મમતા - ભાગ 43 - 44 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 43 - 44

💓💓💓💓💓💓💓💓

મમતા : ૨

💐💐💐💐💐💐💐💐

ભાગ: ૪૩

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( આપણે આગલા ભાગમાં જોયુ કે પરી અને મંત્ર હવે યુવાન થઈ ગયા છે. મંથન અને મોક્ષાએ પોતાની કંપની ખોલી છે. શારદાબાની તબિયત નરમ ગરમ રહે છે. પરી પોતાનાં એડમિશન માટે મુંબઈ જાય છે. હવે આગળ....)


સૂરજનું આગમન થતાં જ મોક્ષા પૂજા પાઠ પતાવીને તૈયાર થઈ પરીને અવાજ મારે છે. પરી...... પરી.......
" આ છોકરી કયારેય ટાઈમ પર તૈયાર થાય નહી! ચાલ જલ્દી કર, ટ્રાફિક હશે વહેલું પહોંચવું પડશે એરપોર્ટ. "
ત્યાં જ બાંધણીનાં લાલ ચટક ડ્રેસમાં સજ્જ થઇ પરી નીચે આવે છે. આ ડ્રેસમાં પરીની સુંદરતા ખીલેલી લાગતી હતી. પરી શારદાબાને "જય શ્રીકૃષ્ણ " કરી પગે લાગે છે. મંથન પણ પરીને " All the best " કહે છે. અને કહે
" અરે! મારે મિટિંગ છે નહી તો હું પણ આવત તને મુકવા "
તો પરી કહે " Dont worry dad" મોમ આવે છે."
ત્યાં જ મંત્ર આવે છે. પરી ગુસ્સે થતાં કહે....
" આ તારા લાડલાને કશો ફરક પડતો નથી. હું અહીં રહું કે નહી!
એમ નહી કે થોડો વહેલો આવું "
અને પરી રિસાઈ જાય છે. અને મંત્ર પરીની ફેવરેટ બબલી "ડેરી મિલ્ક " આપે છે. ચોકલેટ જોઈ પરીનો ગુસ્સો ઉતરી ગયો. બંને ભાઈ બહેન હળીમળીને બહાર નીકળે છે. મોક્ષા પરીને કારમાં લઈ એરપોર્ટ જવાં નીકળે છે.


મંત્ર પણ બ્રેકફાસ્ટ કરી પોતાનાં રૂમમાં ફ્રેશ થવા જાય છે. ત્યાં જ તેના ફોનમાં રીંગ આવે છે. તેના ખાસ મિત્ર આરવની....
" હેલ્લો, મંત્ર ટ્રેકિંગ માટેની તૈયારી કરી લીધી? તો મંત્ર કહે " ના, હવે કરીશ. તો આરવ કહે "અરે! તું એવોને એવો જ રહ્યો " લેટ લતીફ " સાંજે ચાર વાગે નીકળવાનું છે તો વહેલો પહોંચી જજે "


પરી મહા નગર મુંબઈ પહોંચી ગઈ. ઘુંઘવાતા સાગરનાં ઠંડા પવનને માણતા પરી વિચારે છે....
" અરે! આ મુંબઈ તો ખૂબ સરસ સીટી છે. "
અને મુંબઈમાં પરી તેની સહેલી એશાનાં ઘરે ઉતરે છે. એશા અને પરી અમદાવાદમાં સાથે જ ભણતા પણ એશાનાં પિતાની બદલી મુંબઈ થતાં હવે તેઓ અહીં રહેતા હતાં. એશા અને પરી બંનેએ સાથે જ M. B. A. માં એડમીશન લેવાનાં હતાં. (ક્રમશ ઃ)


( પરીનું મુંબઈમાં આગમન.....
તો કેવું રહેંશે પરીનો પહેલો દિવસ. કોણ મળશે પરીને? જે તેનાં જીવનમાં ખાસ બનીને રહેશે. તો વાંચતા રહો મસ્ત રહો...)

💓💓💓💓💓💓💓💓


મમતા : ૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૪૪

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( આપણે આગળનાં ભાગમાં જોયુ કે પરી મુંબઈ અભ્યાસ માટે આવે છે. હવે શું થશે આગળ....... વાંચો ભાગ:૪૪)


સવારની કાનાની આરતી કરી બધાને પ્રસાદ આપી મોક્ષા અવાજ મારે છે. પરી..... પરી...... ત્યાં જ મંથન કહે છે.
" ઓ મેડમ, આપ ભૂલી ગયા, આપની લાડલી અહીં નથી મુંબઈમાં છે. "
ત્યાં જ મોક્ષા બોલી...
" ઓહહ... સોરી હું ભૂલી ગઈ "
અને ઉદાસ થઈ ખુરશી પર બેસી. મંથન તેની પાસે આવે છે અને તેની ઉદાસી સમજી જાય છે.
મોક્ષા બોલી, "હવે પરી મોટી થઈ ગઈ છે. કાલે લગ્ન કરી સાસરે જશે, હું તેના વિના કેમ રહી શકીશ? "
આ ઈમોશનલ વાતો ચાલુ હતી ત્યાં જ મંત્ર આવ્યો અને વાતાવરણને હળવું કરતાં બોલ્યો
" ઓ, ડિયર મોમ, એ ચિબાવલી ભલે જાય આપ ચિંતા ન કરો હું હમેંશા તમારી સાથે જ રહીશ "
મંત્ર મોક્ષાને ગળે લગાડે છે.
મા દીકરાનું મિલન જોઈને શારદાબા બોલ્યા.....

" દીકરી તો મહેમાન છે. એક દિવસ આ ઘર છોડીને જાય જ છે. મોક્ષા, તું ચિંતા ના કર આપણી પરી હોનહાર છે. તેને ખૂબ સરસ ઘર અને પતિ મળશે. "
બધા ખડખડાટ હસે છે......

પરીની મુંબઈમાં પહેલી ખુશનુમા સવાર હતી. મંથને તેને વિડીયોકોલ કરી જગાડી અને તે ફ્રેશ થઈ નાસ્તા માટે આવી. એશાનાં મમ્મીએ બંનેને ગરમ ગરમ આલુ પરાઠા આપ્યા. આજે કોલેજનો પહેલો દિવસ હતો તો બંને ખુશ હતાં. એશાની પીંક એકટીવા પર કોલેજ જવાં નીકળ્યા.

પરી ડ્રાઇવ કરતી હતી અને એશા પાછળ બેઠી હતી. હજુ તો ગેટ પાસે પહોંચ્યા અને પાછળથી કોઈ કારે ટક્કર મારી.... પરી ગુસ્સે થતી કાર પાસે પહોંચી અને દરવાજા પર નોક કર્યું.
" ઓય, મિસ્ટર કોણ છો? તમે? આ કંઈ રીત છે?
કારનો દરવાજો ખુલે છે. પરી પોતાનું હેલ્મેટ ઉતારે છે. ખુલ્લા રેશમી વાળ, બ્લૂ જિન્સ, પીંક ટોપ, કાનમાં મેચિંગ ઈંયરીંગ અને મોં પરનો ગુસ્સો જોઈને પ્રેમ તો જોતો જ રહી ગયો......
કંઈ જવાબ ન મળતા પરી ચપટી વગાડે છે. અને કહે....

" ઓ મિસ્ટર આ નુકશાન કોણ ભરશે?
તો પ્રેમ કહે " સોરી, હું ભરીશ. કહો કેટલા થયા?"
પરી કહે,"ઓકે હવે પછી ધ્યાન રાખજે"

પરીનાં નખશિખ સૌંદર્યને જોઈને તો પ્રેમની બોલતી જ બંધ થઈ ગઈ. એશા મહા પરાણે સમજાવીને પરીને લઈ ગઈ. (ક્રમશ ઃ)

( કોલેજનાં પહેલા દિવસે જ ટક્કર, તો મિત્રો આપને થતું હશે આ પ્રેમ કોણ છે? તો તે જાણવાં વાંચતા રહો... મમતા :૨)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર