વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 13 NupuR Bhagyesh Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 13

{{{Previously: શ્રદ્ધા એની જાતને હવે વધારે કાબુમાં રાખી શકતી નથી અને પોતાને વિશ્વાસનાં ખભા પર ઢોળી દે છે. વિશ્વાસ પણ એક ક્ષણની રાહ જોયા વિના શ્રદ્ધાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવે છે. જાણે રાધાજી ભાગીને આવ્યાં હોય અને કાન્હાજી એમને પ્રેમ કરતાં હોય, એમ જ શ્રદ્ધા અને વિશ્વાસ બંને એકબીજા સાથે બેઠાં હતાં, હાથમાં હાથ, ખભા પર માથું અને ભરપૂર પ્રેમ, એવું દ્રશ્ય રચાયું હતું .}}


થોડીવાર સુધી આમ જ વિશ્વાસ શ્રદ્ધાનાં વાળમાં હાથ ફેરવતો રહ્યો. શ્રદ્ધા પણ વિશ્વાસના ખભા પર માથું મૂકી બેસી રહી.

થોડીવાર પછી, વિશ્વાસ ધીમેથી બોલ્યો,

વિશ્વાસ: કેમ? શું થયું અચાનકથી? તેં તો તારી મરજીથી જ મેરેજ કર્યા હતા ને? મને ખબર છે ત્યાં સુધી તમે ખુશ હતા એકબીજા સાથે, તો પછી શું થયું?

શ્રદ્ધા (નરમાશથી) હા, કહી શકાય કે મરજીથી જ કર્યા હતા, અને ખોટું નહીં બોલું, અમે ખુશ જ હતા, પણ અચાનક એક દિવસ બધું બદલાઈ ગયું...મારી આખી લાઈફ એક જ દિવસમાં ચેન્જ થઈ ગયી.. ( શ્રદ્ધા હવે બેઠી થઈ, એનાં હાથમાં હજુ પણ વિશ્વાસનો હાથ પકડેલો હતો.)

વિશ્વાસ : તું મને ડિટેઇલમાં કહીશ કે ખરેખરમાં થયું શું હતું ..તો હું તને હેલ્પ કરી શકું! ડિવોર્સ લેવાની જરૂર જ ના પડે!

શ્રદ્ધા : શું વાત કરે છે તું? તારા જ પગ પર કુહાડી કેમ મારે છે? તું સાચેમાં લૉયર છે કે કેમ?

વિશ્વાસ : કેમ આમ બોલે છે? શું તું નથી ઇચ્છતી કે તમારા બંને વચ્ચે બધું પહેલાં જેવું થઇ જાય!?

શ્રદ્ધા ( થોડું ગુસ્સામાં આવીને ) : ના...હવે નહીં! ઘણી રાહ જોઈ, ઘણાં પ્રયત્નો કર્યા, બહુ સમજાયો, કેટકેટલું કર્યું? એને કોઈ ફર્ક જ નથી પડતો! ખબર નહી જાણે એવું તો શું થઇ ગયું કે...એ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી! હવે હું થાકી ગયી છું...

વિશ્વાસ : ...પણ એક વખત તું વાત તો કરી જો!

શ્રદ્ધા : એ તૈયાર જ નથી! તો કેવી રીતે?

વિશ્વાસ : so... You want divorce? એ ફાઇનલ છે એમ!

શ્રદ્ધા : હા...મને ડિવોર્સ જ જોઈએ છે!

વિશ્વાસ : ok..તો પહેલાં તું મને એમ કહે કે શું થયું હતું? એ પણ ડિટેઇલમાં.. અને મારે થોડી વિગતો એકઠી કરવી પડશે! શું તારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ છે? તારી પ્રોબ્લેમ્સનાં કોઈ પુરાવા?

શ્રદ્ધા: ના... કોઈ પુરાવા તો નથી! અમારું મેરેજ રજીસ્ટર સર્ટી છે ફક્ત મારી પાસે. અને...થવામાં તો ઘણું બધું થયું છે....

શ્રદ્ધા વિસ્તારમાં વિશ્વાસને બધું જણાવે છે.

"જયારે અમે બંને સિદ્ધાર્થની જોબના કારણે લંડન શિફ્ટ થયાં હતા, ત્યારે શરૂઆતનાં પહેલાં વર્ષમાં બધું બરાબર હતું...અમે બહાર ફરવાં જતાં, લંડનનાં ઘણાં ફેમસ પ્લેસીસ જોયાં, વિકમાં એક વખત અલગ અલગ હોટેલ્સમાં જમવાં જતાં, ક્યારેક એ મને સરપ્રાઈઝ પણ કરતો...અમે બહુ જ ખુશ હતા. અને પછી મારી birthdayનાં આગળનાં દિવસે વિશ્વાસ એનાં ફ્રેંડ્સ જોડે બહાર ગયો હતો. હું ઘરે હતી. એ દિવસે ઘરે આવ્યો ત્યારે એ ગુસ્સામાં જ હતો, મેં પૂછ્યું કે શું થયું? તો જવાબ આપવાનાં બદલે અચાનકથી જ મારાં પર ગુસ્સે થઈ ગયો. કંઈ કહ્યા પૂછ્યા વગર જ મારાં પર ખોટા આરોપો લગાવવાં લાગ્યો..બહુ જ ઝગડો કર્યો હતો! એ દિવસ અને આજનો દિવસ અમે સરખી રીતે વાત જ નથી કરી...બસ હું સવાલ કર્યા કરું અને એ મારી જોડે ઝગડો કે દલીલ! એ દિવસથી અમે સાથે સૂતા પણ નથી, એક જ રૂમ અને એકજ છત પણ દિશા અલગ અને બેડમાં તકિયાની દિવાલ. એ દિવસથી જ એને મને વાતવાતમાં ટોકવાનું શરૂ કરી દીધું છે, આ નહિ કરવાનું, પેલું એમ કેમ કર્યું? આ આમ કેમ નથી ને પેલું એમ જ કેમ છે? આ પહેરવાનું અને આ નહિ પહેરવાનું તારે! હજુ સુધી બાળક કેમ નથી? તું માં કેમ નથી બની? આ જ ખાવાનું બનાવવું પડશે! નહીં તો હું નહીં જમું...બહારથી મંગાવીને જમી લઈશ. અને બીજું કેટકેટલું ગણી બતાવું ? એ મને દરેક વાતમાં ટોકે છે અને હેરાન કરે છે! બોલ...તું જ કહે હવે આવાં વ્યક્તિ સાથે હું કેવી રીતે રહી શકું? એને મને આજ સુધી એના ગુસ્સાનું કારણ નથી કહ્યું, મારી સાથે ઝગડે કેમ છે એ પણ નથી જણાવ્યું. અને તું કહે છે કે હું એને સમજાવું, ડિવોર્સ ના લઉં અને બધું ઠીક કરી દઉં? કેવી રીતે, વિશ્વાસ કેવી રીતે?" (આટલું કેહતા શ્રદ્ધા રડી પડી)

શ્રદ્ધા રડતાં રડતાં એની આપવીતી જણાવતી હતી, અને વિશ્વાસ સાંત્વના આપતા શ્રદ્ધાને સાંભળી રહયો હતો... શ્રદ્ધાની પહેલાંની સુખી લાઈફ વિષે જાણીને થોડી ખુશી થઈ અને થોડું દુઃખ પણ થયું, પછી એની આ હાલત જોઈને, વિશ્વાસનો આવો બિહેવિઅર જાણીને, અને શ્રદ્ધાને આટલી હેરાન જોઈને વિશ્વાસને ઘણું દુઃખ થયું, વિશ્વાસને સિદ્ધાર્થ પર બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે શ્રદ્ધા માટે એની આંખો પણ ભીની થઇ ગયી હતી...

શ્રદ્ધા (સ્વસ્થ થઈને ): વિશ્વાસ? સાંભળે છે?

વિશ્વાસ ( વિચારોમાંથી બહાર આવીને ) : હા, સાંભળું છું! મને બહુ જ દુઃખ થયું, આ બધું જાણીને, મને નહતી ખબર કે તું આટલી તકલીફમાં છે!

શ્રદ્ધા ( વિશ્વાસનો હાથ વધારે જોરથી પકડીને ) : તું મારી મદદ કરીશ ને, વિશ્વાસ? મને બીજું કંઈ જ નથી જોઈતું...બસ હું સિદ્ધાર્થથી હંમેશા દૂર થઇ જવા માંગુ છું...

વિશ્વાસ : હા, જરૂરથી. તારા માટે મેં હંમેશા સારું જ ઇચ્છયું છે અને હંમેશા ઈચ્છતો રહીશ, તું સાથે હોય કે નહિ..તું મારી પ્રાર્થનાઓમાં હંમેશા પહેલી જ રહીશ.

શ્રદ્ધા (વિશ્વાસને પકડીને, ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગે છે) : તું મને આટલો બધો પ્રેમ કરતો હતો, તો તું પાછો કેમ ના આવ્યો જયારે મને તારી સૌથી વધારે જરૂર હતી...

વિશ્વાસ : હું તો હંમેશા તારી સાથે જ હતો! તેજ મારી રાહ ના જોયી....તેં મારા ફોન ઉપાડવાનાં બંધ કરી દીધાં હતા, મને રીપ્લાય આપવાનાં બંધ કરી દીધા હતા, હું તને ફોન કર્યા જ કરતો હતો, મેસેજીસ મોકલતો હતો, પણ તેં કોઈ વળતો જવાબ જ ના આપ્યો!!!

શ્રદ્ધા : મારો ફોન તૂટી ગયો હતો, યાદ છે ને મેં તને ઇમેઇલ કર્યો હતો!!! નવો નંબર મોકલ્યો હતો! આપણે...

વિશ્વાસ ( શ્રદ્ધાને વચ્ચે જ અટકાવીને ) : શું? કયો ઇમેઇલ? કયો નંબર? મને કોઈ ઇમેઇલ કે નંબર માંડ્યોજ નથી... ( નિસાસો નાખતાં ) મળ્યા હતા તો ફક્ત સમાચાર...અને એ પણ તારા મેરેજનાં !!!!

શ્રદ્ધાને વિશ્વાસની વાત સાંભળીને આઘાત લાગે છે, એને કંઈ સમજાતું નથી. શું જવાબ આપવો ? શું કેહવું ? કંઈ જ નહીં... એ પણ વિચારોમાં ડૂબી જાય છે....



એવું તો શું થયું હતું? બંને વચ્ચે કઈ ગેરસમજ હતી? ફોન કેવી રીતે તૂટ્યો? ઇમેઇલ્સનું શું થયું? બંને કેવી રીતે અલગ થયા? કેમ શ્રદ્ધાએ સિદ્ધાર્થ જોડે લગ્ન કરી લીધા? એવું તો શું બન્યું હશે કે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કરવા છતાં અલગ થઇ ગયા?