આજે હું તમારી સમક્ષ એક અલગ પ્રેમ કહાની લઈને આવી રહી છું.ભૂત અને ચૂડેલની પ્રેમ કહાની.રાજા રાણીની અને હીર રાંઝા,લેલા મજનું,સોની મહિવાલ,રાધા કૃષ્ણ આ બધાની સ્ટોરી તો બધા લોકો એ ખૂબ સાંભળી હશે પણ આવી સ્ટોરી કોઈએ નહિ સાંભળી હોય ભૂત અને ચૂડેલની પ્રેમ કહાની.નામ વાંચીને જ હસવું આવી જાય.
એક વખત એક ભૂત જંગલમાં ફરવા નીકળ્યો અને ફરતા ફરતા તેને એક જૂની એવી હવેલી નજરે પડી.તે ત્યાં ગયો તો ત્યાં તેની મુલાકાત એક ચૂડેલ સાથે થઈ. જે ત્યાં જ રહેતી હતી. ભૂત એ ચુડેલ ને કહ્યું હું જંગલમાં ફરવા નીકળ્યો હતો અને અચાનક મારી નજર આ હવેલી પર પડી તેથી હું અંદર આવી ગયો.પછી તેને ચુડેલ ને કહ્યું,કે રાત બહુ થઈ ગઈ છે તો હું આ હવેલી માં આજની રાત રહી શકું તો ચુડેલ એ હા પાડી તેથી ભૂત તે હવેલીમાં જ રોકાઈ ગયો અને આખી રાત ચૂડેલ સાથે વાતો કરી.બંને એ એકબીજા વિશે ઘણું બધું જાણ્યું કે કઈ રીતે બંનેની દર્દનાક મૃત્યુ થાય છે અને તેનો બદલો લેવા માટે તેમની આત્મા ભટકે છે.
આવી વાતોમાં બંનેને એકબીજા સાથે એટલી ચાહત થઈ જાય છે કે બંને માટે એકબીજા વિના રહેવું પણ મુશ્કેલ લાગે છે, પણ તે બંને એકબીજા સાથે પણ ના રહી શકે. જયારે પ્રેમ થાય ત્યારે સાચા આંસુની કિંમત સમજાય,ત્યારે કોઈની જુદાઈના દુખની કિંમત સમજાય.પ્રેમ આમ તો ક્યારે,કોની સાથે અને ક્યાં સમયે થાય તે કહી જ ના શકાય.
પ્રેમમાં માણસ બધું જ ભૂલી જાય છે પણ ભૂત અને ચૂડેલને પણ માણસો જેવી જ લાગણીઓ હોય છે તે બંને આના પર ચચૉ કરે છે પણ તે બંને પ્રેમમાં એટલા તરબતર થઈ ગયા છે કે તેને એકમેક સિવાય કોઈ દેખાતું નથી.એકમેકની બાહોમાં જ જન્નત દેખાય છે અને હવે સવાર પડી જાય છે અને અલગ થવાનો વખત આવે છે.બંને ને પોતાની મોતનો બદલો લઈ નવો જન્મ લેવાનો હતો.
પ્રેમ લે છે દરેકની પરીક્ષા.
પ્રેમની નથી હોતી શિક્ષા.
જીવનની ચાલે છે રિક્ષા,
હવે શું થશે તેની રૈ પ્રતીક્ષા.
તે બંને જ્યારે જુદા પડે છે ત્યારે એકબીજાને ભેટીને ખૂબ રડે છે અને કહે છે કે જો આપણને આ જન્મમાંથી મુક્તિ મળે એટલે આપણે બીજા જન્મમાં એકબીજાને કોઈ નવા જ રૂપમાં મળીશું અને ફરી એકબીજાને જાણી,સમજી પ્રેમમાં પડશું અને લગ્ન પણ કરીશું.આ જન્મમાં આપણે જુદા પડી નવા જન્મમાં ફરી મળવા માટે અને એકબીજાના થવા માટે મળીશું.
ભૂત ચુડેલ ને કહે છે તું મારી રાહ જોજે હું જરૂરથી બીજા જન્મમાં તારી પાસે આવીશ અને આપણે લગ્ન પણ કરીશું.ચુડેલ કહે છે જોઈ કિસ્મત આપણને ફરી એકબીજાને જાણવાનો મોકો આપે છે કે નહીં તે બંનેની આંખો માંથી આંસુઓની નદી વહી રહી હતી.આટલું કહી ચુડેલ હિંમત કરી ભૂત પાસેથી જતી રહે છે અને આ હવેલી અને જંગલ છોડી પોતાની મોતનો બદલો લઈ મુક્તિ પામે છે,ભૂત પણ પોતાની મોતનો બદલો લઈ મુક્ત થાય છે.
આંસુની કિંમત દુનિયા શું જાણે.
પ્રેમની કિસ્મત સૌ કોઈ ના માણે.
પ્રેમ એકમેક તરફ દિલને તાણે,
પણ અમુકને મળે તે સાચા ટાણે.
ત્યારપછી આ બંને એક નવો જ જન્મ ધારણ કરે છે જેમાં તે વાછડા અને વાછડી નું રૂપ લે છે અને આ જન્મમાં બંને એકબીજાને મળે છે અને તેમને આગલા જન્મમાં મળ્યા હતા તે યાદ આવી જાય છે.આ જન્મમાં તેમનો પ્રેમ એકબીજા માટે આગલા જન્મ કરતા પણ વધુ વધી જાય છે.તે બંને વિચારે છે કે માનવ જન્મ કરતા પશુ જન્મમાં પ્રેમ ભાવ વધુ હોય છે અને તે બંનેને તેમનો સાચો પ્રેમ મળી જાય છે.
❣️❣️❣️ "Rup"