વરદાન કે અભિશાપ - ભાગ 36 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 36

વરદાન કે અભિશાપ (ભાગ-૩૬)

(નરેશ અને સુરેશ સાથે જમવા બેઠા હોય છે. વાતવાતમાં સુરેશ મિત્રના છોકરાના લગ્ન પ્રસંગની વાત કરે છે. સુરેશ તેને બહારગામ છેડા છોડાવવા જવાની વાત કરે છે. તે વખતે સુરેશે ડ્રીંક કર્યું હોય છે. નરેશ તેને કોઇ મિત્રને ત્યાં પૂજામાં જવાની ના પાડે છે. કેમ કે નરેશને કોઇક ખરાબ અણસાર આવી રહ્યો હોય છે. સુરેશ તેને ઘરે જઇને આરામ કરવા અને પછી મિત્રનો પ્રસંગ પતી જાય ત્યારે મળવાની વાત કરે છે. નરેશ સુરેશને જતા જોઇ રહ્યો હોય છે ત્યાં સુશીલા પણ બંને છોકરાઓને ખવડાવીને આવી જાય છે. તેની નજર નરેશ પર પડે છે જાણે કે કાંઇ વિચારમાં હોય.  થોડી વાર સુધી બંને કંઇ જ બોલતા નથી અને ઘરે જવાર રવાના થાય છે. આ બાજુ સુરેશ અને તેનો આખો પરિવાર મિત્રને ત્યાં પૂજામાં જાય છે. પૂજા પૂરી થયે તેઓ ઘરે પાછા રાતના આવી જાય છે. એના બીજા દિવસે બપોરે તેમને મિત્રના હમણા જ પરણેલા છોકરા અને વહુના છેડા છોડાવવા જવાનું હોય છે. ઘરે આવીને તેઓ બહારગામ જવાની તૈયારી કરી દે છે. બપોરના તેઓ જમી પરવારી આરામ કરે છે અને સાંજે ચાર વાગ્યે ગાડી તેમના ઘરના દરવાજે આવી જાય છે. સુરેશભાઇ અને ભાનુ બંને આજુબાજુના પડોશીઓને મળીને મંદિરે જવા રવાના થાય છે. હવે આગળ...............)   

            સુરેશ અને ભાનુ નવા પરણેલા વર-વધૂ અને તેના પરિવારજનો સાથે મંદિરે છેડા છોડાવવા જાય છે. બંનેને કાયમ એવી જ ટેવ હતી કે તેઓ ગાડીમાં બારીની સીટ પર જ બેસતા. સુરેશ ડ્રાયવરની બાજુની સીટમાં બેસી ગયો અને ભાનુ પોતે સુરેશની પાછળની સીટમાં બેસી ગઇ. બધા વાતો કરતાં-કરતાં અને માતાજીનું નામ લેતાં લેતાં રાજકોટ પાર આવી જાય છે. આશરે ચાર કલાક પછી તેઓ જયારે એક સૂમસામ રસ્તા પર પસાર થતા હોય છે ત્યાં આજુબાજુ નજર કરતાં કયાંય લાઇટો જ ન હતી. કોઇ અવરજવર પણ ન હતી. આજુબાજુ બસ જાનવરના અવાજો જ આવતા હોય છે. આ જોઇ ગાડીમાં બેઠેલા બધા જ લોકો થોડા ડરી જાય છે અને ભગવાનનું નામ લેવા માંડે છે.

            સુરેશ હંમેશા ડ્રાયવરની સીટની બાજુમાં જ બેસતો. કેમ કે તેને કદી પણ ગાડીમાં ફરવા જતા હોય ત્યારે ઉંઘ જ નહોતી આવતી. આથી ગાડીમાં પાછળ બેઠેલા બધા સૂઇ ગયા હતા પણ ફકત ને ફકત સુરેશ અને ડ્રાયવર જાગતો હતો. એ જ અરસામાં ગાડીની આગળ જ એક બંધ ટ્રક ઉભી હતી. ડ્રાયવરની નજર તો સામે જ હતી પણ તેને એક જોકું આવી જતાં ગાડી ડાબી બાજુમાં આવી ગઇ. સુરેશ તેને કંઇ કહે કે વિચારે એ પહેલા તો ગાડી સીધી બંધ ટ્રકમાં જ જતી રહી. ચારે બાજુ હોહાકાર થઇ ગયો. ચીંસોનો અવાજ થઇ ગયો. ધડામ કરતો જે અવાજ આવ્યો તે પરથી આજુબાજુના લોકોને એમ લાગ્યું કે બહુ ભયંકર અકસ્માત થયો છે. સ્થિતિની કોઇને જાણ નહોતી. જે બંધ ટ્રક ઉભી હતી તેમાં કોઇ બેઠેલું પણ નહોતું. આ બાજુ ડ્રાયવર ગાડીની આગળના કાચમાંથી બહાર ફેકાઇ જાય છે. એટલે તેને માથાના ભાગે વધારે ઇજા થાય છે અને આ બાજુ સુરેશ, ભાનુ અને તેમના મિત્રના માતા એ ત્રણેય એક જ લાઇનમાં બેઠા હતા. જોનારને મતે તો બહુ જ ખરાબ થયું હોય એવો જ ભાસ થતો હતો. પણ કોઇ અંદાજો લગાવી શકાય તેમ નહોતો.          

 

(નરેશને કંઇક અઘટીત થવાનો અણસાર કેમ આવતો હશે ? સુરેશ અને ભાનુ સહી સલામત તો હશે ને? કે પછી ન બનવાનું આજ ઘટીત થઇ ગયું ? )

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૭ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા