અગ્નિસંસ્કાર - 82 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 82



" સમીર.. કેશવને કોલ કર...." રોકીએ આદેશ આપતા કહ્યું.

અંશ અને પ્રિશા એ કેશવ નામ સાંભળીને એકબીજા તરફ જોયું.

કોલ રિસિવ કરતા જ સમીરે રોકીને ફોન આપ્યો.

" હેલો.." કેશવ બોલ્યો.

રોકી એ અંશ તરફ ફોન કર્યો અને અંશને વાત કરવા માટે કહ્યું.

" કેશવ....હું અંશ વાત કરું છું..."

કેશવ તુરંત બેડ પરથી ઊભો જ થઈ ગયો.
" અંશ તું!!! યાર કેટલા વર્ષો પછી....ક્યાં છે તું? ઠીક તો છે ને? અને મારા મમ્મી એ ક્યાં છે? હેલો અંશ..."

" કેશવ...હું મુસીબતમાં છું..."

" મુસીબત? ક્યાં છે તું? અને શું થયું?"

અંશ પાસેથી ફોન છીનવીને રોકીએ કહ્યું. " અંશ..એની ગર્લ ફ્રેન્ડ પ્રિશા, લક્ષ્મી આંટી અને તારા મમ્મી....બધા અત્યારે મારા કબઝામાં છે..."

રોકી એ વિડ્યો કોલ કર્યો અને કેશવને અંશના અને એના મમ્મીનો ચહેરા બતાવ્યો.

" અંશ!!! મમ્મી.....!! કોણ છે તું?? અને તે મારા પરિવારને કેમ પકડી રાખ્યા છે??"

રોકી એ કેમેરો પોતાની તરફ કર્યો અને કહ્યું. " મને ભૂલી ગયો...લોહીનો સબંધ છે આપણો... હજી નહિ સમજ્યો હું બલરાજ સિંહ ચૌહાણનો પુત્ર છું... રણજીત સિંહ ચૌહાણ..."

કેશવે પોતાના દિમાગ પર જોર કર્યું અને જુની ઘટનાઓ યાદ કરી.

" હું વિદેશ ભણવા શું ગયો તમે બન્ને એ મળીને મારા પરિવારનો નાશ કરી નાખ્યો!!...પણ હવે બાજી મારા હાથમાં છે..." રોકી એ ઘમંડ દેખાડતા કહ્યું.

" રણજીત તું જે કોઈ પણ હોય....મારા પરિવારના એક પણ સદસ્યને કઈ પણ થયું છે ને તો...તારા બાપને તો મેં જીવતો સળગાવ્યો હતો પણ તારા તો હું ટુકડા ટુકડા કરી નાખીશ..."

" બોલવામાં તો બોવ કુશળ છે પણ...અરે સમીર..."

" જી રોકી ભાઈ..બોલો..." સમીરે કહ્યું.

" દિલ્હીથી કાર લઈને મુંબઈ પહોંચતા કેટલો સમય લાગે?"

" હમમ...ચોવીસ કલાક જેટલો સમય લાગી જતો હશે...."

" થેંક્યું સમીર....સાંભળ...કેશવ....તારા ઘરની એકદમ સામે એક વાઇટ કલરની કાર ઊભી હશે..."

કેશવ ઘરની બહાર ગયો અને જોયું તો વાઇટ કલરની કાર ઊભી હતી.

" હા....

" કાર નંબર...DL 7CQ 1939..."

" હા એ જ નંબર છે..."

" ડ્રાઈવિંગ લાઈસન્સ તો તારી પાસે હશે નહિ...પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી તું ડ્રાઈવિંગ ખૂબ જબરજસ્ત કરે છે...એટલે તારી પાસે ટોટલ ચોવીસ કલાકનો સમય છે આ કાર લઈને અહીંયા મુંબઈ સુધી પહોંચવાનો... રૂટ મેં ઓલરેડી એ કારમાં ફીટ કરી રાખ્યો છે...તો આ ચોવીસ કલાકના સમયગાળામાં જો તું એક સેકંડ પણ મારા સુધી પહોંચવામાં લેટ થયો તો તારા મમ્મીનું ગળું કાપીને એનું રક્ત નિકાળી હું તારા આંખો સમક્ષ પી જઈશ...જો તું તારી મા ને બચાવી શકતો હોય તો બચાવી લે...તારો ટાઇમ શરૂ થાય છે...હવે... ઓલ ધ બેસ્ટ..."

રોકી એ ફોન કટ કરી નાખ્યો.

" કોનો ફોન હતો? અને તું આટલો ડરેલો કેમ લાગે છે??" નાયરા એ કહ્યું.

" તું જલ્દી કારમાં બેસ આપણે અત્યારે જ મુંબઈ જઈએ છીએ..."

" પણ શું થયું? અને કાર??"

કેશવે નાયરાનો હાથ પકડ્યો અને કારમાં બેસાડી બન્ને ફૂલ ઝડપે દિલ્હીથી રવાના થઈ ગયા.

રસ્તામાં કેશવે ફોન પર થયેલી બધી વાતચીત નાયરાને જણાવી. નાયરા તો પહેલા જ ડરના મારે થરથર કાંપવા લાગી.

" ત્યાં સમયસર નહિ પહોંચીએ તો રણજીત સાચે જ તારી મા ને..." નાયરા એ એટલું કહ્યું ત્યાં જ કેશવે ક્રોધ ભરેલી નજરે નાયરા સમુ જોયું.

હાઇવે પર કેશવ કાર ફૂલ ઝડપે ચલાવવા લાગ્યો. નાયરા એ આગળના રસ્તે જોયું અને કહ્યું. " કેશવ ...ગાડી ધીમી કર...આગળ રેડ સિગ્નલ છે...."

પણ કેશવે ગાડી રોકવાને બદલે વઘુ તેજ કરી અને સિગ્નલ તોડીને તે આગળ જતો રહ્યો. ટ્રાફિક પોલીસ સીટી મારતા રહ્યા પણ કેશવ અનસુની કરીને ગાડી ચલાવતો ગયો.

રસ્તે આવતા ટોલનાકા એ પણ ગાડી રોક્યા વિના તે ટોલનાકાને તોડતો ગાડી આગળ ચલાવવા લાગ્યો. નાયરા તો બસ ભગવાનને પ્રાથના કરવા લાગી.

અહીંયા અંશ અને પ્રિશા પાસે ચોવીસ કલાકનો સમય હતો. કેશવ અહીંયા પહોંચે એ પહેલા કંઈ પણ કરીને રોકીના જાળમાંથી છુટવા માટે અંશ પોતાનું દિમાગ લગાડવા લાગ્યો. પ્રિશા પણ આઈડિયાનો વિચાર કરવા લાગી. જ્યારે રોકી સમીર સાથે વાતચીત કરવામાં મશગૂલ હતો.

શું કેશવ સમયસર રોકી સુધી પહોંચીને પોતાની માનો જીવ બચાવી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ