Vardaan ke Abhishaap - 1 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 1

વરદાન કે અભિશાપ : (ભાગ-૧)

            (આ વાર્તા નરેશ નામના વ્યક્તિની છે જેણે તેના સંપૂર્ણ જીવનમાં ત્યાગ અને બલિદાન જ આપ્યું છે. જે તેની હયાતીમાં તો લોકોને મદદરૂપ થયા જ છે તેમ મૃત્યુ પણ કોઇને ખુશીઓ આપવા માટે સ્વીકાર્યુ. પણ તેઓ જે નીતીથી ચાલ્યા એ જ નીતિથી તેમના પરિવાર ચાલશે ખરો? કે પછી તેમનો પરિવાર અંધકારમાં જ જીવશે? તેમના અવસાન બાદ પરિવારમાં શું ફેરફાર આવશે? તે જાણવા માટે શરૂઆતથી એ જમાનામાં વિસ્તારપૂર્વક જાણીએ.)

ઘણા વર્ષો પહેલા વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. સમય વીતતો ગયો અને તેમના ત્રણેય બાળકો મોટા થતા ગયા.

            સમય પસાર થતા જરા પણ વાર ના લાગી. વિશ્વરાજને હવે ચિંતા થવા લાગી કે તેમના ગયા પછી તેમની ગાદી કોણ સંભાળશે? કોણ તેમની રાજગાદીને સાચો માર્ગ બતાવશે? કોણ દેવીશક્તિની ભક્તિ કરશે? એ જ અરસામાં ધનરાજ અને દેવરાજના લગ્નની વાતો થવા લાગી. વિશ્વરાજે તેમના રૂઆબ પ્રમાણે બંને દીકરાઓના લગ્ન ધામધૂમથી કર્યા. બંને દીકરાઓની પત્નીઓ પણ સંદર, સુશીલ અને સંસ્કારોથી સુસજજ હતી. મોટી વહુ એ જમાના ભણેલી વધારે હતી એટલે તેને નોકરી કરવાની ઇચ્છા હતી. પણ એ જમાનામાં ઘરની વહુ નોકરીએ જતી નહિ. વહુના પિતા ઘરે વાત કરવા પણ આવેલા કે, તેમના ચાર સંતાનો પણ સરકારી નોકરી કરે છે આથી તેમની ઇચ્છા છે કે તેમની દીકરી પણ નોકરી કરે. પણ વિશ્વરાજે તેમને ના કહી દીધી. તેમણે જણાવ્યું કે, મારે મારી વહુને નોકરી નથી કરાવવી પણ હા મારે પેઢીનો કારોભાર ચાલે છે. તો મારા પેઢીના કામકાજનો તેઓ હિસાબ રાખશે તો મારા માટે ઘણું છે. મોટી વહુએ એ વાત સ્વીકારી લીધી. ઘરની બંને વહુઓ કામમાં વ્યસ્ત થઇ જાય છે. સમય વીતતો ગયો ને બંને ભાઇઓ પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઇ ગયા. 

            એકવાર વિશ્વરાજ ઘરમાં બેઠા-બેઠા વિચારતા હતા કે, મારી આયુષ્ય બહુ ઓછી છે હું કયારે જતો રહો તે પણ નકકી નથી. મારા બંને પુત્રોને તો ગાદીપતિ બનાવામાં રસ નથી તો કોને બનાવું ગાદીપતિ? કયારે એ બંનેમાં સમજ આવશે? મારો વારસો તો એ બંનેએ લેવો જ પડશે અને સાથે જે જવાબદારી છે એ પણ નીભાવવી જ પડશે.

            એ વાતને વર્ષો વીતી જાય છે. ધનરાજ અને દેવરાજ પણ હવે પિતા બની ગયા હતા. તેમનો પણ એક સુંદર પરિવાર બની જાય છે. બધા પોતાના જીવનમાં ખૂબ જ ખુશ હતા. બંને દીકરા અને તેમની વહુઓ તેમજ તેમનો વારસો બધા જ સંપીને એક છત નીચે રહેતા હતા. આ જોઇને વિશ્વરાજના મનને પરમ શાંતિ હોય છે. અચાનક જ તેમના જીવનમાં વાવઝોડાનું આગમન થાય છે. તે વાવાઝોડું તેમની જીંદગી જ બદલી નાખશે તેમની તેમને ખબર જ નહતી. તેમના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ હતું. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. આથી તે શહેરમાં તેના પરિવાર સાથે રહેવા જવાનું વિચાર કરી રહ્યો હતો.

(ધનરાજે તેના પિતાને મળવા જાય છે.)

ધનરાજ : પિતાજી, મારે તમને એક વાત કહેવી હતી ?

વિશ્વરાજ : હા હું જાણું છું તું શું કહેવા માંગે છે ? તારી મા એ મને બધી વાત કરી છે........

ધનરાજ : પિતાજી, મારે શહેરમાં નોકરી આવી છે અને મારા પરિવારના સારા ભવિષ્ય માટે મારે શહેર તો જવું જ પડશે.

વિશ્વરાજ : તારી વાત સાચી છે. પણ મારા જીવનનો હવે કોઇ ભરોસો નથી. હું તને અને દેવરાજનને એક છત નીચે રાજીખુશીથી રહેતા જોવા માંગું છું.

ધનરાજ : હા પિતાજી. તમારી વાતનું હું માન રાખું છું. પણ મારા શહેર જતા રહેવાથી અમારા ભાઇઓના સંબંધો કંઇ મટી જવાના નથી.

વિશ્વરાજ : હા બેટા, સંબંધો મટી જવાના નથી. પણ તમે જોડે રહેશો તો વધુ સારું છે.

ધનરાજ : પિતાજી, કયારેક તો ઘરની બહાર નીકળવું જ પડશેને અને હું શહેર નહિ જવું તો કદાચ મારા પરિવારને એમના સારા ભવિષ્યથી વંચિત રાખીશ. 

વિશ્વરાજ : (નિસાસો નાખતાં) સારું. તો તું શહેરમાં જવા માટે તૈયારી કરી લે. પણ હા તારે મને એક વચન આપવું પડશે.

ધનરાજ : હા પિતાજી. તમે જે કહેશો એ વચન આપવા હું તૈયાર છું.

 

(વિશ્વરાજ એવું તું શું વચન લેવા માંગે છે? સામાન્ય શહેર જવામાં વિશ્વરાજને વચન કેમ લેવું પડે છે? વિશ્વરાજના મનમાં કંઇ ચિંતાઓ જન્મ લઇ રહી છે? શું કંઇક રહસ્ય હતું ?

 

-   પાયલ ચાવડા પાલોદરા 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED