Vardaan ke Abhishaap - 35 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 35

વરદાન કે અભિશાપ (ભાગ-૩૫)

            (નરેશનો પરિવાર અને તેના મોટા ભાઇ સુરેશનો પરિવાર બધા સાથે જમવા બેસે છે. આ બાજુ સુશીલા અને ભાનુ વચ્ચે ઘર વિશેની અંગત વાત ચાલી રહી હતી. ભાનુ સુશીલાને જણાવે છે કે, તમે જે મકાન લીધું ત્યાં રહેવા માટે તેઓએ બા ને કહેલું હતું. પણ બા એ તેઓને તે મકાન જ ના આપ્યું. તે જ વખતે સુશીલન સાસુ-સસરાને વાત કરી તે મકાન આપવાની વાત કરે છે. ભાનુ તેને આ વાત કોઇને ના કરવા મયુરના સમ આપે છે અને સુશીલા-નરેશને સારા આર્શીવાદ આપે છે અને કહે છે કે, તેઓ તો અહી રહેવા જ નથી માંગતા. હવે આગળ..............)

            નરેશ અને સુરેશ સાથે જમવા બેઠા હોય છે. વાતવાતમાં સુરેશ મિત્રના છોકરાના લગ્ન પ્રસંગની વાત કરે છે.

નરેશ :  કયાં મિત્રના છોકરાના લગ્ન છે?

સુરેશ : અરે શું જયાં રહું છું ત્યાં જ રહે છે અને લગ્ન તો થઇ ગયા. બસ છેડા છોડાવવા જવાનું છે.

નરેશ : હમમ..... તો જઇ આવ પણ આજનો કંઇક પ્રોગ્રામ છે એમ તું કહેતો હતો ?

સુરેશ : હા આજે તો તે જ મિત્રના ઘરે એક પૂજા છે ત્યાં જવાનું છે.

નરેશ : (આશ્ચર્યથી) શું ? પૂજામાં ? એ પણ આવી હાલતમાં ?

સુરેશ : આવી હાલતમાં એટલે ? (આંખો ઝીણી કરતાં)

નરેશ : અરે તે ડ્રીંક કર્યુ છે એની મને ખબર છે.

સુરેશ : (આંખો પહોળી થઇ જાય છે) પણ તને કઇ રીતે ખબર પડી ?

નરેશ : અરે હું રિક્ષા ડ્રાયવર છું. મને માણસને જોતાં જ ખબર પડી જાય.

સુરેશ : અરે એ તો હવે ચાલે. પીવામાં કાંઇ નડવાનું નથી.  

નરેશ : પણ ના જાય તો સારું. મને આજે કાંઇ સારા અણસાર નથી થતાં.

સુરેશ : બહુ ના વિચારીશ. તારી તબીયત ઠીક નઇ હોય. ઘરે જઇને આરામ કર પછી આપણે આ મિત્રનો પ્રસંગ પતી જાય ત્યારે મળીશું.  

નરેશ : સારું. ચલ હશે. અમે હવે ઘરે જઇએ.

સુરેશ : સારું. (એ પછી ભાનુ અને બે છોકરાઓને બોલાવીને ઘર તરફ રવાના થાય છે.)  

નરેશ : (તેને જતા એકધારું જોઇ જ રહ્યુ હતો જાણે કે આજ પછી એ જોવા જ ન મળવાનો હોય.)

            નરેશ સુરેશને જતા જોઇ રહ્યો હોય છે ત્યાં સુશીલા પણ બંને છોકરાઓને ખવડાવીને આવી જાય છે. તેની નજર નરેશ પર પડે છે જાણે કે કાંઇ વિચારમાં હોય.

સુશીલા : શું થયું ? આમ સુરેશભાઇને ધારી-ધારીને કેમ જોવો છો ?

નરેશ : ખબર નહિ. પણ આજે કોઇ અણસાર સારા નથી લાગતા મને. કંઇ રીતે તને સમજાવું એ જ સમજ નથી પડતી.  

સુશીલા : (મનમાં) મને પણ.

            થોડી વાર સુધી બંને કંઇ જ બોલતા નથી અને ઘરે જવાર રવાના થાય છે. આ બાજુ સુરેશ અને તેનો આખો પરિવાર મિત્રને ત્યાં પૂજામાં જાય છે. પૂજા પૂરી થયે તેઓ ઘરે પાછા રાતના આવી જાય છે. એના બીજા દિવસે બપોરે તેમને મિત્રના હમણા જ પરણેલા છોકરા અને વહુના છેડા છોડાવવા જવાનું હોય છે. ઘરે આવીને તેઓ બહારગામ જવાની તૈયારી કરી દે છે.

            ભાનુ ફ્રીજમાં જે પણ વસ્તુ બગડી જાય એવી હતી તે બધી જ પડોશીને આપી દે છે અને બંને છોકરાઓને મણિબેનના ઘરે મૂકી જાય છે. કેમ કે, ગાડીમાં ફકત બે વ્યક્તિની જ જગ્યા હતી. એટલે બાળકો હેરાન થાય એના કરતાં સાસુ-સસરા જોડે રહે એ તેમને વધારે યોગ્ય લાગ્યું.

            બપોરના તેઓ જમી પરવારી આરામ કરે છે અને સાંજે ચાર વાગ્યે ગાડી તેમના ઘરના દરવાજે આવી જાય છે. સુરેશભાઇ અને ભાનુ બંને આજુબાજુના પડોશીઓને મળીને મંદિરે જવા રવાના થાય છે.   

 

(નરેશને કંઇક અઘટીત થવાનો અણસાર કેમ આવતો હશે ? ને અચાનક સુરેશ અને ભાનુને બહાર જવાનું થયું? આ બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી હતી. પણ શું જોડાણ હતું બંનેનું ?)

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-36 માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED