રાકેશ એક ભિક્ષા ચલાવવા વાળો માણસ હતો. એના ઘરમાં એને પત્ની અને બે બાળકો રહેતા હતા. રાકેશ આમ તો મહેનતી અને નિષ્ઠાવાન હતો. બે બાળકો પણ હજુ નાના હતા અને પત્ની પણ કહ્યાકરી હતી. રોજનો રિક્ષા ચલાવી અને રાકેશ 500 600 રૂપિયા કમાઈ લેતો હતો. આટલા રૂપિયા ઘરનું ગુજરાન ચલાવવા માટે કાફી હતા. પરિવાર પણ એટલો સહાયક હતો કે ક્યારે કોઈ ખોટા ખર્ચાઓ કે વધારે પડતી અપેક્ષાઓ ન હતી. હાથી પૈસાની ક્યારે ખેંચતાણ પડતી નહીં. આનંદીત અને સુખેથી જીવવા વાળો એક નાનકડો પરિવાર હતો.
એક દિવસ એવું થયું કે ફેમિલીમાં નાનો દીકરો બીમાર પડ્યો. ફેમિલી બાળકને લઈને હોસ્પિટલમાં ગઈ. હોસ્પિટલમાં ડોક્ટર એ ચેક કર્યા પછી બાળકને દાખલ થવા માટે કહ્યું. બાળકો હજી નાનો હતો અને દાખલ થવાના વિચારથી પરિવાર ડરી ગયો. દીકરો હોવાથી પરિવારને વધારે બીક લાગી. ડોક્ટરના કહ્યા મુજબ દીકરાને દાખલ તો કરી દીધો પરંતુ દાખલ કર્યા પછીના જે ખર્ચાઓ આવે એ માટે ફેમિલી પાસે પૂરતું ભંડોળ હતું નહીં.
" આપણે જે કમાણી છે એ રીતે જે બચાવ કરી કરીને ભેગા કર્યા છે એ દસેક હજાર માંડ હશે. જો આનાથી વધારે ખર્ચો આવશે તો આપણે પૈસા ક્યાંથી કાઢીશું."
" તો ચિંતા ના કરવાની હું ક્યાંકથી પૈસાનો મેળ કરી લઈશ. આપણો દીકરો દાખલ છે બસ એ સાજો થઈ જાય એવી દુઆ કર"
બંને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. રાકેશ ને એવું થયું કે લાવ ડોક્ટરને મળીને પૂછી લઉં એવી મોટી શું તકલીફ થઈ છે મારા બાળકને? કેટલા દિવસ દાખલ રાખવો પડશે? અંદાજે ખર્ચો કેટલો આવશે? પૂછી લેશો પૈસા ભેગા કરવાનો આઈડિયા આવશે. રાકેશ ડોક્ટર સાહેબ ને મળવા ગયો...
" બોલો રાકેશભાઈ કેમ ઓપીડી માં વચ્ચે મળવા આવવું પડ્યું"
" સાહેબ અમે થોડા નાના માણસો છીએ. અમારા માટે એકનો એક દીકરો બીમાર પડે એ પણ મોટી વાત છે. એને શું થયું છે અમને જરા ડિટેલમાં કહેશો તો અમને ખબર પડશે. આપણે એને કેટલા દિવસના પણ રાખવો પડશે અંદાજિત. સાહેબ આ થોડી માહિતી હશે તો અમને પૈસા વ્યવસ્થિત કરવાની ખબર પડશે."
" હું તમારી વાત સમજુ છું રાકેશભાઈ. તમારા માટે નહીં કોઈને પણ એક સંગાથે પૈસા કાઢવા પડે તો વ્યવસ્થા ક્યાંકથી ને ક્યાંકથી કરવી જ પડે. તમારા દીકરો જે તમને માનતા ઓછી મળ્યો છે એને ફેફસાં નીચે એક બુધવાર પટલ હોય છે એમાં કાણું છે. એને કારણે એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે એને અમારી ભાષામાં હરનીયા કહેવાય. એનો આપણે ઓપરેશન કરાવવું પડશે. અને આ ઓપરેશન અને સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડે એ માટે અંદાજીતે તમને દોઢ લાખ જેવો ખર્ચો આવી જશે."
" સાહેબ આમાં થોડું ઓછું નથી થઈ શકે એમ હું ગરીબ માણસ છું રીક્ષા ચલાવીને ગુજરાત ચલાવું છું આટલા બધા પૈસા કાઢતા મારે કેટલી બધી ઉધારી કરવી પડશે."
" હું સમજુ છું રાકેશભાઈ. મેં મારા પૈસા તો આમાં નાખ્યા જ નથી મારી બધી જ ફી તમને માફ છે. પણ જે બાળકોનો સર્જન આવશે એને એને થશે વાળાને બાકીની બધી દવાઓ. કાણું બોલવા માટે આપણે જે મટીરીયલ લગાવશું એ આ બધું થઈને અંદાજે 1.5 લાખ જેટલો ખર્ચો તમને થઈ જશે"
" તમારો આભાર સાહેબ તમ તમારે તૈયારી કરો ઓપરેશનની મારા દીકરાને કાંઇ ના થવું જોઈએ હું ક્યાંકથી વ્યવસ્થા કરી લઈશ."
રાકેશ ડોક્ટરની ઓફિસથી બહાર નીકળ્યો. પોતે બચાવેલા પૈસાઓમાં 10- 20,000 થી વધારે હશે નહીં. હવે બાકીના પૈસાનો મેળ કેવી રીતે કરવો એ બાબતે એ મૂંઝાયો હતો. ઉદારી કરશે તો ભી કોઈ એને 10 20,000 જ આપશે 1.5 લાખ રૂપિયા ક્યાંથી લાવો એ બાબતે વિચાર કરતો કરતો પત્ની પાસે ગયો.
" આપણા દીકરા નો ઓપરેશન આવશે.હજુ છ સાત દિવસ રાખવો પડશે એવું ડોક્ટર સાહેબે કીધું છે."
" એ સાજો તો થઈ જશે ને ?ખર્ચાનું શું કીધું સાહેબ"
" હા સાજો થઈ જશે બાળકોના સર્જન સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આવીને ઓપરેશન કરવાના છે એટલે કાંઈ વાંધો નહીં આવે. ખર્ચાની ચિંતા તું ના કરીશ એ હું જોઈ લઈશ"
રાકેશે કેટલાક સગા વહાલાઓને ફોન કરી જોયા. ઓપરેશન માટે સહાયના રૂપમાં પાંચ દસ હજારથી વધારે મેળ થઈ શકે એમ ન હતો. દોઢ લાખ ક્યાંથી લાવવા એના વિચારમાં ને વિચારમાં એ પોતાની બસથી તરફ આગળ ગયો. એણે જોયું કે પોતાની આસપાસ બધા એવા જ ગરીબ લોકો રહે છે જે માનમાં રોજનો ખાવાનો કરી લે છે. હવે આ લોકો ઉધારી કે સહાયતા ના રૂપમાં આટલા બધા પૈસા તો આપી શકશે નહીં. શું કરો? શું કરવું એવો વિચાર કરતો હતો. રાકેશે પોતાનો રીક્ષા લીધો અને ગામમાં બહાર આંટો મારવા નીકળ્યો. એને એક બે સવારી પણ મળી ગઈ તો એને મુકવા જતો રહ્યો અને જે સો રૂપિયા મળ્યા એ ભગવાનનો પાડ માન્યો.
એ ફરીથી ઘરે આવ્યો. એણે ઘરવાળીના બધા ઘરેણા ભેગા કર્યા દીકરીના ચાંદીના પાયલ અને કળા ભેગા કર્યો. રાકેશ સોની પાસે ગયો.સોનીએ રાકેશને 30000 આપવાની પ્રોમિસ કરી. રાકેશ એ પૈસા લઈને ઘરે આવ્યો. હજી એક લાખ 20000 નો મેળ કેવી રીતે કરીશ.રાકેશ ખૂબ મૂંઝાઈ ગયો હતો. એણે પોતાનો પાકીટ, ઘરવાળીના પર્સ,ઘરનો એકનો એક કબાટ, દીકરીનો ગલ્લો , બધું જ ભેગું કરી જોયું આ બધું થઈને બીજા 500 રૂપિયા થયા. રાકેશ ની આંખ માંથી આંસુ આવી ગયા અને એ માથું ઘુટવા લાગ્યો....
" હે ભગવાન મારી મદદ કર મારો એકનો એક દીકરો છે. ભગવાન કંઈક રસ્તો બતાવો. અમે એને બચાવી શકીએ? "-- રાકેશ માથા પર હાથ પછાડતો જતો હતો અને રડતો જતો હતો સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરતો હતો. અચાનક રાકેશ ને યાદ આવ્યું કે આજે સવારે જે લોકોને એ ઘરે મૂકીને આવ્યો છે એમણે ઘરે લોક માર્યું હતું. ગરબી આસપાસ સ્મશાન જગ્યામાં હતું. આસપાસ કોઈ જોવા વાળું ન હતું.
" ચોરી કરી લાઉ કે ના કરુ? નાના આવું આપણાથી ના થાય પૈસા ભેગા કરવામાં ભલે થોડી વાર લાગે પણ આવો ના કરવું જોઈએ"- રાકેશની અંતરઆત્મા બોલી ઉઠી.
રાકેશ ઘર બંધ કરી અને ઓટો લઈને ફરીથી હોસ્પિટલ જઈ આવ્યો. હોસ્પિટલના બધા સ્ટાફને એણે મળી લીધું અને ક્યાંયથી કોઈ સહાય મળે એવું હોય કોઈ ટ્રસ્ટ હોય તો એને કંઈ સહાય થઈ શકે બધી જ પૂછપરછ કરી લીધી. પરંતુ આ બધી સહાયથી રાકેશ ને વધારે મદદ મળે એવું હતું નહીં. ફરીથી એના મનમાં નવા નવા આઈડિયાઓ આવતા રહેતા હતા.
" સોની ની દુકાન નાખી કેટલી સોનાથી ભરેલી હતી. એમાંથી બે પાંચ ઘરેણા હું ચોરીને લઈ આવું તો સોની ને શું ફેર પડશે? મારો દીકરો બચી જશે એટલે હું મહેનત કરીને પૈસા જોડીને સોનીને ના ઘરેણા ની રકમ ચૂકવી દઈશ-- આવું કરું કે ના કરુ. નાના ચોરી ભી ના કરાય અને કોઈની જાણ બહાર પૈસો પણ ના લેવાય"- રાકેશ ની આત્માને વારંવાર ડંખ્યા કરતી હતી.
" કોઈ પૈસાવાળા માણસનો લૂંટી લવ તો થાય. પૈસાવાળા માણસને તો પાકીટમાંથી કે થોડા પૈસા જાય તો એને કોઈ ફેર નહીં પડે. માની લઈએ કે એનો મોબાઈલ ચેન વીંટી આવું કંઈ ચોરી લઈએ તો એને શું ફેર પડવાનો? "
" અરે નાના. આવા મોટા માણસોને ઓળખાણ પણ ઊંચી હોય. ના કરે નારાયણ અને જો પકડાઈ ગયો તો પોલીસ મને છોડશે નહીં. તો શું કરે? "
" એવું કરો તો કે કોઈ બેંકમાં કેસર પૈસા ગણતો હોય પૈસા લઈ લે પછી એની સાઈડ માંથી હું થોડાક પૈસા સરકાવી લઉં. એનાથી આપવા વાળાને કે લેવા વાળા ને કોઈ નુકસાન નહીં જાય. બસ ખાલી સરકારને નુકસાન જશે."
" પણ બધી બેંકમાં તો ઠેઠે સીસીટીવી કેમેરા હોય છે. જો ક્યાંય થી હું ચોરી કરતા દેખાઈ ગયો કે પૈસા સરખાવતા દેખાઈ ગયો તો સરકાર તો મને છોડશે જ નહીં. સમાજમાં જીવવું પણ અઘરો થઈ જશે."
" શું કરો ભગવાન તું કંઇક તો રસ્તો બતાવ"
રાકેશ એ બધા જ રસ્તાઓ વિચારી જોયા. બધે જ ફોન મેળવી અને પૈસા માંગી જોઈએ. પરંતુ 30 40,000 થી વધારે એની રકમનો મેળ થઈ શકે એમ ન હતો. એ વધારે મૂંઝાયો.
" ગણપતિનું મંદિર. અહીંયા તો લોકો હજારોમાં પૈસા દાન પેટીમાં નાખી જાય છે આ દાન પેટી ચોરી લો. અમે તો આ પૂજારીઓને તો બધું મફતમાં જ મળે છે"
" હું દાન પેટી કઈ રીતે ચોરીશ ત્યાં પણ સીસીટીવી કેમેરા હોય છે અને આ તો જાણતા નો પૈસો કહેવાય લોકો મારી મારીને મને જ અધમુવો કરી નાખશે"
રાકેશ બેઠો બેઠો વિચારતો હતો. ત્યાં જ એક નર્સ રાકેશ પાસે દોડીને આવી. તમે આ ફોર્મ ભરી દો. આમાં લખેલા છે એટલા બધા ડોક્યુમેન્ટ ફટાફટ લઈને આવો. ડોક્ટરે કહ્યું છે કે તમારા બાબાનો ઓપરેશન કાર્ડની અંદરમાં થઈ જશે. આ કાર્ડ એટલે મુખ્યમંત્રી અમૃતમ યોજના ની અંડરમાં ઓપરેશન ફ્રીમાં કરી દેવામાં આવે છે. આ કાર્ડ બનાવવા માટે આ ફોર્મ પાંચ રૂપિયા ફી બાળક નો ફોટો તમારા ઘરના બધા નો ફોટો અને આટલા ડોક્યુમેન્ટ જોશે તમે ફટાફટ લઈ આવો.અમે તમારું કાર્ડ કરાવવામાં મદદ કરીશું."
--- રાકેશના જીવનમાં તો જાણે ચમત્કાર થયો હોય એમ એ સિસ્ટર ને પગે પડી ગયો. સિસ્ટર તમે કહો એમ
" હું ફટાફટ બધા કાગડિયા ભેગા કરું છું. તમને પહોંચાડુ છું.તમે ભગવાન બનીને આવ્યા છો.ડોક્ટર સાહેબ ભગવાન બનીને આવ્યા છે.તમારા બધાનો મારા પણ ઋણ રહેશે.જિંદગીમાં ક્યારેય પણ ચૂકવવાનો મોકો મળશે તો જરૂર ચૂકવીશ." -રાકેશ રડવા જેવો થઈ ગયો અને સિસ્ટર ના પગે પડી ગયો.. .
મિત્રો આપણા બધાના જીવનમાં આવા પ્રસંગો થતા હોય છે. અચાનક સારવાર અર્થે આવી પડેલા ખર્ચાઓ માટે આપણી પાસે કોઈપણ જાતના વીમાઓ હોતા નથી. સરકારે આપેલી ઘણી બધી યોજના જેમ કે મુખ્યમંત્રી અમૃતમ, આયુષ્માન કાર્ડ, સ્કૂલ હેલ્થ આવી કેટલી બધી સ્કીમોની અંદરમાં બાળકો વડીલો બધાને સારવાર ફ્રીમાં થઈ જતી હોય છે જેને આપણને ખબર ન હોવાથી આપણે લાભ ઉઠાવતા નથી. વાર્તામાં રાકેશની જેમ ક ફોડી સીધી થઈ તે એમ આપણી પણ કઠોળી સ્થિતિ થઈ શકે છે. તો આપણે સરકારને આવી બધી સ્કીમો વિશે જગાડીએ અને જાગૃત રહીએ...... Stay connected