સાચી મિત્રતા Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચી મિત્રતા

આ વાતૉ મિત્રતા પર આધારિત છે.



આ વાતૉની શરૂઆત અમદાવાદ શહેરની એક કૉલેજમાં ભણતા સ્ટુડન્ટસની છે.સાહિલ,પ્રિયા,કરન,હષૅ આ બધા એક કોલેજમાં સાથે ભણતા હતા.

સાહિલ અને પ્રિયા બંને બેસ્ટ ફેન્ડ હતા અને કરનને પ્રિયા પોતાનો ભાઈ માનતી હતી.હષૅ અને કરન બંને ખાસ મિત્ર હતા ને સાહિલ અને પ્રિયા પણ તેને મિત્ર માનતા હતા.આ બધાનું કોલેજમાં ખૂબ માન હતું.બધા જયાં જાય સાથે જ હોય.

હવે જોઈ કે સાહિલને પ્રિયા કંઈ રીતે ફેન્ડ બન્યા.સાહિલ અને પ્રિયા બંને સાથે જ આ કોલેજમાં આવ્યા હતા પણ સાહિલ એક ખૂબ જ ખરાબ છોકરો હતો તે કોઈપણ ગલ્સૅ સાથે મજાક-મસ્તી કરે તેને ડેટ પર લઈ જાય. રોજ એક નવી છોકરી હોય તેની સાથે,પણ તેની એક સારી વાત એ હતી કે કોઈ છોકરી નો ફાયદો ના ઉઠાવે.

આ વાતની જાણ જયારે પ્રિયાને થાય છે તેને સાહિલ પર બહુ ગુસ્સો આવે છે શરૂઆતમાં જ બંને વચ્ચે ઝધડો થઈ જાય છે અને પછી આ જ ઝધડો મિત્રતામાં ફેરવાય જાય છે સાહિલના વિચારો બદલી જાય છે.કહે છે ને કે સાચી મિત્રતા ખરાબ માણસને પણ સારો બનાવી દે છે.

ત્યારપછી તેમની મિત્રતા કરન અને હષૅ સાથે થાય છે.શરૂઆતમાં
તો કરન પણ પ્રિયાનો મિત્ર જ હોય છે પરંતુ પછી જયારે તેનો બહેન માટેનો પ્રેમ જુએ છે તે જાણીને પ્રિયા દુખી થઈ જાય છે અને તેને પોતાનો ભાઈ બનાવી લે છે.

આમ,મોજ મજામાં કોલેજના ત્રણ વષૅ પુરા થઈ જાય છે અને પ્રિયાને પત્રકાર બનવા માટે શહેરથી દૂર જવું પડશે તે‌ સાંભળીને જ તેના માતાપિતા ને તેના મિત્રો દુખી થઈ જાય છે સાહિલને ખૂબ ઉદાસ જોય પ્રિયા કહે છે અરે! જલ્દીથી પાછી આવી જઈશ અને સાહિલ કંઈ બોલતો નથી ત્યારે પ્રિયા તેને સમજાવતા કહે‌‌ છે કે કોઈને યાદ કરીને જીવવામાં અલગ જ મજા છે મળીને અલગ થાય ત્યારે દુખ થાય છે પણ યાદ અલગ આનંદ આપે છે.

પ્રિયાની વાતોથી સાહિલને અલગ અનુભવનો અહેસાસ થાય છે અને તેના ચહેરા પર નૂર આવી જાય છે પછી પ્રિયા પત્રકારનો અભ્યાસ કરવા દિલ્હી જાય છે.

આમ થોડો સમય પસાર થાય છે અને એકદિવસ પ્રિયા અને સાહિલ બંને ફોન પર વાત કરે છે અને સાહિલ કહે છે.

સાહિલ : " પ્રિયા તારી બહુ યાદ આવે છે."
પ્રિયા : "યાદ તો મને પણ તમારા સૌની આવે છે. હું તને આ યાદ પર મારી નવી સખીની રચના કહુ ખૂબ સરસ છે.
સાહિલ: " હા,ચોક્કસ કહે. "
પછી પ્રિયા કહે છે,

"યાદો સોનેરી
મિત્રતા છે ગહેરી
તે વાતો ન્યારી
લાગે મને સૌ પ્યારી
સુંદરતમ યારી."

એક બીજી પણ યાદ પર જ છે.

"તારી યાદોને‌ ફોનમાં લૈ ફરું છું.
તારા-મારા મિલનને દિલમાં ધરું છું.
સૌને સંગ છૂટયો છે મારો નાતો,
ને હવે એકમાત્ર ખુદા પર જ મરું છું."

પ્રિયા : " કેવી લાગી આ કવિતાઓ. "
સાહિલ : "ખૂબ જ સરસ અને લાગણીમય છે.પ્રિયા કરન અને હષૅ ને પણ આપડી સાથે જોડી લઈ.
પ્રિયા : " હા,તેની પણ યાદ આવે છે.

પછી સાહિલ ને પ્રિયા કરન અને હષૅ સાથે વાત કરે છે ને વાતવાતમાં તે બંને સાહિલ અને પ્રિયાને કહે છે તમે મેરેજ કરી લો. આ સાંભળીને સાહિલ અને પ્રિયાને નવાઈ લાગે છે અને પ્રિયા કહે છે અમે ખાલી બેસ્ટ ફેન્ડ છીએ. તો હષૅ અને કરન કહે છે ઓ! રિયલી.ત્યારે પ્રિયા તે બંનેને સમજાવે છે કે એક છોકરો ને છોકરી બેસ્ટ ફેન્ડ પણ હોય શકે છે તેના વચ્ચે પ્રેમ જ હોવો એવું જરૂરી નથી. પ્રેમ કરતા પણ મિત્રતા બેસ્ટ છે કારણ કે તેમાં એકબીજાને શું ગમે કે ના ગમે તેવું નથી જોવાતું સાચું ને સારું શું તે જ જોવાય છે.જેને આપણે દિલમાં આવે તે કહી શકીએ તે જ સાચી મિત્રતા છે.



અહીં મારી આ વાતૉ પૂણૅ થાય છે.આમાથી બે બાબતો જાણવા મળે છે એક એ કે મિત્રતા કોઈપણની બેસ્ટ જ હોય છે અને સારા મિત્રોથી જીવન બદલાય જાય છે.બીજી બાબત એ કે કોઈને યાદ કરીને જીવવામાં અલગ જ મજા છે.



🙏"Rup"