?"

" યાર તમે તો પહેલા જ જોરદાર તૈયારી કરી રાખી છે..." કેશવે તાળીઓ પાડતા કહ્યું.

ત્યાર બાદ બાકી બચેલો પ્લાન અને કોણે કયું શું કામ કરવાનુ એ બધી જાણકારી પ્રિશા એ આપી દીધી.

પ્લાન એકદમ રેડી થઈ ગયો હતો. સૌને પોતપોતાનું કામ સોંપી દેવામાં પણ આવ્યું હતું. પરંતુ જ્યાં એકતરફ આ પ્લાન તૈયાર થઈ રહ્યો હતો ત્યાં બીજી તરફ એક યુવક પોતાના આદમીઓને આગળના બોમ્બ બ્લાસ્ટ વિશેનો પ્લાન જણાવી રહ્યો હતો.

કોણ છે આ યુવક? જે માસૂમ લોકોના જીવ લેવા જઇ રહ્યો હતો? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ