મારા કાવ્યો - ભાગ 15 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 15

ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 15
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



ક્ષમતાઓ પર વિશ્વાસ
વિશ્વાસ રાખો પોતાની ક્ષમતાઓ પર.
વિશ્વાસ રાખો પોતાની મહેનત પર.
વિશ્વાસ રાખો પોતાની ભક્તિ પર.
વિશ્વાસ રાખો પ્રભુ પર.
કરતાં રહો સારા કર્મો, કરતાં રહો સેવા લોકોની,
વિશ્વાસ રાખો ઈશ્વર બધાંની નોંધ રાખે જ છે.



ઠંડીની ગેરહાજરી
બહુ મુશ્કેલ છે જીરવવી તારી ગેરહાજરી.
નથી સહેવાતી હવે તારી ગેરહાજરી.
સાંભળી લોકોનાં ઉપદેશો થાક્યા કાન હવે તો!
વધુ વૃક્ષો વાવો તો ઠંડક મળશે કુદરતી,
કહેતાં ફરે છે લોકો બધાંય.
છતાંય ન વાવે કોઈ વૃક્ષ ને આપે ઉપદેશો ઠાલા.
તુ આવી જા જલ્દી જલદી,
નથી સહેવાતી તારી ગેરહાજરી.
અરે ઓ ઠંડી! હું તને જ કહું છું.
આવી જા જલદી, હવે નહીં સહેવાય તારી ગેરહાજરી.
બંધ થાય ઉપદેશો સૌનાં ને ધ્યાન આપે બીજે.
મુશ્કેલ બહુ જીરવવી તારી ગેરહાજરી ઓ ઠંડી.



સમર્પણની તાકાત
તાકાત એવી સમર્પણની,
ઓગાળી દે અભિમાન ભલભલા લોકોનાં.
ગુસ્સે થાય કોઈ ને ચુપ થઈ જાય વ્યક્તિ સામેની,
સમજી લે છે સમર્પણ એને ગુસ્સે થયેલ વ્યક્તિ.
થઈ જાય દલીલ ત્યાં જ પૂરી,
આ જ છે તાકાત સમર્પણની.
જો હોય આ સમર્પણ પ્રભુ ચરણોમાં,
પૂછવું જ શું પછી તો તાકાત સમર્પણની!!!



ચા
શું કહેવું ચા વિશે?
ચા તો છે મજેદાર પીણું.
ખબર નહીં કેમ બદનામ કરે લોકો,
આ સરસ મજાની ચાને?
ફાયદા કેટલા ચા પીવાનાં!
હું તો પીઉં ચા હોય કોઈ પણ ઋતુ.
ઠંડી, ગરમી, વરસાદ - મારે તો ચા બારેમાસ.😃
પસાર થાય સમય કેટલો,
હોય જો મિત્રો અને ચા સાથે!
એમ જ કંઈ થોડો મનાવાય છે,
આંતરરાષ્ટ્રીય ચા દિવસ દુનિયામાં!!



પપ્પાના આંગણે
અનુભવાય સલામતી પપ્પાના આંગણે.
કરી શકાય મનગમતી માંગણી પપ્પાના આંગણે
પૂરાં થતાં શોખ પપ્પાના આંગણે.
ક્યારેક દાળ શાકમાં ઓછું મીઠું ચાલી જાય પપ્પાના આંગણે.
રસોડામાં અવનવા અખતરા થાય પપ્પાના આંગણે.
સદાય મળતું સન્માન પપ્પાના આંગણે.
મળતી સહેલીઓ બિન્દાસ પપ્પાના આંગણે.
થતી તહેવારોની ઉજવણી હસી ખુશીથી પપ્પાના આંગણે.
આખરે છૂટી ગયું કાયમ માટે પપ્પાનું આ આંગણું.😢
છૂટયો દેહ પપ્પાનો આત્માથી ને છૂટ્યું એ આંગણું.



યોગ
યોગ ભગાવે રોગ,જાણે સૌ કોઈ આ ઉક્તિ.
કોઈ કરે યોગ દરરોજ, કોઈક કરે 21 જૂને.😃
માનસિક અને શારિરિક સ્વાસ્થ્યની એ ચાવી,
કરે જે યોગ ખૂલે એનાં દીર્ઘાયુ જીવનનું તાળું.
આદિકાળથી ગવાતો મહિમા યોગનો,
કરે યોગ માનવી રાખવા તન મન નિરોગી.
હોય કેટલાંક મારા જેવા પણ દુનિયામાં,
વ્હાલું જેને એક જ આસન,
નામ જેનું શવાસન 😃😃😃



ખોવાઈ હું
ખોવાઈ હું ક્યાં ખબર નથી?
સંસારની માયા છે કે કશું બીજું,
કે પછી છે જવાબદારીઓની હારમાળા?
બંધન લાગણીઓનું કે તાંતણો સ્નેહનો?
નથી જવાબ મળતો ક્યાંય મને,
કે આખરે હું ખોવાઈ ક્યાં?
વિચાર્યું બેસવાનું એકાંતમાં,
ને શોધવી હતી પોતાને આ દુનિયામાં!
આવ્યો જવાબ હૈયેથી મને એવો,
નહીં બેસ તુ એકાંતમાં,
નહીં શોધી શકે તુ પોતાને એકાંતમાં,
ખોવાઈ તુ તારા પ્રિયજનોની દેખરેખમાં!



પ્રેમમાં દાવો
ક્યાં ગયો એ દાવો જે હતો જીવનભરનાં સાથનો?
હતો પ્રેમમાં દાવો કે જીવીશું મરીશું સાથે આપણે,
આવી જુદાઈ ને પોકળ ગયો એ દાવો.
આપ્યું હતું વચન એકબીજાને ખુશ રાખવાનું,
કર્યો હતો દાવો સાચા પ્રેમનો,
લીધા હતાં કેટલાય વાયદાઓ.
ક્યાં ગયો એ દાવો પ્રેમનો, ને ક્યાં ગયા એ વાયદાઓ,
કરી હત્યા પ્રિયજનની જુદાઈ થતાં,
કે કર્યાં લાખ પ્રયત્નો કરવા બદનામ એને???
શું આ જ હતો પ્રેમનો દાવો?
આમ ન થાય પ્રેમ કોઈને, આવો ન હોય પ્રેમ!
મળે પ્રેમ જીવનભર કે મળે જુદાઈ પ્રેમથી,
રહેતો જીવંત એ સદાય હૈયાનાં કોઈક ખૂણે.
ક્યાં લખ્યું છે કોઈએ કે હોય મિલન સદાય પ્રેમમાં,
ક્યારેક હોય પ્રેમ જીવનભર જુદાઈની યાદોમાં!!!



આભાર.


સ્નેહલ જાની