અગ્નિસંસ્કાર - 76 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 76



" અરે અંશ જરા મદદ કરતો..." બેગ સાથે પ્રિશા ઘરે પહોંચતા જ તેણે અંશને જોઈને કહ્યું.

" આટલી બધી શોપિંગ! લાગે છે બે ત્રણ મહિનાની શોપિંગ આજે જ કરી નાખી છે..." પ્રિશાના હાથમાંથી બેગને લેતા અંશ બોલ્યો.

" એ બઘું મુક તું જલ્દી તૈયાર થઈ જા યાદ છે ને આજ પાર્ટીમાં જવાનું છે..." સોફા પર આરામથી બેસતા પ્રિશા બોલી.

" પાસનું ઇન્તજામ થઈ ગયું??"

" હા...એમ તો થઈ જ ગયું છે..." પ્રિશા થોડાક ધીમા અવાજે બોલી.

" તો ક્યાં છે પાસ? જરા બતાવ તો..."

" એ રોકી પાસે છે..." પ્રિશાથી અચાનક બોલાઈ ગયું.

" રોકી એ કોણ છે??"

પ્રિશા એ આજ સુધી અંશ સામે એક પણ છોકરાનું નામ નહોતું લીધું એટલે અંશને થોડોક જટકો લાગ્યો.

" અરે આજ તો કમાલ થઈ ગયું... મેં રીનાને ફોન કર્યો તો એ પાસનું ઇન્તજામ ન કરી શકી તો પાછળથી અચાનક એક યુવક આવ્યો અને એણે સામેથી કહ્યું કે તમારે પાસ જોઈએ છે ને? મેં તો તુરંત હા પાડી દીધી...આવો મોકો થોડી મુકાય..."

અંશને આ બિલકુલ ન ગમ્યું અને એ બોલ્યો. " તે અજાણ્યા વ્યક્તિ પાસેથી પાસ લઈ લીધા..!"

" હા તો શું થઈ ગયું? એમ પણ એની પાસે એક્સ્ટ્રા પાસ પડ્યા જ હતા... મેં એ જ લીધા છે...હવે એ સામેથી દેવા આવ્યો તો પછી ના પાડવાનો શું મતલબ?"

" પાસ ક્યાં છે?? બતાવ તો મને.." અંશ થોડાક ગુસ્સા ભરેલા સ્વભાવમાં બોલ્યો.

" એ પાસ આજ રાતે પાર્ટીના ગેટ પાસે રોકી મને આપી દેશે..."

આ વાતચીત દરમિયાન પ્રિશાની કારનો ડ્રાઇવર આવ્યો અને બોલ્યો. " પ્રિશા મેમ... આઈ એમ સોરી...રસ્તે ગાડીમાં પંચર પડી ગયું હતું..એટલે હું તમને ત્યાં પિક અપ કરવા ન આવી શક્યો.."

" ઈટ્સ ઓકે... નેકસ્ટ ટાઇમ ધ્યાન રાખજે..."

" ઓકે મેમ..." ડ્રાઇવર ત્યાંથી જતો રહ્યો.

" તું કારમાં નથી આવી તો??"

" મને રોકી અહીંયા ઘર સુધી મૂકી ગયો.. એ પણ આ સાઈડ જ આવતો હતો ને એટલે.." એટલું કહીને એ કુક પાસે જઈને ડિનર માટેનું ઓર્ડર દેવા જતી રહી.

" રોકી રોકી રોકી...." અંશને રોકીના નામથી જ ચીડ થવા લાગી. બીજી રીતે કહીએ તો એને રોકીથી જેલિશ થવા લાગ્યો હતો.

પાર્ટી રાતના દસેક વાગ્યે શરૂ થવાની હતી. દસ વાગવામાં બસ પંદર મિનિટનો સમય બાકી રહ્યો હતો.

" અરે અંશ જલ્દી કર...હજી આપણે ત્યાં જઈને પાસ લેવાના છે..." અંશ પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો અને નીચે હોલમાં પ્રિશા તૈયાર થઈને આવી ગઈ હતી.

" પાસ લેવાની જલ્દી છે કે પેલા રોકીને મળવાની...આજ તો રોકીને જોવો જ પડશે...." ગુસ્સામાં તેમણે પોતાનો બ્લેઝર ઠીક કર્યો અને મનમાં પ્રિશા સાથે ડાન્સ કરવાનું મન બનાવતો ઉત્સાહિત પણ થયો.

બન્ને કારમાં બેસી પાર્ટીના સ્થળે પહોંચી ગયા. એક પછી એક યુવાનો અને યુવતીઓ તૈયાર થઈને અંદર પ્રવેશ કરી રહ્યા હતા.

" ક્યાં રહી ગયો તારો પાસ ફ્રેન્ડ?" અણગમા અંદાજમાં અંશે કહ્યું.

" હું એને જ શોધું છું...ક્યાં રહી ગયો... કાશ નંબર લઇ લીધો હોત તો સારું હતું..."

અંશે તુરંત કહ્યું. " હા હા... નંબર શું સરનામું જ લઈ લેવું હતું ને આપણે ડાયરેક્ટ એને ઘરેથી જ ડ્રોપ કરી આવત..."

" હા યાર..આ તો મને સૂઝ્યું નહિ... વાહ અંશ તારો દિમાગ અહીંયા પણ બરોબર કામ કરે છે..." પ્રિશાની નજર આસપાસ રોકીને શોધી રહી હતી જ્યારે અંશ રોકીના નામથી ચિડતો મોં ફુલાવીને ઊભો હતો.

ત્યાં જ મોંઘીદાટ રેડ કલરની કાર લઈને રોકી પ્રવેશ્યો. કારને પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી અને દૂરથી પ્રિશાને જોઈને તેણે હેન્ડ વેવ કર્યો.

" જો આવી ગયો રોકી... હાઈ રોકી!!" રોકીને જોઈને પ્રિશાના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી છવાઈ ગઈ.

" ખુશ તો એ રીતે થાય છે જાણે બન્ને વર્ષોથી એકબીજાને જાણતા હોય..." અંશ મનોમન બક બક કરવા લાગ્યો.

રોકી એ આવીને તુરંત પ્રિશાને ગળે મળ્યો અને બોલ્યો. "હાઈ પ્રિશા...હાવ આર યુ..."

" એકદમ મસ્ત..." પ્રિશા એ હસતા હસતા કહ્યું.

રોકી એ પ્રિશાને ઉપરથી નીચે સુધી જોયું અને તારીફ કરતા કહ્યું. " લૂકિંગ ગોર્જીયસ..."

"થેંક્યું એન્ડ યુ લુકિંગ અલ્સો હેન્ડસમ..."

" આપકા બહોત બહોત શુક્રિયા...તારીફ કરને કે લિયે.." રોકી ધીમે ધીમે પ્રિશાની વધુક નજીક આવવા લાગ્યો જે અંશને બિલકુલ ન ગમ્યું.

" હેય...રોકી મીત માય ફ્રેન્ડ અંશ.... અંશ આ રોકી..."

રોકી એ અંશ સામે નજર મિલાવી અને ગુસ્સામાં પોતાના દાંત ભીંસ્યા. " હાઈ અંશ....કૈસે હો??"

" આપસે તો કઈ ગુના બડીયા હું..." અંશ રોકીને જાણે ચેતવણી આપી રહ્યો હોય એ રીતે જોઈ રહ્યો હતો.

અંશનું આ પ્રકારનું બિહેવિયર પ્રિશાને બિલકુલ ન ગમ્યું.
તે એ બંન્નેના વચ્ચમાં આવી અને રોકીને કહ્યું. " ઇસ્કયુજમી... જસ્ટ ટુ મિનિટ..." એટલું કહીને પ્રિશા અંશને રોકીથી થોડે દૂર લઈ ગઈ.

" અંશ શું થયું છે તને? કેમ તું આમ વર્તાવ કરે છે?..જો અંશ રોકીના લીધે જ આપણે પાર્ટીમાં આવી શક્યા છીએ...તો પ્લીઝ તું પાર્ટીની અંદર કોઈ હંગામો ન કરતો અને એમ પણ રોકી સારો છોકરો લાગે છે..તો તું એની સાથે હળીમળીને રહીશ તો તને પણ એનો સાથ ગમશે...."


" પાર્ટીમાં જઈએ...બિચારો રોકી એકલો ઊભો બોરિંગ ફીલ કરતો હશે..." અંશના બદલાયેલા સ્વભાવનું કારણ પ્રિશા હજુ નહોતી સમજી શકી.

રોકી એ ત્રણ પાસ ગેટકિપરને આપ્યા અને ત્રણેય સાથે મળીને પાર્ટીની અંદર પ્રવેશ્યા.

પાર્ટીની બહાર જ જ્યાં બન્ને એકબીજાના દુશ્મન બની ગયા હતા શું પાર્ટીની અંદર બન્ને વચ્ચે દોસ્તી થશે કે દુશ્મની વધશે?
જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ