આગળ ધૂળિયું તોફાન આવી રહ્યું છે તે જાણવા છતાં રાજસ્થાનના રણમાં અમુક સ્પોર્ટ્સ કાર દોડી રહી હતી. કાર ચાલકોએ તેમજ તેમની પાછળ બેઠેલા દરેક જણે તોફાન અને ઉડતી ધૂળથી બચવા માટે આંખોને ચશ્મા વડે અને મોઢાને કપડા વડે ઢાંકીને રાખેલા હતા. દરેક જણ જેમ જંગમાં જઈ રહ્યા હોય તેમ જોશમાં, બની શકે એટલી સ્પીડમાં આગળ વધી રહ્યા હતા.
પેલા રણ સફારીના માલિકે સારી અને મજબૂત ગાડીઓ આપી હતી. સૌથી આગળ દોડી રહેલી જીપમાં ચાર જણ બેઠા હતા. બાકીની દરેક કાર જે જીપ જેવી જ સપોર્ટ કાર હતી તેમાં બાકીના લોકો બેઠેલા હતા. દોડી રહેલી ગાડીઓ નીકળતાની સાથે જ તેની પાછળ પણ ધૂળનું નાનકડું તોફાન ઉઠતું જેને ખુબ જ સ્પીડમાં ચાલી રહેલી હવા પોતાની સાથે ઉડાવીને લઈ જતી.
ઉડતી ધૂળમાં અચાનક જ આગળની ગાડીના રસ્તામાં એક ખાડો આવ્યો અને ગાડી ખાડામાં ધસી ગઈ. આગળના ટાયર રણની રેતીમાં ફસાયા પણ તરત જ સ્પીડમાં રહેલી ગાડી ખાડાને ઠેકીને બહાર આવી ગઈ. રણની રેતી અને ધૂળ ગાડીની બોનેટની ઉપર સુધી ઉડી અને તરત જ ગાડી આગળ વધી ગઈ. તેની પાછળ પાછળ આવતી ગાડીઓ પોતાનો રસ્તો બદલીને ખાડાની પાસેથી નીકળી ગઈ.
દરેક ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા માણસના હાથમાં એક મોબાઈલ હતો જેમાં આગળ ને આગળ વધી રહેલું લાઈવ લોકેશન દેખાઈ રહ્યું હતું. દરેક ગાડી આ લોકેશનનો પીછો કરી રહી હતી. તેમની આંખોમાં ક્યાંય ડરનું કોઈ જ નિશાન ન્હોતું દેખાઈ રહ્યું. તેઓને તો બસ ગમે તે કાળે આગળ જઈ રહેલા જહાજ સુધી પહોંચવું હતું.
ભયાનક તોફાનમાં દાખલ થઈ રહેલા જહાજને જોઇને ભલભલાની આંખો ફાટી જાય. બે ઘડી તો જહાજની અંદર રહેલા લોકો પણ ડરી ગયા. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ રહ્યા હતા. ક્ષણે ક્ષણે વીજળીના ચમકારા સાથે કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા. ધૂળિયું તોફાન શમવાને બદલે પળે પળે વધી રહ્યું હતું. એક પગભર દૂર શું હશે એનો ખ્યાલ ન આવે એટલી હદે ધૂળ ઉડી રહી હતી.
ઘણીવાર ગરમ અને પાતળી હવે આ ધૂળને ઘણે ઊંચે આભમાં લઈ જતી અને ભયાનક વંટોળ સર્જાતો. સમુદ્રમાં સર્જાયેલા ત્સુનામી જેવા ઊંચા ઊંચા ધૂળના મોજા ઉછળી રહ્યા હતા. ક્યારેક તો કોઈ વૃક્ષો કે રણની પોચી જમીનમાં ઉગેલા જંગલી બાવળોને પણ ઉખાડીને પોતાની સાથે લઈ જતા.
दिवान: ये राज ठाकोर क्या कर रहा है? इस भयानक तूफान में आगे बढ़ने से क्या होगा ये वो जानता भी है? આ ભયાનક તોફાનની અંદર જહાજને દાખલ થતાં જોઈને દિવાન પોતાની સાથે સુમંત, ફિરોજ અને બીજા અમુક લોકોને લઈને સિરતની ચેમ્બરમાં દોડતો આવ્યો અને બોલ્યો.
તેમણે જોયું કે સિરત અને તેની સાથે રહેલી મીરા અને સિમાના ચેહરા ઉપર ડરનું કોઈ નિશાન ન્હોતું. મીરા ફોનમાં કંઇક મથી રહી હતી અને સિમા સિરત સાથે વાતો કરતી ઊભી હતી.
सीरत: दिवान साहब, वो एकदम सही रास्ते पर है और उन्होंने कहा है की अब वो वक्त आ गया है और आपको सारी तैयारियां शुरू करने केलिए कहा है। સિરત એકદમ શાંત ચિત્તે બોલી.
दिवान: क्या? ठीक है चलिए हम सबको अपना अपना सामान तैयार करना है। जो चीजें इमरजेंसी में काम आ सकती है वो सारी और बहुत जरूरी हो ऐसी चीजें अपने साथ लीजिए। अपनी अपनी चेंबर के लोगों को अपने साथ रखियेगा। चलिए सब जल्दी से तैयार हो जाइए। દિવાને એક નજર સિમા તરફ અને ફરીવાર પાછો સિરત સામે જોવા લાગ્યો. સિરતની વાત સાંભળીને દિવાન બધું જ સમજી ગયો એટલે તેણે ખુશ થતાં ત્યાં ઉભેલા દરેક જણને તૈયાર રહેવા માટે કહ્યું.
सीरत: लेकिन दिवान साहब, आप शायद कुछ भूल रहे है। अभी तक डेनी जहाज तक नहीं पहुंच पाया है। मैं उसके बगैर इस सफर में नही जाना चाहती।क्या आप उसका कुछ करेंगे? જ્યારે તેઓ ચાલતા થયા ત્યારે સિરત તેમને ડેની વિશે યાદ કરાવતા ચિંતા ભર્યા સ્વરે બોલી.
दिवान: इसमें मैं क्या कर सकता हूं? आपने ही मुझे उसे वापिस लाने से रोका था, और कहा था की वो आ जायेगा। मैं तो ठीक से ये भी नही जानता की वो इस वक्त है कहां..! દિવાન એકદમ દુઃખી મને સિરતને યાદ કરાવતા બોલ્યો.
मीरा: वो लोग आ रहे है। अभी मुझे उनका मेसेज मिला। वो बस कुछ ही पलों में जहाज तक पहुंच जायेंगे। हमे अपनी और से तैयार रहना है। દિવાન અને સિરત વાતો જ કરી રહ્યા હતા ત્યારે જ પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાઈ રહેલો નારાયણનો મેસેજ બતાવતા મીરા બોલી.
सीरत: क्या सच में? वो आ गए? थैंक्यू थैंक्यू मीरा, तुमने बहुत ही अच्छी न्यूज दी है। चलों अब हम अपनी अपनी तैयारिया कर लेते है। મીરાની વાત સાંભળીને સિરતની ખુશીનો પાર ન રહ્યો. તે એકદમ સ્માઈલ કરતા મીરા સામે જોઇને બોલી. તે પોતે ડેનીના આવવાના સમાચારથી એ પણ ભૂલી ગઈ કે હજી સુધી ડેની દુશ્મનોની કેદમાં જ છે. તે એકલો નથી આવી રહ્યો પરંતુ તેની સાથે દુશ્મનોની ખુબ મોટી ફોજ પણ આવી રહી છે. તેમ છતાં તે ખુશ હતી એ જોઇને દરેક જણ તેની સાથે ખુશી ખુશી જૂમી ઉઠ્યા. જો કે મીરા અને સિમાને સિરતના આવા વ્યવહારથી થોડું અજીબ તો લાગ્યું જ હતું. પણ હમણાં થોડા દિવસોથી સિરતના મનમાં ડેનીના જ વિચારો ઘૂમી રહ્યા હતા જેને મીરા અને સિમા બંને ખુબ સારી રીતે જાણતા હતા.
જો કે લગભગ દરેક જણ એ સારી રીતે જાણતા હતા કે જ્યારે ડેની અને પેલા અંગ્રેજો જહાજ ઉપર આવશે ત્યારે કેવી સ્થિતિ ઊભી થવાની છે..! પણ આ બાબત અત્યારે સિરતને કોઈ બતાવવા ન્હોતું માગતું. પોતાની સરદારને ઘણા દિવસે આમ ખુશ જોઈ હતી, એટલે તેમની ખુશી કોઈ દુઃખમાં પરિવર્તિત કરવા નહોતા ઈચ્છતા.
દિવાન અને સુમંત પોતાની સાથે લઈને આવેલા લોકોને લઈને પોતપોતાની ચેમ્બર તરફ જવા લાગ્યા. તેમણે દરેક ચેમ્બર સુધી એ સમાચાર પહોંચાડી દીધા કે હવે બધાએ પોતપોતાની રીતે તૈયાર થઈને રહેવું. ક્યારે શું થાય એ કોઈ ન્હોતું કહી શકે એમ.
જહાજ સાથે થવાની ઉતાવળમાં નારાયણ અને તેના અંગ્રેજ સાથીઓ પોતાની ગાડીઓ ખુબ જ સ્પીડમાં ચલાવી રહ્યા હતા. તેઓ જાણતા નહોતા કે તેઓ જે તોફાનની અંદર જઈ રહ્યા છે તેમાં ગયા પછી તેમની હાલત શું થવાની છે..!
એક પછી એક એમ કરતાં બધી જ ગાડીઓ ધૂળિયા તોફાનની અંદર દાખલ થઈ. અંદરનું વાતાવરણ કોઈથી સહન થાય એમ નહોતું તેમ છતાં હવે તેઓ કંઈ કરી શકે તેમ પણ નહોતા. ડેની આ તોફાનની ભયાનકતા એકવાર સરદાર રઘૂરામની ડાયરીમાં વાંચી ચુક્યો હતો એટલે તેના ચેહરા ઉપર ડરને બદલે ઉત્સુકતા દેખાઈ રહી હતી. ક્યારેક સિરતનો ચેહરો જ્યારે તેની આંખોની સામે આવી જતો ત્યારે બે ઘડી તેનો ચેહરો એક પ્રેમભરી સ્માઈલ સાથે ચમકી ઉઠતો.
બધી જ ગાડીઓની ગતિ તોફાનના લીધે અને ઘણીવાર આગળ કંઈ દેખાઈ ન્હોતું રહ્યું એના લીધે ધીમી પડી ગઈ. દૂર ક્યાંકથી આ તોફાનના લીધે મંદિરમાં રહેલા ઘંટનો ધીમો ઘંટારવ સંભળાઈ રહ્યો હતો. જહાજનું પણ કોઈ નિશાન કે તેનો કોઈ અવાજ સંભળાતો ન્હોતો. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા સિવાય બીજો કોઈ અવાજ પણ ન્હોતો સંભળાઈ રહ્યો.
હવે આ તોફાનમાં તેમની પાસે જહાજ સુધી પહોંચવા માટે માત્ર અને માત્ર એક જ રસ્તો બચ્યો હતો. મોબાઈલમાં રહેલું લાઈવ લોકેશન હજી સુધી રસ્તો બતાવી રહ્યું હતું. તેમની પાસે આગળ વધવા માટે બીજો કોઈ ઓપ્શન ન્હોતો બચ્યો. તેઓને મોબાઈલ જે રીતે રસ્તો બતાવી રહ્યો હતો તેમ જ અંધાધૂંધ આગળ વધી રહ્યા હતા.
सीरत: दिवान साहब, उन्हे जहाज में आने केलिए रास्ता दीजिए। ऐसा करने के तुरंत बाद आप लोग वहां से निकल जाइए। बाकी का काम मीरा संभाल लेगी। દિવાનને બોલાવીને સિરતે ડેની માટે જે કામ સોંપવાનું હતું તેના વિશે વાત કરતા કહ્યું.
दिवान: जी सरदार। लेकिन सरदार, आपको कही न कही ऐसा तो लग ही रहा होगा की हम उन्हे जहाज पे ला कर गलत कर रहे है। क्या उन्हे यहां लाना सही है? દિવાનને લાગ્યું કે ડેની એકલા માટે સિરત કદાચ કંઈ ખોટું પગલું તો નથી ભરી રહીને એટલે એકવાર પુષ્ટિ કરવા માટે પૂછ્યું.
सीरत: मुझे हर हाल में डेनी चाहिए दिवान साहब। उसने हमारे लिए अपने आप को उनकी गिरफ्त में किया है। हम उसके इस एहसान को भूल नहीं सकते। और फिर हम उन मुट्ठीभर अंग्रेजों से डरने कब लगे है? अंग्रेजो से न तो मेरे दादा डरे थे और न ही मैं डरने वाली हूं। आप उन लोगों की चिंता न करें। हम सब मिलकर उन्हें संभाल लेंगे। થોડીવાર વિચાર્યા પછી સિરતે ઊંડો શ્વાસ લીધો અને એક દ્રઢ નિશ્ચય સાથે જવાબ આપ્યો.
दिवान: मैं उन से डरने की बात नहीं कर रहा हु सरदार। मैं तो कह रहा था की सिर्फ डेनी अकेले केलिए आप इतने सारे लोगों की जान खतरे में कैसे डाल सकती है? अगर उनकी वजह से हम में से किसी एक की भी जान गई तो क्या आप अपने आप को कभी माफ कर पाएंगी? પોતાના મનની ચિંતા સિરત સામે વ્યક્ત કરતા દિવાન બોલ્યો.
सीरत: खतरा उनसे नही है दिवान साहब, दरअसल हमारे लिए असली खतरा तो उस जगह से है जहां हम जा रहे है। और अगर ये लोग हमारे लिए खतरा हुए भी तो क्या हम में इतनी ताकत नही की हम उनका सामना कर पाएं? क्या हम अपनो को उनसे नही बचा पाएंगे? हम अपने लोगों की हिफाजत ठीक उसी तरह करेंगे जैसे हमने मिलकर दिलावर के बेटे को बचाया था। કદાચ સિરત આવનારી મુસીબતો વિશે જાણતી હતી એટલે તેણે કહ્યું.
दिवान: सही कहा आपने। लेकिन सरदार, हम उसी दिलावर की बीवी को तो नही बचा पाए थे। अगर हम उस दुनिया के खतरों से जीत गए और इन लोगों से हार गए तो? દિવાન પોતાના સરદારને પોતાની ચિંતા જણાવતાં બોલ્યો.
सीरत: नही, दरअसल सच्चाई तो ये है की हम इन लोगों से आसानी से जीत जायेंगे और शायद उस दुनिया के खतरों से नही जीत पाएंगे। हमे सोचना जो है वो उन खतरों केलिए सोचना है। हम दो बार उस दुनिया से हार भी चुके है लेकिन अब नही, हमे अपनो के साथ साथ शायद उनको भी बचाना होगा। ये खतरे जितने हमारे लिए भयानक है ठीक उतने ही या शायद उससे ज्यादा उन लोगों केलिए खतरा है। सिर्फ डेनी और राज ठाकोर हमे उन खतरों से बचा सकते है। हमे वहां पर डेनी की जरूरत होगी। સિરત આવનારી મુશ્કેલીઓ વિશે કહેતા બોલી.
दिवान: ठीक है सरदार, जैसा आप को सही लगे। हम आपके हर फैंसले में आपके साथ है और हमेशा रहेंगे। હવે દિવાન સમજી રહ્યો હતો કે ડેનીને લીધા વિના સિરત નહિ જાય એટલે તેણે હાર માનતા કહ્યું.
सीरत: चलिए अब जाइए और देखिए की सब लोग तैयार तो है न? और मैंने जो काम कहा है वो भी कर दीजिएगा। સિરતે બાકીની બધી જ તૈયારીઓ થઈ ગઈ કે કેમ તે જોવા માટે દિવાનને કહ્યું.
दिवान: जी बिलकुल, सरदार। દિવાન તરત જ ત્યાંથી ચાલ્યો ગયો.
मीरा: मुझे कौनसा काम संभालना है सीरत? तुम कही मुझे उनके साथ भेजने की बात तो नही कर रही ? मैं उनके साथ नही बल्कि आपके साथ रहकर आपकी, अपने सरदार की सेवा करना चाहती हु। मुझे उनके पास मत भेजो प्लीज। દિવાન અને સિરતની વાત સાંભળ્યા પછી પોતાના મનમાં ઘણીવાર થી ઘોળાઇ રહેલા પ્રશ્નને પૂછતાં મીરા બોલી.
सीरत: देखो मीरा, अभितक उन्हे ये पता नही है की तुमने हमारा साथ देने का फैसला किया है। उन्हे तो यही लगता है की तुम उनकी ही साइड में हो और हमे उनके प्लान के बारे में कुछ भी पता नही है। वो लोग हमे डेनी को इतनी आसानी से नहीं सौंपेंगे। तुम्हे डेनी की हिफाजत करनी होगी। और फिर हमे कोई तो चाहिए होगा, जो उनके साथ होकर भी हमारे साथ हो और जिस पर हम विश्वास कर पाए। अगर तुम उनके साथ रहोगी तो डेनी का खयाल भी रख पाओगी। और अगर तुम डेनी का खयाल रखोगी तो मैं समझूंगी की तुमने मेरी ही सेवा की है। मैं एकबार डेनी को खो चुकी हो अब दोबारा नहीं खोना चाहती। प्लीज मीरा। સિરત પોતાના મનમાં ચાલી રહેલી યોજના મીરાને સમજાવતા બોલી.
मीरा: ठीक है सरदार। जैसा आपका आदेश। मैं अभी सारी तैयारियां कर लेती हूं। સિરતની વાત સાંભળીને તેની સાથે સહમત થતાં મીરા બોલી.
અચાનક જ જહાજમાં કોઈ ઇમર્જેન્સી એલાર્મ વાગવા લાગ્યું. રાજ ઠાકોર આ એલાર્મ વાગતું જોઇને એકદમ ચોંકી ગયો. તે સમજી ગયો હતો કે આ એલાર્મ શેના લીધે વાગી રહ્યું હતું.
શું ડેની અને અંગ્રેજો જહાજ સુધી પહોંચી શકશે..?
જહાજમાં ઈમરજેન્સી એલાર્મ શેનું વાગ્યું હતું..?
શું
સિરત અને ડેની ફરીવાર મળી શકશે..?
એવા અનેક પ્રશ્નોના જવાબો માટે વાંચતા રહો..