First Break Up Dr Bharti Koria દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

First Break Up

ક્રિષ્ના પાર્ક માં ફરવા ગઈ હતી. તેને સાથે તેની સહેલી ગીતાંજલિ હતી. બંને કોલેજના સમયની પાકી બહેનપણી. ક્રિષ્ના અને ગીતાંજલી ઘણા લાંબા સમય બાદ મળ્યા હતા. બંને બગીચા ને એક બેન્ચ પર બેસી અને આઈસ્ક્રીમ એન્જોય કરી રહ્યા હતા. એન્જો કરતા કરતા બંનેની લાઇફમાં ઘણી ડિટેલ વાતો ચાલતી હતી...

" શું યાર શું ચાલે છે લાઇફમાં? હમણાં ઘણા સમયથી તો તો બહુ જ બીઝી થઈ ગઈ છે. ફોન ઉપાડતી નથી મળવા આવતી નથી.-- ક્રિષ્ના એ ગીતાંજલિને ટકોર કરતા સ્વરમાં પૂછ્યું.


" હા યાર, મેરેજ થયા પછી લાઈફ બહુ ચેન્જ થઈ જાય છે. અને હવે તો એક ત્રણ મહિનાનો બેબી પણ છે. હવે એને સાચવવું અને મોટું કરવું એ બહુ અઘરું છે. ઘરના સભ્યો, બાળક, સાસુ સસરા આ બધાને સાચવતા સાચવતા ટાઈમ ક્યાં જતો રહે છે ખબર નથી પડતી."


" આટલા વહેલા વહેલા મેરેજ કરવાની હા પાડવી જ નહોતી તારે. મેં તને કહ્યું હતું કે આ ચાલ આપણે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ."

"યાર ઘરેથી જ નક્કી કરી નાખ્યું હતું. તને તો બધી ખબર જ છે. આગળ ભણવું અને સ્વતંત્ર લાઈફ જેવી તે મારા ફેમિલીમાં ક્યારેય માન્ય નહોતું. તો તારે આગળ ભણ અને સ્વાવલંબીત થા"


" એ બધું બરાબર છે. મને ભણવું ગમે છે.મારા ફેમિલીને પણ કોઈ પ્રોબ્લેમ નથી. તું આટલા બે વર્ષમાં શું કરતી હતી? એકવાર પણ પિયર આવે ત્યારે મળી નહીં. અને ફોન તો તારો તારા સાસુ ઉઠાવે અથવા તું ના ઉઠાવે. બોલ તારી સાથે કેવી રીતે ટચ માં રહું? "


" છોડને યાર એ બધું મળ્યા છે તો આજે આખી સાંજ સાથે રહીશું. હા ઘરે કોલ કરીને કહી દઉં છું કે હું સાંજે મોડી આવીશ. તો પણ ઘરે કહી દે કે ગીતાંજલી સાથે છું એટલે લેટ આવીશ.આજે ડિનર ક્યાંક બહાર કરીશું. મારે તને બહુ બધી વાતો કહેવાની છે.

- ગીતાંજલિ અને ક્રિષ્ના વાતો કરતા રહ્યા. આઈસ્ક્રીમ ક્યારે ખતમ થઈ ગયો બંનેને ખબર ના પડી.ક્રિષ્નાના વચ્ચે વચ્ચે ફોન આવતા હતા. ક્રિષ્ના એ બે ત્રણ વાર ફોન કટ કર્યા અને ગીતાંજલિ સાથે વાતો ચાલુ રાખી. ક્રિષ્ના એ ફોન કટ કર્યા ત્યારે ગીતાંજલી એ દાઢમાં હસતા કહ્યું....


" કોણ છે? ફોન ઉપાડીને વાત કરી લે ને? કેમ આમ ફોન કટ કરે છે. ઘરેથી તો કોઈ નહીં હોય કેમકે આપણે બંનેએ ઘરે ફોન કરી અને લેટ આવવાનો સંદેશો મોકલી દીધો છે. કોઈ શોધી તો નથી કાઢ્યો ને? "

" મેડમ થોડો શાંતિનો શ્વાસ લો. તારી સાથે છું ત્યાં સુધી કોઈ સાથે વાત કરવાની જરૂર નથી. તું સવાલો પૂછવાનો બંધ કરે તો હું તને એક સરસ વાત કહેવા પણ માગું છું."

" બોલ બોલ કેટલા વર્ષોથી આપણે ગોસીપ નથી કરી.... ચલ કાઈ ઇન્ટરેસ્ટિંગ ન્યુઝ હોય તો કે"

"બકા, દિલ થામ કે બેઠના... હમ આપકો એક નયે ઇન્સાન સે મિલવાના ચાહતે હૈ.... "--- આટલો કહેતા ક્રિષ્ના ના ચહેરા પર ચમક આવી ગઈ. ગીતાંજલી ને પણ એનો ચહેરો જોઈને ખબર પડી ગઈ કે આ નક્કી કંઈક રંધાઈ રહ્યું છે એ ખૂબ જ એક્સાઈટમેન્ટમાં બોલી...

" બોલ, બોલ ,,,જલ્દી બોલ....મારાથી રહેવાતું નથી...તારા જેવી સ્ટ્રોંગ છોકરી કોઈને હા પાડે હું ક્યારેય માની જ ના શકું. બોલ બોલ સ્ટોરી ના હીરો નો પાત્ર આગળ બોલ..... "-- એ એટલી બધી એક્સાઈટ મેન્ટ માં બોલવા લાગી..

"ભાઈ, જરા શાંતિ રાખ. મને શબ્દો આગળ પાછળ ગોઠવવા દે. હું ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહી છું તારા ભવિષ્યના જીજાજી સાથે..... તો દિલ થામ કે બેઠના..... "

"બોલને યાર..ક્યારની શું પિક્ચર ની જેમ ડિસ્ક્રાઈબ કરતી જાય છે.ફટાફટ પોઇન્ટ પર આવ. કોણ છે....એ ક્યાં રહે છે ....શું કરે છે....કેટલું ભણ્યો છે....ફોટો કે કંઈ છે તો બતાવો મોબાઈલ નંબર છે તો વાત કરાવો.....ભાઈ અમને ભી તો ખબર પડે અમારા જીજાજી કેવા છે... "

" કિશન નામ છે એનું.મારી સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે.એના પપ્પાને કન્સ્ટ્રક્શન નો બિઝનેસ છે.ભણવાનું પતાવી અને એ પપ્પા નો બિઝનેસ જોઈન કરવાનો છે.અમે પોસ્ટ ગ્રેજ્યુએશન ક્લાસમાં મળ્યા હતા.પાછલા બે વર્ષમાં હું એને ડેટ કરતી હતી અને હવે મેં એને ફાઈનલી હા પાડી છે."

" હશે ભાઈ, હશે.... આપણા ગ્રુપમાં લવ મેરેજ કરવા વાળી તું પહેલી હોઈશ. બાકી બધા તો ભણતરની વચ્ચે જ સગાઈઓ અને મેરેજ કરી લીધા હતા. હવે તું એક બચી છે જલ્દી જલ્દી ભણવાનું પતાવ અને અમને મેરેજ માટે ઇન્વિટેશન આપ. "


" ચોક્કસ આપીશ. હજુ અમે એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. હમણાં એના જ ફોન આવતા હતા. મેં કટ કરી દીધા કેમ કે તારી સાથે હું શાંતિથી વાત કરી શકું.જો હજી પણ એની રીંગો આવે છે.હવે તું પરમિશન આપે તો હું એની સાથે થોડી દૂર જઈને વાત કરી લઉં?? "નેક

" नेकी और पूछ पूछ। વાત કરી લે ફટાફટ ફોન ઉપાડ. પછી આપણે ડિનરની કોઈ સારી જગ્યા ચૂઝ કરીએ અને ડિનર પર નીકળીએ. "


ક્રિષ્ના એ ફોન વાગતો હતો એ ઉપાડ્યો. હાલો. .. બોલીને એણે ફોન ઉપાડ્યો. એ ગીતાંજલિ થી થોડી દૂર જઈને એક વૃક્ષ આગળ વૃક્ષની થડ પકડી અને ગોળ ગોળ ફરતી જતી હતી અને વાતો કરતી જતી હતી. ગીતાંજલી એને દૂરથી જોઈ અને એના નખરાઓ જોતી હતી. એણે ક્રિષ્નાને આંખના ઇશારાઓ થી છેડતી પણ કરી. બંને સહેલીઓના ઇશારાઓ સાથે ફોન પર વાત ચાલુ હતી. 15 એક મિનિટ વાત ચાલ્યા બાદ ક્રિષ્ના થોડી ગુસ્સામાં હોય એવી રીતે ફોન પર વાત કરતી હતી. . . . .


થોડીવાર ગુસ્સામાં વાત કર્યા પછી ક્રિષ્ના એ ફોનનો એક ઝાડના થડ આગળ ઘા કર્યો. . . ફોન થળ સાથે અથડાયો . . . અને ફોનના બધા જ સ્પેરપાર્ટ અલગ થઈ ગયા. . . ગીતાંજલી પોતાનો અને કૃષ્ણનું પર્સ લઈને દોડીને ક્રિષ્ના પાસે આવી. ..

" શું થયું? કેમ ફોન તોડી નાખ્યો? શું વાત થઈ? કેમ આટલો ગુસ્સો આવે છે? - ગીતાંજલિ ફોન નો આગળનો પાછળનો ભાગ અને બેટરી કલેક્ટ કરી અને હાથમાં લેતી લેતી ક્રિષ્ના ને પૂછ્યું. ..

" માથું ફરી ગયું છે મારુ. . . છેલ્લી વીસ મિનિટથી આ માણસ મને એ પૂછે જાય છે કોણ છે તારી સાથે? કોની સાથે ગઈ છો? કોઈ પુરુષ મિત્ર તો નથી ને? ક્યારે પાછી આવીશ? તારી સાથે જે પણ હોય મારી સાથે વાત કરો એટલે મને ખબર પડે કોણ છે? ---- ક્રિષ્ના હજી બી ક્રોધમાં હતી. તેની આંખો ઝીણી અને લાલ થઈ ગઈ હતી. આખા ફેસ પર લાલ લાલ ચકામા થઈ ગયા હોય એવું જણાતું હતું. એની હાથની મુઠ્ઠીઓ વાળેલી હતી અને દાંત પીસેલા હતા.

ગીતાંજલિ એને જોઈને હેબતાઈ ગઈ. એણે એના ખભા પર હાથ રાખીને સંભાળતા કહ્યું

" કાંઈ નહિ યાર જવા દે, એને કંઈ કામ હશે તારું. તું એને કહીને આવી હશે ને કે મને મળવા આવે છે. કદાચ એને ખબર નહિ હોય એટલે તને આટલું પૂછ પૂછ કરે છે"

"ના હું તને મળવા આવું છું એવી મારી એની સાથે વાત નથી થઈ. પણ એ જે રીતે શંકાઓ કુશંકાઓ કરી અને મને સવાલ પૂછે છે હું એને બિલકુલ જવાબ નહીં આપું"

' કંઈ નહિ જવા દે. તું આવ આપણે બાકડા પર બેસીએ.શાંતિથી વાત કરીએ. તે ગુસ્સામાં તારો ફોન પણ તોડી નાખ્યો છે. હવે આ રિપેર થાય એવી પરિસ્થિતિમાં નથી તારે ફોન પણ નવો લેવો પડશે"- બોલતા બોલતા ગીતાંજલિ ક્રિષ્નાને બાંકડા પાસે લઈ ગઈ. ફોનના તૂટેલા ફૂટેલા ભાગો ભેગા કરી અને એણે પર્સમાં મૂક્યા. ક્રિષ્નાને બાંકડા પર બેસાડી અને એણે શાંતિથી પૂછ્યું. . .


" હવે બોલ, શું થયું? "

" આ પહેલી વાર નથી કે એણે મારા પર આવી રીતે શક કર્યો હોય. વારંવાર એ શક કર્યા કરે છે. એક દિવસ હું કેન્ટીનમાં અમારા બેચમેટ સાથે વાતો કરતી હતી. ત્યારે પણ એ મને કોલ કરીને એવું કહેતો હતો કે ગ્રે શર્ટ વાળું કોણ છે? તું કોની સાથે બેઠી છો? શું કામથી એની સાથે વાતો કરે છે? ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે એણે મારી પાછળ જાસૂસ રાખ્યા હોય. હવે ઘરે શર્ટ વાળું કોણ હતું, ગ્રીન ડ્રેસ વાળી છોકરી કોણ હતી, તારા ઘર પાસે તું વાઈટ શર્ટ વાળા માણસ સાથે શું વાતો કરતી હતી-- આવો બધું તો ફોન પર એ જ માણસ પૂછે ને જેને કોઈએ એવી ખબર આપી હોય કે આવા કલરના કપડાં પહેરેલા માણસ સાથે હું વાત કરું છું"---- ક્રિષ્ના હજી પણ ક્રોધમાં હતી એને બહુ બધું કહેવું હતું છતાં પણ એ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી હતી. એને આટલો અંદાજો આવી ગયો હતો કે પાર્કમાં રહેલા આસપાસના લોકો એ એને ફોન ફેકતા જોઈ હતી. અને એના ઉપર જે ગુસ્સો હતો એ પણ જોયો તો અને અહીંયા એ ધુમા પોવા થઈ રહી છે એ પણ લોકો જોઈ રહ્યા છે. આને કારણે તે થોડો શાંત થવાનો પ્રયત્ન કર્યો અને બે-ચાર ઊંડા શ્વાસ લીધા.

" ડિયર ક્રિષ્ના, હું તને થોડી સલાહ ાઅપુ છું.... તને યોગે લાગે તો જ માનજે. પ્રેમ એ વિશ્વાસનું બીજું નામ છે. રોજિંદી જિંદગીમાં રહેલા આપણા બધા પાત્રોને આપણું પાર્ટનર જાણતું હોય છે. અજાણ્યા પાત્રો સાથે ક્યારે વાત કરવાનો થાય તો આપણે આપણા પાર્ટનરને કહેતા જ હોઈએ છીએ. આમ છતાં પણ જો તારા પાર્ટનરને તારા પર જાસૂસી કરાવી પડે કે તને વારંવાર સવાલો પૂછવા પડે. તો યકીન માનજે કે એ માણસ તને વસ્તુ સમજે છે. એ તારા ઉપર વિશ્વાસ કરતો નથી. એ એવા ત્રીજા માણસ પર વિશ્વાસ કરે છે જે તેને આવી જાત જાતની ખબરો આપ્યા કરે છે. તારા પર વિશ્વાસ હોય તો એને આવું બધું કરવું પડે નહીં. તમે બે વર્ષ સાથે રહ્યા અને એકબીજાના સ્વભાવ જાણ્યો તો હવે મને તું જ કે આ સંબંધ આગળ વધારવો જોઈએ? "

ક્રિષ્નાના મગજમાં કંઈક જતું હોય એ એવું લાગતું હતું. ક્રિષ્ના થોડું વિચારીને આગળ બોલી
" પરમ દિવસે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. હવે મને ખબર નહોતી કે મારા ફાધર એ કોઈને જોવા માટે બોલાવ્યા છે. એ લોકો આવ્યા અને છોકરાઓએ મારી સાથે વાત કરવાની ઈચ્છા જતાવી. હું એની સાથે ટેરેસ પર વાત કરવા ગઈ અને મેં શાંતિથી વાત કરી. હજુ મેં પાંચ મિનિટ વાત કરી ત્યાં તો એના કોલ ઉપર કોલ આવવાના ચાલુ થઈ ગયા. મેં કોલ ઉપાડ્યા નહીં. હું ઇચ્છતી હતી કે હું સાંજે એને બધું જ કહું અને મારા ઘરે માંગુ લઇ આવવાની વાત કરો. બાકી મારા ફાધર બીજે પરણાવી દેશે મને. પણ આ બધું થાય એ પહેલા તો એ કોલ ઉપર કોલ કરતો હતો. મેં જોવા આવેલા છોકરા સાથે વાત કરી અને હું મારા રૂમમાં તરત જ જતી રહી. મારા ફાધર એ લોકોને વડાવી દીધા અને જવાબ આપવા માટે ત્રણ ચાર દિવસનો ટાઈમ માંગ્યો. "


" હા તો પછી આગળ શું થયું? એ લોકોને કંઈ જવાબ આવ્યો તને કેવું લાગ્યું? તે કિશન ને વાત કરી હશે માંગાની એની શું રિએક્શન હતું? એ તારી સાથે મેરેજ કરવા તૈયાર છે કે શું પરિસ્થિતિ છે? "

" જોવા આવેલા છોકરા સાથે વાત કરીને હું જ્યારે રૂમમાં ગઈ ત્યારે મેં કિશન નો ફોન ઉપાડ્યો. એણે નોર્મલી વાત કરવાને બદલે મને એવું કહ્યું કે આ ટેરેસ ઉપર કોણ છોકરો છે તારી સાથે તો એની સાથે એકલા માં શું વાત કરે છે. મને એનો જવાબ આપો બરાબર લાગ્યો નહીં અને મેં એને કહી દીધું કે તારે આવી રીતે મારી જાસૂસી કરાવવાની જરૂર નથી. કોઈ ઈમ્પોર્ટન્ટ વાત હોત તો હું તને જરૂર કહેત. પણ તારે આવી રીતે મારા પર ડાઉટ કરવો જ હોય તો હું તને કોઈ વાત કહેવાની પાબંધ નથી. મને આવી કોઈ પણ બાબતે ફોન કરીશ તો હું તારો ફોન બ્લોકમાં નાખી દઈશ"- મેં ફોન કટ કર્યો અને બે દિવસથી હું કોલેજમાં પણ કિશનને અવોઇડ કરું છું. મજાની વાત એ છે કે કિશનને પોતાની હરકતો પણ જરાય પણ ગીલટી ફીલ થયું નથી કે એણે મને કોઈ જાતનો સોરી કહ્યું નથી. એણે પોતાની હરકતોનો કોઈ ખુલાસો આપ્યો નથી અને એ પણ રાબેતા મુજબ કોલેજ આવે છે જાય છે અને મને બોલાવતો નથી. "


" તો તો હવે વસ્તુઓ સ્પષ્ટ થઈ ગઈ. સબંધો આવી રીતે ના ચાલે. હું બે વર્ષથી મેરીડ છું. મારા હસબન્ડ ક્યારેય મારા ઉપર શક કરતા નથી કે આવા ફોન કરી કરી અને મને સવાલો પૂછતા નથી. સાંજે અમે મળીએ ત્યારે આખા દિવસમાં બનેલી બધી જ ઘટનાઓ અને લોકોનું હું એમને વર્ણન કરી જ દઉં છું. છતાં પણ એમણે ક્યારેય મારા પર શક કર્યો નથી. આ વસ્તુ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સંબંધો વિશ્વાસ, પ્રેમ, લાગણીઓ, સહાનુભૂતિ,એકબીજાને સાચવવા અને એકબીજાને સમજવા ઉપર ચાલે છે. માય ડિયર, તું ખોટા વ્યક્તિઓ સાથે જોડાઈ ગઈ છો. આ સંબંધ લાંબો ચાલશે નહીં એટલે બહુ ચિંતા ના કર. એક અઠવાડિયું જોઈ જો એને શું પ્રતિક્રિયા આવે છે. જો કાંઈ પ્રતિક્રિયા ના આવે અને એને કોઈ ફરક ના પડે તો આ સંબંધ છોડી દેજે અને તારા પેરેન્ટ્સે તારા માટે જે છોકરો જોયો છે એના વિશે વિચાર છે. "

" રાઈટ યાર, હું તો આવું કંઈ વિચારતી જ નથી. મારે પણ છોકરાને પરખવો જોઈએ. સારું થયું યાર તે મારા દિમાગને ખોલી દીધો. હું તો આ સંબંધ નિભાવવા માટે જ પ્રયત્નો કરતી હતી. આવી વ્યક્તિ સાથે જિંદગી જાવી અઘરી છે. આજે તારી સાથે વાત કરી તો ખબર પડી કે સંબંધો કેવી રીતે ટકી રહે છે અને મજબૂત થાય છે"-- બોલતા બોલતા ક્રિષ્ના ના ફેસ પરના સાવ ભાવ હવે ચેન્જ થઈ ગયા હતા. એ ઘણી થઈ ગઈ હતી. એના ચહેરા પર કોઈક નિર્ણયની મજબૂતાઈ હોય એવું જણાતું હતું. ક્રિષ્ના અને ગીતાંજલીએ એકે એક પાસાની વાતો કરી ડિનર પર ગયા અને રાત્રે બંને રીક્ષા કરી અને ઘરે પહોંચી ગયા.


આ બાજુ ક્રિષ્ના એ એક અઠવાડિયું કિશનને ટાઈમ આપ્યો. પોતે સામેથી કોઈ વાત કરી નહીં. કિશન પણ કૃષ્ણ ને કોઈ જાતની વાત કરી નહીં. એણે ક્રિષ્ના સાથે થયેલી મિસ અન્ડરસ્ટેન્ડિંગ ને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો નહીં. નાહી કે ફોન ઉપર કોઈ જાતની વાત કરવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે એક અઠવાડિયા પછી કિશાને ક્રિષ્નાને કેન્ટીનમાં મળ્યો ત્યારે આવી વાત થઈ. . .


" ક્રિષ્ના મેં તારા ઉપર બહુ વિશ્વાસ કર્યો. તને આડાઅવળા છોકરાઓને મળવું ગમે છે અને બધા સાથે બિન્દાસ રહીને ફરવું ગમે છે. મને આવી છેલ છબીલી છોકરીઓ ગમતી નથી. તારા જેવી છોકરીઓ કોઈ એક માણસની થઈ શકે નહીં. આપણા સંબંધને આપણે અહીં જ ખતમ કરીએ અને જીવનમાં આગળ વધીએ. ""


--ક્રિષ્ના એ એક જબરદસ્ત સ્માઈલ આપી. જીવનમાં 15 દિવસથી આવેલો કોયડો ઉપલાઈ ગયો હોય એમ એને લાગ્યું. . . એણે કિશનને કંઈ જ ના કહ્યું. એ ક્યુટ સ્માઈલ આપી અને જતી રહી. .. એના મનમાં એક મસ્ત વાક્ય ગુંજતું હતું હતું. . . . અને ઓવિયસલી આ વાક્ય એની ફ્રેન્ડ ગીતાંજલી એ જ કહ્યું હતું


"जो तुमसे प्यार करे, तो तुम जैसे हो वैसे करे,
जो तुमको बदलके प्यार करे वो प्यार नही सौदा करे,
और जानी,,,,, प्यार मे सौदा नही होता... "

ક્રિષ્ના અયોગ્ય વ્યક્તિ સાથે થયેલા બ્રેકઅપ ને કારણે ખુશ હતી. કિશન એને સમજી ના શક્યો કે એ આટલી બધી ખુશ કેમ છે પોતે બ્રેકઅપ કરી લીધું તો પણ. . . . . 🥳🥳🥳