કેશવ તુરંત ગાડીમાંથી નીચે ઉતર્યો અને કારની ડિકીમાંથી મોટો લોખંડનો સળિયો કાઢ્યો જે એણે દિલ્હીથી નીકળતા સમયે લીધો હતો. કેશવની સાથે નાયરા પણ કારની બહાર નીકળી પણ એ બસ ચૂપચાપ ઊભી કેશવને જોયા કરી. હાલમાં કેશવને બોલાવવો પણ પોતાની મોતને આમંત્રણ આપવા જેવું હતું. કેશવે હાથમાં સળિયો લીધો અને એ બિલ્ડીંગમાં જઈને પ્રવેશ કર્યો.
" રોકી....કેશવ તો ગુસ્સામાં અહીંયા જ આવે છે! એ અહીંયા પહોંચી ગયો તો??" સમીરના અવાજમાં કેશવનો ડર બેસી ગયો હતો.
" રિલેક્સ સમીર....હું મારા ગામડેથી પચાસેક જેટલા અડીખમ અને તાકતવર માણસો લાવ્યો છું...એક એક માળે દસ દસ માણસોને મેં પહેલા જ તૈનાત કરી રાખ્યા છે....તું બસ આરામ કર અને કેશવની લાશનો ઇન્તજાર કર..." રોકી આરામખુરશી પર બેઠો પગ પર પગ ચડાવીને સિગારેટ ફૂંકતો બોલ્યો.
રોકી એ બિલ્ડીંગના પાંચમા માળે બધાને કિડનાપ કરી રાખ્યા હતા. એની નીચેના દરેક ચાર માળ પર દસ દસ જેટલા માણસો હાથમાં હોકી સ્ટીક અને દંડાઓ લઈને ઉભા હતા.
કેશવ ગેટ ખોલીને બિલ્ડીંગની અંદર પ્રવેશ કર્યો ત્યાં જ એની સામે બે પહેલવાન જેવા આદમીઓ ઉભા હતા. એમાંથી એક આદમી પોતાની હોકી સ્ટીક લઈને સીધો કેશવને મારવા દોડ્યો કે ત્યાં જ કેશવે હાથમાં રહેલું ચાકુને જોરથી એ આદમીના ગળા તરફ ફેંક્યું અને ત્યાં જ એ આદમી જમીન પર ઢળી પડ્યો. બીજો આદમી બે ઘડી આશ્ચર્યચકિત થઈને જોતો રહ્યો. " તુ અબ મુજસે બચ કે દિખા...." બીજો આદમી હાથમાં લોખંડની મોટી ચેન લઈને કેશવને મારવા ગયો કે ત્યાં જ કેશવે એ ચેનને એક બાજુથી પકડી લીધી અને બીજા હાથેથી લોખંડનો સળિયો સીધો એ આદમીના માથા પર મારી દીધો. એક જ ઝાટકે એ આદમી દૂર જઈને જમીન પર પડી ગયો. કેશવે એક હાથમાં મોટી વજનદાર ચેન પકડી અને બીજા હાથમાં સળિયો લઈને પહેલા માળેના દાદરા ચડીને પહોંચી ગયો. બન્ને સાઈડ રૂમ હતી અને વચ્ચમાં ગેલેરી પડતી હતી. બન્ને સાઈડ પાંચ પાંચ આદમીઓ ઉભા બસ કેશવની રાહ જોઈને ઊભા હતા. કેશવ ધીમે ધીમે આગળ વધવા લાગ્યો અને એક પછી એક આદમી સાથે લડવા લાગ્યો. નાયરા બસ એની પાછળ પાછળ ચાલવા લાગી.
કેશવ નીચે પહેલા માળે ફાઇટ કરી રહ્યો હતો. જેનો અવાજ ચેક ઉપરના પાંચમા માળે સીધું સંભળાતું હતું.
" કેશવને મારવામાં આટલો સમય? અને આટલો બધો અવાજ?" સમીરે ચિંતા દાખવતા કહ્યું.
" તું ખામા ખા ચિંતા કરે છે...જસ્ટ ચિલ....પાંચ છ માણસોને મારીને એ અહીંયા તો પણ નહિ પહોંચી શકે..."
રોકીની પાછળ ખુરશી પર બાંધીને રાખેલ પ્રિશા એ ધીમા અવાજે અંશને પૂછ્યું. " મને તો બોવ ડર લાગે છે...કેશવને પણ કઈક થઈ ગયું તો...?"
અંશ થોડોક હસ્યો અને કહ્યું. " પ્રિશા....ચિંતા કરવાની કોઈ જરૂર નથી...અને તું જે કેશવની ચિંતા કરે છે ને એ કેશવ માણસ નહિ જાનવર બની ગયો છે જાનવર... એ પણ ખૂંખાર
જાનવર..."
" મતલબ તને કેશવની જરા પણ ચિંતા નથી?"
" છે પણ કેશવની નહિ મને તો આ રોકીની ચિંતા થાય છે...કારણ કે આજ તો કેશવ એના ટુકડા ટુકડા કરીને જ રહેશે..."
પહેલા માળે ખૂનની નદી વહાવીને કેશવ બીજા માળે પહોચ્યો. ત્યાંના પાંચ છ આદમીઓને મારીને એ છઠ્ઠા આદમીને મારવા જતો હતો ત્યાં જ એના હાથથી હથિયાર પડી ગયું અને એનો ફાયદો ઉઠાવતા એ આદમી એ પોતાના હથિયારથી કેશવના માથા પર હમલો કરવા જઈ રહ્યો હતો કે વચ્ચમાં નાયરા આવીને તેણે કેશવનો બચાવ કર્યો અને એ આદમીના હથિયાર સામે પોતાના હથિયારને ડિફેન્સ તરીકે ઉપયોગ કર્યો.
કેશવે તુરંત બાજુમાં પડેલા હથિયાર ઉપાડ્યા અને ઊભો થઈને ફરી ફાઇટ કરવા લાગ્યો. કેશવે તુરંત એક નજર નાયરા તરફ કરી અને બન્ને એ એક બીજાને ઈશારો કર્યો અને ત્યાર બાદ બન્ને સાથે મળીને ફાઇટ કરવા લાગ્યા.
બીજા માળેથી ત્રીજા માળે અને હવે કેશવ ચોથા માળ સુધી પણ પહોંચી ગયો. કેશવ પોતાના હાથમાં રહેલા એક હથિયારને નીચે ફેંક્યું અને બાજુની દીવાલ પર ટિંગાયેલા ફાયર સેફ્ટી માટેનું અગ્નિશામક સિલેન્ડર હાથમાં લીધું અને એનાથી એક પછી એક આદમી પર હમલો કરવા લાગ્યો. આ રીતે થોડી ઘણા ધાવ સાથે કેશવ ચોથા માળ પરના બધા આદમીઓ ને મોતને ઘાટ ઉતારી દીધા.
પાંચમા માળે આવ્યો ત્યાં સુધીમાં તો કેશવનો શર્ટ ફાટી ગયો હતો. હાથ અને પગ પર થોડાઘણા ઘાવના નિશાન પણ પડી ગયા હતા. રોકી હવે બસ એનાથી વીસેક કદમ જ દૂર હતો. કેશવને પોતાની નજર સમક્ષ જોઈને રોકી તો આરામ ખુરશી પરથી ઊભો જ થઈ ગયો! જ્યારે સમીરે તો પોતાના બે કદમ પાછળ જ ખેંચી લીધા.
રોકી એ પોતાની ડોકને થોડીક આમતેમ ફેરવી અને હાથમાં અણીદાર વીંટી પહેરીને મુઠ્ઠી વાળી દીધી. કેશવે ધીમે કરીને પોતાનાં બે કદમ આગળ વધાર્યા જ કે બાકી બચ્યા છેલ્લા દસેક આદમીઓ પણ કેશવની સામે ઊભા રહી ગયા.
શું કેશવ રોકીને ફાઇટમાં હરાવી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.
ક્રમશઃ