પ્રેમ-રમત-જીવન-સ્વાથૅ-અભિમાન-હોળી Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-રમત-જીવન-સ્વાથૅ-અભિમાન-હોળી






કોલેજ કાળના એ સોનેરી અને મસ્ત મજાના દિવસો‌ હતા.કોલેજમાં આવતા તો યુવાનોનો પ્રેમ‌ સદા ઉમળકા લેતો બાગોમાં અને સ્વપ્ન ફરી દુનિયામાં મસ્ત મજાનો ઝૂલતો હોય છે આ સમયગાળામાં છોકરાઓ અને છોકરીઓ એકબીજા તરફ ખૂબ આકષૉય જાય છે અને બધું જ ભૂલી જઈ એકમેકમાં ખોવાઈ જાય છે.

આ બધા જ સાથે તો ના થાય પણ ઘણા બધા લોકો આનો શિકાર બનતા હોય છે આવું જ કંઈક પ્રિયા અને રાજ સાથે પણ‌ થાય છે તે બંને એકબીજાની સખત વિરોધમાં જ હતા.બંને જયાં મળે ત્યાં અને જયારે મળે ત્યારે બસ લડયા જ કરે પણ‌ બંનેના દિલ ખૂબ સાફ અને સ્વચ્છ હતા.

રાજ સાથેની દરરોજની લડાઈથી પ્રિયા ખૂબ જ કંટાળી ગઈ હતી રાજ તેને ઘણું બધું સંભળાવતો હતો આથી પ્રિયા તેના
તરફ જોવાનું પણ‌ ટાળતી હતી.પ્રિયા એક સ્વરૂપવાન,ઉચ્ચ કદની અને મધ્યમ બાધાની સ્ત્રી હતી.તેની આંખો સોનેરી,વાળ એકદમ લાંબા અને સીધા હતા.તેની કમર લચકદાર હતી.તેની વાતો સાંભળીને કોઈપણ માણસ‌ ઘાયલ જ થઈ જાય.

આથી જ તો પ્રિયાનો જયારે કોલેજમાં પહેલો દિવસ હતો ત્યારે જ શિવાય તેનામાં ખોવાઈ ગયો હતો.આમ,તો‌ શિવાય ખૂબ જ અભિમાની અને બહુ ઘમંડી છોકરો હતો તેથી બધા તેનાથી ખૂબ ડરતા હતા પણ પ્રિયાનો તે સારો મિત્ર હતો.શિવાયનો એક ડાયલોગ આખી કોલેજમાં ખૂબ ફેમસ હતો તે હતો...

"શિવાયથી બિવાય,
નહીં તો ના જીવાય."

આ લાઈન બધાને સારી રીતે યાદ રહી‌ ગઈ હતી.આ સિવાય તે ખૂબ સ્વાર્થી પણ હતો માત્ર ખુદ વિશે જ વિચારતો હતો તેની વાતોથી કે હરકતોથી ભલે ને બીજાને દુખ થાય પણ‌ તેને તો ખુશી મળતી હતી ને.આમ,કોલેજના દિવસો‌ પસાર થતા હતા તેમ પ્રિયા અને રાજની લડાઈ વધતી જતી હતી અને અભિમાની અને સ્વાર્થી શિવાય અને પ્રિયાની મિત્રતા વધતી જતી હતી.

હવે એક વખત કોલેજમાં હોળીનો તહેવાર નજીક આવતો હોવાથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ હતા અને હોળીની તૈયારીઓમાં વ્યસ્ત હતા.આપણા હિંદુ તહેવારોમાં હોળીનું ખૂબ મહત્વ હોય છે હોળીના દિવસે હોલીકાની પૂજા કરવામાં આવે છે અને પછીના દિવસે ધૂળેટી રમવામાં આવે છે.આવી થોડી વાતો‌ એક સરે આવીને જણાવી.

હવે તે દિવસ પણ આવી ગયો જેની બધા આતુરતાથી રાહ જોતા હતા.તે દિવસ હતો હોળીનો બધાએ ભેગા મળી અને ખૂબ સરસ રીતે હોળીનો તહેવાર ઉજવ્યો તે દિવસે રાજ અને પ્રિયાએ લડાઈ કરી નહીં બધા દોસ્તો ખુશ થઈ ગયા કે જે બંનેને વાતવાતમાં લડવાનું હોય તે આજે શાંત કેમ‌ છે પણ તે ના લડયા તે બધાને ખૂબ ગમ્યું એક શિવાયને ના ગમ્યું.

આ દિવસ તો સરસ રહ્યો પણ બધા વિદ્યાર્થીઓએ મળી કાલનો દિવસ પણ મનાવવા માટેની પરવાનગી માગી પણ પ્રિન્સપલ સરને મનાવવા તે ખૂબ મુશ્કેલ કામ હતું અને આ કામ રાજ સિવાય બીજું કોઈ કરી શકે તેમ‌ નહોતું આથી બધાએ રાજને કહ્યું કે તું તારી પંકિતની લાઈનો સર માટે પણ બનાવ રાજને લખવાનો ખૂબ શોખ હતો પણ આ વાત માટે પ્રિયા અને રાજ બંને ખૂબ લડયા અને અંતે સરને મનાવવા પ્રિયા જશે તેવું નક્કી થયું.

પ્રિયા સર પાસે જાય છે અને એક મસ્ત કોમેડી રચના સરને‌ કહી
સંભળાવે છે.

पत्नी के प्यार😘 में पति था पागल,😇
मानी ना 🙅 एक गल हुआ घायल।🤩

આ રચના સાંભળી સર ખૂબ હસ્યા અને મોકો જોઈ પ્રિયાએ ચોકો મારીને સરને મનાવી લીધા પછી બધા બીજે દિવસે ધૂળેટી રમવા પહોંચી ગયા અને ખૂબ મજાક મસ્તીથી હોળીનો તહેવાર રમતા હતા પણ શિવાય તો ખૂબ અભિમાની અને સ્વાર્થી હતો તેથી તેને ખુદની તારીફ સંભળાવવા પ્રિયાને કહ્યું પણ પ્રિયાએ ના પાડી તો સ્વાર્થી શિવાય એ પ્રિયા સાથે ઘણો દૂરવ્યવહાર કર્યો.

હવે રાજ એ આ બધું જોયું અને તેને શિવાય ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેને ખૂબ માર્યો અને કોલેજમાંથી પણ કઢાવી નાખ્યો.રાજ નું આ નવું રૂપ જોઈ પ્રિયાએ તેની સાથે મિત્રતા કરી લીધી અને પ્રેમ કેરી સુંદર સવાર પણ થઈ ગઈ.

જીવનની બધી રમતો પણ આવી જ હોય છે જેમાં કોણ‌ કેવું હશે તે કાંઈ કહી જ ના શકાય.



❤️❤️❤️ Rupali "Rup"