અગ્નિસંસ્કાર - 85 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 85



દસેક આદમીઓ હાથમાં ધારદાર તલવાર લઈને ઉભા ધીમે ધીમે કેશવની નજદીક આવી રહ્યા હતા. એ જોઈને નાયરા ભયભીત થઈ અને એણે પોતાના કદમ પાછળ ખેંચી લીધા. પરંતુ કેશવના દિલો દિમાગમાં બસ મોત જ સવાર હતું. તેણે પેન્ટના પોકેટમાંથી સિગારેટ કાઢીને સળગાવી અને મોંમાં મૂકી.

કેશવનો આ પ્રકારનો એટીટ્યુડ જોઈને રોકીને વધુ ગુસ્સો આવ્યો. " દેખ ક્યાં રહે હો ખતમ કર દો સાલે કો!!" પોતાના આદમીઓને આદેશ આપતા રોકી એ કહ્યું.

એક પછી એક આદમી કેશવ પર હમલો કરવા આગળ વધ્યા. જ્યારે કેશવે હાથમાં પડકેલી ચેન વડે જવાબી હમલો આપતો ગયો. એક આદમીનું ગળું દબાવીને એના ત્યાં જ શ્વાસોને રોકી દીધા અને એની તલવાર હાથમાં લીધી અને બીજા આદમીઓને મારવા લાગ્યો. રોકીને જોઈને કેશવ વધુ ક્રૂર બની ગયો હતો અને એની ક્રૂરતા આ આદમીઓને સહન કરવી પડી. કેશવે એક આદમીનું ગળું તલવારથી ચિરી નાખ્યું. જ્યારે અન્ય આદમીના મોંમાં જ સીધી તલવાર ઝીંકી દીધી. આમ એક પછી એક આદમીઓ મરતા ગયા અને એનું ખૂન વહેતું વહેતું રોકીના પગ સુધી પહોંચી ગયું.

રોકી પાસે હવે બસ એક જ આદમી બચ્યો હતો. જે અંશ અને પ્રિશાની પાછળ નજર રાખીને ઉભો હતો. રોકી એ ઈશારામાં એમને બોલાવ્યો અને એને કેશવ સાથે ફાઇટ કરવા માટે કહ્યું.

હાથમાં ટેટૂ કરેલું, એકદમ ટાઇટ હાલ્ફ બાયનો શર્ટ પહેરેલો વજનદાર અને તાકતવર પહેલવાન ધીમે ધીમે કરતો કેશવની સામે હથિયાર વિના ઊભો રહ્યો.

કેશવે પણ તુરંત હાથમાં રહેલા ઓજારો નીચે પાડી દીધા અને મુઠ્ઠી મજબૂત રીતે વાળીને એ આગળ વધ્યો. બન્ને વચ્ચે બરાબરની ફાઇટ શરૂ થઈ. કેશવ લડી લડીને થાકી જવાથી પહેલવાનના હાથોથી વધારે માર ખાઈ ગયો. પણ જ્યારે એણે રોકીને એની સામે હસતા જોયો ત્યાં તે ફરી ઉભો થયો અને જોરથી એક મુક્કો પહેલવાનના આંખોમાં મારી દીધો.

આંખ પર હાથ રાખતો પહેલવાન થોડોક દૂર ખસી ગયો. ત્યાં જ એ પહેલવાને નીચે પડેલી તલવાર ઉપાડી અને કેશવને મારવા દોડ્યો. કેશવ પાસે બચાવ કરવા માટે ઓજાર હાથમાં ન હતું. જેથી એણે તુરંત બચાવ માટે બાજુમાં રહેલું અગ્નિશામક સિલેન્ડર ઉપાડ્યું અને એનાથી પોતાનો બચાવ કર્યો. પહેલવાનના હાથોથી એ તલવાર પડી ગઈ અને આ મોકાનો ફાયદો ઉઠાવતા તેણે જોરથી એક લાત પહેલવાનના પેટ પર મારી. જેથી પહેલવાન જોરથી નીચે જમીન પર પછડાયો. રોકી જોવે એમ એણે એ સિલેન્ડમી નળી એ પહેલવાનના મુખમાં ભરાવી અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ સીધો એના મુખ દ્વારા એના શરીરમાં જતું કર્યું.

એ પહેલવાન પોતાના હાથ પગ પછાડવા લાગ્યો. જેમ જેમ કાર્બન ડાયોક્સાઈડ વાયુ વધુ એના પેટમાં ગયો એમ એનું પેટ પણ ફૂલાવવા લાગ્યું અને થોડીક જ ક્ષણોમાં એનું દર્દનાક મોત થઈ ગયું.

થોડાક સમય માટે ત્યાં બિલકુલ નીરવ શાંતિ છવાઈ ગઈ. કેશવનું આવું રૂપ અંશે પણ પહેલી વાર જોયું હતું. કેશવ હવે ખૂંખાર જાનવરથી પણ વધુ ખતરનાક બની ગયો હતો.

" વોટ અ ફાઇટ!! એક્સલેન્ટ!! કેશવ ચૌહાણ.... આજ મને ગર્વ છે કે તું મારો નાનો ભાઈ છે.....આટલી ક્રૂરતા તો મારામાં પણ નથી જેટલી ક્રૂરતાથી તે મારા પચાસ માણસોને માર્યા છે... બટ બટ બટ....ગેમ ઇઝ નોટ ઓવર...ઇઝ ઓન...જોઈએ હવે તારામાં કેટલી તાકાત બચી છે મને મારવા માટે...."

રોકી એ પોતાના શર્ટની બાયુ ઊંચી કરી અને એક આંગળીમાં પહેરેલી તીક્ષ્ણ હથિયાર વાળી વીંટી સરખી કરી. સામે કેશવે બાકી બચેલો શર્ટ પણ ઉતારી નાખ્યો અને પોતાની ડોકને બન્ને સાઈડ ફેરવીને પોતાના બન્ને હાથની મુઠ્ઠી વાળી દીધી.

પહેલો વાર કરતો કેશવ દોડતો આગળ વધ્યો ત્યાં જ એકદમ શાંત ઊભો રોકી એ એક સાઈડ હટીને પોતાનો બચાવ કર્યો.

રોકી કેશવની ફાઇટ જોઈને જાણે કેશવના દરેક હમલાને જાણી ગયો હતો.

" ક્યાં હુઆ? મેરે છોટે ભાઈ? મેં તો યહાં હું..." રોકી એ મઝાક ઉડાવતા કહ્યું.

કેશવ વધુ ગુસ્સે થયો અને ભાન ભૂલતો તેણે ફરી રોકી પર હમલો કર્યો. પરંતુ રોકી એ તુરંત એનો ડાબો હાથ પકડી લીધો અને પાછળ વાળીને તેણે પોતાનું માથું સીધું કેશવના માથા સાથે ટકરાવ્યું. જેનાથી કેશવ ચક્કર ખાતો સીધો જમીન પર ઢળી પડ્યો.

" કેશવ!!!!" અંશે દૂરથી રાડ નાખતા કહ્યું.

રોકી કમર પર હાથ ટેકવતો જોર જોરથી હસવા લાગ્યો. અંશ જાણે હિંમત હારીને રડવા લાગ્યો હતો અને લક્ષ્મી બેન પણ આંસુ વહાવતા બસ પોતાના દીકરાને હારતા જોઈ રહ્યા.

શું કેશવ ફરી ઉભો થઈને રોકી સાથે ફાઇટ કરી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ