વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 18 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 18

{{{Previously: થોડા સમય બાદ, બંને બોટિંગ કરવાં માટે જાય છે. પાણીની ઠંડક, પક્ષીઓનો અવાજ, બીજાં પ્રવાસીઓના નાવની હિલચાલ, એમને એક અદ્ભૂત પળોની યાદ આપી જાય છે. અમૂક પક્ષીઓ આમતેમ પાણીની ઉપર ઉડતાં હતા તથા અમુક પક્ષીઓ આકાશમાં પાંખો ફેલાવી એકસાથે ઉડી રહ્યાં હતાં. તેમનું સંગઠન, ગતિ અને તેમના પાંખોની હરકત એક જ હાર્મોનીમાં હતાં, જાણે કોઈ આકૃતિ આકાશમાં નિર્મિત કરી હોય. એમણે આકાશમાં રંગોળી રચી હતી, તેમની પાંખો વચ્ચેનું સંતુલન કળાનાં સુંદર આકારો સર્જી રહ્યું હતું. પક્ષીઓનું આકાશમાં એકદમ અદ્ભૂત દ્રશ્ય રચાય છે, જે જોઈને બંનેની આત્મા જાણે તૃપ્ત થઈ જાય છે! }}}

બોટમાં બેઠાં બેઠાં આ નજારો જોવાની મઝા જ કંઈક અલગ હતી. ઉપર પંખીઓથી ભરેલું આકાશ, નીચે પાણી અને ખુલ્લી હવા, એ પણ મનગમતી વ્યક્તિ સાથે!

બે દિલ એકબીજાના થવાં માટે મથામણ કરે છે, દિલની વાત મોં પર લાવવા માટે વિચારોની માયાજાળમાં ગુંથાયેલા એકબીજાને જુએ છે! શ્રદ્ધા વિશ્વાસને જુએ છે અને વિચારે છે કે, "હું મારા દિલની વાત તો એને કરી જ દઈશ, પણ શું એ મને પસંદ કરતો હશે? શું એ મને સ્વીકાર કરશે? એમ તો મને ના પાડવાનું કોઈ કારણ તો નથી એની પાસે. લંડન રીટર્ન,એન્જિનિયરિંગ બ્રિલિઅન્ટ સ્ટુડન્ટ, દેખાવે ગુડ લૂકિંગ પણ છું જ! " (...મનમાં પોતાની સાથે વાત કરતાં થોડી સ્માઈલ આવી ગયી ) વિશ્વાસ પણ શ્રદ્ધાને જ જોઈ રહ્યો હતો, એ બોલ્યો, " કેમ આમ એકલી એકલી મલકાય છે, મને પણ કહે તો હું પણ...થોડું હસી લઉં."

શ્રદ્ધા : ના, ના...કંઈ નહીં..! બસ એમ જ! તું કહે તું શું જોવે છે અને આમ શાંત કેમ બેઠો છે?

વિશ્વાસ : હું શાંત નથી બેઠો..ઘણુંબધું ચાલી રહ્યું છે મગજમાં! સાચું કહું તો, દિલમાં!

( આ વાત સાંભળતાં જ શ્રદ્ધાની આંખમાં ચમક આવી ગયી.)

વિશ્વાસ : શ્રદ્ધા, તેં ક્યારેય પાછું લંડન જવાં માટે વિચાર્યું છે?

શ્રદ્ધા : સાચું કહું તો, ના...બિલકુલ નહીં! હવે હું ઈન્ડિયામાં જ રહેવા માગું છું! લંડનમાં ઘણો સમય રહી, પણ અહીં જેવી મઝા નથી. મને મારી લાઈફ પૂરેપૂરી જીવવી છે અને એ અહીં જ શક્ય છે. લંડનમાં તો બસ સમય વિતે છે...

વિશ્વાસ : વાત તો તારી સો ટકા સાચી છે! પણ..હું એમ કહું કે...

શ્રદ્ધા :- ( વિશ્વાસની વાત અટકાવતાં ) ..હું તો અહીં જ રહીશ. તું અહીં ના રોકાઈ શકે?

વિશ્વાસ : ઈચ્છા તો એવી જ છે કે હંમેશા માટે અહીં જ રોકાઈ જવ, પણ મારે પાછું તો જવું જ પડશે! મારી સ્ટડી અધૂરી છે! હું મારું સપનું પૂરું કરવાં માંગુ છું! ફેમિલી લૉયર બનવાનું. એ પછી હું પાછો આવી જઈશ, હંમેશા માટે. ( વિશ્વાસ આગળ વધીને શ્રદ્ધાનો હાથ ધીરેથી પોતાનાં હાથમાં લે છે. અને આગળ એની વાત પૂરી કરે છે ...)

શ્રદ્ધા, ત્યાં સુધી તું મારી રાહ જોઈ શકીશ?

(વિશ્વાસ જેમ આગળ આવે છે તેમ શ્રદ્ધાની હાર્ટબીટ વધતી જાય છે..એનો હાથ વિશ્વાસના હાથમાં પહેલી વખત સ્પર્શ થતાં, એક અલગ જ રોમાંચ આખા શરીરમાં પ્રસરી જાય છે.)

શ્રદ્ધા ( ડરતાં ): હા, કેમ નહીં? ...પણ અત્યારે તું જવાની વાત કેમ કરે છે?

વિશ્વાસ ( મક્કમ પણ પ્રેમભર્યા અવાજે ) : ... હંમેશા માટે તારી સાથે પાછું આવવા માટે!!

આ વાત સાંભળીને,શ્રદ્ધાની આંખમાંથી એક આંશુ નીચે સરકી આવે છે, વિશ્વાસ એને જીલી લે છે, અને શ્રદ્ધાની આંખને સાફ કરે છે. બંનેની નજર સરોવરનાં કિનારે છીછરાં પાણીમાં બેઠેલાં બે હંસો પર પડે છે, બંને હંસો એકબીજાની સામે જોઈ નજીક આવે છે અને એક હંસ, બીજા હંસના ગળે લાગી વળગે છે. આ દ્રશ્ય બંનેને એકબીજાની નજીક લાવે છે. બંને થોડું હસી, એકબીજાને પ્રેમથી જુએ છે અને ભેટી પડે છે. બોટમાં બેઠાં બેઠાં જ કંઈ પણ કહ્યાં વગર જ આજે અહીં પણ બે પ્રેમીપંખીડા એક થઈ ગયા.

થોડીવાર આમ જ બંને એકબીજાનાં હુંફાળા શરીરને અને સ્પર્શને માણે છે.

ધીરેથી શ્રદ્ધા બોલે છે, " વિશ્વાસ, બધાં આપણને જોવે છે."

વિશ્વાસ ( હસતાં, શ્રદ્ધાને જોરથી પકડીને ) : તો શું થયું? હવે હું તને નહીં છોડું.

શ્રદ્ધા ( વિશ્વાસને એનાંથી વધારે કસીને ) : છોડવાની તો હું પણ નથી તને!

બંને ખડખડાટ હસી પડે છે. એકબીજાની પકડને ઢીલી મૂકી, પ્રેમથી થોડાં દૂર આવે છે, પણ સાથે જ બેઠાં હોય છે.

શ્રદ્ધા વિશ્વાસનો હાથ પોતાનાં હાથમાં ભરાવે છે અને ( થોડી મલકાઈને ) બોલે છે, " મને એમ હતું કે તને કંઈ પણ કેહવું બહુ અઘરું હશે, પણ તેં તો મારી બધી ચિંતાઓ જ દૂર કરી દીધી. મારે કંઈ કેહવું જ ના પડ્યું. "

વિશ્વાસ : હા, મને પણ એમ જ હતું કે હું તને ક્યારેય મારાં દિલની વાત કરી નહીં શકું, અને એમ જ ચાલ્યો જઈશ.

તેં મને સાથ આપીને મને હિમ્મત આપી એટલે જ આ શક્ય બન્યું...

શ્રદ્ધા : હા, પણ આટલાંથી નહીં ચાલે! તારે મને પ્રોપોઝ તો કરવું જ પડશે અને એ પણ બધાની સામે!

વિશ્વાસ : હા,કેમ નહીં! તું પણ તો કરીશ ને!

અને બંને ખળખળાટ હસે છે.


:::::Present time :::::( વર્તમાનમાં ) અત્યારે :::::


અહીં પણ શ્રદ્ધા મલકાય છે. નળસરોવર પોંહચી જતાં, એ નળસરોવરનાં પાર્કિંગને જોતાજ વિચારે છે, " વિશ્વાસ, હું તને બહુ જ મિસ કરું છું. "

વિશ્વાસ પણ મનમાં ને મનમાં હસે છે. એ પણ પહોંચવાની તૈયારી માં જ હોય છે અને રસ્તાં પરનાં માઈલસ્ટોનને જુએ છે, " નળસરોવર 5 કિલોમીટર. " અને વિચારે છે, " શ્રદ્ધા, તું બહુ જ યાદ આવે છે. બસ થોડીવાર, હું પણ ત્યાં પોંહચી જઈશ. "