વરદાન કે અભિશાપ - ભાગ 6 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 6

વરદાન કે અભિશાપ (ભાગ-૬)

(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી ઘરે જવાના સમયે વિશ્વરાજ પાંચેય બાળકોને તેઓની સાથે લઇ જવા માટે ધનરાજને વાત કરે છે. ધનરાજ તેમની વાતને માન આપે છે. બધા પોતપોતાનો સામાન તૈયાર કરી દે છે અને દાદા-દાદી સાથે તેઓ ગામડે જવા રવાના થાય છે. તેઓ બધા બાળકો કાકાના દીકરાઓ સાથે હળીમળીને રમતાં થઇ જાય છે. વિશ્વરાજ બધા બાળકોને આમ હળમળીને રમતાં જોઇને બહુ જ ખુશ હતા. બધા બાળકો કરતાં તેમને નરેશ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. હવે આ બાજુ નરેશ યુવાનીની અવસ્થામાં પહોંચી ચૂકયો હોય છે. નરેશનો અભ્યાસ પત્યા બાદ તે પ્રેસની ટ્રેનીંગમાં લાગી જાય છે. પ્રેસની ટ્રેનીંગની સાથે-સાથે તે ઘરના કામકાજમાં પણ તેનો સહયોગ આપતો હોય છે. ચાર ભાઇ-બહેનોમાં નરેશનો ત્રીજો નંબર આવતો. તેને એકવાર ગામડે દાદા અને દાદીને મળવાની ઘણી ઇચ્છા થઇ. આથી તે ઘરે જાણ કરીને દાદા અને દાદીને મળવા ગામડે પહોંચી ગયો. દાદા તેને થોડી સમજદારીની વાતો કરે છે. જે નરેશના સમજથી બહાર હોય છે. હવે આગળ..............)

વિશ્વનાથ આખી રાત સૂઇ શકતા નથી. સવાર પડતાં જ નરેશ ઘરે જવાની તૈયારીમાં લાગી જાય છે. નરેશ તેના કાકા, કાકી અને તેના ભાઇ-બહેનો સાથે વાતચીત કરતો હોય છે અને વિશ્વરાજ ફકત ને ફકત નરેશને નીહાળી રહ્યા હોય છે. તેમના મગજમાં જે વિચારો ચાલતા હતા તેનાથી તેઓ વધારે ચિંતિત થઇ રહ્યા હતા.

            નરેશ હવે ઘરે જવા રવાના થાય છે. તેને પણ ખબર નહોતી કે જે દાદા તેને બધા કરતાં બહુ જ વ્હાલા છે તે તેની સાથે હવે થોડા સમય માટે જ છે. ઘરે પહોંચતા જ એ ઘરના કામકાજમાં લાગી જાય છે. બીજા દિવસે પ્રેસની ટ્રેનીંગમાં તે જાય છે. પ્રેસમાં તે કામ તો કરતો હોય છે પણ તેનું મન લાગતું નથી. તેને સમજ નથી આવતું કે કેમ તેનું મન બેચેન રહે છે. પણ એ વાતને અવગણીને કામમાં ધ્યાન લગાવે છે અને દાદા સાથેની યાદગાર પળોને યાદ કરે છે. અચાનક જ એક ભાઇ નરેશ-નરેશ નામનો અવાજ લગાવે છે. બધા તેમની સામે જોવા લાગે છે. એ ભાઇ પોસ્ટ ઓફિસથી આવ્યા હોય છે. એ જમાનામાં બધાના ઘરે ટેલિફોન તો હોતા નહિ. આથી સમાચારની આપ-લે માટે પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરતા. પોસ્ટ-ઓફિસમાંથી આવેલ ભાઇ નરેશ માટે સમાચાર લઇને આવ્યા હતા. નરેશ ભાગતો-ભાગતો તેની પાસે આવે છે અને કહે છે કે, આપના દાદા આજ સવારે અવસાન પામ્યા છે તેવા સમાચાર આવ્યા છે. નરેશ એકદમ ભાંગી પડે છે. તે ભાગતો-ભાગતો ઘરે જાય છે અને તેની માતાને ગળે લગાવીને ધ્રૂસકે-ધ્રૂસકે રડે છે. તેની માતા તેને આશ્વાસન આપે છે. પછી બધા ગામડે જાય છે. જયાં અંતિમ વાર નરેશ તેના દાદાના દર્શન કરે છે. ત્યાં જઇને નરેશનુ હ્રદય ઘણું જ ભારે થઇ જાય છે. નરેશ તેના દાદીને મળે છે. તેના દાદી તો ભાન જ ખોઇ બેસે છે. બધા તેમને આશ્વાસન આપીને શાંત પાડે છે.

            આસપાસના લોકો વાત કરતાં હોય છે કે સવારે નાહી પરવાનીને તેઓ તેમના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા અને અચાનક જ તેઓ ઢળી પડ્યા ને તેમનું અવસાન થાય છે. તે વાત સાંભળીને નરેશ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે. તેને સમજમાં નથી આવતું કે થોડા સમય પહેલા તો તેણે દાદા જોડે બેસીને દાળવડા ખાધા ને આજે આવા સમાચાર સાંભળવા મળ્યા !!! પણ હવે કાંઇ થઇ શકે તેમ નથી. વિશ્વનાથે ફકત ધનરાજના એક જ બાળકના લગ્ન જોયા હતા. બાકીના દેવરાજના બાળકો અને ધનરાજના બાળકોના તો લગ્ન બાકી જ હતા. તેમને નરેશના લગ્નના બહુ જ અભરખા હતા. પણ ઇચ્છાઓ બધી અધૂરી જ રહી ગઇ. હવે આગળ કંઇક અજુગતું થવાનું જ હતું તે નકકી થઇ ગયું હતું. વિશ્વનાથની ચિંતા પરથી કંઇક સારું તો નથી જ થવાનું. પણ આગળ સમય જે પ્રમાણે કામ કરે તે પ્રમાણે................   

 

વિશ્વનાથ એવી કઇ વાત જાણતા હતા કે, જેનાથી તેઓ ચિંતામાં વધારે હતા ? તેમના અવસાન પછી ઘરમાં શું પરિવર્તન આવશે? સૌથી અગત્યની વાત એ કે હવે પછીના ગાદી પતિ કોણ ?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૭ માં)

-  પાયલ ચાવડા પાલોદરા