ચોરોનો ખજાનો - 62 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 62

ધૂળનું તોફાન

સવારના લગભગ નવેક વાગ્યા હતા. આજનું વાતાવરણ એકદમ અલગ જ દેખાઈ રહ્યું હતું. રણમાં માત્ર અને માત્ર ઉડતી ધૂળ સિવાય બીજું કંઈ જ ન્હોતું. અચાનક ચમકતી વીજળી અને તેના અમુક ક્ષણો પછી સંભળાતો કડાકો.. આમ તો આ બધું સામાન્ય હતું. પણ આજે જે કંઈ બની રહ્યું હતું તે સામાન્ય નહોતું. આ ભયાનક તોફાન અને વરસાદ સાથે વીજળી કાયમ જોવા નહોતા મળતા.

વાદળોમાં ઢંકાયેલો સૂર્ય ધરતીના દર્શન માટે તલસી રહ્યો હતો. પણ વાદળો આજે ધરતી માટે પોતાનું આવરણ પાથરીને બેઠા હતા જે હટવાનું નામ નહોતા લેતા. ઉનાળામાં તપતી રાજસ્થાનના રણની રેતી આજે સૂરજના પ્રકાશ વિના ઠરીને એકદમ ટાઢી થઈ ગઈ હતી. ટાઢી રેતી સાથે આજે જોરશોરથી ફૂંકાતો પવન રમત રમી રહ્યો હતો. ઉડાડીને ક્યારેક ઊંચે આભમાં લઈ જતો તો વળી ક્યારેક નીચે જમીન ઉપર પટકી દેતો.

જેસલમેરમાં જ્યાંથી રણ વિસ્તાર ચાલુ થતો હતો ત્યાં રોડ ઉપર राजस्थानी डेजर्ट सफारी એવું બોર્ડ લાગેલું હતું. આ બોરની પાસે આવેલી ઓફિસની બહાર ઘણીબધી ગાડીઓ પડી હતી. એક ગાડીમાં ડેનીની સાથે અમુક અગ્રેજો બેઠા હતા તો અમુક ત્યાં આસપાસ ઊભા હતા. તે રણ સફારીની ઓફિસમાં પેલો અંગ્રેજ અને નારાયણ એક ટેબલની સામે ખુરશી ઉપર બેઠા હતા. નારાયણ બેઠો બેઠો ગાડીઓ માટે બાર્ગેઇન કરી રહ્યો હતો.

सफारी वाला: देखिए, हर साल इस हफ्ते केलिए हम डेजर्ट सफारी क्लोज रखते है क्यों की इस तूफान में कई गाड़ियां फस जाती है और उसे निकालने में हमे कई दिन और बहुत सारा पैसा लग जाता है। मैं आपको इस वक्त गाडियां नही दे सकता, माफ कीजिएगा। ઓફિસનો માલિક જે એક સામાન્ય ચોવીસ પચ્ચીસ વર્ષના રાજસ્થાની છોકરડા જેવો લાગતો હતો તેણે પોતાની વાત સમજાવતા કહ્યું.

नारायण: देखो भाई, हमे सफारी केलिए गाडियां नही चाहिए। हम एक मकसद से यहां आए है और हमे हर हाल में गाड़ियां चाहिए। अगर तुम प्यार से मान गए तो तुम्हे पैसे मिलेंगे और अगर नही माने तो बाद में तुम बहुत पछताओगे। નારાયણની વાત કદાચ તે ન્હોતો સમજ્યો એટલે નારાયણ ધમકી ભર્યા અંદાજમાં બોલ્યો.

सफारी वाला: लेकिन भाई, मैं यहां काम करता हु। इस डेजर्ट सफारी के मालिक कोई और है। मुझे उनसे बात करनी होगी। હવે પેલો છોકરો પોતાની મજબૂરી સમજાવતા બોલ્યો.

ઓફિસની દિવાલે લાગેલા નાનકડા ટીવીમાં ન્યુઝ ચેનલ ચાલુ હતી. ન્યુઝમાં ગઈ રાત્રે થયેલા હત્યાકાંડ વિશે બતાવી રહ્યા હતા.

नारायण: इस न्यूज को देख रहे हो, ये जो हुआ है उसकी वजह यही है की वो हमसे बहस करने लग गया था। तुम एकदम मासूम हो, और मैं नही चाहता की तुम्हारे साथ वो हो जो उनके साथ हुआ है। मेरी बात मान लो, हम इस वक्त बहुत ही जल्दी में है, और तुम बहस में हमारा वक्त जाया कर रहे हो। हम तुम्हे उतने पैसे देकर जा रहे है जिससे तुम नई गाड़ियां खरीद सकते हो, लेकिन अगर तुम अब भी अपनी मनमानी करते रहे तो पैसे तो जायेंगे ऊपर से तुम अपनी जान से भी हाथ धो बैठोगे। ટીવીમાં બતાવી રહેલા ન્યુઝ તરફ આંગળી ચીંધીને વાતની હકીકત સમજાવતા નારાયણ બોલ્યો.

सफारी वाला: मैं समझ गया, आपने जो कहा। वैसे आपको कितनी गाड़ियां चाहिए? હવે આ છોકરો નારાયણની વાતથી ડરી ગયો એટલે તેણે તેની વાત માની લીધી. તેણે એક નજર બાજુની ખુરશી ઉપર એકદમ શાંત થઈને બેઠેલા અંગ્રેજ તરફ નાખી. તેની આંખોમાં નારાયણે કહેલી વાતની સાબિતી આપતી સચ્ચાઈ દેખાઈ એટલે પેલા છોકરાએ કોઈ પ્રકારની દલીલ કર્યા વિના તેમની બધી જ વાત માની લીધી.

नारायण: ये हुई न बात। हमे बारह गाड़ियां चाहिए, और ये रहा तुम्हारा पेमेंट। એકદમ ખુશ થતા નારાયણે પોતાના પગ પાસે પડેલી બેગ ટેબલ ઉપર ખુલ્લી મૂકી અને કહ્યું.

પાંચસોની નોટોના બંડલો જોઇને પેલો છોકરો એકદમ ચોંકી ગયો. તેણે આ પહેલા કદાચ આટલા રૂપિયા એકસાથે જોયા હશે કે કેમ એવો વિચાર તેના મનમાં એકવાર આવી ગયો. એકવાર તેણે બધા બંડલોને ચેક કરી જોયા અને પછી બધું બરાબર લાગ્યું એટલે બેગની ચેઇન બંધ કરીને પૈસા એક લોકરમાં મૂક્યા.

सफारी वाला: ठीक है डील पक्की। वैसे आप इन गाड़ियों को हमेशा केलिए ले जा कर क्या करने वाले हो? પેલા છોકરાએ નારાયણ તરફ ફરીને પુંછયું.

विलियम बोरिस: That's none of your business.. એના પહેલા કે નારાયણ જવાબ આપે, પેલો અંગ્રેજ બોલ્યો.

सफारी वाला: ओह बिजनेस। ठीक है, मैं तो इन पैसों से नई गाड़ियां ले लूंगा। आप अपना बिजनेस चलाइए, और क्या। પેલા અંગ્રેજની વાત આ છોકરો સમજ્યો તો નહિ પણ બિઝનેસ એવું સાંભળ્યું એટલે પોતાની રીતે વાતને આગળ વધારી.

તે છોકરાની વાત સાંભળીને નારાયણ એકવાર તો હસી પડ્યો. પણ તરત જ પોતાને સંભાળ્યો અને તેઓ ગાડીઓ જોવા માટે નીકળ્યા.

જહાજમાં કેપ્ટનની ચેમ્બરમાં રાજ ઠાકોર ઊભો હતો. સિરતે આપેલો નકશો તેની સામે ડિસ્પ્લે સ્ક્રીનની નીચે ટેબલ જેવી જગ્યા હતી તેની ઉપર પડ્યો હતો. તે નકશો અત્યારે એક્ટિવ હતો અને રાજ ઠાકોર એક નિષ્ણાંતની માફક તે 3d નકશાને પોતાની રીતે આમથી તેમ ફેરવીને પોતાનું ડેસ્ટીનેશન કઈ જગ્યાએ છે તે શોધી રહ્યો હતો.

પેલા બંને આર્કિટેક્ટ રાજ ઠાકોરને આવી રીતે નકશો જોતા જોઈ એકદમ અચંભિત થઈ ગયા. તેઓ સમજી નહોતા શક્યા કે પહેલીવાર આ આખો નકશો જોનાર વ્યક્તિ નકશાને વાપરવામાં એટલા માહિર કઈ રીતે હોઈ શકે..!

નકશામાં દર્શાવ્યા પ્રમાણે રાજ ઠાકોરે તેમની મંજિલ અને સમય બંને જહાજમાં સેટ કરી દીધા, જેથી કરીને તેઓ સમયસર તે જગ્યા સુધી પહોંચી શકે. તેઓ આગળ વધી જ રહ્યા હતા કે અચાનક જ સામે એક નાનકડું ગામ આવ્યું. ગામનું નામ શું હતું એનો તો કોઈને ખ્યાલ ન્હોતો પણ જહાજ તે ગામની એકદમ નજીકથી પસાર થયું. ગામ નજીકથી પસાર થયા એટલે ખ્યાલ આવ્યો કે ગામમાં બહુ ઓછા મકાન હતા.

ગામની છેવાડે એક મકાન આવેલું હતું જેમાંથી લગભગ સાઈઠ-બાસઠ વરસનો એક માણસ અચાનક બહાર આવીને જહાજ તરફ આગળ દોડતો આવતો દેખાયો. રાજ ઠાકોરની નજર તેના પર ગઈ. તેણે જહાજને તરત જ થોડીવાર માટે એકદમ ધીમું કરી દીધું.

आगे मत जाओ, आगे खतरा है। इस तूफान में फसने वाला कोई भी इंसान या कोई और चीज कभी भी वापिस नही आया। मेरे खयाल से तुम्हे इस चीज को वापिस मोड़ लेना चाहिए। અચાનક તે માણસ જોરથી ચિલ્લાયો.

राज ठाकोर: नही, हम आगे जाना चाहते है। लेकिन आपकी इस सलाह केलिए आपका बहुत ही धन्यवाद। રાજ ઠાકોર ચેમ્બરમાંથી બહાર આવીને ઉપર તરફ ગયો. તેણે સલાહ આપનાર માણસને જવાબ આપ્યો.

अरे! कई लोग इस तूफान में मर गए है। तुम फंस गए तो अपने साथ कई लोगों को ले डूबोगे। वहां मरने केलिए क्यों जा रहे हो? વળી તે માણસ જહાજ સાથે ચાલતા ચાલતા જોરથી ચિલ્લાઈને બોલ્યો.

राज ठाकोर: नही हमे इस तूफान में ही आगे बढ़ना है। રાજ ઠાકોર પણ પોતાની વાતને પકડી રાખતા બોલ્યો.

ठीक है, तुम्हारी मर्जी। भगवान तुम्हारा भला करे। मरने का इतना ही शौक है तो जाओ और क्या।કંટાળીને તે માણસે હાર માની લીધી અને ઊભો રહી ગયો. ઊભા ઊભા જ તે ધીમેથી તે બોલ્યો. જહાજ સાથે ચાલીને તે હાંફી ગયો હતો. રાજ ઠાકોર થોડીવાર તેને જોતો રહ્યો અને વળી પાછો પોતાની ચેમ્બરમાં આવી ગયો.

વાતાવરણ હવે વધારે ને વધારે ખરાબ થઈ રહ્યું હતું. ઘણીવાર તો કોઈ કોઈ વંટોળ એટલી હદે ઊંચા અને મોટા હોય કે સૂકા લાકડા અને મોટા મોટા સૂકા વૃક્ષો પણ ઉખાડીને પોતાની સાથે ઉપાડી જતા. ઘણીવાર તો એવું બનતું કે રાજ ઠાકોર દૂર સુધી ચોખ્ખો રસ્તો જોઈ ન શકતો અને તેણે દુરબીનનો ઉપયોગ પણ કરવો પડતો.

તેઓ પોતાનો રસ્તો ખુબ ધીમે ધીમે કાપી રહ્યા હતા. તેમના રસ્તામાં ઘણીવાર કોઈ નાના પહાડ કે કોઈ ખાડા આવી જતા જેના લીધે તેમણે જાળવી જાળવીને આગળ વધવું પડતું. પણ રાજ ઠાકોર ખુબ જ સાવચેતી રાખીને આગળ વધી રહ્યો હતો. જહાજમાં દરેક જણને જરૂરી ચીજ વસ્તુઓ સમયે સમયે મળી જતી, પણ આવા સમયે જહાજની ઉપરના ભાગે જવાની દરેકને મનાઈ કરી દેવામાં આવી હતી.

આ તોફાનના લીધે તેમને એક ફાયદો થઈ રહ્યો હતો. જ્યારે તેઓ કોઈ ગામની નજીકથી પસાર થતા ત્યારે તેમને કોઈ માણસ ગામની બહાર તો શું ઘરની બહાર પણ ન્હોતું દેખાતું. જેના લીધે તેઓ કોઈપણ પ્રકારની રોકટોક વિના શાંતિથી આગળ વધી શકતા હતા.

હજી સુધી તો તેઓને કોઈ પણ પ્રકારની મુસીબતો નડી નહોતી પણ આગળ શું થવાનું છે એના વિશે તેઓ કંઈ જ જાણતા નહોતા. અચાનક જ તેમની સામે એક ભયંકર ધૂળનું તોફાન આવતું દેખાયું. આ તોફાન એટલું તો ભયાનક હતું કે તેનાથી આગળ શું હશે તે કંઈ જ દેખાઈ ન્હોતું રહ્યું. અત્યારે રાજ ઠાકોર પાસે રહેલું દૂરબીન પણ કોઈ કામમાં ન્હોતું આવતુ.




ધૂળનું તોફાન અતિશય ભયાનક હતું. ચિંતાનો વિષય એ હતો કે આવા ધૂળિયા તોફાનમાં જહાજ સાથે તેઓ કેવી રીતે આગળ વધી શકશે. કેપ્ટનની ચેમ્બરમાં બેઠેલા બંને એન્જિનિયરો અત્યારે ગભરાયેલા દેખાઈ રહ્યા હતા. પણ તેમછતાં ગભરાવાને બદલે રાજ ઠાકોરના ચેહરા ઉપર એક અજીબ પ્રકારની સ્માઈલ દેખાઈ આવી. એન્જિનિયર શેખર અને રેહાનને આ જોઈ અજીબ લાગ્યું.


शेखर: क्या आप जानते है कि आप क्या कर रहे है? क्यों की जहां तक मुझे दिख रहा है बस मिट्टी का तूफान ही है, रास्ता तो कही है ही नही। और आप बिना हिचकिचाए जहाज चलाए ही जा रहे है और वो भी खुशी खुशी मुस्कुराते हुए। आखिर इसका राज क्या है मिस्टर राज साहब?? પોતાની આંખોની સામે આવી રહેલા ભયાનક તોફાનની અંદર જહાજને લઈ જતા રાજ ઠાકોરને એન્જિનિયર શેખર પૂછી બેઠો.

राज ठाकोर: मुझे रास्ता भी दिख रहा है और तूफान भी शेखर भाई। शायद तुम्हे पता नही, लेकिन हमारी मंजिल ये तूफान ही है। इसी तूफान में हमे जाना है। तुम बस देखते जाओ। हमे यही तूफान हमारी मंजिल तक पहुंचाएगा। એકદમ શાંત ચિત્તે રાજ ઠાકોરે જવાબ આપ્યો. તેની આંખોમાં અત્યારે જરા સરખો પણ ડર નહોતો. ઉલટાની ખુશી છલકાઈ રહી હતી.

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ ચેમ્બરનાં બારણે નોક થયું. ચેમ્બરની બહાર સિરત ઊભી હતી. શેખરે જઈને ચેમ્બરનું બારણું ખોલ્યું. સિરત તરત જ દોડતી અંદર આવી.

सीरत: आप ये क्या कर रहे हैं राज साहब? इस भयानक तूफान में हमे कहां लेकर जा रहे है? સિરત બોલી.

राज ठाकोर: मैं कही भी लेकर कहां जा रहा हु मैडम, ये तो हमारा मेप ही है जो हमे हमारी मंजिल उधर दिखा रहा है। और वैसे भी मैं तो बस मेप के दिखाए रास्ते पे ही आगे बढ़ रहा हूं, देखिए। નકશામાં મંજિલનો પોઇન્ટ બતાવતા રાજ ઠાકોર બોલ્યો.

सीरत: सब ठीक तो है लेकिन कही ये तूफान हमे किसी गलत रास्ते पर न ले जाए। એકવાર નકશા ઉપર અને પછી ડિસ્પ્લે સ્ક્રીન ઉપર નજર નાખતા સિરત બોલી.

राज ठाकोर: क्यों मैडम, आपको हमारे सरदार के दिखाए रास्ते पर कोई संदेह है? સરદાર રઘુરામની યાદ અપાવતા રાજ ઠાકોર બોલ્યો.

सीरत: नही नही, ऐसा नहीं है लेकिन मैं तो बस इस तूफान को लेकर अपने लोगों केलिए थोड़ी चिंतित हूं। સિરતે પોતાના મનની ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

राज ठाकोर: आप चिंता न करें। दिवान साहब और सुमंत दादा से कहिए अब वक्त आ गया है। अपने सभी लोगों को तैयार कीजिए। રાજ ઠાકોર આનંદિત સવારમાં બોલ્યો.

सीरत: वक्त आ गया है? लेकिन किस चीज का वक्त आ गया है? સિરતને કંઈ સમજાયું નહિ એટલે તેણે પૂછ્યું.

राज ठाकोर: हमारा उस दुनिया का दीदार करने का वक्त आ गया है। आप भी जाइए और उस केलिए तैयार हो जाइए। રાજ ઠાકોરે વાતની ચોખવટ કરતા કહ્યું.

सीरत: लेकिन डेनी? वो अभी तक जहाज़ पर नही आया है, हम उसके बिना कैसे जा सकते है? અચાનક સિરતને ડેનીની યાદ આવી એટલે તેણે ડેની વિશે વાત કરતાં કહ્યું.

राज ठाकोर: क्या? लेकिन डेनी है कहां पर? अब मुझे नही लगता की वो आ पाएगा। अब हमे ही आगे का रास्ता तय करना है। जाइए आप तैयार हो जाइए। अब हमारे पास तीन घंटे से ज्यादा वक्त नहीं है। રાજ ઠાકોર સમજી ગયો હતો કે હવે ડેની જહાજ સુધી નહિ આવી શકે એટલે તેણે સિરતને સમજાવતા કહ્યું.

સિરત ઉતાવળા પગે પોતાની ચેમ્બર તરફ જવા લાગી. ડેની વિનાની આ સફર હવે તેને અર્થહીન લાગી રહી હતી. પણ હવે તે એના માટે કંઈ જ કરી શકે તેમ ન્હોતી.

ओह डेनी! तुम कहां हो? जल्दी आ जाओ। मुझे तुम्हारी बहुत ही ज्यादा जरूरत है। ડેની વિશે વિચારતા વિચારતા સિરત પોતાની ચેમ્બરમાં દાખલ થઈ.

શું ડેની જહાજ સુધી પહોંચી શકશે..?
શું તેઓને તેમની મંજિલ મળશે..?
પેલા બીજ શેના હતા?
તેઓ જ્યાં જવાના છે એ દુનિયા કેવી હશે..?

Dr Dipak Kamejaliya
'શિલ્પી'